Archive for મે, 2011

“જીવતર ઊ કાગરિયો”

મે 31, 2011

“જીવતર ઊ કાગરિયો”

વાંચ્યું તોંય નતો વાંચાજે,  જીવતર ઊ કાગરિયો;
જીવતર બોય કિનારા લંગે, છિલ છિલ છિલ થીંધો ધરિયો.
ઇચ્છએંજા ઢિગલે ઢિગલા, મનમેં પાણ ઠલાયું;
કોઠી વે ત માપ કઢાયું ,આય ન અનજો તરિયો.
કૈક જમારું ખેડે ખયું, આય ન છેડો ઇનજો;
ફિરી ફિરીને થકે મુસાફર, સચરાચરજો ફરિયો.
ફૂંક ફૂંક મેં ફેર હિડાતાં, ફૂંક ફૂંક મેં ફેરા;
કોય ન જાણે કૅર થિયે તો, ફૂંક મિંજા વાંચડ઼િયો.
અખ મીંચેજી રાંધ રમે, હી સોણેજી નગરી મેં;
અખ ખોલે ત આયખો પૂરો, જમ લગે જાફરિયો.

-દક્ષા બી.સંઘવી      ૧૦/૦૩/૨૦૧૧

(કચ્છી મુખપત્ર ચીંગાર અંક-૩ મંજા)

Advertisements

કવિત

મે 25, 2011

કુરો સમજોતા માસ્તર ખાલી સખાયતો?
‘ધુફારી’ચેં ન ડ઼ે ન પંઢ પણ કીંક સખેતો.
*********************************
જીભજી રક્ષા લાય માલક ભનાય ડંધ
‘ધુફારી’ચેં અપાકે કડેક ચચરે વજે ડંધ.
***********************************
અવગુણ જ ન વે ત ગુણજી કધર કીં થીએ?
‘ધુફારી’ચે કુઢંગે વગર ઢંગજી કધર કીં થીએ?
 ૨૩-૧૧-૨૦૧૦
ભલાઇજી ભાસા હન ખલકતે ચોતા કેર બુજે?
‘ધુફારી’ચે જેડ઼ો કર ગુંગા બોલે સે બોડ઼ે કે સુજે.
*************************************
જનમ ધરે હન ખલકતે ભલે ઇ ગુલામ ચોવાજે;
પંઢજે ઘરજે રાજમેં ઇ ‘ધુફારી’ચે રાજા ચોવાજે.
***************************************
માડ઼ુ ત હન ખલકતે ખપે તડાં ખપે તતરા મલે;
‘ધુફારી’ચે છાંણે નેર્યો પણ ખપે એડ઼ા નતા મલે.
****************************************
ભલે હુવે ઇ સચ પણ કડ઼્વો વખ જેડો ન કુછજે;
‘ધુફારી’ચે ગુડ઼્જે ગંઢે જેડ઼ો મિઠો કુડ઼ કડે ન કુછજે
૨૫-૧૧-૨૦૧૦  
માલકજી ડિસ હી કેડ઼ી મેર માડ઼ુ માડ઼ુમેં ડિસજે તો ફેર;
કો’ક જનમથી અઇ જજમાન “ધુફારી” જનમથી કો’ મે’માન
*********************************************
માલક વટ મઙયો ન મલે તત માડ઼ુ કુતે સઉં પ્યો ટલે
“ધુફારી”મંઙધે કયો વિચાર મઙેજો આં વટ આય અધિકાર?
૧૮-૧૨-૨૦૧૦

બોબી

મે 8, 2011

“બોબી”

        અજ ટી.વી.જા કાર્યક્રમ ને ફિલ્મુ નેરે ગનો ત બસ મારધાડ઼ ગુંડાગીરી અપહરણ અન મથે જ મિડ઼ે કાર્યક્રમ વેંતા અનજી અસર અજજે ટાબરેં મથે કેડ઼ી થીએતી તેંજી હકડ઼ી નંઢી આખાણી આય.
              હકડ઼ો બોબી નાલેજો ટાબર વો હકડ઼ે નંમરજો ઉધમાતિયો.ઘરે વે ત તીં ને નિસાડ઼ વિઞે ત ઉડાં પણ તીં મણી ઠેકાણે મુસિભતું ઉભિયું કરે.અનજો જનમ ડીં ઉર્યા વો અતરે ઇનકે થ્યો ક હી લાગ આય ક આંઉ મુજી મા કે ચાં ક મુકે જનમ ડીં જી કુરો ભેટ ખપે અતરે રસોડેમેં કમ કંધી અનજી મા વટ આયો ને ચેં
“મા મુકે જનમ ડીં જી ભેટ મેં મોટર સાઇકલ ખપેતી”
“જરા વિચાર કર ક તું મોટર સાઇકલ ગને લાયક અઈયેં?” અનજી મા જભાભ ડને
બોબી કે લગો ક ઇ મોટર સાઇકલ ગને લાયક આય.અસલમેં બોબીજી મા જી ઇચ્છા વઇ કે બોબી પંઢ વ્યો સજો વરે કેડ઼ો વર્તન કેં વેં અન મથે વિચાર કરે અતરે ચેં
“બોબી તોજે રૂમ મેં વિઞ ને વિચાર કર ક હી સજો વરે તું કેડ઼ો વરતાવ કે આય ઇ વિચાર કરેને હકડ઼ો કાગર ભગવાન કે લખ ને ચો ક તું તોજે જનમ ડીં જી ભેટ તરિકે મોટર સાઇકલ ગને લાયક કુલાય અઇયેં.
        બોબી પગ પછાડ઼ે ને ડાધરો ચડી પંઢ્જે રૂમમેં આયો ને ભગવાન કે કાગર લખણ વઠો.

**************
કાગર -૧
હે વાલા ભગવાન
હન વરે આંઉ બહુ જ સરસ છોકરે વારેજી ર્યો અઇયા અતરે મુકે જનમ ડીં જી ભેટમેં મોટર સાઇકલ ખપેતી ને સે પણ રતે રંગજી
લી.
તોજો ધોસ્તાર
બોબી

**************
               બોબી કે ખબર આય ક અન જકીં લખેંવે હન વરે આંઉ બહુ જ સરસ છોકરે વારેજી ર્યો અઇયા સે સચો નાય અતરે ઉ કાગર ફાડ઼ે વધે ને નઉં લખણ વઠો

**************
કાગર-૨
હે વાલા ભગવાન
આંઉ તોજો ધોસ્તાર બોબી અઈયાં હન વરે આંઉ બહુ જ સરસ છોકરે વારેજી ર્યો અઇયા અતરે મુકે રતે રંગજી મોટર સાઇકલ જનમ ડીં જી ભેટમેં ખપેતી ત મેરભાની કર
લી.
તોજો ધોસ્તાર
બોબી

**************
               બોબી કે ખબર આય ક અન જકીં લખેં આય સે પણ સચો નાય અતરે ઉ કાગર ફાડ઼ે વધે ને ત્ર્યો કગર લખણ વઠો
**************
કાગર-૩
વાલા ભગવાન
     આંઉ હન વરે સાધરણ છોકરે વારેજી વર્તન ક્યો આય અતરે અંઞા આંઉ મુંજે જનમ ડીં જી ભેટમેં મોટર સાઇકલ મંગા તો
લી.
તોજો ધોસ્તાર
બોબી
**************
               બોબી કે લગો ક હી કાગર પણ ભગવાન કે હલાવાજે એડ઼ો નાય અતરે બોબી ચોથો કાગર લખેં
**************
કાગર-૪
ભગવાન
મુકે ખબર આય ક હન વરે આંઉ સારે છોકરે જેડ઼ો વરતાવ નાય ક્યો.મુકે માફ કર
જ તું મુકે જનમ ડીં જી ભેટમેં મોટર સાઇકલ ડીને ત આંઉ સારે છોકરે જેડ઼ો વરતાવ કંધોસે
મેરભાની કર
લી.
બોબી
**************
           બોબી કે ખબર આય ક હી પણ સચી ગાલ નાય હન કાગરસે અનકે મોટર સાઇકલ મલે વારી નાય.    
    હાણે બોબી બોરો મુંજી પ્યો અતરે નીચે અચી અનજી મા કે ચેં આંઊ ચર્ચમેં વિઞાતો. બોબીજી મા કે લગો ક અન જકી ઉપાય કેંવે સે કમ કરે તો બોબી બહુજ ઉડાસ વો.
“વિયારૂ ટાણે સુધીમેં ઘરે અચી વેજ”બોબીજી મા ચેં
       બોબી શેરી વટાય ને ખુણતે અચલ ચર્ચમેં આયો.પોય ચર્ચજી ટેબલ મથે ચડી વ્યો ને હડાં હુડાં નેરે ક અગિયા પુઠિયા કોય આય ત ન પોય નીચે નમીને મધર મેરીજી મુરતી ઉપાડેં ને પંઢજે આભે નીચે લકાયને ચર્ચ મંજા સટ કઢી સેરી લંગી ધોડધો ઘરજો ડાધરો ચડી પંઢજે રૂમમેં આયો.
    અન રૂમજા બાયણાં ઢકેને કાગર કલમ ખણી બોબી ભગવાનકે કાગર લખણ વઠો.
**************
કાગર-૫
ભગવાન,
મું તોજી મા જો અપહરણ ક્યો આય તોકે તોજી મા સે મલણું વે ત મોટર સાઇકલ હલાય!!!!

-પ્રભુલાલ ટાટારીઆ “ધુફારી”                                (સુજીતજી ગાલિયેં મથા)૨૩-૦૨-૨૦૧૦