અપસરા (૩)

અપસરા (૩)

(વે અંકથી ચાલુ)

મું મુસાફરીજી બેગ બાજુમેં રખી મુંજો લેપટોપ કઢ્યો અંઞા ચાલુ કરિયાં
તેનું મોંધ કસ્તુરી આવઇ.ઇન સરસ લાલ સાડી પેરે વે જુકો ઇ મણી સુભ પ્રસંગ ટાણે
પેરેતી.લાલ ચૂડ઼ેજી વચમેં ધરજન ખણ કાંચજી લાલબંગડિયું પેરેવે.માંઢવેમેં વિઞે વારી લાડી જેડ઼ી સજધજ થેલ કસ્તુરીકે આંઉ નીરખેને નેરઇતે ત મું વટ મુંજી ખાડી જલે મુંજી અખિયેંમેં નેરિંધે પુછે
“કો કન વિચારમેં વિઞાઈ વ્યા…??”
“હલ કસ્તુરી અજ સરી ફરી લગનજી પેલી રાત ઉજવીયું”અખજો ઇસારો કરે ઇનજી કમર ફરધા હથ વજી પિંઢ કોરા તાણે ચ્યો
“લગનજી પેલી રાત???નો…વે…હાણે સરમાજો સરમાજો હલો આંજી હાફિસ બંધ કર્યો રંભાજે ઘરે આઘેંણીજો પ્રસંગ આય પાંકે ઉડાં જમેજો આય”પીઢકે છોડાયજો ઢોંગ કંધે કસ્તુરી ચેં
“વેંધાસી હાણે…કુરો ઉતાવળ આય…???મું ઉભો થઇ ઇનકે વધુ ભીંસે ઇનજી અખ મથે બુચી ભરઈ ઇન કના અગિયા કીં થીએ તેનું મોંધ ત વિભાજો સડ સુણાંણો
“મમ્મી હલ ન રંભા આન્ટી બોલાઇયેંતા”
“એ…અચાં..તી…”ચઇ આંગુઠો વતાઇધી કસ્તુરી હલઇ વઇ
                 મું લેપટોપ ટેબલતે રખ્યો.જરા લુગડ઼ા સરખા ક્યા,ટાઇ સરખી કઇ
ડંધિયો ખણી જરા વારમેં ફિરાય હકડ઼ી નજર આરીસેમેં મિડ઼ે ભરાભર આય ઇં નેરે રોહિતભાઇજે ઘરમેં ડાખલ થ્યોસે.બાયણેજી સામે જ ઉભલ રોહિતભાઇ મુંકે ખલીને ખીંકાર્યો ને પોય મુંજો હથ જલે પંઢજે માઇતરેંકે ને સસ સોરેકે મુંજી ઓરખાણ ડિંધે ચ્યાં
“હી મુજા વડેભા જેડ઼ા કિશોરભાઇ સામલે ફ્લેટમેં રેંતા અસાંજી કસ્તુરીભાભીજા વર.
મું રોહિતભાઇજે પપ્પાને સોરેસે હથ મલાયા ને ઇનીજી મમ્મી ને સસ કે હથ જોડ઼ે ચ્યો                                  
“જયશ્રી કૃષ્ણ”
“જયશ્રી કૃષ્ણ ભા”સામેથી જભાભ મલ્યો.
આંઉ ને રોહિતભાઇ સોફે સામેજી ખુડસીતે વિઠાસી.કસ્તુરી ટ્રે મેં પાણી ખણી આવઇ.
“પપ્પા આયા…પપ્પા આયા” કંધા કેતકી ને ગૌરાંગ મું વટ ધોડ઼ી આયા.
“મુંજા પપ્પા…” ચઈ કેતકી મુંજે ખોરેમેં વેણ વઈ ત ગૌરાંગ ઇનકે તાણે.
“મુંજા પપ્પા અઇ…”ચઇ ગૌરાંગ ખોરેમેં વેણ વ્યો ત કેતકી ઇનકે તાણેલાય મંઢાણી મું બીંકે મુંજે ખોરેમેં વેરાયા.
“હનીં બીં મેં મુંજા પપ્પા,મુંજા પપ્પાજી લડાઇ ચાલુ જ વે”મણી સામે નેરીંધે કસ્તુરી ચેં
“આંજા હી બોય બાલકા બહુજ મિઠડ઼ા અઇ”રંભાજી મમ્મી ચેં
“હા!!!સાવ સચ્ચી ગાલ આય”રંભાજી સસ સુર પુરાંય
           થોડ઼િક હડાં હુડાંજી ગાલિયું થિયું તેમેં હકડ઼ી જ ગાલ હલઇ ક કસ્તુરી રંભાજો કિતરો ધિયાન રખેતી.અસાં જેડ઼ા પડ઼ોસી મડ મિલે એડ઼ો મિડ઼ે.જમણ પુરો થ્યો અતરે મું
રોહિતભાઇજી રજા ગડ઼ી.
“હલો રોહિતભાઇ રજા ગિનાતો કલાક ખણ મોંધ બેંગલોરનું આયો અઇયાં.થક્યો પણ અઇયાં ને મેઇલ પણ ચેક કરેજા અઇ અતરે રજા ગનાતો.”
“હા!! આંકે વિઞણું ખપે.કસ્તુરી ભાભી મુંકે ગાલ ક્યોં વોં ક અઇ બેંગલોરથી અજ અચે વારા અયો ને હાણે આંકે આરામજી જરૂરત આય.આઇ કેન અન્ડરસ્ટેન્ડ ચઇ હથ મલાય રજા ડનો.
      મું ઘરે અચી લુગડા ભધલાયા જરા તાજો માજો થઇ પલંગતે વઇ મુંજો લેપટોપ ખયો.લેપટોપ ખોરેમેં જ રઇવ્યો ને આંઉ વઠે વઠે જ ઝોકે ચડી વ્યોસે.મુકે મુસાફરીજો થાકેડ઼ો ને નિંઘરજો ઘેન અતરો મડ઼ે વો ક કસ્તુરી ને છોકરાંઉ કડે આયા.કસ્તુરી લેપટોપ કડે બાજુમેં રખે,પુઠિયા ટેકે લાય પુઠપ્વા રખલ તકિયા કડે હટાય ને મુંકે ભરોભર સુમારે
ને ચાધર ઓઢાડ઼ે તેંજી કીં પણ મુંકે ખબર ન પઇ.
         સવારજા નોં વગે મુંજી અચાનક અખ ખુલઇ,ઘરમેં સાંતિ વઈ અનજો મતલબ છોકરા નિશાળ હલ્યા વ્યા વા.કસ્તુરી આરિસે સામે વઇને ભિજલ વારમેં હેરડ્રાયર મસીન ફરાયતે આરિસેમાં જ મુંકે જાગલ ડસી પુછે.
“નિંધર ઉડઇ ક અંઞા સુમેજો વિચાર આય….?જો કે ૯ વજી વ્યા અઇ.”
“કુરો….???૯.૦૦ વજી વ્યા??? અડ઼ે!!! ૧૦.૩૦ વગે ત મુંકે મિટિન્ગમેં હાજર રે જો આય.ચલ જલ્દી કાફી ભનાય આંઉ ભ્રસ કરે ગિના”ચઈ આંઉ નાયણીમેં વ્યોસે.ભ્રસ કરે ખભેતે રખલ ટાવલસે મોં ઉગિધો આંઉ રસોડે ડિંયા વેંધો વોસે ત કસ્તુરી કાફીજો કપ ખણી અચી જમેજી ટેબલતે રખેં ને મુંજે ખભેતે રખલ ટાવલ હક્ડ઼ે જાટકે તાણે ચેં
“કિતરી વાર ચ્યો આય ક હીં ખભેતે ટાવલ રખી મ ફરો કેંજીક કાણ તે વેંધલ મસાણિયે જેડ઼ા લગોતા”ચઇ ટાવલ ખુડ઼સીતે રખી કાફીજો કપ જલાય.ગુપચુપ કાફી પી ટાવલ ખણી આંઉ નાયણીમેં વ્યોસે.
“ચાંતી સેન્ડવિચ કેડ઼ી ભનાઇયા સેકલ ક સાધી…??”
“ભેરો કુરો આય?”મું મંજારાથી જ પુછ્યો
“ટમાટેજો સુપ”        
“ત સેકેલી સેન્ડવિચ”
      તૈયાર થઇ આંઉ જમેજી ટેબલવારી ખુડ઼સીતે વઈ નાસ્તો ચાલુ ક્યો તડાં ત ટેલિફોનજી ઘંટી વગી.
“વિઞો આંકે સડાયતો”આંઉ જડે પણ ઘરે હાજર વાં ને ટેલિફોનજી ઘંટી વજે ઇતરે
હંમેશ મુજબ ટેલિફોન ડિંયા ઇસારો કરે ઇ રસોડા ડિંયા થઇ…
“હલ્લો…..”
“………”
“કડેં અચોતા?થોડ઼ીવારમેં ઠેસણ વિઞેલાય રવાના થીંધા?આંઉ કતરે વગે કોઠણ અચાં?
“………”
“ભલે આંઉ  કસ્તુરીકે રસોઇજો ચઇ ડીંયા તો,જયશ્રી કૃષ્ણ”ચઈ મું ફોન રખ્યો ને ખીસ્સે મ્યાં રૂમાલ કઢી ને નડ઼ી ફરધો રખી રસોડ઼ેમેં આવ્યો સે.
“કેંજો ફોન વો….??”કસ્તુરી મું કોરા નેરે વગર પુછે ત જભાભમેં અમીરખાન વારેજી નડ઼ી તે રૂમાલ ઘસીધેં ચ્યો… “હે…આ….તી ક્યા ખંડાલા….??”
“ક્યા….કરૂં…..આકે મૈં….ખંડાલા….??? હી અચાનક ખંડાલા ક્યાંનું  જાધ આયો??” અન પણ સુર પુરાઇધે પુછે.
‘મનોજભાજો ફોન વો મોડી બિપોર તંઇ હડાં પુગા ખપે”
“કુરો મનોજભા ને મંજુભાભી અચેંતા?”
“હા છોકરેં કે ઉનારેજી રજા આય ઇતરે ગુમણ અચેંતા ને કાલ ખંડાલા વિઞેજો આય
ઇનીજી કંપની વટા ગાડી પણ બુક થઇ વઇ આય”
 “હં ઇતરે ખંડાલા જાધ આયો ભરોભર??
“યા…આતી ક્યા……????”
“ત આંજી મિટિન્ગમેં કેર વેંધો???
“અડ઼ે!!! હા ખાસો જાધ ડેરાય આંઉ વિઞા મુંકે મોડ઼ો થીએતો…”ચઇ મું મુંજી
બ્રીફકેશ સંભારઇ.
“પણ ત પોય….???”
“હેર ટેમ નાય આંઉ હાફિસમાંથી ફોન કરિયાંતો…”ચઇ આંઉ લિફ્ટ્મેં ડાખલ થ્યોસે
           હાફિસમેં પુગોસે ત ખબર પઇ ક અજજી મિટિન્ગ ત રધ થઇ વઇ.મું કેબિનમેં અચી બ્રિફકેસ બાજુમેં રખીને ટ્રે તપાસઇ ખાસ કિં કમ ન વો ઇતરે તેરઇ હાફિસમાંથી નીકરી વ્યોસે.
“હલ્લો……” મું લિફટમેં ડાખલ થીધેં મુંજે મોબાઇલ મથા ઘરજો ફોન જોડ્યો.
“હલ્લો…ચાંતી અઇ ઇ ત મુંકે ચ્યાં ન….ક રસોઇમેં કુરો ભનાયણું આય..? આંજી મિટિન્ગ કડેં પુરી થીધી….? અઇ કડે અચીંધા…?
“તું ચો કતરે વગે અચાં???”મું બાયણે વટ ઉભો રઇ ચ્યો.
“અઇ ત ઇં ચોતા જાણે આંઉ હેવર બોલાઇયા ત અઇ હેર હલ્યા અચો”
“વિસ્વાસ નતો અચે???”ચઇ મું ઘરજી ઘંટી વજાઇ.
“…………..” ઇન બાયણો ખોલીધે મોં તે હથ રખી મું સામે હકડ઼ી ટસ નેરે.
“……….”મું પણ અખજે ઇસારે જ પુછ્યો કુરો થ્યો???
“ઇનજો મતલભ લિફ્ટ વટ જ ઉભીને મુકે કોલ ક્યાં વા ઇં ન…”બાયણું ભંધ કંધે ઇન ચે
“પેલા ઇ ચો મનોજભા અચી વ્યા??”
 “ના…”
“કીં…? કડાં અટવાઇ વ્યા??”
“ઇની ભેરા કમ કરેવારા ગોવા વેંધાવા ને સરપ્રાઇઝ લાય પેલેથી ઇનીકે જાણ ન ક્યોંવો
પણ સામાન ખણીને ઇ ઠેસણ ડીંયા રવાના થીંએ તેનું મોંધ ઇનીકે ગોવા વિઞણ વારે છડ્યોં. હેવર જ મંજુભાભીજો ફોન વો ક અસી મુંભઇ નતા અચોં હાણે ગોવા વિઞેતા.
અડે!! હા…..ઉ બિલ્ડરજો ફોન વો ચેં આય કિશોરભા કે ચોજા મુંકે મલી વિઞે.
“લગે તો હફતે જો ચેક મંગધો”
          રસોડેમ્યાંનું અચધલ ખુસ્બુ મથા લગો ક ક્સ્તુરી પુરણપુડ઼ી ભનાયતી.આંઉ મુંજો લેપટોપ ખોલિયાં તે મોંધ ત કસ્તુરી હથમેં ઉથલાણું ખણીને મું વટ આવઇ
“આંજી હાફિસ પોય ખોલીજા ને જમણ હલો નકાં…..”
“ઉથલાણેસે પિટીનિયેં..???મું અનજી ગાલ વચમાં બુકે મજાક કઇ
“અઇ પણ કુરો…પુરણપુડ઼ી થધી થઇ વેંધિ ત ઘી ઓગરધો ન ત આંકે મજા નઇ અચે ત મુંકે બિયાર કોસી કેણી ખપધી”
      તડાં ત ડોરબેલ વગી.બાયણું ખુલધે છોકરાંઉ આયા.જાટપાટ પંઢજે રૂમમેં દફતર રખીને લુગડ઼ા ભધલાયા.કેતકી ને ગૌરાંગ મુંજી બોય કોરા મુંકે બજીને વિઠા.
“મમ્મી હલ ન ભુખ લગી આય” મુંજી સામે ઉભલ કસ્તુરીજી બાં તાણીધે વિભા ચેં
“આવઈ મમ્મીજી ચમચી..”આંઉ ગુણગુણ્યોસે.
       મડ઼ે ટેબલતે વિભા રખી ડને વે.મડ઼ે ખુડ઼સીતે ગોઠવાઇ વ્યા.જમેજો ચાલુ ક્યો ત કસ્તુરી પુછેં
“ઉન બિલ્ડરકે મલી આયા…?
“હા પેલો માડ઼ો પુરો થીણ આયો આય,બે જો કમ ચાલુ આય,ચેક ડઇ આયો અઇયાં ઇન ચેં લગભગ આવતી જુનજી આખરમેં ફલેટજો કબજો મલી વેંધો.”
“હન પ્વાજી જુન….???બાપરે..ત..ત અંઞા લગભગ સવા વરે હડાં જ રોણું ખપધો”
“ચેંતે માડ઼ુ નતા મિલે ને મિલેંતા સે હરે હરે કમ કરીયેંતા.જજો ધબાંણ કર્યો ત કમ છડે ને ભજી વિઞેતા”
“હં….”
            હકડ઼ો ડીં હાફિસતા ઘરે આયોસે બ્રિફકેસ બાજુમેં રખી અસાંજે રૂમમેં વ્યોસે પોય રસોડ઼ેમેં પણ કસ્તુરી ન ડસાણી,છોકરેંજે રૂમમેં વ્યોસે ઇનીકે હેકલા રમેમેં મસગુલ ડિઠા અતરે વિભા કે પુછ્યો
“બચ્ચા તોજી મમ્મી કડાં આય?”
“રંભા આન્ટીકે બેઝમેન્ટમેં ઇવનિન્ગ વોક લાય કોઠે વઇ આય”             
       આંઉ નાયણીમેં વ્યોસે લુગડ઼ા ભધલાયા જરા તાજો માજો થઇ બાર અચી મું મુજો લેપટોપ ખોલ્યો થોડીક ટપાલ નેરઇ તડાં ત કસ્તુરી અચિ વઇ.
“ઓહો…હો!!! અચે ભેરા જ આંજી હાફિસ ચાલુ….”મુંજે હથમંજા લેપટોપ ગનધે કસ્તુરી ચેં
“મુંકે થ્યો ક તું નઇયે ત જરા કમજો ભાર ઓછો કરે ગિના….”
“હા આંઉ જરા રંભા કે ઇવનિન્ગ વોકતે કોઠે વઇ હુઇસે …”લેપટોપ બ્રિફકેસમેં રખધે કસ્તુરી ચેં
‘માડ઼ુ તાજો થે લાય મોર્નિન્ગ વોકમેં વિઞે તું ઇનકે ઇવનિન્ગ વોક તે કોઠે વિઞેતી???”
“આંઉ સમજાતી પણ ઇ મોર્નિન્ગ વોકમેં ઉપસલ પેટ ખણી વેંધે સરમાજેતી ઇતરે ઇવનિન્ગ વોકમેં કોઠે વિઞાતી ડાકટરજી સલા મુજબ ઇનકે વોક કરાયણું જરૂરી આય ઇતરે ઇ જી મંઞે તીં બ્યો કુરો???”ચઇ છોકરેજે રૂમ કોરા વરઇ            
“વિભા,અનુપ,કેતકી..ગૌરાંગ બેટા હલો જમેલાય…”ચઇ પાછી આવઇ.
“આંઉ થારી પિરસિયાંતી પાછા હાફિસ ખોલે મ વેજા”ચઇ રસોડે ડીંયા થઇ
“પપ્પા હલો…”મુંજી બોંય મિટતે હથ રખી કેતકી ચેં
“પપ્પા હલો…ચઇ ગૌરાંગ મુંજી બાં તાણે
“હા બેટા હલો”ચઇ બીં કે ઉખણ કરે આંઉ જમેજી ટેબલ વટ આયોસેં
“નીચે ઉતાર્યો…નીચે ઉતાર્યો… ઇની બીંકે ચાંતી બીંકે હીં કોઠે કોઠેને મ ફરો.ઘણેવાર આંઉ ઇની બીં કે ભેરા કોઠે ગિના એડ઼ી જીધ કરીયેંતા.. હલો નીચે ઉતાર્યો”
“બેટા કેતકી..બેટા ગૌરાંગ મમ્મી કુરો ચેતી હી મમ્મી કે હેરાન ન કરાજે નકા આં સાથે પપ્પાજી કિટ્ટા…”બીં કે નીચે ઉતારીંધે મું ચ્યો.
“સોરી પપ્પા…અઇ અસાં સાથે કિટ્ટા નઇ કર્યો ન…?”બીં કોરાથી મુંજે ઝભેજી ચાડ઼ તાણીધેં બોય ભેરા પુછ્યોં.
“ગુડ ગર્લ..ગુડ બોય”બોંયજે મથેતા હથ ફરાઇધે ચ્યો.કસ્તુરી ખલઇ ને થારી પીરસેં

(વધુ આવરે અંકે)

Leave a comment