Archive for ફેબ્રુવારી, 2012

ડૂધજો ગિલાસ

ફેબ્રુવારી 18, 2012

ડૂધજો ગિલાસ

       હકડ઼ો ડી હિકડ઼ો ગરીબ છોકરો પિંઢજી સ્કૂલ ફી ચુકાય લાય ધરવાજે ધરવાજે રખડી કમજી ચીજું વેંચીધો વો ઇન પિંઢજા ગુંજા ફંફોસી નેરે ત હકડ઼ો પૈસો જ ઇન વટ વો ને ઇ ભુખ્યો વો.
      ઇન નક્કી કેં ક પડોસમેં વિઞી ને ખાધે લાય મંઙધોસે,પણ જડે ધરવાજો હકડ઼ી રૂપાડ઼ી બાઇ ખોલેં ઇનજા અંગ ખિર છડેવ્યા .
        ખાધેજો મંઙેજે ભધલી ઇન પાણીજો ગ્લાસ મંઙે.બાઇકે લગો ક ઇ ભુખ્યો આય ઇતરે હકડ઼ો વડો ગિલાસ ડૂધ ખણી આવઇ.ઇ હરે હરે ડૂધ પીવ્યો ને પોય પુછે “મુંકે કિતરા ડિનેજા?”
“તોકેં કીં પણ નાય ડિનેજો.મુંજી મા શિખાય આય ક કડેં પણ મમતાજી કીં પણ કિમત ન ગિનેજી” ઇન બાઇ ચેં
“તડેં મું તરફથી સચ્ચે મનજા અભિનંદન સિકારીજા”છોકરો ચેં
    ઇન ગરીબ છોકરેજો નાલો વો હાવર્ડ કેલી. ડૂધ પીધે પ્વા ઇનકે લગો ક ઇ શારીરિક રીતે જ ન પણ માનસિક રીતે પણ મજબુત થઇવ્યો આય.ઇતરે મણી મુસિબતે સે લડે લાય તૈયાર થઇ વ્યો આય.
       વરે ગુજરધાવ્યા ઉ જુવાન બાઇ કે એકધમ ના-ઇલાજ ભીમારી થઇ વઇ. ગામજા ડાકટર મુંઝીપ્યા.આખર ઇનકે વડે સેર મેં હલાયો જડાં હિન ના-ઇલાજ ભીમારીજો અભ્યાસ કરેલાય ખાસ જાણકાર ડાકટરે બોલાયોં.
       બે ડાકટર ભેરો ડાકટર હાવર્ડ કેલી કે પણ બોલાયમેં આયા જેંસે મણી ડાકટર સાથે ચર્ચા કરે સગે.જડે ડાકટર ઇ બાઇ કિડાંથી આવઇ આય ઇન ગામજો નાલો સુયોં ત ઇનજી અખમેં હિકડ઼ી અજબ ચમક અચી વઇ.તરત જ ઇ ઊભો થઇને હોસ્પિટલજે ઉન રૂમમેં આયા જિડાં ઉન બાઇ કે ડખલ ક્યોંવો.
       પિંઢજો ડાકટરજો સુટ પેરે ને ઇ ઉન બાઇ કે નેરે લાય આયો.પેલી જ નજરમેં ઇ ઉ બાઇકે ઓડ઼્ખી વ્યો. હિન બાઇજો જીવ ભચાયલાય પિંઢથી ભનધા મિડ઼ે ઉપાય કંધો ઇં નક્કી કરે ઇ પિંઢજે રૂમમે આયો ને તિન ડીં થી ઇ ઇન કેસમેં ખાસ ધ્યાન ડીણ લગો.
        ઘણે લમે ટેમ સુધી ઇન ભીમારેકે લડત ડઇ આખર જીત્યા.ડાકટર કેલી હોસ્પિટલજી હાફિસકે મંજુરી લાય ઇ બીલ પિંઢકે હલાયજો ચેં.ઇન હિકડ઼ી નજર બીલતે કેં પોય ઇનજે ખુણે મથે કિંક લખી ઇ બીલ બાઇજે રૂમમેં હલાય.
     બાઇકે ધ્રા લગો તે ક કેડી ખબર કિતરો વડો બીલ હુંધો.કેડી ખબર ઇ સજી જમારમેં મડ ચુકાય સગધી ક કીં?.આખર ઇન ધિરજધે ધિરજધે બીલજી ઘડી ખોલે ત ઇનજે ખુણે મથે લિખલ ચાર અખર કોરા ઇનજો ધ્યાન વ્યો
“હિકડ઼ે ડૂધજે ગિલાસ સે સજે બીલ જો ચુકાવો થઇ વ્યો”
સઇઃ ડાકટર હાવર્ડ કેલી

(યાહુ મેઇલ મથે સુજીતજી ગાલિયેં મથા)
 
 

\

Advertisements

અપસરા (૪)

ફેબ્રુવારી 13, 2012

અપસરા (૪)

(વે અંકથી ચાલુ)   

             ડીં નયજે પાણી વારેજી ગુધરધા વ્યા.હકડ઼ો ડીં હાફિસતા આયોસે ત કસ્તુરીકે ન ડઠી છોકરેંજે રૂમમેં વ્યોસે.વિભા છોકરેંજો કબાટ સરખો ગોઠવેંતે મું પુછ્યો
“બચ્ચા તોજી મમ્મી કડાં આય…?”
“રંભા આન્ટીકે રોહિત અંકલ ધવાખાને કોઠે વ્યા અઇ.મમ્મી પણ ઇની ભેરી વઈ આય. આંઉ કાફી ભનાય ડીયાં?”
“ના બચ્ચા કડાંક બરી રોનીયેંત?આંઉ ભનાય ગનાતો”ચઇ આંઉ જરા તાજો માજો થીણ  વ્યોસે.બાર આયોસે ત વિભા કાફી ભનાયને ટેબલતે રખેંવેં.
“તું કાફી ભનાય…??”મુંકે નવાઇ લગી ઇતરે પુછ્યો.
“મુંકે ત રસોઈ ભનાઇધે પણ આવડ઼ેતી.આંઉ ઘણે વાર મમ્મીકે સાગ ડારજો વિઘાર પણ કરે ડીયાંતી ને માનિયું પણ વટે ડીયાંતી”અન અખિયું ઉલારીધે ચેં.  
“વાહ!! તું ત ઘણે સમજુ થઇ વઇયે ધી…..”મું ઇનકે મું વટ તાણે મથેતા હથ ફેરીંધે ચ્યો ત મુંજી અખમેં હરખજા આંસુ અચીવ્યા.
“ડાયા છોકરા રૂંધા ખાસા ન લગે….”ઇન મુંજા આંસુ ઉઘીધે ચેં
“હા…મુંજી…મા…હા…”ચઈ મું ઇનકે ચુમઇ ત કમરતે હથ રખીને ચેં
“ભસ ભસ ઘણે થ્યો જજી મખણપાલીસ કરેજી જરૂરત નાય હલો જાટપાટા
કાફી પી ગનો નકા થધી થઇ વેંધી”
“તોજી મમ્મીજી નકલ કરીંયેતી ચાંપલી…..ચઇ મું કાફીકો કપ મોંતે મંઢયો ખરેખર ઇન સરસ કાફી ભનાયવેં.આંઉ કાફી પીંધોવોસે તડે ટેલિફોન રણક્યો સે વિભા ઉપાડ઼ે
“હલ્લો…કેર મમ્મી…???”
“… … ….”
“પપ્પા મમ્મીજો ફોન આય..”મુંકે રીસીવર ડીંધે ચેં.
“હા બોલ કસ્તુરી…?”
“………….”
“વાહ!બેબી આવઇ???બીંજી તબિયત કીં આય..?
“…………..”
“ત રસોઇજો કુરો????”
“……………”
“ઓકે ચઇ ડીંયાતો…”ચોંધે મું ફોન રખી વિભાકે ચ્યો.
“રંભા આન્ટીકે બેબી આવઇ આય ને તોજી મમ્મી ચેં આય ક વિભાકે ચોજા ક રંભા આન્ટીજે ઘરજી ચાવી ખણી ઇનીજે ઘરે વઠીવે  ને ઉ રસોઇ કરેવારી બાઇ અચે ત મુંકે ફોન કરે.”
“ઇતરે ઇનજો મતલભ પાંકે રંભા આન્ટીજે ઘરે જ જમેજો આય ઇં ન??”વિભા મુંજી ગાલ બુકિંધે ચે.
“હા…”
               અસાંજે ઘરે રોંધલ રોહિતભાઇજે ઘરજી ડુપ્લિકેટ ચાવી ખણી વિભા રોહિતભાઇજે ઘરે વઇ આંઉ મુંજે લેપટોપતે ટપાલ નેરઇતે.મું લેપટોપ બંધક્યો તિનજ ટાણે ઘંટી વગી ઇતરે મું બાયણો ખોલ્યો ત મુંજી બાજુમાંથી પસાર થઇ ફસ કંધિક કસ્તુરી સોફે તે વઇ રઇ
“કીં અઇ મા ને ધી….???”મું સોફેતે વઠલ કસ્તુરીકે પાણી ડીંધે પુછ્યો.
“બોંય ભરાભર અઇ,રંભાજી ધી ત ગલગોટે જેડ઼ી ગટુકડ઼ી ને મીઠડ઼ી આય”  
“હં……” મું ચ્યો ત કસ્તુરીજો અવાજ સુણી વિભા આવઇ.
“મમ્મી પપ્પા હલો રોહિત અંકલજા ને રંભા આન્ટીજા મમ્મી પપ્પા અચીવ્યા અઇ મડ઼ે જમેલાય વેં તા ને પાંકે જમેલાય બોલાઇયેંતા”ચઇ વિભા હલઇ વઇ.
“હા પેલા જમેજો પતાઇયું…..”ચઇ મું કસ્તુરીજી બાં જલે ઉભી કઇ.
         જમધાવાસી તડે ધવાખાનેજી ન તરત જનમલ ધીજી જ ગાલિયું થઇયુંતે
જમેજો પતધે રંભાજી મમ્મી ચેં
“કસ્તુરીભેણ આંકે હાણે આરામ કેણું ખપે ધવાખાનેમેં સજો ડીં ખડ઼ેપગે ર્યા થકીર્યા હુંધા”
“હા….હા…હાણે આંકે આરામ કેણું ખપે અસીં અઇયું ન…?ફીકર મ કજા,,,”રંભાજી સસ સુર પુરાય
“જયશ્રી કૃષ્ણ…”ચઇ અસીં ઘરમેં આયાસી.કસ્તુરી પથારીમેં પોંધે મોર જ વિભા કે સુચના ડીંધે ચેં
“તોકે નિંધર અચે તડે સુમી રોજ.કમ વગર…..”
“હા…હા…આંઉ સમજી વઇસે તોકે ખલેલ ન કરેજી એડ઼ો મડ઼ે……તું તોજે સુમી રો”વિચમેં જ ગાલ બુકીંધે વિભા ચેં
              હકડ઼ે અઠવાડ઼ે પ્વા નામકરણ થેવારો વો.જ્યોતિસ ચેં તે પ્રમાણે રાસી વૃસભ જા ત્રે અખર બ.વ.ઉ. મંજા “બ” અખર મથાનું બિન્ધુ નામ વજણું ઇ મણીજે મત સે નક્કી થ્યો.રોહિતભાઇજી કોય ભેણ ન વઈ ઇતરે રોહિતભાઇજી મમ્મી ચ્યાં કસ્તુરી ફૂઇજી ફરજ ભજાય નામ વિજે.
                ડીંજો પ્રવાહ વોંધો વો.છોકરાંઉ નિસાડ઼મંજા અચીને લેસન કરે ટીવી નેરીંધાવા કડેક બિન્ધુકે રમાડે લાય વિઞે.ટેમ વેંધે ઇ વેંધે ને પોય હથેપગે હલધે સઇ રઇ પોય ભિતું જલે હલધે સખઇ  ને ગાલિયું કંધે સખઇ તડે પરિક્ષાએંજી તૈયારી હલઇતે ઇતરે ઇનકે રમાડ઼ેજો ટેમ ઓછો મિલ્ધો વો.છોકરેં ભેરી રમણ ટેવાયેલી ઇ છોકરેંજે રૂમ સુધી પુજી વેંધી વઇ.છોકરેજી પરિક્ષા પુરી થીધે બે ડીં થી છોકરા ડાડીકે મલણ અધિરા થઇ વ્યા.   
                              ધિલ્લીમેં સતત કમજે બોજ પ્વા મડ઼ે ઉધોસઉ થઇ વ્યો વો.ન પુરી નિંધર થઇતે ન જિમેજો ઠેકાણો વો ઇતરે ભાર બોરો વધી વ્યો વો. ૧૫ તારીખજો ઘરે આવ્યો વોસે. લુગડા ભધલાય ને સોફેતે જ લંમાયો.થાકેડ઼ે ને નિંધરજે ભારણજે લીધે કતરા વગા તેંજો ખ્યાલ ન ર્યો.
        ઓચિંતો મુજો મોબાઇલ રણક્યો.અધ નિંધરમેં મોબાઇલ કન વટ રખ્યો  
“હલ્લો…..”
“કિશોરભાઇ….કડાં અયો?.”
“ઘરમેં જ અઇયાં……” ચઇ સોફે મંજા ઉભો થઇ બાયણો ખોલ્યો.
“કીં પાર્ટીમેં ન આયા…?”
 “…………” મું કાંડા ઘડિયાળમેં નેર્યો સાડા અગ્યારો થયા વા.
“હી ત મુંજા પપ્પા આંજી પુછા ક્યોં ઇતરે…”
“ઇતરે આંઉ જાધ આયોસે ભરાભર ન….?
“આંકે માઠો લગો…?? આઇ એમ સોરી….”
“……………..”
“હલો ન અઞા પાર્ટી ચાલુ જ આય”
“ત….?” હકડ઼ી ધારદાર નજર કરેને મું પુછ્યો
“આંકે વેલા ન ઉથિયાર્યા ઇતરે માઠો લગો???આઇ એમ સોરી…”
“નેર રંભા હેર ઘરમેં કોય નાય હેર આંઉ તો સાથે કીં અજુગતો કરિયાં ને પોય ચાં સોરી ત હલે???”
 “સે કર્યો ન…”
 “……………” આંઉ ત હતપ્રભ ઇન સામે નેરે જ ર્યોસે.
“કિશોરભાઇ પ્લી….ઝ…”ચઇ ઇ છુટસે ખલઇ
          આંઉ ત ધોડીને નાયણીમેં ભરાઇ વ્યોસે.કતરી વાર પ્વા મુંજે ઘરજો બાયણો બંધ થે જો અવાઝ સુણી આંઉ બાર આયોસે.મું મુજી મુસાફરી વારી બેગ ઉપાડઇ.નયે ઘરજી ચાવી ખણી નીચે આવ્યોસે ને ગાડી ધિનેસજે ઘર ડીંયા વારઇ.ધિનેસજે ઘરજી લાઈટ ચાલુ વઇ નેરે ને ધરપત થઇ.ઇનજે ઘરજી ઘંટી વજાઇ મું કે બાયણે વટ ઉભલ ડીસી અન પુછે
“કીં હેડી મોડ઼ી રાતજો?”
“હા….”
“અરે!! પણ ઇનીકે ઘરમેં ત અચણ ડ્યો”પાણીજો ગ્લાસ ખણી ઉભેલ સવિતા ભાભી  ધિનેસકે ટકોર ક્યાં.
        મુસાફરીજી બેગ બાજુમેં રખી ભાભીજે હથજો ગ્લાસ ગની પાણી પીધો.ત્યાં સુધી
ધિનેસ પુછે”કાફી હલધી ન???”
“ના ભેરો કીંક ખાધે લાય પણ ખપધો”
“કુરો ભનાય ડીયાં ભટેટા-પૌઆ કે સેન્ડવિચ ક બ્યો કિંક???”
“ઇ કર્યો ટોસ્ટ સેન્ડવિચ ભનાય ડ્યો”
”કીં હન ટાણે ને હેકલો આવેં ભાકીજા મડ઼ે કડાં અઇ?”
“ચિંચવડ”
“ઇતરે ઘર ક્સ્તુરીભાભી વગર ચક વિધે તેં ઇ ન?”
          ટોસ્ટ સેન્ડવિચ અને કોફી પુરી કરે બોંય ધોસ્તાર હિડાં હુડાંજી ઘણે ગાલિયું કયોં.બે ડીં સવારજો તૈયાર થઇને મું મુંજી મુસાફરીજી બેગ સંભારઇ ને ધિનેસકે પંકજ પ્લાઝાવારે ફ્લેટમંજા મડ઼ે સામાન બ્લુ-ડાયમંડવારે ફલેટ ખણી વીઞેલાય ઇનકે નયે ફલેટજી ને હેવરજે ઘરજી ચાવિયું સોંપઇ  
“પણ તું હાજર રોજ ન બોંય ભેરા થઈને સમેટીંધાસી”
“જ મુંકે હાજર રે જો વોત ત તોકે કુલાય ચાં જ તોકે વાંધો વે ત અસોક કે હન કમલાય ગાલ કરિંયા”
“કમાલ આય ન નંઢી સુંઢી ગાલમેં નારાજ મ થી સામાન પુજી વિઞે પ્વા પાછી ચાવી તોકે ચિંચવડ ડઇ વેંધોસે ભસ”
        બ ડીં પ્વા ધિનેસ ને સવિતાભાભી સવારજો ચિંચવડ આયા.ચાય-પાણી પતે પ્વા ધિનેસ મુંકે જુને ને નય ઘરજી ચાવિયું સોંપે તડે કસ્તુરી પુછે.
“કુરેજી ચાવિયું અઇ”
“પાંજો સામાન પંકજ-પ્લાઝામાંથી બ્લુ-ડાયમંડમેં પુજી વ્યો આય”
“અડ઼ે!!!અઇ મુંકે ચ્યાં ન….”
“સામાન ગોઠવિધેં પાંકે ઘણે ટેમ મલધો તડે ગાલિયું કરે લાય કીંક મુધ્ધો ત ખપધો ક ન?”
 “હં…..”મુંજી ગાલમેં કીંક ગુટ આય ઇ સમજી ઇન ગાલ ભધલાય
“સવિતાભાભી આંકે કુરેજો સાગ ભાવે હડાં ઘણે જાતજા સાગભાજી અઇ”
 “ભીંઢેજો….”
        બપોરજો જમી અસીં ધનકુરભેણજી રજા ગનીને ધિનેસ ને મુંજી ગાડી મુંભઇ વિઞણ રવાના થઇયું.ધિનેસ ચિંચવડમેં મુંજી ને કસ્તુરીજી ગાલિયું સુણીવ્યો વો ઇતરે ઇ પિંઢજે ઘરે વ્યો.અસી નયે ઘરમેં આયાસી.મણિયા મોંધ રસોડેવારો બાકસ ખોલ્યો વિભા
ને અનુપ ગોઠવણી કેણ મંઢાણા.મું ગેસજો કનેકસન જોડ્યો ત્યાં સુધી ઉર્યાજી સુપર-સોપીમાંથી વિભા દુધજા પેકેટ ગની આવઇ ઇતરે છોકરેં લાય ઓવલટીન ને અસાં લાય કાફી ભનાય પાછા કમમેં લગી વ્યાસી.
        રાતજો છોકરેંજી મરજી પ્રમાણૅ પિત્ઝા મંગાઇ સે ખાધે પ્વા વિભા કેતકી ને ગૌરાંગ કે સુમારેલાય કોઠે વઇ.લગભગ સામાન પેલેથી તૈયાર કરાયલ ફરનીચર ને કબાટેમેં ગોઠવાઇ વ્યો.
           રાતજે ડો વગે છોકરેંકે ઇનીજે રૂમમેં હલાય અસીં અસાંજે રૂમ કોરા વર્યાસી
ને એકાંત મલધે મુંજી બાજુમેં ઘુસીને અજ સવારથી ઇનજે મગજમેં ચક્કર-ભમર ફરધો સવાલ કસ્તુરી કેં
“એડ઼ો સે કુરો થ્યો જુકો કેંકે પણ હાજર રખે વગર ધિનેસભાઇ માર્ફત સામાનજી ફેર-ભધલી કરાયાં?”   
      મું ઇનકે ધિલ્લી વિઞણ ચિંચવડતા નકરી,ધિલ્લીથી અચે પ્વા રંભાજી માંગણી, ધિનેસજે ઘરે રાતવાસો ને ફરી ચિંચવડ અચે સુધીજી સજી આખાણી વિગતવાર કઇ ઇ સુણી કસ્તુરી અવાક થઇ વઇ તડાં ત કસ્તુરીજો કડેક વપરાંધે મોબાઇલજી ઘંટી વગી.રંભાજો નંમર ડસી કોય પણ જાતજી બઇ ગાલ કરે વગર કસ્તુરી ચેં
“એ!!! ઝેરી નાગણ બઇયાર હન નંમરતે ફોન કરે આસાંજી સાંતીજો ભંગ મ કજ ને હા!!! ઇ ભુલી વેજ ક કડેક અસી તોજા પાડ઼ોસી વાસી 

(પુરી)

અપસરા (૩)

ફેબ્રુવારી 10, 2012

અપસરા (૩)

(વે અંકથી ચાલુ)

મું મુસાફરીજી બેગ બાજુમેં રખી મુંજો લેપટોપ કઢ્યો અંઞા ચાલુ કરિયાં
તેનું મોંધ કસ્તુરી આવઇ.ઇન સરસ લાલ સાડી પેરે વે જુકો ઇ મણી સુભ પ્રસંગ ટાણે
પેરેતી.લાલ ચૂડ઼ેજી વચમેં ધરજન ખણ કાંચજી લાલબંગડિયું પેરેવે.માંઢવેમેં વિઞે વારી લાડી જેડ઼ી સજધજ થેલ કસ્તુરીકે આંઉ નીરખેને નેરઇતે ત મું વટ મુંજી ખાડી જલે મુંજી અખિયેંમેં નેરિંધે પુછે
“કો કન વિચારમેં વિઞાઈ વ્યા…??”
“હલ કસ્તુરી અજ સરી ફરી લગનજી પેલી રાત ઉજવીયું”અખજો ઇસારો કરે ઇનજી કમર ફરધા હથ વજી પિંઢ કોરા તાણે ચ્યો
“લગનજી પેલી રાત???નો…વે…હાણે સરમાજો સરમાજો હલો આંજી હાફિસ બંધ કર્યો રંભાજે ઘરે આઘેંણીજો પ્રસંગ આય પાંકે ઉડાં જમેજો આય”પીઢકે છોડાયજો ઢોંગ કંધે કસ્તુરી ચેં
“વેંધાસી હાણે…કુરો ઉતાવળ આય…???મું ઉભો થઇ ઇનકે વધુ ભીંસે ઇનજી અખ મથે બુચી ભરઈ ઇન કના અગિયા કીં થીએ તેનું મોંધ ત વિભાજો સડ સુણાંણો
“મમ્મી હલ ન રંભા આન્ટી બોલાઇયેંતા”
“એ…અચાં..તી…”ચઇ આંગુઠો વતાઇધી કસ્તુરી હલઇ વઇ
                 મું લેપટોપ ટેબલતે રખ્યો.જરા લુગડ઼ા સરખા ક્યા,ટાઇ સરખી કઇ
ડંધિયો ખણી જરા વારમેં ફિરાય હકડ઼ી નજર આરીસેમેં મિડ઼ે ભરાભર આય ઇં નેરે રોહિતભાઇજે ઘરમેં ડાખલ થ્યોસે.બાયણેજી સામે જ ઉભલ રોહિતભાઇ મુંકે ખલીને ખીંકાર્યો ને પોય મુંજો હથ જલે પંઢજે માઇતરેંકે ને સસ સોરેકે મુંજી ઓરખાણ ડિંધે ચ્યાં
“હી મુજા વડેભા જેડ઼ા કિશોરભાઇ સામલે ફ્લેટમેં રેંતા અસાંજી કસ્તુરીભાભીજા વર.
મું રોહિતભાઇજે પપ્પાને સોરેસે હથ મલાયા ને ઇનીજી મમ્મી ને સસ કે હથ જોડ઼ે ચ્યો                                  
“જયશ્રી કૃષ્ણ”
“જયશ્રી કૃષ્ણ ભા”સામેથી જભાભ મલ્યો.
આંઉ ને રોહિતભાઇ સોફે સામેજી ખુડસીતે વિઠાસી.કસ્તુરી ટ્રે મેં પાણી ખણી આવઇ.
“પપ્પા આયા…પપ્પા આયા” કંધા કેતકી ને ગૌરાંગ મું વટ ધોડ઼ી આયા.
“મુંજા પપ્પા…” ચઈ કેતકી મુંજે ખોરેમેં વેણ વઈ ત ગૌરાંગ ઇનકે તાણે.
“મુંજા પપ્પા અઇ…”ચઇ ગૌરાંગ ખોરેમેં વેણ વ્યો ત કેતકી ઇનકે તાણેલાય મંઢાણી મું બીંકે મુંજે ખોરેમેં વેરાયા.
“હનીં બીં મેં મુંજા પપ્પા,મુંજા પપ્પાજી લડાઇ ચાલુ જ વે”મણી સામે નેરીંધે કસ્તુરી ચેં
“આંજા હી બોય બાલકા બહુજ મિઠડ઼ા અઇ”રંભાજી મમ્મી ચેં
“હા!!!સાવ સચ્ચી ગાલ આય”રંભાજી સસ સુર પુરાંય
           થોડ઼િક હડાં હુડાંજી ગાલિયું થિયું તેમેં હકડ઼ી જ ગાલ હલઇ ક કસ્તુરી રંભાજો કિતરો ધિયાન રખેતી.અસાં જેડ઼ા પડ઼ોસી મડ મિલે એડ઼ો મિડ઼ે.જમણ પુરો થ્યો અતરે મું
રોહિતભાઇજી રજા ગડ઼ી.
“હલો રોહિતભાઇ રજા ગિનાતો કલાક ખણ મોંધ બેંગલોરનું આયો અઇયાં.થક્યો પણ અઇયાં ને મેઇલ પણ ચેક કરેજા અઇ અતરે રજા ગનાતો.”
“હા!! આંકે વિઞણું ખપે.કસ્તુરી ભાભી મુંકે ગાલ ક્યોં વોં ક અઇ બેંગલોરથી અજ અચે વારા અયો ને હાણે આંકે આરામજી જરૂરત આય.આઇ કેન અન્ડરસ્ટેન્ડ ચઇ હથ મલાય રજા ડનો.
      મું ઘરે અચી લુગડા ભધલાયા જરા તાજો માજો થઇ પલંગતે વઇ મુંજો લેપટોપ ખયો.લેપટોપ ખોરેમેં જ રઇવ્યો ને આંઉ વઠે વઠે જ ઝોકે ચડી વ્યોસે.મુકે મુસાફરીજો થાકેડ઼ો ને નિંઘરજો ઘેન અતરો મડ઼ે વો ક કસ્તુરી ને છોકરાંઉ કડે આયા.કસ્તુરી લેપટોપ કડે બાજુમેં રખે,પુઠિયા ટેકે લાય પુઠપ્વા રખલ તકિયા કડે હટાય ને મુંકે ભરોભર સુમારે
ને ચાધર ઓઢાડ઼ે તેંજી કીં પણ મુંકે ખબર ન પઇ.
         સવારજા નોં વગે મુંજી અચાનક અખ ખુલઇ,ઘરમેં સાંતિ વઈ અનજો મતલબ છોકરા નિશાળ હલ્યા વ્યા વા.કસ્તુરી આરિસે સામે વઇને ભિજલ વારમેં હેરડ્રાયર મસીન ફરાયતે આરિસેમાં જ મુંકે જાગલ ડસી પુછે.
“નિંધર ઉડઇ ક અંઞા સુમેજો વિચાર આય….?જો કે ૯ વજી વ્યા અઇ.”
“કુરો….???૯.૦૦ વજી વ્યા??? અડ઼ે!!! ૧૦.૩૦ વગે ત મુંકે મિટિન્ગમેં હાજર રે જો આય.ચલ જલ્દી કાફી ભનાય આંઉ ભ્રસ કરે ગિના”ચઈ આંઉ નાયણીમેં વ્યોસે.ભ્રસ કરે ખભેતે રખલ ટાવલસે મોં ઉગિધો આંઉ રસોડે ડિંયા વેંધો વોસે ત કસ્તુરી કાફીજો કપ ખણી અચી જમેજી ટેબલતે રખેં ને મુંજે ખભેતે રખલ ટાવલ હક્ડ઼ે જાટકે તાણે ચેં
“કિતરી વાર ચ્યો આય ક હીં ખભેતે ટાવલ રખી મ ફરો કેંજીક કાણ તે વેંધલ મસાણિયે જેડ઼ા લગોતા”ચઇ ટાવલ ખુડ઼સીતે રખી કાફીજો કપ જલાય.ગુપચુપ કાફી પી ટાવલ ખણી આંઉ નાયણીમેં વ્યોસે.
“ચાંતી સેન્ડવિચ કેડ઼ી ભનાઇયા સેકલ ક સાધી…??”
“ભેરો કુરો આય?”મું મંજારાથી જ પુછ્યો
“ટમાટેજો સુપ”        
“ત સેકેલી સેન્ડવિચ”
      તૈયાર થઇ આંઉ જમેજી ટેબલવારી ખુડ઼સીતે વઈ નાસ્તો ચાલુ ક્યો તડાં ત ટેલિફોનજી ઘંટી વગી.
“વિઞો આંકે સડાયતો”આંઉ જડે પણ ઘરે હાજર વાં ને ટેલિફોનજી ઘંટી વજે ઇતરે
હંમેશ મુજબ ટેલિફોન ડિંયા ઇસારો કરે ઇ રસોડા ડિંયા થઇ…
“હલ્લો…..”
“………”
“કડેં અચોતા?થોડ઼ીવારમેં ઠેસણ વિઞેલાય રવાના થીંધા?આંઉ કતરે વગે કોઠણ અચાં?
“………”
“ભલે આંઉ  કસ્તુરીકે રસોઇજો ચઇ ડીંયા તો,જયશ્રી કૃષ્ણ”ચઈ મું ફોન રખ્યો ને ખીસ્સે મ્યાં રૂમાલ કઢી ને નડ઼ી ફરધો રખી રસોડ઼ેમેં આવ્યો સે.
“કેંજો ફોન વો….??”કસ્તુરી મું કોરા નેરે વગર પુછે ત જભાભમેં અમીરખાન વારેજી નડ઼ી તે રૂમાલ ઘસીધેં ચ્યો… “હે…આ….તી ક્યા ખંડાલા….??”
“ક્યા….કરૂં…..આકે મૈં….ખંડાલા….??? હી અચાનક ખંડાલા ક્યાંનું  જાધ આયો??” અન પણ સુર પુરાઇધે પુછે.
‘મનોજભાજો ફોન વો મોડી બિપોર તંઇ હડાં પુગા ખપે”
“કુરો મનોજભા ને મંજુભાભી અચેંતા?”
“હા છોકરેં કે ઉનારેજી રજા આય ઇતરે ગુમણ અચેંતા ને કાલ ખંડાલા વિઞેજો આય
ઇનીજી કંપની વટા ગાડી પણ બુક થઇ વઇ આય”
 “હં ઇતરે ખંડાલા જાધ આયો ભરોભર??
“યા…આતી ક્યા……????”
“ત આંજી મિટિન્ગમેં કેર વેંધો???
“અડ઼ે!!! હા ખાસો જાધ ડેરાય આંઉ વિઞા મુંકે મોડ઼ો થીએતો…”ચઇ મું મુંજી
બ્રીફકેશ સંભારઇ.
“પણ ત પોય….???”
“હેર ટેમ નાય આંઉ હાફિસમાંથી ફોન કરિયાંતો…”ચઇ આંઉ લિફ્ટ્મેં ડાખલ થ્યોસે
           હાફિસમેં પુગોસે ત ખબર પઇ ક અજજી મિટિન્ગ ત રધ થઇ વઇ.મું કેબિનમેં અચી બ્રિફકેસ બાજુમેં રખીને ટ્રે તપાસઇ ખાસ કિં કમ ન વો ઇતરે તેરઇ હાફિસમાંથી નીકરી વ્યોસે.
“હલ્લો……” મું લિફટમેં ડાખલ થીધેં મુંજે મોબાઇલ મથા ઘરજો ફોન જોડ્યો.
“હલ્લો…ચાંતી અઇ ઇ ત મુંકે ચ્યાં ન….ક રસોઇમેં કુરો ભનાયણું આય..? આંજી મિટિન્ગ કડેં પુરી થીધી….? અઇ કડે અચીંધા…?
“તું ચો કતરે વગે અચાં???”મું બાયણે વટ ઉભો રઇ ચ્યો.
“અઇ ત ઇં ચોતા જાણે આંઉ હેવર બોલાઇયા ત અઇ હેર હલ્યા અચો”
“વિસ્વાસ નતો અચે???”ચઇ મું ઘરજી ઘંટી વજાઇ.
“…………..” ઇન બાયણો ખોલીધે મોં તે હથ રખી મું સામે હકડ઼ી ટસ નેરે.
“……….”મું પણ અખજે ઇસારે જ પુછ્યો કુરો થ્યો???
“ઇનજો મતલભ લિફ્ટ વટ જ ઉભીને મુકે કોલ ક્યાં વા ઇં ન…”બાયણું ભંધ કંધે ઇન ચે
“પેલા ઇ ચો મનોજભા અચી વ્યા??”
 “ના…”
“કીં…? કડાં અટવાઇ વ્યા??”
“ઇની ભેરા કમ કરેવારા ગોવા વેંધાવા ને સરપ્રાઇઝ લાય પેલેથી ઇનીકે જાણ ન ક્યોંવો
પણ સામાન ખણીને ઇ ઠેસણ ડીંયા રવાના થીંએ તેનું મોંધ ઇનીકે ગોવા વિઞણ વારે છડ્યોં. હેવર જ મંજુભાભીજો ફોન વો ક અસી મુંભઇ નતા અચોં હાણે ગોવા વિઞેતા.
અડે!! હા…..ઉ બિલ્ડરજો ફોન વો ચેં આય કિશોરભા કે ચોજા મુંકે મલી વિઞે.
“લગે તો હફતે જો ચેક મંગધો”
          રસોડેમ્યાંનું અચધલ ખુસ્બુ મથા લગો ક ક્સ્તુરી પુરણપુડ઼ી ભનાયતી.આંઉ મુંજો લેપટોપ ખોલિયાં તે મોંધ ત કસ્તુરી હથમેં ઉથલાણું ખણીને મું વટ આવઇ
“આંજી હાફિસ પોય ખોલીજા ને જમણ હલો નકાં…..”
“ઉથલાણેસે પિટીનિયેં..???મું અનજી ગાલ વચમાં બુકે મજાક કઇ
“અઇ પણ કુરો…પુરણપુડ઼ી થધી થઇ વેંધિ ત ઘી ઓગરધો ન ત આંકે મજા નઇ અચે ત મુંકે બિયાર કોસી કેણી ખપધી”
      તડાં ત ડોરબેલ વગી.બાયણું ખુલધે છોકરાંઉ આયા.જાટપાટ પંઢજે રૂમમેં દફતર રખીને લુગડ઼ા ભધલાયા.કેતકી ને ગૌરાંગ મુંજી બોય કોરા મુંકે બજીને વિઠા.
“મમ્મી હલ ન ભુખ લગી આય” મુંજી સામે ઉભલ કસ્તુરીજી બાં તાણીધે વિભા ચેં
“આવઈ મમ્મીજી ચમચી..”આંઉ ગુણગુણ્યોસે.
       મડ઼ે ટેબલતે વિભા રખી ડને વે.મડ઼ે ખુડ઼સીતે ગોઠવાઇ વ્યા.જમેજો ચાલુ ક્યો ત કસ્તુરી પુછેં
“ઉન બિલ્ડરકે મલી આયા…?
“હા પેલો માડ઼ો પુરો થીણ આયો આય,બે જો કમ ચાલુ આય,ચેક ડઇ આયો અઇયાં ઇન ચેં લગભગ આવતી જુનજી આખરમેં ફલેટજો કબજો મલી વેંધો.”
“હન પ્વાજી જુન….???બાપરે..ત..ત અંઞા લગભગ સવા વરે હડાં જ રોણું ખપધો”
“ચેંતે માડ઼ુ નતા મિલે ને મિલેંતા સે હરે હરે કમ કરીયેંતા.જજો ધબાંણ કર્યો ત કમ છડે ને ભજી વિઞેતા”
“હં….”
            હકડ઼ો ડીં હાફિસતા ઘરે આયોસે બ્રિફકેસ બાજુમેં રખી અસાંજે રૂમમેં વ્યોસે પોય રસોડ઼ેમેં પણ કસ્તુરી ન ડસાણી,છોકરેંજે રૂમમેં વ્યોસે ઇનીકે હેકલા રમેમેં મસગુલ ડિઠા અતરે વિભા કે પુછ્યો
“બચ્ચા તોજી મમ્મી કડાં આય?”
“રંભા આન્ટીકે બેઝમેન્ટમેં ઇવનિન્ગ વોક લાય કોઠે વઇ આય”             
       આંઉ નાયણીમેં વ્યોસે લુગડ઼ા ભધલાયા જરા તાજો માજો થઇ બાર અચી મું મુજો લેપટોપ ખોલ્યો થોડીક ટપાલ નેરઇ તડાં ત કસ્તુરી અચિ વઇ.
“ઓહો…હો!!! અચે ભેરા જ આંજી હાફિસ ચાલુ….”મુંજે હથમંજા લેપટોપ ગનધે કસ્તુરી ચેં
“મુંકે થ્યો ક તું નઇયે ત જરા કમજો ભાર ઓછો કરે ગિના….”
“હા આંઉ જરા રંભા કે ઇવનિન્ગ વોકતે કોઠે વઇ હુઇસે …”લેપટોપ બ્રિફકેસમેં રખધે કસ્તુરી ચેં
‘માડ઼ુ તાજો થે લાય મોર્નિન્ગ વોકમેં વિઞે તું ઇનકે ઇવનિન્ગ વોક તે કોઠે વિઞેતી???”
“આંઉ સમજાતી પણ ઇ મોર્નિન્ગ વોકમેં ઉપસલ પેટ ખણી વેંધે સરમાજેતી ઇતરે ઇવનિન્ગ વોકમેં કોઠે વિઞાતી ડાકટરજી સલા મુજબ ઇનકે વોક કરાયણું જરૂરી આય ઇતરે ઇ જી મંઞે તીં બ્યો કુરો???”ચઇ છોકરેજે રૂમ કોરા વરઇ            
“વિભા,અનુપ,કેતકી..ગૌરાંગ બેટા હલો જમેલાય…”ચઇ પાછી આવઇ.
“આંઉ થારી પિરસિયાંતી પાછા હાફિસ ખોલે મ વેજા”ચઇ રસોડે ડીંયા થઇ
“પપ્પા હલો…”મુંજી બોંય મિટતે હથ રખી કેતકી ચેં
“પપ્પા હલો…ચઇ ગૌરાંગ મુંજી બાં તાણે
“હા બેટા હલો”ચઇ બીં કે ઉખણ કરે આંઉ જમેજી ટેબલ વટ આયોસેં
“નીચે ઉતાર્યો…નીચે ઉતાર્યો… ઇની બીંકે ચાંતી બીંકે હીં કોઠે કોઠેને મ ફરો.ઘણેવાર આંઉ ઇની બીં કે ભેરા કોઠે ગિના એડ઼ી જીધ કરીયેંતા.. હલો નીચે ઉતાર્યો”
“બેટા કેતકી..બેટા ગૌરાંગ મમ્મી કુરો ચેતી હી મમ્મી કે હેરાન ન કરાજે નકા આં સાથે પપ્પાજી કિટ્ટા…”બીં કે નીચે ઉતારીંધે મું ચ્યો.
“સોરી પપ્પા…અઇ અસાં સાથે કિટ્ટા નઇ કર્યો ન…?”બીં કોરાથી મુંજે ઝભેજી ચાડ઼ તાણીધેં બોય ભેરા પુછ્યોં.
“ગુડ ગર્લ..ગુડ બોય”બોંયજે મથેતા હથ ફરાઇધે ચ્યો.કસ્તુરી ખલઇ ને થારી પીરસેં

(વધુ આવરે અંકે)

અપસરા- (૨)

ફેબ્રુવારી 8, 2012

અપસરા (૨)

(વે અંકથી ચાલુ)

હિકડ઼ો ડીં સવારજો આંઉ હાફિસજે કમે હઇધરાભાધ વ્યોસતે તડે સમાન ભરલ હિકડ઼ો ખટારો સોસાયટીજે અંઙણમેં ઉભલ ડઠો.મું ચોકિધાર કે પુછ્યો ત ઇન ચેં ક ૪૦૪મેં કોક રોંણ આયો આય ઇતરી જાણકારી કરેને આંઉ ત હલ્યો વ્યોસે.બ ડીં પ્વા પાછો આયોસે ત હિકડ઼ી અપસરા જેડ઼ી બાઇ મું ભેરી લિફ્ટમેં આવઇ.ન ઇ મુંકે સુંઞણધી વઇ ન આંઉ ઇનકે. આંઉ ત ઇનકે નેરીંધો જ રઇ વ્યોસે.ઇ પણ મું ભેરી ચોથે માડ઼ તે બાર આવઇ ને ૪૦૪ નંબરજે ફ્લેટજે ઉઘાડ઼ે બાંયણેમેં હલઇ વઇ તડે ખબર પઇ ક હી અપસરા સામલે ફ્લેટમેં રે લાય આવઇ આય.મું મુંજે ઘરજી ઘંટી વજાઇ ત કસ્તુરી બાંયણો ખોલે.મું મુસાફરીજી બેગ બાજુમેં રખી ટાઇ ઢીલી કંધે રસોડેમેં કમ કંધી કસ્તુરી કે પુછ્યો
“સામે કોય રોંણ આયો આય?”
“હા…રંભા”
“અરે!!! રંભા જેડ઼ી લગેતી પણ આય કેર?”
“રંભા”
 “ઇતરે?”
“ઇતરે રંભા”
“અરે!!! પણ કીં નાં ઠાં ત હુંધો ક ન?
“અનજો નાલો જ રંભા આય”
“ઓ……!!!!” ત ઇં ગાલ આય એડ઼ે ભાવસે મું ચ્યો
“હં……”
“સચ્ચઈ જેડ઼ો નાં આય એડ઼ી જ લગેતી” કસ્તુરી કે છડ઼ાયલાય મું ચ્યો
“પારકી બાઇયેંજા વખાણ કંધે સરમાજો નતા?”કસ્તુરી મોં ફટાયને ચેં
“હાણે ઇ લગેતી જ રંભા જેડ઼ી ત ઇં જ ચોવાજે ન? હીં નેરેલાય વિઞો ત મુંજી રંભા મેનકા….ઉરવસી….મોહીની ત તું જ અઇએ”
“હઇયો કર્યો હાણે જજા મખણજા લોંધા મખેજી જરૂર નાય લુગડ઼ા ભધલાયો ને જમેલાય વઇ રો”          
“ચો વેલા! સચી ગાલ કઇ ત મખણ પાલીસ થઇ વઇ??”               
“ભુલ થઇ વઇ ભાઇસાભ…”ચઇ ઇ છોરેંજે રૂમ કોરા વરઇ ને સડ કેં
“વિભા…અનુપ..કેતકી..ગૌરાંગ બેટા હલો જમેલાય આંજા પપ્પા અચીવ્યા”
“અનજા પતિડેવ કડાં કમ કરીયેંતા”મું જમણ વેંધે પુછ્યો
“રોહિતભાઇ ભાગ્યલક્ષ્મી બેન્કમેં કમ કરીયેંતા.ત્રે ડીં પેલા જ સીતાપુરથી ઇનીજી હડાં ભધલી થઇ આય.બેન્ક મેનેજર પાં સામેજો ફલેટ બુક કરાય રખેંવે અતરે સીધા હિડાં જ આવ્યા જાતજા નાગર અઇ.
“ત પોય બાર બચ્ચા…?”
“લગનથે નોં નોં વરે થીણ આયા તોંય અઞાં માલક મેર નાય કેં,રંભાભેણ કે પુછ્યો ત વિચાડા રૂઇ પ્યા”
“હાં….રે ઇનજા ખેલ જ નીરાડ઼ા અઇ જેં સામે નેરે ને ડે તેંકે ચાર ચાર ડઇ ડે તો”મું છોરેં સામે ન્યારિંધે ચ્યો
“ઇ ચઇને મુંજે છોરે કે નજરાઇજા મ”
“અડ઼ે…અડ઼ે….અડ઼ે….તોજા જ ભસ તોજા જ? મુંજા કીં પણ ન?”મુજી બાજુમેં મુંજે ગુડેતે હથ રખી ઉભલ કેતકીકેં ખોરેમેં વેરાય બુચી ડીંધે પુછ્યો.
“અઇ પણ કુરો જૂંએ મંજા પિત્તા કઢેલાય વિઠા…હું…..”
“વા!…તું ગમેસે ચઇ સગેં ને આંઉ ચાં ત….”
“ભુલ થઇ વઇ ભઈસાભ હાણે જમેજો ચાલુ કર્યો.”મુજી ગાલ વચમાં જ બુકે ને થારી મું ડિંયા ઠેલીધે ચેં
           અજ આતવાર વો.સવારજી કાફી ડીણ કસ્તુરી આવઈ તડૅં ઇનજા ભજલ ને છુટા વાર ડિસધે લગો ક ઇ બહુ સઉતરી ઉથઇ હુંધી.સચ્ચો ચાંતો નાયણી મીંજા વેંજીને બાર અચિંધી કસ્તુરી કે જડે ન્યારિયાં તો તડે અજ પણ હીંયુ હથ નતો રે.આરીસે સામે સ્ટુલ તે કસ્તુરી વિઠીતે તેંકે મું કોરા તાણઇ ત કાફીજો કપ મુંકે જલાઇંધે ચેં
“જરા જપાટે નાય-ધોયજો પતાય તૈયાર થઇ વિઞો અજ રંભાભેણ ને રોહિતભાઇ પાંજે ઘરે જમણ અચે વારા અઇ” ઇ ચઇ ઇ વિઞણ મંઢાણી ત
“અડ઼ે!!!!!અચેં ત ભલે અચેં તેંજો હેર કુરો આય??”ચઈ કાફીજો કપ ટીપાઇ તે રખી ઇનકે મું કોરા જોરથી તાણે બખ ભરઇ ત
“અઇ એડ઼ા ને એડ઼ા જ ર્યા” મુંજી અખિયું ચુમે મુંજી અખિયેં મેં નેરિંધે કીંક અહો ભાવ સે ઇન ચેં        
“તું પણ સદાબહાર અઇયેં”ચઇ મું ઇનકે વધુ ભીંસઈ
“હઇયો હઇયો હાણે વિઞણ ડયો કડાંક રંભાભેણ અચી…..કસ્તુરી અંઞા બોલેજો પુરો કરે
તેનું મોંધ જ બાયણેમેં રંભા ટોંક ડને.
“કસ્તુરીભાભી અચાં???”
“એ હલઇ રંભા…..!!!!”
“ડિઠાં…?” એડ઼ે ભાવસે ન્યારીધે કસ્તુરી મું સામે ખલીને રસોડ઼ે ડિંયા હલઇ વઇ
“કુરો ભનાય વારા અયો ડ્યો સાગ મોરે ડિંયા”
“સાગ ત મસાલો ભરલ ભાટાસેજો કેણું આય સે ભરેને બાફે લાય કુકરમેં રખ્યા અઇ ડાર બફાજી વઇ ભટાસા બફાજી વિઞે અતરે સાગ-ડાર બીંજો વિઘાર કરેજો ભાકી આય”
“ત ડયો આધુ,મરચા,ધાણાભાજી મોરે ડિંયા”
“મડ઼ે થઇવ્યો આય તું વે તો લાય કાફી ભનાઇયાં”
“અઇ પણ કુરો ભાભી કીંક ત કમ ડ્યો”ખુણમેં રખલ સ્ટૂલ તે વેંધે રંભા ચેં ત કસ્તુરી ખલઇ
      મું કાફી પી છોરેંકે ઉથિયાર્યા વિભા મણીકે ભ્રસ કરાયને વેંજારે તડાં ત હકડ઼ી તાસક્મં  દુધજા ગ્લાસ ખણી ને રંભા આવઇ
“ગુડ મોર્નિન્ગ એવરી બડી”દુધજા ગ્લાસ છોરેં કે ડીંધે ઇન ચે.
“ગુડ મોર્નિન્ગ..” મણી છોરેં ભેરો જભાભ ડિનો
“હલો…હલો…જપાટે દુધ પી ગિનો પોય પાંણ રાંધ રમધાસી”આરીસે સામે રખલ સ્ટૂલ તે વેંધે રંભા ચેં
“ગુડ મોર્નિન્ગ કિશોરભાઇ”
“ગુડ મોર્નિન્ગ”ચઇ લુગડ઼ા ખણી આંઉ નાયણીમેં હલ્યો વ્યોસે. મુંકે ધિનેસભાકે મિલણ વિઞણું વો ઇતરે જાટપાટા તૈયાર થઇ બાર વેંધે કસ્તુરીકે ચ્યો.
“આંઉ જરા ધિનેસભાકે મલી અચાં”
“પાછા ટાણેસર વરજા ધિનેસભા વટ ગલિયેંમેં એડ઼ા લે લૂટ થઈ વિઞોતા ક ઘડિયાલ ડીંયા નેરણ ભૂલિ વિંઞોતા.જિમેજે ટાણેં મોંધ પાછા વરી અચિજા”
“ઓકે”
           લગભગ અઠવાડ઼ે પ્વા સવારજો મું મથો વેડ઼્યોતે તેર મુંકે લગો ક કસ્તુરી મુંકે નરખેને નેરેતી તોંય ઇ સમજી મન વાર્યો ક ઇ મુજે મનજો વેમ હુંધો.આરીસે સામે ઊભી ટાઇ બંધિધે વરી મું ફરી નેર્યો ત કસ્તુરી સચ્ચઇ મુંકે નિરખેને નેરેંતે અતરે ટાઇ બંધણી છડે પાછો વરી ઇનકે ખભે વટા જલે ઊભી કરે બખ વિજધે પુછ્યો
“કીં ગાલ થઇ અજ કડાં તુંણી હીં નરખેને કુરો નેરિયેંતી…? મું મેં કીં અભત નવાઇ લગેતી ક કુરો…?    
“ના અભત નવાઇ ત કીં નતી લગે પણ હું રંભા ચોંધી વઇ ક…….”
“હા….કુરો ચેંતે રંભા…..?”
“ચેંતે ક કિશોરભાઇ અજ પણ ડેવાનંધ જેડ઼ા ખબસુરત લગેંતા કેંકે વિસ્વાસ ન અચે ક ઇ
ચાર છોરેંજા પપ્પા હુંધા”ચઇ કસ્તુરી પિંઢજે અખજી ખુણમાં આંઞણ ખણી મુંજે કનપ્વા ટકો કેં
“કો નજર લગી વિઞેજો ડપ લગધો વો?ને ખાત્રી કે તે ક આંઉ ડેવાનંધ જેડ઼ો લગાંતો ક ન ઇં ન?
“અઇં પણ કુરો..!!!મું વટ અચી મુંજી ટાઇ બંધધે ચેં
“ઓ.કે. આંઉ ડેવાનંધ ને તું કલ્પના કાર્તિક”
“…………”મુંજે ખભેતે મથો રખી કસ્તુરી રૂઇ પઇ મું અનજી ખાડી જલેને ઇનજે અખિયેં મેં અખ ટોંય નેર્યો ત ઇનજી અખ ઉભરેલી લગી
“હી કુરો કસ્તુરી!!!!???ઇનજી અખ ઉગી ઇનકે બુચી ડિંધે પુછ્યો
“………”ઇ મથો ધુણાંઇધે અલગ થઇ વઇ
“કુરો હુરેતો તોજે મનમેં મુંકે નઇ ચેં?મું ફરીથી બખ વિજધે ચ્યો
“અઇ એડ઼ા જ ર્યા”ઇન સરમાધેં ચેં
“એડ઼ો અતરે કેડ઼ો”
“તાજા પેંણલ જેડ઼ો”
“જ્યાં સુધી તું નઇ લાડી જેડ઼ી અઇયેં ત્યાં સુધી મુંમે ફેર પે જો સવાલ જ પેધા નતો થીએ”
“છડ્યો હાણે હાફિસ નાય વિઞણું?”
“અડે!!! વિઞાજેતો…”
“અઇ વિઞો મુકે ઘરમેં ઘણેં કમ અઇ”મુંકે બ્રિફકેસ જલાઇધે ચેં
“ડાખલા તરિકે??”મું બ્રિફકેસ સોફે તે રખધે ચ્યો.
“પેલો ને જરૂરી કમ ધણીકે ટાણેંસર હાફિસ રવાના કેણું” મુંકે ફરી બ્રિફકેસ જલાઇધે ચેં
          હકડ઼ો ડીં કલક્ત્તાજી હાફિસ ટ્રીપ તા પાછો આયોસે તડે કસ્તુરી ઘરે ન વઇ કધાચ સાગ-પન કા ઘરજી ચીજ-વસત ગનણ વઇ હુંધી ઇં સમજી ટાવલ ખણી આંઉ નાયણીમેં વ્યોસે તાજો-માજો થઇ બાર આયોસે ત કસ્તુરી રસોડેમેં કાફી ભનાયતે.
“હલો કાફી પી ગનો…”ચઇ ઇ જમેજી ટેબલ વટ આવઇ ત મુંજી નજર રસોડેજી લાધી મથે રખલ મિઠાઇજે બાક્સ મથે પઇ સે ખણી અચિંધે કસ્તુરીકે પુછ્યો
“હી મિઠાઇ…???”
“રંભા ડઇ વઈ આય”મું સામે કાફીજો કપ રખધે ચેં
“કુરેજી ખુસીમેં….?”મું બાકસ ખોલિંધે પુછ્યો
“અજ રંભા સુવાવડખાતે તપાસ કરાય લાય વિઞી આવઇ ત રિપોર્ટ ખાસો આયો ઇતરે વરધે મિઠાઇ ગિનધી આવઇ”
“ઓહો!!!!”
“વિચાડી ઇતરી રાજીયાણી થઇ વઇ ક મુકે બખ વજી રૂઇ પઇ હતરે વરે પ્વા માલક
સામું ન્યારેજી ડયા કેં ઇનજી ખુસીમેં બાકસ ડઇ વઇ”
“મતલભ હી ફ્લેટ ઇનીકે ફળ્યો ભરાભર ન?”કાજુકતરીજે ટુકરકે ચક વજી કસ્તુરી કે ખારાઇધે ચ્યો
“હાસ્તો…”
        નયજે પાણી વારેજી ડીં ગધરધા વ્યાતે.બ ઘરજે વચમેં ધરોબો વધધો વ્યોતે અસાંજે ઘરે કીં ભને ત રંભાજે ઘરે જરૂર વિઞે તી રંભાજે ઘરાનું પણ અસાંજે ઘરે જરૂર અચે.પંઢજે રૂમમેં છોરેંજી અલગ ધુનિયા વઇ.ભાકી રંભાજે ઘરે ત ઇ કોઠે વિઞે ત જ વિઞે સે પણ કડેંક.
         ઓધાન રે જે બે મેણેથી કસ્તુરી રંભા કે સલા ડીણ લગી કુરો ખેણું કુરો નખેણું કઇ જાતજી કસરત કેણી.આનંધમેં રોણું.ટી.વી.જા પણ કેડ઼ા કાર્યક્રમ નેરણા કેડ઼ી ફીલમ નેરણી કેડ઼ી ન નેરણી એડ઼ો મડ઼ે.સવારજે નાસ્તે પ્વા વિચ વિચમેં ભુખ લગે ત કુરો ખેણું કુરો પીણું એડ઼ો મડ઼ે.
        ત્રે મેણેથી રોજ સવારજો હલણ કોઠે વિઞણ લગી.રોહિતભાઇ ત ઇતરા ખુસ થઇ વ્યા વા ક હેરનું જ ઘોડ઼િયો,બાબાગાડી,સુંવાલા ધેકલા-ધેકલી ને જાત જાત જે ટેડીબેરજો ત ખડકલો કરે છડયો વો. ઘરમેં ખલધે ટાબરેંજી ફોટોરફ્રેમ ટીંગાય છડૅ ને રંભાકે ખાસ ભલામણ ક્યાં વાં ક ડીં મે બ ચાર વાર ત ઇનકે જરૂર નેરણું.
          હકડ઼ો ડી રોજજે હાફિસથી નીમ બંધો ઘરે આયોસે.તાજો-માજો થઇ મડ઼ે જમણ વિઠાસી.ઓચિંતી મુજી નજર સામલી ભિતતે પઇ ઉડાં મુજા બેલડ઼ેજા ગૌરાંગ ને કેતકીજી ફોટોફ્રેમ ગાયબ વઇ
“હી ગૌરાંગને કેતકીજી ફોટોફ્રેમ કડાં વઇ????”મું કસ્તુરીકે પુછ્યો
“રંભા ખણી વઇ…”અચકાંધે કસ્તુરી ચેં
“રંભા…???? કુલાય…??”મુંકે નવાઇ લગધે પુછ્યો                 
“મું ઇનકે ચ્યો વો ક ખાસા ખાસા છોરેંજા ફોટા નેરણાં ત કાલ આવઇ ને મુંકેચેં ભાભી હી ફોટો ફ્રેમ આંઉ ખણી વિઞાતી ઇનમેં ઇ બોય કેડ઼ા મિઠડ઼ા લગેંતા ને આંઉ કીં ચાં તેનું મોંધ ત ફ્રેમ ઉતારેને સીધી હલધી જ થઇ વઇ બોલો ઇનજો હાણે કુરો કેણું??”ચોંધે કસ્તુરી રૂને જેડ઼ી થઈ વઇ
        હક્ડ઼ો ડીં આંઉ બેંગલોરથી પાછો આયોસે ત રોહિતભાઇજે ઘરમેં ધામધુમ હલઇતે
અસાંજે ફ્લેટજો બાયણો પણ ખુલ્લોવો.આંઉ ઘરમેં આવ્યોસે તે વિભા મુકે બાયણેંમેં જ મલઇ
“બચ્ચા તોજી મમ્મી……મુંજી ગાલ વચ્ચમેં જ બુકિંધે ચે
“રંભા આન્ટી જે ઘરે…….”ચઇ વિઞણ મંઢાણી
“જરા તોજી મમ્મીકે હલાઇજ”
“……..”ઇ મથો ધુંણાય ને હલઇ વઇ

(વધુ નયે અંકમેં)

અપસરા

ફેબ્રુવારી 5, 2012

અપસરા

હકડ઼ો ડીં મડ઼ે જમણ વિઠાવા તડે જ ટેલિફોનજી ઘંટી વગી ઇતરે કસ્તુરી ગિરા હથમેં જલે ટેલિફોન ડિંયા નેરે ઇશારો કેં તિડાં ત
“વિઞો આંકે સડાયેતો”પાણીજો જગ રખધે વિભા ચેં
“ચુપકર ચાંપલી તોજી મા ચેતી ઇતરો ગણે આય”ચઇ ઇનજો કન જલણ વ્યોસે  તિડાં
“મમ્મી….”કંધી કસ્તુરી પ્વા લકી
“હલ્લો….”
“…………”
“હા….ઉ…ના..રે…જી રજા ચાલુ થઇ થઇ વઈ આય….”
“…………..”
“હા…હા…કા…લ…જ મુંકે હાફીસ નાય વિઞેજો ઇતરે કાલજ છોરેંકે છડે વિઞાતો”
ચઇ આંઉ જમણ વિઠોસે ત વિભા મું સામે ન્યારે ભિંઞણ મથે હેઠ કરે ઇશારો કેં કો કુરો થ્યો?
“ત હી મિડ઼ે તોજા કારસ્તાન વા ઇં ના?”મું ચ્યો ત કસ્તુરી હિકયાર મું ડિંયા પોય વિભા ડિંયા કુરો થ્યો ઇં પુછણ નેરે.
“હી ડૅઢડાઇ જ ધનકુરભેણકે ફોન કરેને ચેં વે ક ઉનારેજી રજાઉ ચાલુ થઇ વઇયું અઇ ને પપ્પાકે જાધ નાય આવ્યો ક અસાંકે આં વટ અચણું આય ત જરા પપ્પાકે ફોન કરેને જાધ ડેરાઇજા….”
“કો..છોરી…તોજા પપ્પા કુરો ચેંતા?”
“ભસ ઇજ જિકીં તું હેર સુએ સે જ…..”ચઇ વિભા ખલઇ         
         બે ડીં ત ડાડીજે ઘરે વિઞણું આય સે ખબર પોંધે મડ઼ે છોરા વેલા ઉથી વ્યા ને ૯ વગે ત તૈયાર પણ થઈ વ્યા.મું છોરેંજી હકડ઼ી બેગ ઉપાડઇ ત વિભા બઇ બેગ ખણી આવઇ મડ઼ે સામાન ડીકીમેં વજી બે મિણીકે પુઠલી સીટ તે વ્યારે પિંઢ અગલી સીટતે વઠી ઇતરે આંઉ છોરેં કે ખણી અસાંજે ગામ ચિંચવડ કોરા રવાનો થ્યોસે.
                ચિંચવડમેં મું થી વડા મુંજી વિધવા ભેણ ઘનકુર છોરેંજી ફૂઇ જેંકે ઇ ડાડી ચોંધાવા સે અસાંજે પે-ડાડેજે વખતજો જુને મકાનમેં રોંધાવા.ઇ મકાન અતરે જભરો અંઙણ ને ડેલીભંધ પણ બેઠો મકાન.ઉનારેજી રજામેં છોરેજી માનીતી જગિયા.
      મુર ત ઇન વડે અંઙણમેં આંમો,ચીકૂ,જાયફડ઼,સીતાફડ઼,ચિભડ઼,નાઇયર એડ઼ા ગણે ઝાડ઼ વા.ત અંઙણજી ભિત મથે કાકડી,તરિયો ચિભડ,કારિંગેજી વલું વઇયું.તેંમે ઇનીકે મણિંયા વલી વઈ વડ઼ે નમજે ઝાડતે અડેલી મઢુલી.સવાર પે ને મોર અંઙણમેં કડ઼ા કરે ને બ્યા જરક્લીને પારેલેજા ઝુંઢ ઉતરી પે તેંકે ગૌરાંગ ને કેતકી ચુણ વજે ત મઢુલીતે કોયલ કુંકાર કરે સે સૂણેજી ઇનીકે મઝા અચે.   
       ધનકુરભેણ વટે ઇનીજી ને ઘરજી ન્યાર કરેલાય હક્ડ઼ી ૨૪ કલાક હાજર બાઇ વઇ કેશર ત ઘરમેં હરીરામ નાં જો નોકર,ડ્રાઇવર,મારી ક મેતાજી જકીં ચો સે ઇ હકડ઼ો જ વો.અંઙણમેં જકી માલ ઉતરધો વો સે ભાજારમેં બધલ વેપારીએં કે ડઇ અચે ને છુટ્ટા મલે સે બેંકમેં જમા કરાય અચે.
         નિત ઉથી હરીરામ જકી તાજો ભાભ ખણી અચે સે  ખાધેજો ને રાતપે ઇતરે જમીને ડાડી વટાનું આખણિયું સુણધે સુમી રોણું.ઉડાં પણ મુજી ડાડી મુજી ડાડી વારી કેતકી ને ગૌરાંગજી જીધ ને પોય બીં કોરાનું ડાડીકે બજીને સુમણું હી મડ઼ે મજા સેરમેં ક્યાનું કઢણી????અતરે જ ઉનારેજી રજા પુરી થઇ વિઞે પ્વા અઠવાડ઼ો ડો ડીં રઇ છોરા મડ પાછા આચેં
      ઉનારેજી રજા પુરી થેજી વઇ તેનું મોંધ જે આતવારજો અસીં ધણી-ધણિયાણી હકડ઼ે બેં મેં સામાજીને આતવારજી મિઠી નંધર માણઇતે તેમેં વેલી પરોર જે છ વગે કેશરબાઇજો ફોન આયો ક ધનકુરભેણકે ધવાખાને ડાખલ ક્યોંનો ઇતરો ત ઇ બાઇ રૂંગો બઝલ અવાજસે મડ કુછઇ ને ફોન રખી ડને.કસ્તુરી ચાર લુગડા બેગમેં વધે ને અસી ચિંચવડ રવાના થ્યાસી.ઘરે વિઞેજો છડે અસી ધવાખાનેજી વાટ જલઇ.ડાકટરકે મલ્યાસી ઇન જભાભ ડને ક ધ્રા જેડ઼ી કી ગાલ નાય ભસ મામુલી હાર્ટટ્રબલ થઇ આય બ ડીં અસી નઝર હેઠ રખધાસી પોય ચેક કરે રજા ડઇ ડિંધાસી.            
     અસી ઘરે આવ્યાસી ત કેતકી ને ગૌરાંગ “મુંજા પપ્પા અઇ” મુંજા પપ્પા અઇ” કરે મુંકે બજ્યા.આંઉ નાયણીમેં બ્રસ કેણ ને હથપગ ધુણ વ્યોસે ત્યાં સુધી વિભા કાફીજા બ કોપ ખણી આવઇ ત્યાં સુધી કસ્તુરી પણ બ્રસ કરે આવઇ.અસીં બોંય ભેરી કાફી પીધી.
કસ્તુરી છોરેંકે તૈયાર કેણ વઇ ત્યાં સુધી આંઉ બારા અચી અંઙણમેં ઢારલ મંજે મથે મેલાયો.સવારજે થધે વાસરેજી લેરૂં આવઇતે ઇતરે આંઉ સુમીર્યોસે.ખાસી હક્ડ઼ી કલાક
પ્વા કસ્તુરી નાઇને બાર આવઇ ઇન પિંઢજા ભિજલ વારકે મું વટ ઊભી હક્ડ઼ો ઝાટકો ડને વાર મિંજા પાણીજી નકરલ છંઢસે મુજી અખ ખુલી વઇ.
“જરા જપાટો કરે તૈયાર થીઓ પાંકે ધવાખાને વિઞેજો આય”
“હેં….હા…હા…”કંધે આંઉ જપાટે ઊભો થઇ ઘરમેં વ્યોસે.        
“ધી વિભા……..”
“હા…..મડ઼ે થઇ વેંધો તું ને પપ્પા ધવાખાને વિઞો”
         અસીં હરીરામ ભેરા ધવાખાને અચી ડાક્ટરકે મિલ્યાસી ઇન ચેં ક હેર સુધી ત મિડ઼ે નોર્મલ આય અજ રાત સુધીમેં કીં કોમ્પલિકેશન નઇ થીએ ત કાલ સવારજો રજા ડઇ ડીંધાસી.મું કસ્તુરીકે હરીરામ ભેરી ઘરે હલાઈ.છોરેંકે ડાડી વટ અચણું વો.  કસ્તુરી ઇનીકે સમજાય ક કાલ ડાડી ઘરે અચી વેંધા.                      
         બે ડીં સવારજો ૧૦ વગે અસીં વડીભેણકે ઘરે કોઠે આવ્યાસી.અંઞા ત અંઙણ ન લંગ્યા વાસી તડાં ત કેતકી ને ગૌરાંગ “મુજી  ડાડી” “મુજી ડાડી” કંધા બોય બાજુનું ધનકુરભેણકે બઝ્યા.કસ્તુરી ઇનીકે છોડાયલાય વઇ તડે વિભા અનુપ કે ઇશારો કેં ત “હી મુજી મમ્મી આય” કંધે કસ્તુરીજો હથ જલે ત બોંય વડીભેણ જો હથ છડેને “મુજી મમ્મી” “મુજી મમ્મી”કંધા કસ્તુરીકે બઝ્યા.
          મુંજે મોબાઇલજી રિંગ વગી ગાલ કંધે ખબર પઇ ક મુકે ધિલ્લી વિઞેજો આય મું વડીભેણકે ગાલ કઇ ત ચ્યોં
“હા તું તોજે વિઞ મુંજી ફિકર મ કજ હડાં હી કસ્તુરી ને કેશર બોંય અઇ ને હું છોરી વિભા પણ આય ન?વાંધો નાય ભા નોકરી પેલા”
            ઘરે અચી મું બાંયણ ઉપટ્યા તેંજો અવાઝ સુણી પંઢજે ઘરજો બાંયણ ઉપટે રંભા ટોંક ડને.
“ઘર ભંધ કરે ભાભીને અંઇ ઓચિંતા કડાં હલ્યા વ્યા વા???”
“સઉતરો જ મુંજી વડી ભેણજે ઘરે કમ કંધલ બાઇજો ફોન આયો વો મુંજી વડીભેણ કે ધવાખાને ધાખલ ક્યોંનો અતરે અસીં તરત રવાના થઇ વ્યાસી માઇલ્ડ હાર્ટટ્રબલ વઇ
“હં…..હાણે કીં અઇ…..?”
“નાઉ સી ઇઝ ઓકે.” ચઇ આંઉ ઘરમેં વ્યોસે
“આંઉ આં લાય કાફી ભનાય અચાંતી”
        ચઇ ઇ પંઢજે રસોડે ડિંયા થઇ.મું ઘરમેં અચી મુંજી મુસાફરીમેં વાપરાંધી બેગ ચેક કઇ.લેપ-ટોપ મંજારા વજી લોક કઇ ત્યાં સુધી બ કપ કાફીજા ખણીને રંભા આવઇ
હકડ઼ો કોપ મુકે ડને ને બ્યો જમેજી ટેબલજી ખુડસી મથે વઇ પંઢ પીણ વઠી.મું કોફી પી ઘડીયાલ નેરીંધે બાલ્કનીમેં વ્યોસે મુંકે કોઠણ અચલ ગાડીકે નીચે ઉભેલ ડસીમું રંભા કે ચ્યો
“થેન્ક્સ ફોર કોફી મુકે કોઠેલાય ગાડી અચી વઇ મુંકે ધીલ્લી વિઞેલાય એરપોર્ટ પુજેજો આય….”                             
“મુંભઈ અચેલાય ધીલ્લીથી નકરો ત મુકે ફોન કજા આંઉ રસોઇ કરે રખાં”
“ના….ના….ઇનજી જરૂરત નાય આંઉ હાફિસજે મેસમેં જમી ગિનધોસે”
“પણ આંઉ ભનાઇયાં ત કુરો વાંધો આય?????”
“એડ઼ો કીં નાય કસ્તુરી હિડાં વેતી તડે પણ હંમેસા બપોરજો મેસમેં જ જમી ગિનાતો”
“ઓ.કે.જેડ઼ી આંજી મરજી”ખભા ઉલારે ચઇ ખાલી ઠાં ખણી રંભા પંઢજે ઘરમેં વઇ ને આંઉ ઘર ઢકે લિફટ કોરા વર્યોસે.
       એરપોર્ટ વિઞેલા અચલ ગાડીમેં વઇ મું મુંજી બેગજો મથલો ખાનો ખોલેને મુંજી ડાયરી કઢઇ પના ફરાંઇધે ૧૫મી જુલાઇજે આંક મથે જાધી લાય કરે કુંઢાડ઼ો કેલ વો. તેની બિન્ધુજો જનમ-ડીં વો.અસાંજે સામે વારે ફલેટ નંમર ૪૦૪મેં છેલ્લા બ વરેથી રોંધલ જોડલેજે ઘરે ૧૦ વરેજી લગન-વેલ મથે અચલ પેલે ફુલજો જનમ-ડી.                 
         હેડ઼ે હુભ ને હરખજે ટાણેજી તૈયારી હકડ઼ે અઠવાડ઼ેથી હલધી વઇ.બિન્ધુજા મામા ને મામી ઠેઠ નૈરોબીથી અચે વારા એડ઼ો ગાલ ગાલમેં લગભગ ડો ક બારો વાર રંભા ચઇ ચુકી વઇ.ધિવાનખાને કે સરી-ફરી ગોઠવ્યો વો.જનમ-ડીજી મહેફીલજા સણગાર ત્રે ડીં થ્યા હલ્યા તે તેંજો અંત અચી વ્યો વો.સેરજી હકડ઼ી સરસ હોટલકે કેકજો ઓર્ડર ડિનેજો, બીયર, વોડકા, સેમ્પેઇનજી વ્યવસ્થા કરેજી, આમંત્રણપત્રિકા છપાયજો, અચિંધલજો લિસ્ટ ભનાયજો આમંત્રણ પત્રિકા વિરાયજો,ખાસ મેમાણે કે ફોન કરે જેડ઼ા ગણે કમ મું ઉકલાયા વા.છેવટે મહેફિલ સત વગે ચાલુ કેણી એડ઼ો નક્કી થ્યો.છેલ્લે બ વરેમેં જકીં ભન્યો વો સે ફીલમજી પટી વારેજી ઉભરેલાય મંઢાણું.
          હી બિલ્ડીંગ પંકજ પ્લાઝા ભનઇ તેમેં રે લાય અચીંધલ આંઉ પેલો ભાડુવાત વોસે.પંજ માડ઼જી હિન ઇમારતમેં ૪૦૧ નંમરજો ફ્લેટ કસ્તુરી પાસ કેંવે.બીં કોરા ખુલ્લી જગિયા ને ઉગધે સુરજનારાણજા ડરસણ થીએ ઇન ઇરાધેસે જ ઇન પસંધ કેં વે                                
           મણિંયા મથલે માડ઼તે ૫૦૧ મેં રેજી મું ગાલ કઇ ત ઇ ના ચેં મથે આગાસી અચીંધી સે ઉનારેમેં તપધીને પાં ગરમીમેં બાફાજી વેંધાસી તેં કના ૪૦૧ ખાસો.મું ચ્યો વો ૨૦૩મેં રોં ત મુંકે ચેં મુંકે વિકટોરિયામેં નાય રોણું.
             હરેં હરેં મડ઼ે ફ્લેટ ભાડ઼ે ચડી વ્યા સિવાય ક મુંજી સામે જો ૪૦૪ ઇ ઘણે ટેમ સુધી ખાલીર્યો.મું મકાન માલિક વટાનું ૪૦૧ વિકાંધો ગિની ગિનેજી ગાલ કઇ પણ ઇ ડિને લાય સરગર્યો ન પણ હા હિકડ઼ી સચ્ચી સલા ડને ક રેલવાઇ ને હાઇવે જડાં ભેરા થીયેંતા ઉડાં ઇનીજી કંપની બ્લુ ડાયમન્ડ રો-હાઉસિન્ગ સોસાયટી ભનાયતી ઇનમેં હેવર બુકિન્ગ કરાયો ત ફાયધો થીંધો.હેર ભાવ નીચે અઇ અગિયા વેંધે ભાવ ઉપડધા કધાચ બમણાં ભાવ થઇ વિઞે.હેવર જે ફ્લેટમેં બ બેડરૂમ અઇ ઉનમેં આંકે ત્રે બેડરૂમ મિલધા.  
        મકાનજા ને ઠેકાણેજા નકસા મું નેર્યા મુંકે પસંધ આવ્યા ઇતરે કસ્તુરી કે વાતાયા ત ઇ પણ રાજીયાણી થઇ ઇતરે ઉડાં નાં મંઢાય હિડાં ભાડ઼ુત થઇ ર્યો સે.(વધુ બે અંકમેં)

ઇટ

ફેબ્રુવારી 2, 2012

ઇટ

    લગભગ ૧૦ વરે પેલાજી ગાલ આય. હિકડ઼ો જોસ નામજો જુવાન ને સફડ઼ અમલધાર ચિકાગોજી સેરી મિંજા મુસાફરી કેંતે.
        ઇ જરા વધુ પડતી ઝડપસે પિંઢજી બ મહિના પેલા ગિનલ ઝગારા મારીંધી કારીને બારો સિલિન્ડરવારી Jaguar XKE,મેં વ્યોતે.
        ઇ સેરીજી બાજુમેં ઊભી રખલ ગાડીએંજી વિચ મિંજા કાગરજા તીર હલાઇધલ છોરેંકે નેરેં તે તડેં ઇનકે લગો ક ઇ બ્યો કીંક ડિઠેં
       જેડ઼ી ઇનજી ગાડી ઉડાંનું પસાર થઇ ત ઇન હિકડ઼ે પણ છોરેકે કાગરજો તીર હલાઇધે ન ડિઠે પણ હિકડ઼ી ઇટ ઉડીને આવઇ ને ધડામ કંધી કારી ઝગારા મારીંધી જેગર ગાડીજે બાજુજે બાયણેમેં ગુબ વિજધો ઉજેડ઼ો કેં!!! ભ્રેક લગી ને ગાડી રિવર્સ ગેરમેં વિજી ટાયર ફરાયને ઇ જેગર ઉડાં જ ખણી આયો જિડાંનું ઇટ મારેમેં આવઇ વઇ.
     જોસ ઠેંક મારેને ગાડી મિંજા બાર આયો ને છોરેકે ગિડચી મિંજા જલે ગાડી લગોલગ ધાબેને છોરે મથે ત્રાડુકીને પુછે
“હી મિડ઼ે કુરો વો ને કેર અઇયેં તું?તોકે ખબર આય તું કુરો કે આય?ધુવાં ફૂંવા થીધે ઇનકે ચેં    
“હી મુંજી નઇ જેગર આય ને ઇટ તું ઘા કે આય તેં સે પેલ ગુબ રીપેર કરાયલાય તોકે ગચ પૈસા ડીણાં ખપધા તેંજીખબર આય? તું હીં કુલાય કે?”
“મેરભાની કર્યો સાહેબ મેરભાની કર્યો….આંઉ દિલગીર અઇયાં મુંકે સમજાણું નતે ક આંઉ કુરો કરિયાં?”.કરગરીને ઇન છોકરે ચેં.
”આંઉ ઇટ ઘા કઇ કારણ ક કોય ઊભો નતે ર્યો”ઇન જી મિટ મથા આંસુએંજી ધાર વઇ જડેં ઇન ઊભી રખલ વ્હીલ ચેર કોરા ઇસારો કેં.
“ઇ મુંજો ભા આય સાયેભ”ઇન ચેં “ઇ ઇનજી વ્હીલ ચેરજે સીટ બેલ્ટ મિંજા બારા છણી પ્યો આય ને આંઉ ઇનકે ઉપાડે નતો સગાં”ડૂસકાં ભરિધે ઇન અમલધારકે ચેં
“અઇ મેરભાની કરેને મુંકે મધધ કર્યો ત પાછો ઇનકે ઇનજી વ્હીલચેરમેં વેરાઇયા? ઇનકે ઇજા પણ થઇ આય ને મું લાય કરે વધુ પડતો ઘરો આય મુંથી ઉપડ઼ે નતો”
       છોકરેજી ગાલ સુણી સાયેભ પિંઢજે ખાર મથે કાબુ કંધે ઉન પટ પેલ છોકરેકેં  પાછો વ્હીલચેરમેં વેરાયને પિંઢજો રૂમાલ કઢીને ઘા મથેજો ઇટસે થેલ કચરો સાફ કરેને નેરિંધે ઇનકે લગો ક વાંધો નાય.પોય ઇન નિંઢે ભાકે વ્હીલચેરકે પિંઢજે ઘર કોરા ધકેલીધે નેરે ર્યો,
        હરે હરે પિંઢજી કારી ઝગારા મારીંધી ને બારો સિલિન્ડરવારી Jaguar XKE કોરા હલ્યો.ઇન ઇનજી ગાડીજે બાજુજે ધરવાજેજો ગુબો કડેં ન ઉપડાય
   ઇન ઇ ગુબો હંમેસ ઇનકે જાધ ડેરાયલા ઇંજ રે લાય ડિને ક કડેં પણ જીયણમેં ઇતરી ઝડપસે ન વિઞણું ખપે ક આંજો ધ્યાન ડોરે લાય કેંકેક આં કોરા ઇટજો ઘા ક્યો ખપે.
                ઘણે ઇટુ બેં કરતાં સુંવાલી વેંતી.જીયણજી ઇટ આં ડિયાં અચે તેંજો ધ્યાન રખો.મણી ખોટી ગાલિયેં લાય પાંક્ર પિઢકે સમજાય જો આય ક માલક વટ મણીજા સચ્ચા જભાભ અઇ.

(યાહુ મેઇલ મથે સુજીતજી ગાલિયેં મથા)