ગુલો ભગત

bhagat

 

 

 

                                       

ગુલોભગત

      ઓજાંગણ બાવરીએજે ઝુંઢમેં ને બેરોડ઼ીજે કંઢેજી વાડ઼ પ્વા ભનાયલ ભુંગેજી બારા મંજેતે વઇ ખાંપરે-કોડિયેજી જોડી જેડ઼ા જગલો ને ભગલો સવારજી નિંધર ઉડાઇધી ચાય પી ને સિગરેટું પેટાયોંતે તાં માધુ મંઢો હિડાં હુડાં નજરું ફિરાઇધો ઇન વટ અચી મંજેતે વિઠો.

‘સે કુરો અજ રાજા કેણજે પોરમેં તોકે ફુરસધ મિલી વિઇ…?’જગલે માધુકે સિગરેટજી પાકિટ ને બાકસ ડીંધે સની અખિયું કરે પુછે

‘ઉસ્તાધ…અજ ડીં ઉલધે ગાંધીધામ કોરાનું કારી ભજારજી ૨૦૦ ગુણ મહારાસ્ટ્રજે ખટારેમેં અચેવારી અઇ’સિગરેટ પેટાય પાકિટ ને બાકસ પાછા ડીંધે માધુ ચેં

‘ખબર પક્કી આય ન…?’અખિયું સની ને કન ચુસ્સા કંધે ભગલે પુછે.

 ‘ખોટી નિકરે ત આંજો ખલ્લો ને મુંજી મુન’ચિઇ માધુ ખિલ્યો.

‘ઇં….? ત તોજો ભાગ તોકે મિલી વેંધો વિઞ જલસા કર…’માધુજી પુઠમેં ઢુંભો હણધે જગલો ચેં ત સિગરેટ પુરી કરે માધુ ઉસ્યો ને હી બ માલ જાપટેજી સાંભાઇમેં પ્યા.

      કોક કોલેજ જે છોરે જેડ઼ા ફૂલફટાક થિઇ બોંય ગામજી ભજારમેં આયા ને પોય કોક પોડ઼ી ને કોક તાંગી સેરીયું વટાયને હિકડ઼ે હટ વટ અચી ઉભા.ઉડાં હિકડ઼ે ઇસટૂલતે વઇ બેડ઼ી ધમીધે પિતાંભરકે હથજો ઇસારો કરે સડાયો ને ભેરો હલણ ચોં.પોય હિકડ઼ે નિમજે ઓટેતે વિઇ ત્રોંય સિગરેટું પેટાયોં.

‘બસો ગુણું કારીભજારજો માલ ગિનણું આય જુનો ભાઇબંધ અઇએ ઇતરે પેલક તોજી નકાં નરસીં કે પુછોં’જગલે સને સડારે પુછે.

‘માલ કિડાંનું અચેતો?’એડ઼ે જ સને સડારે પિતાંભર પુછે

‘ખબર નાય ખટારો મહારાસ્ટ્રજો આય’ભગલો ચેં

‘ત કર્યો કડ઼ધો….’સિગરેટજો ઠૂંઠો ફિગાઇધે પિતાંભર ચેં

‘લગભગ ચાર પંજ લખ સચ્ચા…’જગલો ચેં

‘વા!! અઇ ચો ને આઉં ડેરાય ડીંયા…?’ચિઇ પિતાંભર ખિલ્યો.

‘ત…તું કિતરા ડેરાઇને..?’જગલે પુછે

‘અઢઇ લખ….’

‘તું ત સિધો પાણીમેં વિઇ રેં કિંક સરખો નેઠો કર…’

‘ત્રે લખ ઇન કનાં વધુ હિકડ઼ી રતી પઇ પ ન,છતાં આંકે નરસીકે પુછણું વે ત મુંકે વાંધો નાય પ ઇ મુંભઇ વ્યો આય ચાર ડીં પ્વા અચિંધો ખપે ત તડેં કડધો કરે ગિનજા..’ચિઇ પિતાંભર ઉભો થ્યો.

‘ભલે ત્રે લખ કભુલ પ માલ ગિનધો કેર ને આના ડિંધો કેર…?’

‘માલ ગિનધા ગોપાલસેઠ ને આના આઉં આણેં ડીંધોસે’

‘કેર ગુલો ભગત…?’

‘આંકે માનીસે કમ આય ક ઘડ઼ીધલસે…?’ચિઇ પિતાંભર ખિલ્યો.

‘છડ પપઝડ઼ હલ હલોં…’જગલે ચેં ને બોંય રવાના થ્યા.

‘હી ગુલોભગત ને કારી ભઝાર..?’ભગલે પુછે

‘અડે!! તું હિન ગુલેભગતકે ઓરખેં નતો ઇ ગુલો ભગત વડો ઠગ ભગત આય આતવારજો રામ મિંધરમે હથજી કરતાલ વજાઇંધે રામધુન બોલાઇધો નચેતો’

‘મીરાંબાઇ વારેંજી…?’

‘હા…માડ઼ુએજે ડિસધે કઇક ભગતીજા નખરા કરેતો.મિંધરજી આરતીજી થારીમેં પંજ રૂપીઆ ડિસાજે તડેં ઇન વટ રૂપીઓ વિજી ચાર રૂપીઆ પાછા ખણે ડિસધલ સમજે ક પંજ રૂપીએજા છુટા ખણેતો.પાછો ડાનેસરીજી પુછ ઇ ખણલ રૂપિઆ બેં જે ડિસધે ભિખારીએકે ડાન કરે.’

‘ત ત ભારી ગિલીન્ડર ચોવાજે’

‘ઇનજા કિસ્સા સુણે લા રાત ઓછી પે’

‘ત હી માલજો માલ મિલી વિઞે પોય ચાય પીંધે સુણાઇજ’

       ત્ર સંજા ટાણું થીંધે જગલે ને ભગલે ચોરાયલ પોલીસજી વર્ધી પેર્યો, ઝાંખરે પ્વા લકાયેલી ભંગાર મિંજા ગિનલ પોલીસજી જીપ કઢ્યો ને ગાંધીધામજી વાટ જલે રવાના થ્યા.હિકડ઼ી ચાયજી મઢુલી પ્વા જીપ રખ્યો, બોંય હિકડ઼ે જાડે થુડ઼જે ઝાડ પ્વા લીકીને વિઠા.જગલો ધુરબીનસે છેટેનું અચીંધી ગાડીએજા નંભર નેરેતે  ને ઇનકે મહારાસ્ટ્રજે નંભરવારો ખટારો અચિંધો ડિસાણો.ઇન ભગલેકે ઇસારો કેં ત ભગલો જીપ ખણેલાય વ્યો ને જગલો વાટજી વચમેં પુગો તેં લગી ભગલો જીપ ખણી પુજી આયો.     

‘ગાડી રોકો…’જગલે વડે સડારે ડારો ડિને.

ખટારો ઉભો ર્યો ત ખટારેતે ડુંગટી મારે ઢ્રાઇવરકે રોફસે પુછે

‘ક્યા હૈ ઇસમેં…?’

‘ઢેપ(ખડ઼) હૈ સાહીબ’ડ્રાઇવર હાથ જોડે ચેં.

‘ચલો દિખાવ….’વરી ડુંગટી ખટારે તે હય.

       ક્લિનર ખટારેતે ચડીને તાલપત્રી ખોલે.જગલો ને ભગલો ખટારેતે ચડ્યા તેં લગી ઢ્રાઇવર ને ક્લિનર બોંય ભજી છુટા સે ડિસી બોંય ખિલ્યા પોય માલ તપાસ્યોં. હિડાં જગલે ને ભગલેસે સોધો કરે પિતાંભર ગુલેભગતકે મિલ્યો.ઘરાકે વિચ મુંજલ ગુલેભગતકે પિતાંભર હટજી પ્વા બોલાયને ચેં

‘કારી ભજારજી બસો ગુણજો સોધો ત્રે લખમેં ક્યો આય’

‘માલ કિતરેજો આય?’

‘લગભગ સાડાચાર પંજ લખજો’

‘પ રખધાસી કિડાં ગોધામમેં ઇતરી જગઅ નાય’

‘ભાનુસાલી નગરમેં નયે ભનલ ભેણીજે તરમેં. મું ભેણીજે માલકસે ગાલ કિઇ આય ઇ પંજ હજારમેં રાજી થ્યો આય ને પાં બ ડીંએમેં ત માલ ફૂંકે વિજધાસી’

‘ઠયો તોકે ઠીક લગધો વે તીં કર’

       મોરનું નિક્કી કેલ ઠેકાણે પિતાંભર જગલે ને ભગલેકે મિલ્યો ને માલ ઉતારેજી જગિયા વતાંય હાજર રખલ મજુરેં માલ ઉતારે ગિડાં તેંકે મજુરી ડિઇ રવાના કેં, પોય છાપેજી પુસ્તિમેં વિટલ ત્રે લખ રૂપીઆ જગલેકે ડિને.બોંય ભીડ઼ ભઝારમેં ખાલી ખટારો છડે ને ગેભ થિઇ વ્યા.

    ભાંગ ફૂટે મોંધ વિજજો વડો ઝબકારો થ્યો ને ગજણ ગજધે બારો મેઘ ખાંગા થીએ એડ઼ો મીં વઠો.ગજણજો અવાજ સુણી ગુલેભગતજી નિંધર ઉડી વેંધે સફાડ઼ો ઉભો થિઇ વ્યો.અંગતે અંગરખો પેરે છત્રી ખણી ગુલોભગત ઘર બાર અચી ભાડેજી રિકઝિક કરે વિગર રિક્ષા જલે ને ભાનુસાલી નગર ડીયાં વારેજો ચેં.નિચાણ વારે ઇન વિસ્તારમેં ભેઠ સાં પાણી ભરાણા વા.પાણીજો વોણ ડિસી રિક્ષા વારો અગિયા હલણ તૈયાર ન થ્યો.ગુલેભગત ઇનકે બિમણો ભાડ઼ો ડિનેજી ગાલ કેં પ ઇ સિરગિર્યો ન.ઇતરે ગુલોભગત રિક્ષા ઉડાંજ ઉભી રખેજો ચિઇ ગુડે સમાણે પાણીમેં છત્રી ખણીને ઉતર્યો.વાસરેજો હિકડ઼ો ઝાપટો લગંધેને વા છત્રીમેં ભરાણો ને છત્રી કાગડ઼ો થિઇ વિઇ તેં ભેરો ગુલોભગત વોર્યો ને પાણીમેં છણી તણાઅ લા લગો.ઇતરો ભગસાડ઼ી ક વિચમેં હિકડ઼ે નિમજે ઝાડભેર આથડ઼્યો ને ઇન બખ વિજી ઝાડજો થુડ જલે ગિડેં.

     મડ મડ ગુલોભગત ઊભો થ્યો ત ઇનજી નજર માલ જિડાં ઉતર્યો વો ઉન ભેણીતે પિઇ.ભેણીજો તરજો ભાગ પાણીમેં બુડીર્યો વો સે ડિસી ગુલોભગત ઉચકાર વિજી ચેં ‘વોય!!! મા મુજી ખન….

(ઉ ચોવક આય ન ક મીંયા મારે મુઠે તો અલ્લા મારે ઊંટે)(પુરી)           

 

 

Leave a comment