Archive for જુલાઇ, 2010

“મુડ઼સ તા લગેં તો”

જુલાઇ 14, 2010

“મુડ઼સ તા લગેં તો”

મુંછીયું  રખેતો  મુડ઼સ  તા  લગેં  તો;

કિનારે  તરેંતો  મુડ઼સ  તા  લગેં  તો !

ડસી  નબાયડી  કે  ધુબેંતો  પે  સામું;

અખીયું  કઢેતો  મુડ઼સ  તા  લગેં તો !

ધુસમણે નું પિટખાઇ ઊંની કે ઘર તંય;

છડેલાય વિઞે તો મુડ઼સ તા લગેં તો !

મુડ઼સ તા લડે રણ મિંજા ડેસ  ખાતર;

વિડ઼ે તૂં ખુડસિલા  મુડ઼સ તા લગેં તો !

ઇસારે  નું  સમજાય   બોડ઼ે  અગિયાં;

કુલાય  તું  કુછેંતો મુડ઼સ તા લગેં તો !

કને  મેં  બોટિયા  તું  ખોટા  કલાયત;

પેરી  ને  ફરેં  તો મુડ઼સ તા લગેં તો !

ફરે  તો  ચરે  તો  વસધ બાયડી જી;

કમાણી  પરેંતો  મુડ઼સ  તા લગેં તો !

દિપક શેઠિયા “ચિંતન”

(ચીંગાર અંક-૧ મંજા)

૦૧-૦૭-૨૦૧૦ 

Advertisements

“તડે કેડા ખાર ચડે?*”

જુલાઇ 14, 2010

“તડે કેડા ખાર ચડે?*”

–કચ્છીમાડ઼ુ ‘ધુફારી’

                          પાંકે તકડવે તડેં ઘણે વાર એડ઼ો  ભનધો વે તડે પાંકે કેડા ખાર ચડી વંઞે? સે અજ પાણ ગાલ કઇયું.મુર ત જકી થીએ સે પાંજી ખોટી તકડ,એનેડ઼ાઇ ને અપાકે થીએ પણ માડ઼ુ એડ઼ૉ જીનાવર જેં કે પંઢજો ડો કડે ન ડસજે.તેંમે તન ટાંણે જ હડ્ફટમેં કોય અચી વ્યો તે નેર્યો મજા. અચીજ મ ઉર્યાં ને વે જ પર્યાં મડ઼ે ઓર ગોર મછી ગોર અન મથે વજધે જરા વાર ક વિચાર ન કરે.

 • સવારજો ખાટલે ક પલંગ મથા ઉભા થીંધા વોં ન તન જ ટાણે પગેં મેં ગધર વરી વંઞે ને પાણ ધબ ડઇને વઇ રોં

 • રોજ અડારીમેં વજી ફુંકે ને ચાય પીંધાવોં ને ફુકે જો ભુલી વંઞો ને જીભ બરે.

 • પાંકે કેંજેક ખુરખુરે વિંઞણું વે તડે પેરેજે પાયજામે જે નેફેમેં પગજી ટીચલી ને બાજુજી આંગરજો ખાંચો અટકી રે તડે મડ પાંજે થુલકે જલ્યો વે.

 • હું સડસડાટ પાયજામેજે પાંયચેમે હલ્યો વેંધો પગ તકડ વે તન જ ટાણે વજધા વો ઉ પગ સીધો થઇને પાયજામેજે પાંયચેમેં અટકી રે ને પાણ ગુડ્થલો ખાઇ વંઞો.

 • આભેજા મડ઼ે ભુતાન વજી ગનો પોય ખબર પે ક ભુતાન પંઢજો કાંસ ચાંતરી વ્યા અઇ તેં સે ખડપા ઉચા નીચા થઇ વ્યા અઇ.

 • ભરાભર બાર વંઞે જો થીએ તન જ ટાણે એકી લગી અચે.ઘરમેં ભલે ત્રે નાયણિયું વે પણ તન ટાણે ખાલી કોય નવે ને વે ત પાયજામેજી જીપ ન ખુલે ને ત્યાં સુધી નીચે પેરલ કપડો પુસી પે.

 • લીફ્ટ ન વે ઉડા ડાધરે તાનું નીચે ઉતરધે ભલે ધ્યાન રખીને હક્ડી હક્ડી પગુઠી ઉતારધા વોં ને છેલ્લી જ ચાંતરી વંઞો ને મુન જોરાયું.

 • સી.આઇ.ડી. જેડી કોક સિરિયલ કાં ફીલમ ધ્યાનસે નેરીંધા વોં, ભ્રેક પુરી થે વારી વે તન ટાંણે કોક ઘરજી ઘંટી મારે ને જખાયને ઉથીણું ખપે ને સિરિયલ કા ફીલમ ચાલુ થઇ વંઞે ને નેરે જેડો સીન હલ્યો વંઞે.

 • કેંજોક ફોન અચે ને ઉનજી લેન ખરાભ વે તન ટાણે કોક ટાબર ધેજ કરેને ઉચે સડા રૂએ.

 • સ્વાણ ક મેડ઼ાવેમેં મડ઼ે ભેરા થ્યા વે ને તન જ ટાણે ચાયજી ભુકી ખુટી પે.

 • સખાવત સે મણી કે બેડીયું ડીયું ને પંઢ લાય જ ન રે.

 • કોક કમ લાય ઉજાગરો કંધા વોં ને અધરાત જો તમાકુ વારે પન કા માવેજી પડીકી ખુટી પે.

 • કડાંક હરૂભરૂ પુજેજો વે ને અધવચમેં ફટફટિયેમેં પેટ્રોલ ખુટી પે કા સાઇકલ જો ટાયર પંચર થઇ વંઞે.

 • નાયણી કાં ઘરજો બાયણ ઢકીંધા વોં તડે પગજી આંગરિયું બાયણે હેઠ અચીને ચચરાજી વંઞે.

 • પરિક્ષાજો પેપર લખધાવોં તડે અધવચ પેનમેં સાઇ ખુટી પે કાં ટાંક જુરી પે.

 • કોક પાંકે ગમધી વે ને તેંકે ‘મુસે લગન કનીએ?’ અતરો પુછણું વે સે અજ પુછધાસી કાલ પુછધાસી અન સત પંજમેં અનજી સગાઇજા પેડા મલેં.

 • કોક માનીતા મે’માન અચે ને હરખમેં ઉભા થીંધે ટેબલ કાં ખુડસીજે પાઇયેમેં પગ અટવાજે ને વંઞીને અન મથે જ પોં.

*મડે વાંચ્યો તડે મથાડો મણીમેં ઉમેરીધા અચીજા

૧૨-૦૭-૨૦૧૦

“સાલ મુભારક”

જુલાઇ 14, 2010

“સાલ મુભારક”

              કચ્છજી સંસ્કૃતિ ઘણે જુની આય ભુલ ન થીધી વે ત વેદ કાળથી જેંકે સિંધુ સંસ્કૃતિ પણ ચે મેં અચેતી જેજોં વિસ્તાર ધોડ઼ાવીરાથી હડપ્પા અને મોંહે-જો-ડેરો (જુકો હેર પાકસ્તાનમેં આય) અધ કાસ્મીર સિંધ અને નીચે લોથલ (હેર ગુજરાતમેં આય) અન  સમેત કતરો વિસ્તરેલ વો ઇ નીચે નકશોમેં વતાયો આય.

             અજ ત હિંધુસ્તાનજા કતરા ટુકર થ્યા અંઞા થે જી તૈયારી થીએ તી મુકે ત લગેતો હન ધોરી ટોપી વારેજો હલે ત પંઢજે મત વસ્તાર જો અલગ રાજ ભનાયને વઇરે તાજ વગરજા રાજા. કડે હી કતર અટકધી ઇ ત આઇ આસાપરા કે ખબર.

               કડેક કચ્છ અલગ સતંતર રાજ વો ત્યારનું કચ્છી નયે વરેજી સરૂઆત અષાઢી બીજ જે મુભારક ડી જો મંઞેમેં અચેતી જુને વખતમેં ત નયે વરેજી ઉજવણી જુકો હુભ ને હિંયારીસે કરેમેં અચીંધી અજ કતરે કે જાધ આય? પાં ચોં અજ અસાઢી ચંધર આય ત ચોંધા હુંધો. અરે માડ઼ુએ કેં ચોં ત એડ઼ા સુમ પણ વેં તા સે ચેં થીઓ રાજી ને કયો નાચ.છડ્યો યાર બ્યો ત આંઉ કરો કરે સગા હન કચ્છીજે મજુસ મંજા જરા હથ ચડી આયો સે વાંચે સુણાયો ત હી કચ્છી બ્લોગ નેરીધલ ભાવર ને ભેંણે કે કચ્છીમાડ઼ુ ધુફારી જા સાલ મુભારક    

૧૨-૦૭-૨૦૧૦/ અસાઢી ચંધર ૨૦૬૬

 

“સંભારણાં”

જુલાઇ 12, 2010

“સંભારણાં”

–કવિ ‘તેજ’

           કાનુડ઼ેકે મલણ સુડામો ધ્વારકા વ્યો વો પોય રેયાણ કંધે ઇની જકી ગાલિયું ક્યોં તેંજી ગાલ અઇ ગુજરાતીમેં “પછી શામળિયોજી બોલિંયા તને સાંભરે રે..” જરૂર ભણ્યા હુંધા નકા સુંયા ત જરૂર હુંના એડ઼ીજ ગાલ કવિ ’તેજ’ પંઢજે નિંઢપણજે દોસ્તાર વટે કયોંનો સે વાંચ્યો ઇનીજે જ સબડ મેં

બબા! પાંજો નિંઢપણ કૅડ઼ો વીત્યો તૉકે સંભરે રે;

હા-પાં  હોવાસું  મસ્તીખોર  મુંકે  કીં   વિસરે રે.

પાં  મડ  મડ  પુજોં   નિસાડ઼  ઇ તૉકે સંભરે રે;

હા  તેંમેં  ઘુસાઇયું  બેઆડ઼  મુંકે  કીં   વિસરે રે.

લેસન  કડે-ન  કરિયું  પાણ. ઇ  તૉકે  સંભરે રે;

હા  તડે  થીંધી  હુઇ  કનતાણ મુંકે કીં વિસરે રે.

પાં  ચિભડ઼  વાડ઼ા  ઠેંકી  ચોર્યોં ઇ તૉકે સંભરે રે;

 હા  પોય  મેવલેં  પાંકે  માર્યોં મુંકે કીં વિસરે રે.

પાં  બીડ઼િયું  લિકી પીતોંતે  તૅર ઇ તૉકે સંભરે રે;

હા  વરી  ખોખા  પણ કૅર  કૅર  મુંકે કીં વિસરે રે.

પાં  ડીસી  ગડોડ઼ા  થિયું  સવાર ઇ તૉકે સંભરે રે;

હા  પોય  ભજો જ  ડિસોં કુંભાર મુંકે કીં વિસરે રે.  

ત્રાંભીએંતે જરપુસ વીટેં કેંયો કુરી ઇ તૉકે સંભરે રે;

મટાયલા  વેઆસું  કુટે  કંધૂરી  મુંકે  કીં  વિસરે રે.

સીઆરે  ચુંઢણ  વિઞોં  પાં બેર  ઇ  તૉકે સંભરે રે;

વરી  વઠે  ખોધે  કઢોં  કુઠેર   મુંકે   કીં  વિસરે રે.

પાં  ખેતરેંતે   સાંઠા  ચોરિયું   ઇ  તૉકે   સંભરે રે;

મુંગ-ફરિયેંસે  ખીસા  ભરિયું   મુંકે   કીં   વિસરે રે.

પાં  વડ઼ેં  રમ્યાસું  ભીલાઠડ઼િયું  ઇ  તૉકે   સંભરે રે;

હા  પિપું  ખાઇ  કેઆસું  ગોઠડ઼િયું  મુંકે કીં વિસરે રે.

પાં   ભડી   ભડીમેં    ભડ઼    ઇ    તૉકે   સંભરે રે;

હા  ન  ડિયું  ચડ઼ેલાય   પુડ઼   મુંકે   કીં   વિસરે રે.

પાં  વટા   વટાઇંઘે  ધ્રજે  છોરા  ઇ  તૉકે  સંભરે રે;  

હા  લસી  ડિંસો  ત  હણો  ટકોરા  મુંકે  કીં વિસરે રે.

પાં  કજિયા  ઉધારા   અડ઼ાયું   ઇ   તૉકે   સંભરે રે;

હા  ન  પુજો  તાં  કુત્તા  ભસાયું  મુંકે  કીં  વિસરે રે.

પાણ  પંજોસણમેં  ડેરેનું  બાર   ઇ   તૉકે  સંભરે રે;

હા  તોય  લાણિયું  ગિનો  બૈયાર  મુંકે  કીં વિસરે રે.

પાં  છઠ  પાયણે   ઘરોઘર  ઘુમોં  ઇ  તૉકે સંભરે રે;

હા  કો  ખમાય-ન-તોય  ખમીં  રોં  મુંકે કીં વિસરે રે.

પાં  નિરજા  થઇ  પીયું  દુધપાક  ઇ  તૉકે  સંભરે રે;

હા  પાનધાનિયું   કરિયું   સાફ   મુંકે   કીં  વિસરે રે.

પાં  રોલું  ડિસો  ત  મેડ઼યું  ગોં  ઇ   તૉકે   સંભરે રે;

હા   ડૂધજી   સેડ઼્લા  ફાડ઼િયું  મોં  મુંકે  કીં  વિસરે રે.

પાં  બપોરે  રુંલો  ઉઘાડ઼ે  પેર   ઇ   તૉકે   સંભરે રે;

હા  પાંજી  બેઠક  ખાસ  ખનેંર   મુંકે   કીં   વિસરે રે.

પાં  અધરાત  સુધી  કર્યું  રેઆણ  ઇ  તૉકે  સંભરે રે;

હા   વાર્તાઉ  સુણો  સુણાયું  પાણ  મુંકે  કીં  વિસરે રે.

બબા!  પાં  ભણેંજી  ન   કેઓ  ફિકર ઇ તૉકે સંભરે રે;

‘તેજ’  તડેં   સંઘરેં   પાંજરાપર   મુંકે   કીં  વિસરે રે.

(તેજવાણી મંજા)

“છિલાછિલ”

જુલાઇ 1, 2010

“છિલાછિલ”

 

જિગરજો  પિયાલો ભરાજે છિલાછિલ,

ત  નેડ઼ો  નજરજો પીયાજે છિલાછિલ.

અચેં   સોંણલેમેં   ત  ગંજા   ગજેંતા,

મોં આ મોં ન તો કીં કુછાજે છિલાછિલ. 

લગે  વાટ  વસમી  લગેં   કંઢા-કકરા

ધિવાના  ભન્યાસીં  વિઞાજે છિલાછિલ.

જુડ઼ે  જાધુમંતર  ખુલે  ધિલજા  મિંધર

હી અંધાર જો જંતર સુણાજે છિલાછિલ.

વજેં  મન  મંજીરા  ને  તનજો તંભૂરો.

પિરિયન  પસાણી  ડિસાજે  છિલાછિલ.

છડે  મોહ-માયા  મંઢે  ધિલજી  હટડ઼ી,

જિકીં  વાવરીંધો  કમાજે   છિલાછિલ.

અમરપંથ  ”ગજકંધ”  ઉર્યાં   અચીંધો,

જ ભગતીજો ભાછા ભનાજે  છિલાછિલ

(લેખક જી ચોપડ઼ી “મંધિયણી” મંજાનું)

 

૦૧-૦૭-૨૦૧૦