Archive for ઓક્ટોબર, 2011

૨૦૬૮

ઓક્ટોબર 27, 2011

મુંજા વલા ભાવર ને ભેનરૂં આંકે હિન નયે ૨૦૬૮ જે વરેજી જજી જજી મુભારક ભાધી માલક હિન નયે વરેમેં આંજે મનજી મડ઼ે મુરાધુ પુરી કરે આંજો સજે વરેજા મડ઼ે ડી ખુસાલી સે સરૂ થીએ ને ખુસાલી ભેરા જ પુરા થીએ

Advertisements

રાધા

ઓક્ટોબર 21, 2011

“રાધા”

    કાનુડેજી પ્રાણપ્યારી સખી રાધા અતરે કુરો એડ઼ો સવાલ ઘણે કે થીએ ઇ સાહજીક આય અતરે ભગત દાદુ કે કોક પુછે હુને ક રાધા અતરે કુરો?
ત ઇની જભાભ ડના ક રાધા ઇ કાનુડેકે મિલણ આતુર ભવોભવજી વિજોગણ આય રાધા મીઠી સમરે જેડ઼ી આય રાધાજી કાનુડેકે મિલણજી વાટ નેરણી ઇ વિજોગજી ભગતીજો કાવ આય
     રાધા ઇતરે કુરો? ત ઇની સંસ્કૃતમેં જભાભ ડિના રાધ્યતે આરાધ્યતે ઉપાસ્યતે શ્રીકૃષ્ણો યયા સા રાધા શ્રીકૃષ્ણેન ઉપાસ્યતે યા સા રાધા
ઇતરે? જુકો કાનુડેજો સતત રટણ કરેતી આરાધના કરેતી ઉપાસના કરેતી સે રાધા ત સામે કાનુડો જેંજી ઉપાસના કરેતો સે રાધા

૨૮/૦૫/૨૦૧૧

થાર

ઓક્ટોબર 18, 2011

“થાર”

કાન વલા ચોતા ભલા કુરો ધરાઇયા
કુરો ધરાઇયા તોકે કુરો ખારાઇયા…. …કાન વલા
બાજરજી માની મખે મખણ ગિરાઇયા
સે જ તોકે ભાવે ન ત પુડ઼ી તરાઇયા….કાન વલા
ડાર ચેં ત ડાર કા ઓસાંણ ધરાઇયા
સે જ તોકે ભાવે ન ત કડ઼ી કરાઇયા…..કાન વલા
સાગ સત ભાતજા કચોરી ધરાઇયા
સે જ તોકે ભાવે ન ત વડ઼ા તરાઇયા….કાન વલા
માવેજી મિઠાઇ કાં મેસુક ધરાઇયા
સે જ તોકે ભાવે ન ત લડું ગિરાઇયા….કાન વલા
હથ જોડે પરભુ પુછે ચો સે ધરાઇયા
હાજર હથવગો વે સીકાર કરાઇયા…. .કાન વલા

૧૫/૧૦/૨૦૦૪

 

એકલવીર

ઓક્ટોબર 3, 2011

“એકલવીર”

એક વાણંદને એક દિવસ એકલવીર થવાની ખેવના જાગી,એની ઇચ્છા શી હતી અને મળ્યું શું તે પર મારી માતૃભાષામાં એક રચના

સત્રુજે સંહારલાય સ્વંયં ભવાની શક્તિ,સોંપેવે શિવાજીકે ચેતો ઇતીહાસ ઇ
થીણું એકલવીર પાંકે ઉરમેં અભરખો રખ,કમર કસીને નર તપી તૈયાર થ્યો
અપુજ વરી અગોચર ડેવીજો થાનક ડસી,આરંભે આરાધ સચી લગો લવલીનમેં
પ્રગટ થઇ મા ભવાની મંગ ચે વરડાન ત ચેં,જાટ્કે વઢાજે સો એડો હથિયાર ડે
ત્રપાખિયો ત્રશુરજો તોડે ડને હથમેં,ખણી વેજ લ્વાર વટે જકી ઘડે પંઢજે મનસે
ત્રશુરજો ટુકર અચી ડને લવે લ્વાર કે,ઘડ હથિયાર લવા તું તોજે વિચાર સે
આડો ન્યારે ઊભો ન્યારે સત્રોસો વિચાર કરે,સરસ સજાયો ઘડે લવે તખીધારજો
આરાધ વઇ સાવ સચી શક્તિજો વરડાન સચો,મથા ન મથેજા વાર સો વઢાજે જટકે
ચાલુ થ્યો ચાલુ આય ચાલુઅ પ્રલે સુધી રોંધોં,એકલવીરજો જુધ “પ્રભુ”ચે સંસારમેં

૦૭/૦૧/૧૯૭૩

અચીજ

ઓક્ટોબર 3, 2011

“અચીજ”

   આંઉ મુંજી ડાડીજે લાડકોડમેં જ ઉછર્યો વોસે.બેબીફૂડ,બાળોતિયા,પાપા પગલી હલધે નિશાળમેં પેલે ધોરણમેં પુગોસે ત્યાં સુધીજી જભાભધારી મુંજી ડાડી નિભાયો.મુંજી મમ્મી ને પપ્પા બોય નોકરી કંધાવા.સવારજો ૬ વગે નીકરી વિઞે સે સાંજીજો ઘરે અચેં.કડેક ટ્રાફિકમેં ફસજી વિઞે ત ૭ વગે પણ અચેં ડાડીમા મુંજી ત ધ્યાન રખધા વા ભેરી મણી લાય રસોઇ પણ ભનાય રખેં ઘરજી સાફ સફાઇ પણ ઇ જ કરીએ આંઉ કડેં બેબી સીટિન્ગમેં વ્યો નઇઆ.
           ડાડીમાજો આંઉ એડ઼ો હેવાઇયો વો સે ક ઇ મુંકે રાતજો સુમારીએ ત જ મુંકે નીંધર અચે.ઘણે કડકડધો સી વે ને બરફજો વરસાધ થીંધોવે પણ આંઉ જીધ કરિયાં ત વિચાડા ડાડીમા જાડો કોટ પેરાયને અંઙણમેં કોઠે વિઞે ને બરફજો પુતળો ભનાયમેં મધધ કરિએ. “પુતર! હલ ન ઘરમેં મુંકે હાણે સી પેતો આંઉ તોકે લોલીપોપ ડીંધીસે” એડ઼ી  લાલચે મુંકે ઘરમેં કોઠે અચે.જાધ આય આંઉ ઇનીજે રૂમમેં જ સુમધોવોસે નંઢી નંઢી આખાણિયું કરે ને મુકે સુમારિયે મથેતે હથ ફેરિયે ને બુચિયું ડીયેં.
          ડાડીમા હડાંજા અમેરિકન નાગરિક વા મું સામે કચ્ચો પક્કો ઇંગલીસ પણ બોલેં “નોટી બોય” મુંકે જાધ આય ઇનીકે સોસીયલ-સિક્યોરીટીમાંથી ૬૦૦ ડૉલર મલધાવા સે પણ પપ્પા ગની ગને ફકત ૩૦ ડૉલર દર મેણે રોકડા ડાડીમાકે ડીએ ઇન મિંજા જ ઘણે વાર મુકે ચાકલેટ આઇસ્ક્રીમ ને રાંધિકડા ગની ડીંધાવા ને મિંધર તે વિઞે તડે આડતીમેં ૧૧ ડૉલર રખેં.ડાડીમા બહુજ આનંધી સ્વભાવજા વા મું કડેક જ ચિંધામેં ડિઠા હુંધાવ.
        આંઉ ૧૫ વરેજો વોંસે.ડાડીમાકે રોગજો હુમલો થ્યો ને હકડ઼ે કોરા લકવો થઇ વ્યો.ઇનીજી ન્યાર કેર કરે?હાણે કુરો કંધાસી?નોકરી કંધે ઇનીજી ન્યાર કીં થીએ?એડ઼ા સવાલ મુંજે મમ્મી પપ્પા કે થીણ લગા.અમેરિકન સરકાર અપંગ થેલ માઇતરેજી ઘ્યાન રખણ હક્ડ઼ી નરસ ડીએં કાં ત ૪૦૦ ડૉલર દર મહિને ન્યાર કેણ ડીએં એડ઼ા સમાચાર મિલધે મા-પે રાજીજા રેડ થઇ વ્યા વા! પાંજી ચિંધા ટરઇ પાણ ઉ ચંપામાસી અંઇ તેંકે બાઇજી ન્યાર કરેલાય રખધાસી દર મેંણે ૨૫૦ ડૉલર ડીંધાસી ત હલધો ભાકી ભચધા સે બાઇ કે ભવિસમેં કી થીએ ત કમ અચિંધા.
         ડાડીમાજી તબિયત ડીંયા ડીં ફટધી વઇ ને ઇનીજી જાધસગ્ધી પણ હલઇ વઇ મુંકે ઘણે ફેરા “પુછેં ભા તોજો નાલો કુરો?” મમ્મી પપ્પાજી ચિંધા વધી વઇ.હાણે ત ઇનીકે નરસિન્ગ હોમમેં જ રખણાં ખપધા બાઇ કે પેસાબ-પાણીજો પણ ભાન નતો રે ન કીં જાધ રે પાંજી મુસીભતેજો ત પાર નાય હેડ઼ી ઉપાધી કના નરસિન્ગ હોમમેં ખાસા ઉડાં ૨૪ કલાક નરસવે પાછો સરકાર ઇનજો પુરેપુરો ખર્ચો પણ ડે પાંકે કોય ચિંધા ન કરેજી મમ્મી પપ્પા ડાડીમા કે નરસિન્ગ હોમમેં છડે આયા.
       આંઉ અવાર નવાર ડાડીમા કે મિલણ વેંધો વો સે.ઇની વટ વેંધો વોસે.મુંકે સુઞણધા ન વા પણ તોંય ઘડી ઘડી ખિલધા વા ને આનંધમેં રોંધા વા મુંકે હાણે કડેં સુઞણી નઇ સગે?આંઉ ચોંધો વો સે “ડાડીમા આંઉ મનીસ અઇયા મુંકે સુઞણોતા?” ઇ ખાલી ખિલધા વા મમ્મી પપ્પા ત મહિનેમેં હકિયાર અચીંધાવા.જાધ આય ઉન સાંજીજો ઇનીજે રૂમ મંજા બારા આયોસતે “મનીસ પુતર અચીજ” “ડાડીમા…” ચઇ પાછો વર્યોસે કુરો ડાડીમાજી જાધસગ્ધી પાછી અચી વઇ?મુંજે કન સુધી પુગા ઇ ડાડીમાજા સબડ “મનીસ પુતર અચીજ” સે કુરો ચમત્કાર થ્યો?ક મું લાય ઇનીજો અસોસાર પ્રેમ વો? ઇ ત પાછા ઘેરી નિંધરમેં સુમીર્યા…આંઉ ઘરે પાછો આયોસે…રાતજો ૧૧ વગે નર્સિંગ-હોમ મંજા ફોન આયો..”Your mother is no more”(આજા મા ગુજરી વ્યા).. અજ પણ મુંજે હીંયેમેં ઉ છેલ્લા સબડ ગુંજ્યા કઈયેંતા “મનીસ પુતર અચીજ” ચમત્કારજી ગાલિયું સુણેલી અઇ જાધસગ્ધી વેલ ડાડીમા કે છેલ્લી ઘડી મુંજો નલો કીં જાધ આયો હુંધો? Is it miracle? (કુરો ઇ ચમત્કાર હુંધો?)

(સુજીતજી ગાલિયું મંજા)