Archive for સપ્ટેમ્બર, 2010

“ચોંધાવા”

સપ્ટેમ્બર 27, 2010

“ચોંધાવા”

(રાગઃ ચાંદ સી મહેબુબા હો મેરી….)

 હાલ ડસીને રોજ મલીને,યાર મડ઼ે ઇં ચોંધાવા;

પ્રેમજો રોગ લગીવ્યો તોકે,યાર મડ઼ે ઇં ચોંધાવા.

 ઉ મસ્ત ભનીને રોજ ફરાં,કડેં યારેમેં ધીલધારેમેં;

રોજ ભાગ ભગીચેમેં,ધરિયાજે નયજે આરેમેં(૨)

તોકે ડઠી ત ધીલ થ્યો ઘાયલ,યાર મડ઼ે ઇં ચોંધાવા…પ્રેમજો

 મન મોર ભનીને નાચ કરે,કડેં કોયલજો કુકાર કરે;

તુરંગ તરામેં મન મુંજો,નત રોજ બુડે ને રોજ તરે(૨)

મુંજી ફરીવઇ ધુનિયા એડી,યાર મડ઼ે ઇં ચોંધાવા… ..,,,પ્રેમજો

 કડે રાતવરાતમેં જાગીપાં,કડેં ધોરે ડીં મેં સોણા લજે;

મન થઇને મણીધર ડોલેતો,જડેં પ્રેમજી મૌવર મનમેં વજે(૨)

ચેતો “ધુફારી” હીયોં હેરાણો,યાર મડ઼ે ઇં ચોંધાવા… .,,,,પ્રેમજો

 ૦૬/૦૧/૧૯૯૮

 

Advertisements

“ગાલ બોલ”

સપ્ટેમ્બર 27, 2010

“ગાલબોલ”                      

                                                                                         -કવિ કારાણીબાપા

         પાંજી કચ્છી ભાસા એડ઼ી આય ક ટૂંકે મેં પતધો વે લમી ગાલ ન કેણી અને છતાં જભાભ પણ સચો ને પૂરો ડીણોં અતરે જ પાંજી ભાસામેં હક્ડ઼ે અખરવારા સબડ ગણે અઇ અરે! ભંઢાર આય ઇં ચો ત પણ હલે ત હલો પાણ અનજો હક્ડ઼ો પાંજા અઝીઝ કારાણીબાપાજી લખલ હક્ડ઼ી રચના નેર્યું

         ગામજે હક્ડ઼ે ઘરજે ઓટેતે કુરપારસા વઠા અઇ તેંસે વાટાળુ ગાલ કરેતો તેંકે કુરપારસા હકડ઼ે જ અખરમેં જભાભ ડીયેતા

સવાલ                               જભાભ                                                

કુરપારસા વઠા અયો? …. ….  …. ….ભો

એ ગાલ ચાં? …. …. ….. ….. ….. …. ચો

ઘરે ધીણું કુરો? ….. …. …. .… ….. …ગોં

ખીર ડેતી? …. …. .….  …. …. ….. ….ભો

કતરા સેર?…. ….. …. …. …. ….. …. ડો

કુરૂયું કતરી ડના? ….. … ….. ….. ….સો

મેડે કેર?…. …….  …. ….. ….. …. ….નોં

            નેર્યા હી કમાલ આય કચ્છી ભાસા જી  

“મિટ્ટી સંધો મામલો”

સપ્ટેમ્બર 18, 2010

“મિટ્ટી સંધો મામલો”                                                  

-ગૌતમ જોશી

                   કચ્છજો જામલાખોફૂલાણી કચ્છ પિરડેસમેં ફિરધો હુવો. ફિરધે-ફિરધે  લાખોફૂલાણી ગજણસર અચી પુગો.ગજણસરમેં ઊંન વખતમેં ચોપાચેડ઼ા ગણે હુવા વરી ઇની ચોપેલા પાણીજી ગુંધ તકલીફ હુઇ ઇતરે લાખો ફૂલાણી હિન ગજણસરમેં હિકડ઼ો તરા ખોધાયતેં.તરાજો કમ ઓડ઼ જાતિજા મજુર કઇધા હુવા.

         લાખોફૂલાણી પિંઢ઼જે નયેં કમ કે ન્યારેલા કરી ગજણસર ડિયા વર્યો ને ખોધાઘે તરા જો કમ ન્યારેલા વિઠો.તેર ઊન અનુભવકેં, ક હિન મજૂરે ભેરી હિકડ઼ી રૂપાડ઼ી અપ્સરા જેડ઼ી જુવાણ છૂરી પ મિટ્ટીજા તાંસરા મથે તે ખણી-ખણી મિટ્ટી ભેરી મિટ્ટી ભની કમ કઇધી હૂઇ. લાખો ઊન જુવાણી કે ન્યારે,સિજ જેડ઼ી તેજવારી ને ચાંધે જેડ઼ી ચમકંધી ભારી કાંતિ વારે મોં વારી લટકારે લાવણ્યવારી,તારામંડડ઼ જે ચમકવારી રૂપજોવના કે ન્યારી લાખોફૂલાણી તાં પાણી-પાણી થિઇ વ્યો.

            લાખોફૂલાણી તરાજો કમ ન્યારેજો ભુલીવ્યો ને કુધરતજી કલાજો નજારો ન્યારી ર્યો. લાખોફૂલાણી પિંઢ઼ જે કચ્છ મુલકમેં હેડ઼ી લાટ રૂપાડ઼ી ને ગુણીયલ છૂરી કે મજૂરી કઇંધે ન્યારે ભારી ડૂખ થયો.ઇતરે ઊન પિંઢ઼જે સરધારે કે પુછેં ‘હિ રૂપાડ઼ી છૂરી કેર આય?’ તેર ઊંનજા સરધાર તપાસ કરાઇ ચ્યોં ‘બાવા! ઇંન છૂરીજે પે કે કો’ક સાધુ માતમા આસીસ ડ઼િધે હી છૂરી મલઇ આય.ઇનજો નાલો જસમા આય ઇં ઓડ઼ જાતિજી આય.’

                                                 લાખોફૂલાણી તા જસમા ઓડ઼ણ જે રૂપમેં મિડ઼ે ભાન ભુલી વ્યો ને સરધારે કે હુકમ કેં ઇંન રૂપ-રૂપજે અંભાર જો મુકે સત્કાર કેણું આય હી રૂપ તરાજી મજુરીમેં ન પણ કચ્છ કેરે જે કોટમેં સોભે!! વિઞો હકલ કર્યો ઊન ચાંધે જે ટૂકર કે….. લાખેજા માડૂ વિઞી જસમા કે ચ્યોં

લાખે જામ ગુરાઇ તું ઓડ ઓરૈં આ;

લથો તો મથા, મિટ્ટી સંધો મામલો.

         “હે! ઓડ઼ કિન્યા તું હિત અચ! તોકે કચ્છજો લાખોફૂલાણી સડ કરેતો, અજનું તોજે મથે મથાનું મિટ્ટીજો કમ પુરો કરાઇંધો,તોજા ભાગ ખુલ્યા હલ.”

         એડ઼ો ચઇ જસમાકે સડ ક્યોં હિતે લાખો જસમાજે પૅ કે પણ ગુરાય ને પિંઢ઼જે ધિલજી ગાલ જસમા ને જસમાજે પૅ કે ચેં તેર જસમાજો પૅ ભારી નવાઇનું કુચ્છયો.

તું લાખો લખેં ધણી અસીં અગલા ઓડ;

કેડ઼ો  લગો  કોટ,  અસાં  ઓછી  જાતસેં?

“રે લાખા જામ! તું કચ્છજો ધણી અસીંતા અણઘડ઼ ને અબુજ ઓડ઼ વરી અસાંજી જાત પ ઓછી ઉતરેલ તોકે હિં કેડા સ્નેહ ભલા લગા”

                       જસમાજે પૅ કે, જવાભ વારે વિગર લાખો તાં હિકડ઼ી જ ગાલ કે ક, જસમાનું મુંકે વિયા કેણા ઐઇ,જસમા મુંજે ધિલમેં વસી વઇ આય.તેર જસમાજો પૅ લાખે વટ ગુંધ ગુજારીસું કે ક, અસીં રાજમેં ન સોભો તું તોજી જાતમેં કો’ક છૂરી ગોતી ગિન! પ લાખો હિકડ઼ે જો બ્યો ન થ્યો.તેર જસમાજો પૅ લાખે વટ હિકડ઼ી સરત રખે ક,”જસમાકે માનીતી રાણી જો સ્થાન મિલે,ઇંન મથે તું બઇ રાણી હાણે નઇ પેણેં  ત મુજી જસમા તોકે પેણાઇયા!!!”

                        લાખોફૂલાણી રૂપમેં અંધોભિત થિઇ વ્યો હુવો,ઊતા મિડ઼ે સરતું કભુલી ગિડ઼ે ને જસમા ઓડ઼ણનું વિયાં કેં ને પિંઢ઼જે રસાલે સોંત ઊતાનું સિધો કેરાકોટ પુગો.જામલાખોફૂલાણી પિંઢ઼જી નઇ રાણી જસમા કે ખણી કરે,કેરે પુગો આય ને જસમા લાટ ઢોલીયેં તે વિઠી આય.

         જસમા જુવાણ થિઇ તેં તઇ અનાજજો હિકડ઼ો કણ મોંમે નાય વિધે.ઊતા અનાજ સિવાય ફૂલ-ફડ઼ ને બ્યું કુપણું ખાયતી જેંજી ખબર લાખોફૂલાણીકે નાંય.લાખો તાં સાહી પકવાન ખાઇ  જસમા વટ ઢોલીયે અચી વિઠો આય.નઇ રાણીજે રૂપ પોઆ ચર્યો કચ્છ જો હી રાજવી જસમાજી કાયા-માયાજે મોહમેં તણાંજી વ્યો આય.ઉતા ભારી હુભનું જસમા કે પિંઢ઼જી બખમેં ગિડ઼ે ને ગુલાભી જસમાજે ચપે મથે પિંઢ઼જા કોસકોસા ચપ રખી ડિને પણ!! હિ કુરો? જસમા તાં લાખેજે મોંકે પર્યા કરીધી પિંઢ઼જો મોં ફિરાઇ વિધે કુલાય ક, લાખેજે મોં મ્યાનું અનાજજી ઊગરી વાસ અચીંધી હુઇ જુકો જસમા કે ખબર કુરો અનાજ

નું પરેજ હુઇ.

       લાખોફૂલાણી જસમાજી હિંન રીતનું ભારી નારાજ થ્યો,ઊનજે ધિલમેં થ્યો હેડ઼ો પ્રેમ ઇંનકે ઓછો પ્યો જૂકો મુંનું પ મોં મોડ઼ે?? લાખો ત અકડ઼ાઇ વ્યો ને પુંછે ક તું મોં કુલાય હટાય? તેર જસમા સચો ચેં ક,”જામ તોજે મોં મ્યાનું અનાજજી વાસ અચેતી જૂકો મુંકે નતી ગમે” જામ તાં ક્રોધાયમાન થ્યો ને ઊતેનું રિસાઇને બારા હલ્યો વ્યો.

      જસમા ઓડ઼ણ કે જેર ખબર પઇ ક લાખો તાં નારાજ થિઇ હલ્યો આય તેર ઊંનકે ભારી ધોખો થ્યો ને ઊ જામ વટે વઞી માફી મંગણ લગી.

અગલાઇયું  ઓડ઼ેજીયું લાખો ન લેખે;

સગલા ઊ સેખે,પલે લગાએ પાતસી.

“હે! લાખાજામ! તું ઓડ઼ જાતજી અજ્ઞાનતા ડિયા નજર મ કર,તું તાં કચ્છજો રાજવી અસીં  ઓડ઼ અબુજ તું મુંકે માફ કર” પણ લાખો મઞે નતો ઇતરે વરી જસમા ચેંતી

કુછું  કુપાતા કંધ મિંજા હલું વડી  હેડ઼;

અસીં અગલા ઓડ઼ તોય લાખે જામજા.

“હે! લાખાજામ! આસાંજો કુછણું અભિમાન ભર્યો આય,અસાંજી હલેજી ચાલ પણ કુઢંગી આય અસીં અભણ ને અજ્ઞાન અઇયું તું અસાંકે માફ કર” તોય ફૂલાણીરાજ મઞે નતો ઇતરે જસમા ઓડ઼ણ જીવ-સિવ અને જગતજી સચી ગતિજી ગાલ જાધ ડેરાઇધી રૂંધી કિરગિરધી ચેંતી

અડ઼ેખડ઼ે ઓડ઼, છડે વેઆ હી મેડીયું;

અંઇ કૂલ કોડ,કિનીં નેભા ન થીંએ.

“હે! લાખોફૂલાણી સુંણ અસી મજૂર ઓડ઼ કૈંઇક મેડ઼ીયુ ને મોલાત બંધીયું પોય વાટ જલી હલ્યા વિઞો તીં જગતમેં પણ જૂકો આયો તેકેં વિઞેજો આય તું અસાંજી ભુલ કે રાજા માફ કર”

        પણ! લાખોફૂલાણી હિકડ઼ેજો બ્યો ન થ્યો,ઊતો જસમા ઓડ઼ણ કે, છડ઼ી કરે કેરાનું સિધો ગુજરાસર પુગો.જિડ઼ા ઊંનજી ધિલભર મુમલકુમારી હુઇ પણ જેર ગુજરાસર પુગો તેર મુમલ ત મેંધરે સોંત પેણી ચુકી હુઇ જામલાખો ઊતાનું સિંધ વ્યો જસમા જેડ઼ી જેડલ ઊતે પણ ન લધી.આખર ઊ પાછો વર્યો ને ભુવડ ચોવીસી જે ભુવડ ચાવડાજી છૂરીનું વિયાં કે ને ચાવડી રાણી કે ખણી કચ્છ કેરાકોટ પુગો.

       જડે જસમાકે ખબર પઇ ક,રાજા લાખોફૂલાણી ચાવડી રાણી કે પેણી અચેતો ,સે સુંણી ઊનકે ભારી આઘાત લગો ને ઊ જસમા છેલો નિસાકો વિજી મરી વઇ.એડ઼ી રીતે હિકડ઼ી રૂપાડી ને નમુનેધાર ઓડ઼ કિન્યા જા અરમાન અધૂરા ર્યા.લાખોફૂલાણી બઇ રાણી ખણી આયો.ઇનકે ચોવાજે મિટ્ટી સંધો મામલો.ધિલ એડ઼ેકે ડ્યો જુકો ધિલ કે જાણે……

કચ્છી મુખપત્ર “ચીંગાર” અંક-૩ મંજા.

“ધરવાજો…”

સપ્ટેમ્બર 18, 2010

“ધરવાજો…”                                            

                                                                                                                                                              -પ્રભુલાલ ટાટારીઆ “ધુફારી”

         રા’બાવાજે વખતજી ગાલ આય.સજે હિન્ધુસ્તાન મથે ગોરેજો રાજ વો.અતરે કચ્છ કીં બાકી રે?હકડ઼ો ગોરો અમલધાર રા’બાવાકે મલે લાય આયો ને પોય ગાડીમેં વઠો  તડે રાજમહેલજો બુઢ્ઢો ચોકીધાર વો તેકેં ચેં

“હે!સટ ધ ડોર” (એઇ! ધરવાજો બંધ કર)

                           ચોકીધાર અનજી ગાલ ગેનારે ન ને ઉડાનું ઉથ્યો પણ ન.રા’બાવા હકડ઼ે હજુરીએ કે હલાયોં ઉ ધરવાજો બંધ કેં. હેડ઼ો બ ખણ વખત થ્યો અતરે રા’બાવા ઉનકે પુછ્યો

“અધા! ઉ ગોરો ચેતો ધરવાજો બંધ કર સે અઇ કો નતા કયો?”

“રા’બાવા ઇ પંઢજી બોલી બોલેતો કો કચ્છી નતો કુછે જેની કચ્છીમેં ચોંધો તડે ભંધ કંધો સે. પાં અનીજી બોલી બોલો ત ઇ પાંજી કલાય ન બોલે???”

“પણ અધા અનકે પાંજી બોલી નતી અચે”

“ત સખી ગને ન”

            રા’બાવાજી ત સુડી વચ સુપારી જેડ઼ી હાલત થઇ ગોરેકે નારાજ ન કરાજે ને હન બુઢ્ઢે ચોકીધાર કે કીં ચોવાજે ન ઇ અનીજી બાવાનીજો માનિતો માડ઼ુ વો કેણું કૂરો????

            હકડ઼ો ડી સવારજો અનીજો સેકેટરી બેન્કજા કાગરિઆ ખણી આયો.રા’બાવાજી સઇયું ગની ને કાગરિઆ પંઢજે માડ઼ુકે ડીંધે ઇન્ગ્લિસમેં ચ્યો

“ધેર ઇસ અ બેન્કર ચેપ હેન્ડઓવર ટુ હીમ”(ઉડાં બેન્કજો માડ઼ુ વઠો આય તેંકે ડઇ અચ) 

 રા’બાવા હી સુણી વ્યા સેકેટરીકે બોલાયને પુછ્યાં

“આંજે માડ઼ુકે અઇ કુરો ચ્યાં?”

“ઇજ બાવા નીચે બેન્કજો માડ઼ુ વઠો આય તેંકે હી કાગરિઆ ડઇ અચ”

“અઇ કચ્છીમેં ન ચ્યાં વાં”

“ના મું ઇન્ગ્લિસમેં ચ્યો ઇ કચ્છી સમજે નતો અતરે”

“કુરો ચ્યાં ઇન્ગ્લિસમેં???”

“ધેર ઇસ અ બેન્કર ચેપ હેન્ડઓવર ટુ હીમ”

“ભલે અઇ વઞો….”

“કો બાવા મુંજી કીં ભુલ ક બે-અદબી થઈવે ત માફ કયો”પંઢજી ટુપી ઉતારે બ હથ વચ જલે રા’બાવા કે પગે લગે લાય નમધે ચેં

“અરે…અરે…એડ઼ો કીં નાય થ્યો અઇ બે ફિકર વઞો”

થોડા ડી ગજર્યા ત પાછો ઉ ગોરો અમલધાર આયો જડે વ્યો તડે રા’બાવા અનકે ચ્યોં

“સર! જસ્ટ ટેલ હીમ ધેર વોઝ અ બેન્કર”(સાહેબ! અઇ અનકે ચોજા ક ઉડાં વો હકડ઼ો બેન્ક વારો)

“વ્હાય???”(કુલાય???)

“ઈટ્સ વિલ સોલ્વ યોર પ્રોબ્લેમ વીથ ધેટ ગાર્ડ”(ઇ આંજો ઉન ચોકીધારસે જુકો વાંધો આય તેંજો ઉપાય આય)  ગોરો ત રાજી થીંધો વ્યો ને ધરવાજો ખોલે ને ગાડી મેં વઇ રડ઼ વધે ને ચેં

“હે! ધેર વોઝ અ બેન્કર”(ઉડાં વો હકડ઼ો બેન્ક વારો)

 ચોકીધાર સમજ્યો ‘ધરવાજો બંધ કર’ ત મુરકી કરેને ઉઠ્યો ને બાયણો બંધ કંધે ચેં

“હાં હાણે અચીવેં ન ઠેકાણેં???”

 

    

સચો સચ

સપ્ટેમ્બર 18, 2010

“સચોસચ”

જિયણ મેં રમોં લિકબુચાણી સચોસચ,

કરીયું    મજાજી    ઉજાણી    સચોસચ.

અમીરાત   એડ઼ી   ઉભી   પાંનું   થીંધી ?

ભના  આંઊં  રાજા, તું રાણી સચોસચ.

હલેતી  હી  ધુનિયા  હજી ન્યાર સચતેં,

હિકડ઼ે   બેંકે   રેતીં  ઝલાણી   સચોસચ.

ન   પારો   પચે   તીં  વે   પારકો  ધન,

અચેં  કમ  કરમજી  કમાણી  સચોસચ.

રખો  ભંધ  મુઠી  ત  રોંધી ઇજત પણ,

ન   કાં  પોય  વેં   ધૂડ઼્ધાણી   સચોસચ.

ધુઆ  ઐં  ડિનાં  સે પુગ઼ી આય મું તઇ,

ઇચ્છાતો   ફડ઼ે   આંજી  વાણી  સચોસચ.

અસીં   કાવજો    હી    કસુંભો    ભનાયો.

મિલે  કોક  “ગજકંધ” બંધાણી સચોસચ.

 (લેખક જી ચોપડ઼ી “મંધિયણી” મંજાનું)

‘વખત કુલા વિઞાઇએંતી?’

સપ્ટેમ્બર 8, 2010

“વખત કુલા વિઞાઇએંતી?”

કરમ   બંધીએંતી  કુંડલી  તું,  ડેરેમેં  ડોગો  ઘુમાઇએંતી;

ડેરેમેં  ડોગો  ઘુમાઇએંતી  તું,  કેંકે  મૂરખ  મનાઇએંતી?

અછે  લિબાસેં  તું ફરે તું બગલી, કારા કમ લિકાઇએંતી;

ચુડેલ તૉજી પછીત ન્યાર તું,ધુનિયાકે કુલા ધુતાઇએતી?

અંધર  તૉજો  સાવ  સુઞું,  ને   બારા   ઘંટ   વજાઇએંતી;

ડખા   કરેને   ડેરેમેં   તું,   કિતરેંજા   મન    ડુખાઇએંતી?

અચેં મિંધરમેં  ભનીઠની તું,  બ્યેંકે  ભરમ  ભરમાઇએંતી;

ચામર  ખણીને  થૈ  થૈ નચેં, સે કેંતા મખિયું ઉડાઇએંતી?

કૂડ઼ ત  તૉજો  રોંધો  ન છાનું, ઠલો કીં ભુત ભુલાઇએંતી;

છિનાર  બ્યેંજા  છિધર ન્યારિયેં, તૉકે જ કીં વસારીએંતી?

ભગવાનજે ઘરમેં ધ્રિજે ન-તી, તું ઉતે પણ કૂડ઼ કુટાઇએંતીઃ

ભલો   ન   થીંધો   ભવમેં  તૉજો, સંખણી કેંકે સિખાઇએંતી?

ધરમ  તૉજો   સંભાર ‘તેજ’ ચેં,   ખરની   હુંઇ  ખિલાઇએંતી;

ધોંખા  કર  કીં   ધિલમેં   ધુતારી,  વખત  કુલા  વિઞાઇએંતી?

-કવિ ‘તેજ’

ચુંઢલ મોતી

સપ્ટેમ્બર 8, 2010

“ચુંઢલ મોતી”

કચ્છડેજી ધરા ત સંત,ફકીર,વીર ને સતિએજી ધરા ચોવાજે એડ઼ે સંતેજા થોડા ડોરા મુકે ભા.પ્રભાશંકર ફડકેજી ચોપડી ‘શબ્દના સથવારે મંજા લધા સે આં વટે રખાંતો

મું ભાયો તડ઼ હકડ઼ો,પણ તડ઼ લખ હજાર;

જુકો જેઆં લંઘેઆ,સે તેઆમ થ્યા પાર .

                   અજ અજુણી ગુજરઇ,સિભુ થીંધો બેઓ;

                   રાય ઝલીંધી કિતરો, જેંમે માપ પેઓ?

ગુજારતજ્યું  ગાલિયું, વધી  વડ઼   થૈયું;

ચઙે માડ઼ુએં ન પુછૈયું,મનજ્યું મનમેં રૈયું.

                     કુજિયું  વોણા  તાડ઼ા ડિનાં, સે  ઉઘાડ઼ે  કેર?

                     મેંકો ચેતો આમરી, ત બેઆ ચેઆ ચેંતા બેર.

ખેંધલ  ખુટા,  મેડ઼ીધલ  મુઠા;

વૈકુંઠજી વાટમેં મું ડીંધલ ડિઠા.

-સંત મેકણડાડા

                      સુરત    તોજી    સાંવરા!   મનડ઼ે     મુંજે     વસી,

                     આનંધ   મુંજે  આતમાકે  ડરસન  તોજા    ડિસી,

                      પલ ન વિસારી પ્રાણ મુંજા વાલમ રેઓ વસી,

                      નટવર આયા નેહ ડિસીને જલજીં મીન ત્રસી,

                      સમરે   તેંકે   સડજો   ડીંધલ   હેતેં   આયો  હસી.

                       -મોરાર સાહેબ

ઊનું  ને  અથાગ  સે  બેઓ  કો  ન  બુજે,

સાંયર  સંધી  સીર  સે   સુખાણીકે   સુજે,

ઇ માલમ કીં મુંજે?પાર પુજાય પૂંજોચે.

                      ખટે   સંધિયું    ખબરૂં    સે    લખણેંમેં    લોં,

                      વોર્યા સ્વાંત વખરી ક્યાં ડોકડ  મિંજા ડૉ,

                       છડ્યાં ભ્રાંતી ભોં તેંજી બેડ઼ી પુગી પૂંજો ચેં.

                         -પૂંજો બારોટ   

“ગોકળ આઠમ”

સપ્ટેમ્બર 3, 2010

“ગોકળ આઠમ”

(રાગઃ ઠાકર મંધરમેં હુઇ થારી……)

અંધારી આઠમજી રાત કારી,

ભેણ, મેણે સરાણજી રાત કારી

ગોકળમેં નંધ ઘરે વગી થારી………અંધારી

ખાંગા થઇ મેઘ વઠા  ખાંડાધાર (૨)

ગજણ ગજેતી મથે વિજ ચમકાર….અંધારી

ગોંયેં જે થણ મંજા ત્રસ્કયા ખીર (૨)

કારી કારી જમનાજા હરખ્યા નીર….અંધારી

ફળ-ફૂલ  ડિસધે  ઉભર્યા અપાર (૨)

કોયલ કલોલ કરે મોર મલાર………અંધારી

હરખ્યા   જસોડા  ને રાજા  નંધ (૨)

ગોપી ગોપાલમેં થ્યો આનંધ……….અંધારી

ધ…ર…ણી…ધર કે  ધરણી  ધરે (૨)

વાલો પરગટ થ્યો અજ નંધ ઘરે…..અંધારી

–પ્રભુલાલ ટાટારીઆ “ધુફારી”

‘ડિસીવાસી’

સપ્ટેમ્બર 3, 2010

‘ડિસીવાસી’

અસીં  આંજી   મહોભતમેં   ફસાણાસી   ડિસીવાસી,

મ  પુછો  ગાલ  ઐં  કતરા  ઘસાણાસી  ડિસીવાસી.

અસીં  ત રાંધ  મેં  ને રાંધ  મેં  હિન  ઝુલ્ફકે  છુતો,

ભની  વ્યો  ચોટલો  નાગણ  ડંખાણાસીં  ડિસીવાસી.

ગુલાભી  ગાલજી  લાલી  ડિસી  મન મોરલો ટઉક્યોં,

ઉડી  વ્યો  રંગ   આભાસી   ઠગાણાસીં   ડિસીવાસી.

કડે  ન  આયા   સોંણેમેં  કડે  ન  મોંઆંમોં   મિલ્યા,

ડિસણ  મૂરત   ગલીમ્યાંનું   વટાણાસી   ડિસીવાસી.

ફના  જે  રાહમેં  રિઇને  અસીં  રિણમેં  રૂલી  પ્યાસીં,

ડિસો,   મજનુજી   સાંતીમેં   સલાણાસીં   ડિસીવાસી.

ન વો કીં ડો, ન વો અવકો, અ વઇ કીં ગાલ જભરીને,

ન્યાર્યાં,  હિન  પ્યાર  મેં કેડ઼ા ક માણાસીં   ડિસીવાસી.

કિભરમેં  ઘર  કરે  પુઠિયા  ન  વો  નાં-નિસાં  જગતેં,

કવન  જે  અખરેંમેં  “ગજકંધ”  ડિસાણાસી  ડિસીવાસી.

–વૃજ ગજકંધ  

કવિજી ચોપડી “મંધિયાણી” મંજા

 

‘પિંઢ મથાનું!’

સપ્ટેમ્બર 3, 2010

‘પિંઢ મથાનું!’

ફિરી  વઇ   કાતી   ધિલ   મથાનું,

ખબર   હેડ઼ી  તું   આંધે   કિતાનું?

ખુટી બાજર, ત્રુટી ડોરી જીએજી,

ન  રોકાજે  તો  વેંધલ  કેં  વટાનું!

મુસાફરખાને જેડ઼ી આય ધુનિઆં,

જ નઉં આયો,ત જુનુ થ્યો રવાનું!

ઉમેધું   ભંધ   ઐં   ઇનમેં   હજારૂં,

વડેમેં   વડો  હી  ધિલ  કેધખાનું!

જુવાણી વે પોઆ ગાલ્યું જ રેંત્યું,

અંતર બોકે ઠલી સીસી મિંજાનું!

ચિઠી  માડ઼ુ  કનાં  તી  મોંધ ધોડ઼ે,

હવાનું,  જીં   વધુ  ધોડ઼ે  હવાનું!

ફિટે હરકોય તો પિંઢજે અફાલેં,

ભલા ઇનમેં કુરો કઇંધો જમાનું!

જિજો ‘મકભૂલ’જેં પલ મન મુંજાજે,

ખુસી પોણું ખિલી પાં પિંઢ મથાનું!

—ઇબ્રાહીમ અલ્લારખ્યા પટેલ   ‘મકભૂલ કચ્છી’

*શબ્દને સથવારે મંજા