Archive for ઓક્ટોબર, 2010

“સચ્ચો પ્રેમ”

ઓક્ટોબર 22, 2010

“સચ્ચો પ્રેમ”

            (અજ હકડ઼ી આખાણી આ વટે રખેનું મોંધ હક્ડ઼ો ખુલાસો કેણું જરૂરી આય ક, હી આખાણી મુકે મુંજે યાહુ મેઇલ મથે સલમાનખાન નામ સે કોક ઇન્ગલિસમેં હલાય આય ને નવાઇજી ગાલ ઇ આય ક,અનમેં અમીરખાનજો ફોટુ ને નામ આય મુધેજી ગાલ અતરી ક હી આખાણી મુંજી નાય પણ મુંકે પસંધ આવઇ અતરે કચ્છી તરજુમો મુંજી મતિ અનુસાર કરે આં વટે રખાંતો.આખાણીમેં નાયક ને અનજી માસુકાજા નાલા નાય ડનેલા સે મું ઉમેર્યા અઇ,…………–પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”)

        અનિલ ને અનામિકા બોય પ્રેમમેં વા.અનામિકાજે માઇતરેંકે અનિલજે માઇતરે સામે સખત વાંધો વો અતરે અનામિકા અન ભેરી હરે ફરે સે અનીંકે પસંધ નવો. અનામિકા કે અનજા માઇતર અવાર નવાર સમજાઇધા વા ક, અન સાથે સબંધ રખે મેં તું ભધનામ થઇ વેનીંએ ને અગિયા વેંધે તો સામે ઘણે મુસીભતું ઉભી થિનિયું.

             માઇતરેજી અવાર નવાર થીંધલ હકડ઼ી ને હક્ડ઼ી ગાલ તા બીં વચમેં અવાર નવાર ઝગડ઼ા પણ થીંધા વા.અનામિકાકે અનિલ સે ભેહધ પ્રેમ વો અતરે ઇ અનિલ કે પુછધી વઇ ક તોકે મું મથે કતરો પ્રેમ આય?

                                અનિલજી મુસિભત ઇ વઇ ક, અનકે અલંકારી (લાટમાટ સબડ્મેં) ભાસામેં કીં જભાભ ડેવાજે સે ગત ન વઇ અતરે અનમિકાજો જીવ હંમેશા ઉચક રોંધો વો.માઇતરેજી ધલીલે સે અનામિકાજો પારો ચડી વેંધોવો અતરે પંઢજે મનજા ખાર અનિલ મથે કઢીંધિ વઇ પણ સમજુ અનિલ હકડ઼ો જ મંતર બુજધો વો મણિંયા મઠ્ઠી માંટ અતરે અનામિકા જકીં ચે સે સુણી ગનધો વો.

               બ વરે પ્વા જડે અનિલ ગ્રેજ્યુએટ થઇ વ્યો તડે અગિઆ ભણેલાય વલાત વઞેજો નક્કી કેં અતરે વઞેનું મોંધ અનામિકાકે મલ્યો ને ચેં “નેર મુંકે સબડેજી માયાજાડ઼ આવડે નતી આંઉ અતરો બુંજા તો ક,મુંકે તોસે ભેહધ પ્રેમ આય અતરે મુજી સજી જમાર આંઉ તોજી ન્યાર કંધો સે રઇ ગાલ તોજે માઇતરેજી ત અની સાથે આંઉ મુજી ભનધી કોસિસે સમજાય લાય ગાલ કંધોસે.તું મુંસે પેણનિયેં?”

          અનામિકા રાજી થઇને હા ચેં.અનિલ અનામિકાજે માઇતરેકે મલ્યો ને પંઢ કોય પણ ભોગે અનામિકાકે પેંણે લાય મઙેતો અને પંઢ સ્વાવલંબી થેલાય જ વલાત ભણે લાય વઞેતો ને પગભર થે પુઠિયા જ અનામિકાકે પેણધો એડ઼ો પંઢજો નિરધાર ચઇ સુણાય અતરે અનામિકાજા માઇતર મંજુરી ડનો ને વલાત વઞેનું મોંધ બિંજી સગાઇ કયોં.અનામિકા નોકરી તે લગી અનિલ વલાતમેં પંઢજો મડ઼ે ધ્યાન ભણેમેં લગાય વેં બોય જેણા ઇ-મેઇલ સે ક કડેક ટેલિફોનતે મલધા વા જોકે હી જુધાઇ ગણે ઓખી આવઇતે પણ હાર કોય ન મઞે.

         હકડ઼ો ડીં અનામિકા કમતે વઇતે તડે સામેથી અચિંધલ ગાડીજે ડ્રાઇવર ગાડી સમાલે ન સગ્યોને અનામિકાકે હડફટમેં ગની ગડ઼ે.અનજી અખ ખુલઇ તડે ઇ ધવાખાનેજે ખટલેતે પઇ વઇ ને અનજા માઇતર રુંધા વા અનકે ખબર પઇ વઇ ક, અનકે ઘણે ઇજા

થઇ આય માઇતરે કે,હેમથ બધાય લાય જડે ઇ બોલણ વઇ તડે અનજે મોં મ્યાં સિસકારો જ નિકર્યો અનજી વાંચા હેરજી વઇ આય એડ઼ી અનકે ભાન થઇ.

          ડગધરજો ચોણ થ્યો ક,અનામિકાકે ગાડી હડફટમેં ગડ઼ે અતરે મગજકે નુકશાન થ્યો આય તેંજે લિધે અનજી વાચા હેરજી વઇ આય,ધવાખાને મેં જતરા ડીં રઇ અનજા માઇતર અનકે ઘણે હૈયા ધારણ ડીંધાવા પણ જભાભ ડને લાય ઇ લાંચાર વઇ ભસ અન વટ ગુપચુપ રૂને સિવા બ્યો ભચ્યો પણ કુરો વો?

            ધવાખાને મંજા રજા મલઇ ને અનામિકા ઘરે આવઇ મડ઼ે જિં જો તીંજ વો સિવાય ક કારો ટેલીફોન અનજી ઘંટી જડે પણ વજધી વઇ તડે કનમ્યાં થઇ સોંસરી કારજે મેં બાવરજી સૂર વારેજી ખુચધી વઇ.અનામિકાજી ઇચ્છા અનિલકે, હન ગાલજી જાણ કરેને ડુખી કરેજી મુર ન વઇ અતરે અન અનિલકે કાગર લખેં ક,હાણે આંઉ જજી જેણાં જલે સગા ઇં નઇયા અને ભેરી સગાઇ ટાણે અનિલ જુકો વિંઢી અનકે પેરાયવેં સે પણ પાછી હલાય ડને.

                     અનિલ અનકે ભે હિસાભ કાગર લખે ને અતરા જ ટેલિફોન કેં પણ અનામિકા વટ રૂને સિવા બ્યો કોય ઇલાજ ન વો.આખર અનામિકાજા માઇતર ઠામ-પાટલો કરેજો વિચાર ક્યોં ઇનિકે થ્યો ક,નયે ગામમેં વંઞે પ્વા અનામિકા મડ઼ે ભુલી વેંધી ને ઇનજો મન મ્યાંનું વાચા હેરણજો હિલો નકરી વેંધો ને ઇનકે જીયણ અકારો નઇ લગે.     

અનામિકા ઇશારેજી ભાસા સખઇ ને જીયણજી નઇ સરૂઆત કેં રોજ ઇ પંઢકે સમજાઇધી વઇ ક અનિલ હકડ઼ો સોણું વો ઇ સમજી ને ભુલી વઞ.

            હકડ઼ો ડીં અનામિકાજી જેડલ અનકે સમાચાર ડને ક અનિલ પાછો અચીવ્યો આય.અનામિકા અનકે ચેં ક અનિલ કે વાવડ઼ મ કજ ક મુકે કુરો થ્યો આય.અન ગાલ પ્વા અનકે ન અનજી જેડલ મલઇ ક ન અનિલજા કોય વાવડ઼ મલ્યા.

            હકડ઼ે વરેજા વાસરા વઇ વ્યા હક્ડ઼ો ડીં અનામિકાજી જેડલ અનિલજે લગનજી કંકોતરી અનકે ડને.અનામિકા મથે ત કંકોતરી ડસીને જાણે વિજ પઇ વઇ અન ધુબધે હથાં કંકોતરી ખોલે પણ કન્યાજે નાં ઠેકાણે પંઢજો નામ ડસી મુંજી પઇ અતરે હી કેડ઼ી રાંધ આય ઇં પુછેલાય ઉંચો નેંરે ત અનિલ ઉભો વો.       

          અન ઇશારેજી ભાસામેં અનામિકાકે ચેં ક આંઉ હકડ઼ો વરે ઇશારેજી ભાસા સિખેમેં કઢ્યો.મું તોકે વચન ડનો વો સે આંઉ ભુલ્યો નઇયાં.હાણે મુકે તોજો અવાજ થેજો મોકો ડે મુકે અઞા તોસે ને તોતે અતરોજ પ્રેમ આય ચઇને પાછી સગાઇજી વીંઢી અનામિકાજી આંગરમેં પેરાય.આખર અનામિકા રાજી થઇને ખલઇ પઇ,કોયપણ સબંધ વે તેંકે હી આખર મોકો આય સમજી નભાયો,પોય આંકે અનકે કીં સાંચવણું સે સમજાઇ વેંધો.ઇ સાંચવણજો હક્ડ઼ો મજુસ ભરાંધો.ઉ મજુસ જુકો હેર આં વટ આય નકાં આં જેડ઼ો ડુખી ને ડારિયા માડ઼ુ કોય નઇ વે……..

                                                   

Advertisements