Archive for સપ્ટેમ્બર, 2013

ઠાકરિયો વિછી-૩

સપ્ટેમ્બર 28, 2013

વિછી

‘ઠાકરિયો વિછી’-૩

          (વે અંકનું ચાલુ) બોંય ચાય પીધા થોડી વારમેં પોપચા ભારી લગા ત બાયણા લોક કરે બોંય જેણાં સુમીર્યા અધરાતજો ચાય ભનાય ટાણે અધુપડ઼ી ખુલ્લી રખલ રસોડેજી બારી મિંજા કપીલ ઘરમે આયો ને સીધો માઇતરેજે રૂમમેં વિઞી સડ કેં મમ્મી મમ્મી પપ્પા પપ્પા કીં જભાભ ન મિલ્યો ત રાજીયાણું થિઇ ઘર ચુંથેજો ચાલુ કેં

             કબાટ મેં રખલ લુગડેજી ગડ઼ુ ઉથલાય.ચોર ખાનો ખુલ્લો વો સે નેરે ભડકિયા ઇનમેં રખલ જુનો સામાન ફંફોસે માડિયે તે ચડ્યો,ઉડાં સુચબ્વાર કંધે કડ઼સ હથ લગો લેબલ વાંચે સ્વ.રતનબા ના અસ્થી સ્વર્ગવાસ તારીખ…. પાછો રખી ડિને.સોકેસમેં રખલ ચીજુ ઉથલાય નેરે ટેબલજા ખાના ચુથીધે ઇનજી મા જી પાકિટ હથ લગી ઇનમેં પનરો રૂપિયા વા પાછી રખી ડિને.પોય વ્યો રસોડેમેં ધાઇજા ડબ્બા ફંફોસે કીં હથ ન લગો છેલ્લે જગજીવનજે કોટજા ખુંચા નેરે ખાલી વા.

       કપીલ પેલી વખત અધરાતજો કબાટ ચુંથે તે ત્યારનું જગજીવન પિંઢ પેરીધો વો ઇ કારી ટોપી ઉતારે પૈસેજી પાકીટ ઇનમેં રખીને ખીલી તે લટકાઇધો વો ઇતરે કપીલજે હથ ઇ પાકીટ પણ ન આવઇ.નિસાકો વિજી ભભડ઼ાટ કે મિડ઼ે મેનત પાણી મેં વઇ પોય બારી મિંજા કિલાં વટે હલ્યો વ્યો.વેલી પરોરજો બાયણો ખુખડાય ત કિલાં ખોલે કપીલ સીધો પિઢજે રૂમ મેં વિઞી સુમીર્યો.

            સવારજો ચાય નાસ્તો થઇ વ્યો પોય સસ જમાઇ ટીવી નેર્યોતે અસલમેં

કેતકી આડી અવડી થીએ તેંજી વાટ નેરાણીતે કારણ ક સસ જમાઇ જિકી પણ કુટણપા કંધાવા ઇ કેતકીજી ગેરહાજરીમેં થીધાવા.કેતકી સાગ ગિનણ વઇ.

‘કુરો થ્યો રાતજો?’ કિલાં ઉકોંઢીને પુછે

‘મિડ઼ે મેનત પાણી મેં વઇ’કપીલમોં ફિટાયને ચેં

          પોય ઘરે વ્યો સે,જગજીવનસે ગાલ થિઇ સે,કીં રસોડેજી બારી મિંજા ઘરમેં વ્યો સે,પોય સજો ઘર ઇવન ધાંઇજા ડબ્બેમેં સુંચબ્વાર કેં ઇ મિડ઼ે વિગત વાર ગાલ કેં ત કીલાં પણ નિસાકો વિધે ને વિચારે કુરો ખરેખર જગજીવન વટ ભભુત ન હુંધી?

          પેલી તારીખજો જગજીવન પાછો લીલાધર વટે વ્યો ત લીલાધર ચેં

‘આંજે પેન્સનજી ફાઇલ અઞા મું વટે નાય આવઇ’સુણી જગજીવન ડેસાઇકે મિલ્યો ને લીલાધરસે થેલ ગાલ કેં.ડેસાઇ વડી ઓફીસમેં ફોનકે ત ચ્યો અસી ત ફાઇલ જગજીવન રિટાયર થ્યા તે પ્વા બ અઠવાડિયેજ હલાય ડિની આય ડેસાઇચેં મુંકે ઇનજી નકલ હલાયો.સુણી જગજીવન ઘરે વેંધે મોર બેન્ક મિંજાપૈસા ઉપાડે લાય વ્યો.ઇનકે ખાત્રી વઇ ક લીલો ખુટલાઇ કંધો ઇતરે ગીતામેં લકાયલ પાસબુક ભેરી જ ખયવેં.

              હિકડ઼ે અઠવાડેજી અંધર બઇ ફાઇલ આવઇ લીલાધર ઇ પણ ઘરે ખણીવ્યો.ફરી પેલી તારીખજો જગજીવન લીલાધર કે મિલ્યો ત સની અખિયું કરે લીલાધર ચેં

‘નેર્યો આંજી પેન્સનજી અસલ ને નકલ બોંય ફાઇલું મું વટે મુંજે ઘરે પઇયું અઇ હાણે આંકે મંજૂર વે ત આંજા ત્રે મેણેજે પેન્સનજી જકી રકમ થીએ તેંજા રૂપિયે ચાર આના ભાગ મુંકે ડિનેજા સે કભુલ વે ત આંકે આંઉ કાલ જ પેન્સન ચાલુ કરાય ડિયાં ભાકી નકાં ધક્કા ખાજા વિઠા ને મુંલાય ત રકમ વધધી જ વેંધી’

                       ચઇ બોંય હથજા આંગરા ભીડ઼ે મથે પ્વા રખી ને ખુટલાઇસે ખિલ્યો.જગજીવન નિરાસ થઇ ને બારા આયા ને ઓફિસજે થોડે છેટે ઉભીધી ચાયજી રેંકડીજે બાંકડેતે વઇર્યા,તિન ટાણે કેતકી ઉડાનું વટાણી સોરે કે બાંકડેતે વિઠેલા ડિસી ઇન બાઇક બાજુમેં ઊભી રખી જગજીવનજે ખભેતે હથ રખી પુછે

‘પપ્પા હિડાં કીં વિઠા અયો?’ ત ભીની અખસે જગજીવન કેતકી સામે નેરેં.

‘હેવર કીં મ બોલજા હલો બાઇકતે વ્યો પાણ ઘરે ગાલ કંધાસી’ ચઇ જગજીવન કે બાઇકતે વેરાયને ઘરે કોઠે આવઇ.કસ્તુર બાયણો ખોલે

‘કુરો થ્યો?’ તેજો જભાભ ડિને વિગર જગજીવન કે સોફેતે વેરાય કેતકી પાણીજો ગિલાસ ભરે આવઇ ને જગજીવન કે પિરાય.જરા વાર રઇને જગજીવન કે પુછે

‘કુરો થ્યો પપ્પા?’

         જગજીવન પેન્સન ગિને લાય પેલી વખત વ્યોવો ત્યારનું અજ ડીં સુધીજી મિડ઼ે ગાલકે ત કેતકી ચેં

‘અઇ ફિકર મ કર્યો પપ્પા આંકે પેન્સન આંઉ ડેરાઇધી સે’

‘બચ્ચા તું ઇન લીલાધરકે ઓરખે નતી ઇ વડો નીચ માડ઼ુ આય’

‘ભલે ગમે તિતરો નીચ વે આંઉ પણ નેરિયાંતી ક કીં આંજો પેન્સન નતો ડે’

‘પણ ધી…’

‘આંકે ચ્યો ન પપ્પા અઇ ફિકર મ કર્યો આંઉ લીલાધર કે નેરે ગિનધીસે’

‘ધી તું ત વઇસે પાછો લોણું ફેરે ને પણ ન નેરે’ કસ્તુર ચેં

‘ઉ ગોવા વારી ગાલ પ્વા કપીલ મુંકે બાં જલે કોઠે વ્યો તડે રસ્તેમેં ચેં પપ્પા ચ્યોં અયોં ક જડે નેર્યો તડેં હિકડ઼ી જ ગાલ કરિયેતો ભસ પૈસા ડયો…પૈસા ડયો હાણે ઘરમેં અચીજા મ નિકાં ફિંગણ જલેને બાર કઢીધોસે’કેતકી ચેં

‘હાય રામ!! હેડો મિડ઼ે કુડ પિટે?’કસ્તુર બ હથ મોં તે રખી ને ચેં 

‘ઇનમેં કુરો અભત નવાઇ થઇ મોરઇ આય જ ખોટા બોલો.ઘોડીયેમેં પણ સચ્ચો નઇ રૂને વે’ જગજીવન ચેં ત કેતકી ખિલઇ.

‘હાણે કિડાં વિઞેતી?’ કેતકી ઉભી થઇને બારા નકરઇ ત કસ્તુર પુછે   

‘મમ્મી આંઉ હેરઇ અચાંતી’ચઇ બાઇક ચાલુ કેં

          ઘરે અચી સાગજી થેલી કિલાંકે જલાય પિંઢજે રૂમમે વઇ ને ખપ પુરતા પિંઢજા ચાર જોડી લુગડા ને બ્યો સામાન હિકડ઼ી બેગમેં વિજી ને બારા નકરઇ સે ડિસી કિલાં પુછે

‘હી બેગ ખણી કિડાં વિઞેતી?’

‘માઇતરે…’કેતકી જભાભ ડિને મોં જો હાવભાવ ડિસી કિલાં હેબત ખાઇ વિઇ

‘તોજે માઇતરે જો ઘર ત હી આય ત…’

‘જિતે મુંજો વર રોંધોવે ઇ મુંજે સાવરેજો ઘર ચોવાજે માઇતરેં જો ન…’ચઇ કેતકી બાર નિકરી વઇ ને બાઇક ચાલુ કે

‘કેતકી…કેતકી સુણ તા ખરી’ કિલાં પુઠિયા રાડ વિઘે પણ ફોગટ

           સાંજીજો ફોન કરે ને કેતકી ઇનજી જેડલ નીસા કે બોલાય ને ઇનકે મિડ઼ે ગાલ કેં બે ડીં સવારજો નીસા આવઇ ત કેતકી બાઇક ચાલુ કંધે ચેં

‘મમ્મી આંઉ જરા નિસા ભેરી બાર વિઞાતી કલાક ડેઢમે વરી અચીધીસે’

       બોંય જેડલું લીલાધર વટે આવઇયું.કેતકી લીલાધરજી સામલી ખુડસીતે વિઠી. નીસા ઇન પ્વા ઉભીને ખોટે ખોટો ફોન કરેજો ઢોગ કેં તે ને પોય કેતકીજે ખભેતે હથ રખે

‘હાં બોલો કુરો કમ વો’ લીલાધર કેતકીજે અંઙતે નજર ફિરાંઇધે ચેં

‘આંઉ જગજીવન જી નોં અઇયા મુંકે પપ્પા જે પેન્સનજી ગાલ કેણી હુઇ’

‘ઓ….જગજીવન સતવાધીજી પુછ જમાર સજી મુંકે આડો આયો આય ન પિઢ ખાધે ન મુંકે સુખે ખેણ ડિને ઇ કાગડો મડ લીલાધરજી કિરાંચમેં આયો આય તેંકે લીલાધર પિઢજી લીલા વતાય વિગર ઇં કીં છડીધો?’

‘પણ ઇનીજે પેન્સનજી ફાઇલ…’

‘અસલ ને નકલ બોંય મું વટે મુંજે ઘરે પઇયું અઇ. આંઉ હેર જગજીવન આયોવો તડે સમજાયો ક ત્રે મેણેજે પેન્સનજી જકીં રકમ થિયે તેં મિંજા રૂપિયે ચાર આના મુજો ભાગ ડિઇ ડે ત કાલ ઇનકે પેન્સન ડેરાય ડિયાં પણ ઇ જટ સમજેલાય જ તૈયાર નાય ત કુરો થીએ?.’

       હરે કરે કેતકીજો ટેબલ મથે હથ પ્યો વો તેં મથે લીલાધર પિંઢજો હથ રખી ચેં

‘તું સમજુ લગેતી કાં ત ભસ હિકડ઼ી રાત…’ ચઇ કેતકીકે અખ મારે પોય બોય હથજા આંગરા ભીડે મથે પ્વા રખી ચેં

‘વિચાર કરે ગિનજ પાંકે કીં તકડ઼ નાય’ ચઇ ખુટલાઇસે ખિલ્યો તડેં ઇનજી અખિયેંએ ઉધા સપ સુર્યાતે.નીસા કેતકીજે ખભેતે હથ રખે ત હિતરી વારથી મનોમન ઉકરધી કેતકીજો જવાડ઼ામુખી ફાટો ને કેતકી ઉભી થિઇ વિઇ ને રણચંઢી વારેજી અખિયું ફાડ઼ે કોપસે હાંફધી ત્રાડ વિધે

‘મ્વા નીચ….નાલાયક….સાલા લંપટ…’ચોંધે લીલાધરજી મિટતે બ બુસટુ ઠકા કરાય. લીલાધર ત હેબતાઇ વ્યો.ઓફિસ સજી કેતકીજી ત્રાડ સે ભેરી થિઇ વિઇ’

‘મ્વા ભેસર્મા…મવાલી તોજે ઘરમેં મા ભેણ નઇ?’ ચઇ નીસાજો હથ જલે કેતકી ઓફિસ બારા નિકરી વિઇ.ઓફિસ સજી ભેરી થિઇ વિઇ તેંજી વિચમેં લીલાધર નીચી ગિથર કરે વિઠો વો.

             કલાક ખણ પ્વા કેતકીને નીસા સીધા ડેસાઇજી કેબીન મેં વઇયું. કેતકી લીલાધરસે જિકી ગાલ થિઇ સે ચેં ત ડેસાઇ કેતકી સામે નેરે ત કેતકી ચેં

‘અઇ પોલીસ કે બોલાયો આંકે પુરાવો ખપે ન ઇ મુંવટે આય સે આંઉ ડીધીસે’

        ડેસાઇ પોલીસ ઇનસ્પેકટર કે ફોન કરે તાબડતોબ અચી વિઞેજો ચે ને પોય ટાઇપિસ્ટ કે બોલાય ને કોય કે પણ ગાલ કરે વિગર લીલાધરજો સસ્પેન્ડ ઓર્ડર ટાઇપ કરે અચેજો ચેં. નીસા પિંઢજે મોબાઇલમેં રેકડ કેલ લીલાધરજી ગાલજી ક્લીપ વતાય ત ડેસાઇ નેરેને ચેં

‘છી..છી..છી કિતરી નિચતા ભરઇ આય હિન માડ઼ુમેં ઇનજી ફરિયાધુ ત ગણે આવઇયુંતે ……પણ’

‘પણ પુરાવો ન વો’ઇ ગાલ થિઇતે ત્યાં સુધી ઇનસ્પેકટર અચીવ્યા. કોય પણ જાતજી બઇ ગાલ કરે વિગર નીસા મોબાઇલજી ક્લીપ વતાય સે નેરે ઇન્સ્પેકટર પણ ચકરી ખાઇ વ્યો.સસ્પેન્ડ ઓર્ડર અચી વ્યો તેંતે સઇ કરે ડેસાઇ પટેવારે કે ચેં

‘વિઞો લીલાધરકે ડ્યો’

             પટેવારો વ્યો ન બ મિનીટમેં લીલાધર ધોડધો ડેસાઇજે કેબીનમેં આયો

‘કસ્ટમર સાથે ઉધ્ધતાઇ કેણ ને સરકારી ફાઇલું ગેરવલ્લે કરેજે ગુન્હેમેં આંકે ગિરફતાર કરેમેં અચેતો’ ચઇ ઇનસ્પેકટર લીલાધરકે બેડી પેરાય ને પોલીસ ઇનજી બાંમેં ડોરી બધીને ઓફિસ વિચારેનું બાર ખણી વ્યા ને જીપમેં વેરાયો. ઓફિસમેંથી અવાઝ આયાતે ‘ઇ લીલો ઇનજ લાગજો વો…પોલીસ ભલે ખણી વિઇ ઇન હલકટ કે…લોઇ પિણો વો લોઇ પિણોં….જાન છુટી…એ પેડ઼ા વિરાયો પેડ઼ા’ કોક ચેં ને પોય ખિલજો મોઝો આયો.   

        હિડાં સજો લસ્કર લીલાધરજે ઘરકોરા નિકાર્યો અગિયા પોલીસજી જીપ પ્વા ડેસાઇજી ગાડી ને પ્વા કેતકી ને નીસા બાઇકતે નિકર્યા.લીલાધરજે ઘરતે રેડ વિધોં કબાટ મિંજા જગજીવનજી બ ફાઇલું ને બઇ ડો ફાઇલું નિકરઇયું ને રોકડા ત્રે લખ રૂપિયા પોલીસ મિડ઼ે જપ્ત કેં પંચનામું કરે ઇનસ્પેકટર ફાઇલું દેસાઇકે સોંપે ને નીસા મોબાઇલ ક્લીપજી સીડી ડિને.બારા અચી ભીની અખેં ડેસાઇ કેતકીજે મથેતે હથ રખી ચે

‘બચ્ચા અઇ ભારી હિમતજો કમ ક્યાં જગજીવનકે ચોજા કાલ અચીને પેન્સન ગિની વિઞે’

           કેતકી નીસાકે ઇનજે ઘરે ઉતારે તડેં કેતકીજી અખ ભરજી આવઇ

‘હી કુરો કેતકી?’ કેતકીજી અખ ઉગીધે નીસાચેં

‘તોજે સાથ વિગર હી કમ પાર ન પ્યો વોત’

‘તું મુકે સચ્ચી જેડલ સમજી ને ભરોસો કે ઇ મું લાય ગણે આય’ચઇ નીસા ઘરે વિઇ ને કેતકી બાઇક ચાલુકે રસ્તેમેં કાજુકતરીજો પેકેટ ગિડ઼ે. ઘરે અચીને જગજીવનકે કાજુકતરી ખારાઇધે ચેં

‘પપ્પા ડેસાઇ સાયેબ ચ્યોનો જગજીવનકે ચોજા કાલ પેન્સન ગિની વિઞે’

‘પણ હી થ્યો કીં ઉ લીલો…..?’

‘ઇનકે પોલીસ જેલમેં વિધે આય ને ઇનજે ઘરતે રેડ વિધો આંજી બ ફાઇલું ને બઇ ડો ફાઇલું ઇનજે કબાટ મિંજા નિકરઇયું ને ભેરા ત્રે લખ રૂપિયા રોકડા હલો મમ્મી કુરો ભનાયાના ને કુરો ભનાયજો ભાકી આય મુંકે ભુખ લગી આય’

            હિડાં કપીલકે વિઠે સુતે કિલાં વટા પૈસા મિલધાવા ઇતરે ઇનકે ત હરામપેટ પઇવ્યો વો.જગજીવનજે ઘરમિંજા કી ન લધો ઇતરે કપીલકે ખાત્રી થિઇ વિઇ ક હાણે કિલાં ઇનકે પૈસા નઇ ડે.કુરો કંધાસી ગણે વિચાર કે પ્વા હિકડ઼ે ધોસ્તાર વટા પૈસા ઉધાર ગિની ચાર ધાબેલી બંધાય બ તીખી ને બ મોરી ને હકડ઼ી પિંઢજી પસંધગીજી સેવન-અપજી બાટલી ગિડ઼ે ને બઇ કિલાંજી પસંધગીજી કોકાકોલાજી બાટલી ગિડ઼ે ને રાજીયાણું થીધે કિલાં કે ચેં

‘મમ્મી મુકે નોકરી મિલી વિઇ પનરો હજાર પગાર ને પેલી તારીખથી હાજર થેજો આય ઇન માનમેં ધબેલી ગિની આયો અઇયાં’

            રસોડેમેં વ્યો ધાબેલીજા ચાર ચાર ટુકર કેં ને પોય સેવન-અપજી ને કોકાકોલાજી બાટલી ખોલે ને હિકડ઼ે વડે ચમચેમેં થોડીક કોકાકોલા કઢીને તેમેં અફીણજી ગોરી ગોરેને બાટલીમેં પાછી વજી છડેં પોય ધાબેલીજી બ પ્લેટું ને બોય બાટલિયું ખણી આવ્યો ને તિખી ધબેલીજી પ્લેટ ને કોકાકોલાજી બાટલી કિલાં કે ડિને ને બઇ પ્લેટ મિંજા ધાબેલી ખાધેને સેવન-અપ પીધે.કિલાં ધાબેલી ખાધે ને કોકાકોલા પીધે ત ઇનકે સ્વાડ ફરક લગો ઇતરે કપીલકે ચેં

‘છોરા…હી કોકાકોલાજે સ્વાડમેં કીંક ફેર લગેતો’

‘ઇં….ઇ વરી નઉ…ડયોતા નેરિયાં’ચઇ કપીલ કિલાં વટા કોકાકોલાજી બાટલી ગિની ચપ બુડે ઇતરો ઢુક ભરે ચેં

‘હાણે ભરાભર ત આય કીં ન મમ્મી ગણે ડીં પ્વા પિયોતા ઇતરે ઇં લગેતો.ઇ કર્યો આંઉ કોકાકોલા પીયા ને અઇ સેવન-અપ પીયો.’

      ચઇ પિંઢજી બાટલી સામે કે ત કિલાં ચેં 

‘ના મુંકે હી કોકાકોલા જ ભરાભર આય સેવન-અપ મુંકે ભાવે નતી’

    ધાબેલી ખાવાજી વઇ બાટલીયું પુરી થઇ વઇયું ને પ્લેટું ને ખાલી બાટલીયું ખણી કિલાં રસોડેમેં વઇ ને કપીલ પિંઢજે રૂમમેં વ્યો.વેલી પરોરજો કપીલ કિલાંજે રૂમમેં આયો. અચીને બ સડ કેં મમ્મી…મમ્મી જભાભ ન મિલ્યો ઇતરે કિલાંજી સેરાંધી રખલ તિજોરીજી ચાવી ખણી ને તિજોરી મેં જકી રૂપિયા વા સે હિકડ઼ી પાકિટમેં વજી ભજી વ્યો.

         રોજ સવારજો છ વગે ઉથે વારી કિલાં ઉથઇ તડેં અઠ વગાવા.મથો ભારી ભારી લગોતે ઉજરેલી અખિંયે કિલાં નાયણીમેં વિઇ ને નાઇધોઇ પિંઢજે રૂમમેં આવઇ ત ઠલી તિજોરી ફાફાસ ખુલી હુઇ.

‘હેઠ મુવા કપીલ કલ્યાણીજી સખાયલ કલા કલ્યાણી મથે જ અજમાય.આંઉ પણ મુરખી પૈસે જી લાલચમેં છેણે ઠાકરિયો વિછી ચડાયો સે મુંકે કલ્યાણી કે ડસે?’

        ધુવા ફુવા થીધી કિલાં કપીલજો ફોટો ખણી ચાવડી તે વિઇ ને ઇનસ્પેકરકેં ચેં ‘હી મુંજો જમાઇ કપીલ મુંજા રૂપિયા ચોરાયને ભગો આય.’

‘ભલે અસીં તપાસ કરિધાસી’ફરિયાધ નોંધે ઇનસ્પેકટર ચે

‘તપાસ કરેજી જરૂર નાય ઇ કુપાતર કિડાં હુંધો સે આંઉ આંકે ડેખાડિયા હલીને ઇનકે બેડી પેરાયો’

         જીપમેં કિલાં કે વેરાયને વડી ભજારજી હિકડ઼ી સેરીમે બઇ હિકડ઼ી સાંકડી ગલીજે છેવાડે ખખડધજ ધુગધુગી ડેખાડે.ઉડાં જુગાર્જો અડ્ડો હલાઇધલ ચુનિયો ચુંચો હોટલમેં ચાય પીધેતે સે પોલીસજી જીપ ડિસી સટક સીતારામ થઇ વ્યો. પોલીસ ધુગધુગીતે રેડ વિધે ત કપીલ ને બ્યા પંજ જેણા જુગાર રમ્યાતે. પોલીસ માલ મત્તા જપ્ત કરે કપીલકે બેડી પેરાય ને બે પજકે બાંમેં ડોરી બંધે નિચે ખણી આવઇ જીપમેં વેરાય ને ચાવડીતે ખણી આયા પંચનામું કરેને કિલાંજી રકમ કિલાં કે સોંપ્યા તડેં કિલાં

‘મુવા કુપાતર આંઉ તોકે પુતર સમજઇસે ને તું મુસે કલ્યાણીસે હીં રાંધકે?”

       ક્લ્યાણી ઉપાડેને બ બુસટુ કપીલજે મિટતે ઠકા કરે હા..ક…થુ કપીલજે મોંતે થુકેને હલઇ વઇ.પોલીસ કપીલકે જલે વઇ ઇ સમાચાર કેતકીજી જેડલ કુસુમ કેતકીકે ભજારમેં ડિને.ઘરે અચીને કેતકી સસ સોરેકે સમાચાર ડિને.

‘ઇ નાલાયક વો જ ઇન લાગજો’કસ્તુર મોં ફિટાયને ચેં

‘હલો….આખર કાઠી કાઠીજે ભારસે ઝુરી પઇ’ચઇ જગજીવન નિસાકો વિધે. (પુરી)

    

      

 

 

 

 

 

     

 

 

           

 

Advertisements

ઠાકરિયો વિછી

સપ્ટેમ્બર 26, 2013

વિછી

‘ઠાકરિયો વિછી’-૨

               (વે અંકથી અગિયા)કેતકી ને કપીલ ઇન્ટરનેટ તે ગાલિયું કંધાવા હિકડ઼ો ડી કિલાં ડિસી વિઇ ત કેતકીકે પુછે ‘કેર આય છોકરો ઘરે કોઠે અચ ત આંઉ પણ મિલાં’

‘મમ્મી..ઇ કપીલ આય ઇનજા પપ્પા વડા સરકારી અફસર અઇ’

              કિલાં વિચાર કેં ક સરકારી અફસર ને સે પણ વડો જ હી પખી હથ અચી વિઞે ત ઇનજે બાપાજી લાંચ ગિની ભેરી કરેલ ભભુત મિંજા પાણ પણ થોડિક ખંખેરે સગોં. બ ડીં પ્વા કપીલ આયો ત કિલાં પિંઢજા લટુડ઼ે પટુડ઼ેજી કલા અજમાંય. ત્રે ચાર વાર કપીલ ઘરે આયો ત કિલાં સઇ કરે વિઇ ક આય ચડ઼ાઉ ધનેડ઼ો વા કપીલ વા કરિયું ત ચણેજે ઝાડતે ચડી વિઞે ઇતરે કિલાં પિઢજે ડાવજા ડાણા ફિગાય ને પખી ચુણેલાય મંઢાણો.કપીલકે હી ઘર પણ પિંઢજો ઘર લગે લાય મંઢાણું

                         એમ.બી.એ.જી રીઝલ્ટ આયો બોંય પાસ થિઇ વ્યા.કપીલ વડે હિરખસે બાપાકે વતાંય ત જગજીવન ચેં

‘હિન મથા તોકે ખાસી નોકરી મિલધી.મું વટ મુંજી મરણ મુડી આય તું કમાઇજ ને તું વાવરીજ મુંકે ઇન મિંજા રતી પઇ પણ નઇ ખપે’

      બે ડીં કપીલ કિલાંકે જગજીવન ઇનકે ચેં વે સે ગાલ કેં ત કિલાંચેં

‘તોજે પપ્પાજી ત ઘણે ઓરખાણ હુંધી ગમે તિતે તોકે નોકરી ડેરાય સગે’

           અઠવાડો ગુજરી વ્યો હિકડ઼ો ડી જગજીવન પુછે

‘પોય કુરો થ્યો તોજી નોકરીજો કિડાં મલઇ?’

‘આંજી હેડી મિડ઼ે ઓરખાણ આય કિડાંક મુંકે રખાય ડ્યો’

‘ત પોય ગ્રેજ્યુએટ ને એમ.બી.એ.કરેજી કુરો જરૂર વઇ બારમી પાસ કરે ને કારકુની કુટણી વિઇ.મુકે કોય મધધ ન કેંવેં આંઉ મુજી મેડ઼ે પગભર થ્યો અઇયાં રખે ઇન ભ્રમમેં રેં ક આંઉ તોકે કિડાંક નોકરી રખાય ડિંધોસે ત તું ખન ખેંતો…મુંજી ફરજ પુરી થઇ હાણે પિઢ કમાયો ને વાવર્યો હિન પ્વા આંઉ તોકે રતી પઇ પણ નઇ ડિયાં’

‘પપ્પા ત મુંકે પૈસા ડિનેજી ના ચિઇ ડિના’કપીલ કિલાં કે રૂધલ ડાચે ચેં

‘નેર તોજે બાપા વટે કારી ભજારજા ઘણે પૈસા હુંધા.ઇ પૈસા બેંકમેં ન રેં રોકડા ઘરમેં જ કિડાંક લિકાયલા હુંધા સે ગોત ને લજી વિઞે ત મિડ઼ે મ ખણી ગિનજ ખપ પુરતા સો બસો વાપરે લા ખણેજા’

         રાતજો જગજીવન ને કસ્તુર સુમીર્યા તડે હરે કરેને કપીલ ઉથ્યો ને સુંચબ્વાર કેણ મંઢાણો.જગજીવનજી ત કાગા નિંધર વટાનું મિની વટાજે તોંય જાગી વિઞે સે ખુખડાત સુણી ઉથ્યો ને નેરે ત કપીલ કબાટ ચુંથે તે

‘હિન ટાણે નિવાઇ રાતજો કુરો ગોતિયેંતો?’

‘મુંકે હિકડ઼ે ઠેકાણે નોકરી મિલે ઇં આય ઇન લાય હિકડ઼ો સર્ટિફીકેટ ખપે સે હેર સંભર્યો સે ગોતિયાંતો’

‘ડીંજો ગોતીજ હેર સુમી રો’

            જગજીવનકે થ્યો ક વેલો મોડ઼ો બેંકજી પાસબુકુ ચેકબુકુ ને ફિક્સજી રસીધું કપીલજે હથ ચડ઼ી વિઞે ત મુસીભત થીએ ઇતરે સાંજીજો ઘરે આયો તડે કડ઼સ ઘાટજો પિતરજો લોટો ગિની આયો.

‘હી લોટો…?’કસ્તુર પાણીજો ગિલાસ ડિંધે પુછે

‘ખાસો લગો ઇતરે ગિની આયોસે’

            સુણી કસ્તુર જજી તિથા નકેં. અજ ન ત કાલ વેલી મોડી ખબર ત પે વારી જ આય.બે ડીં આતવાર વો કસ્તુર ભજાર વિઇ કપીલ ત મોંધઇ કિલાં વટે હલ્યો વ્યો વો. જગજીવન કબાટજે ચોર ખાને મિંજા હિકડ઼ી પાસબુક અલગ કરે ભાકીજી ત્રેપાસબુકુ,ચાર ચેકબુકુ ને ફિક્સજી રસીધુ કઢેને ઉન પિતરજે લોટેમેં વિધે પોય મોં ઢકેને હિકડ઼ે રતે લુગડ઼ેમેં ખોંભાનાડ઼ે સે મોં બધે ને લેબલ લટકાય ‘સ્વ.રતનબાના અસ્થી સ્વર્ગવાસ તારીખ….પોય અઙણ મેં વિઞી બુક ધુડ઼જો ભરે ને પોય બોય હથાડ઼ી હરે હરે હલાયને ધુડ઼ હારે ને છેલ્લે રજોટેલા હથ ઉન કડ઼સ મથે છંઢે ને રતો લુગડ઼ો રજોટી વિધે ને કડ઼સ માડ઼િયેતે ચડાય ડિને.લીલાધરજો ભરોસો ન કધાચ પેન્સન રૂલાય ત તિન ટાણે પાસબુકસે બેન્ક મિંજા પૈસા ત ખણી સગાજે ઇં કરે ઉ પાસબુક ભજન કિર્તનજી ચોપડ઼ીએ વિચમેં જુની ગીતાજી ચોપડીજે કવરમેં લિકાય છડે ને નેઢુ થિઇ વ્યો.

     હિડાં કપીલ પિલ્લો ડાચો કરે ને કિલાં વટે આયો. ત કિલાં પુછે

‘કુરો થ્યો પૈસા ન લધા?’

‘લજે કિડાંનું આંઉ ગોત્યાતે ને પપ્પાજી નિંધર ત કાગાનિંધર આય વટાનું મિની વટાજે તોંય ઉથી પેં સે જાગી વ્યાને મુંકે ચ્યો જિકી ગોતણું વે ડીંજો ગોતીજ. પૈસાત મિલધા ન,ડીંજો ગોતાજે ન મમ્મી સત્રો સવાલ પુછે હાણે આંઉ ઉડાં નઇ વિઞા ને વિઞીને કરિયાં પણ કુરો?’મોં ફિટાય કપીલ ચેં

         કિલાં વિચાર કેં ક કપીલ ઉન ઘરમેં ન વિઞે ત પાંજી રાંધ ફિટી પે ઇતરે વિચાર કેં ક જ ઇનજા લગન કરાય ડિનાં વે ત ઇ ઊડાં રે ને નઇ રાંધ મંઢે સગાજે

‘નેર કપીલ તું ને કેતકી ગણે ડીં ભેરા ફર્યા હાણે આંજા લગન થઇ વ્યા ખપેં.હી લગન આંતરજાતિજા ચોવાજે ઇતરે તોજા પપ્પા ઇ લગન કરાય લાય તૈયાર ન પણ થીએ ઇતરે આંઉ આંજા લગન માડેવજે મિંધરમેં આર્ય સમાજ વિધી સે કરાય ડિયાં પોય આંઉ ચાં ઇ કર’કિલાં પાસા વિધે

           બે ડીં માડેવજે મિંધરમેં પુજારીકે એકાવન રૂપિયા ડઇ ને કેતકીને કપીલજા લગન કિલાં કરાય ડિને.મનમેં ચે હલો કેતકીજે લગનજો ખરચો ભચ્યો.પોય કપીલકે જિકી સિખાય રખેવે તી કપીલ ઘરે આયો

‘પપ્પા મમ્મી આંઉ ને કેતકી હિકડ઼ે બેકે પસંધ કરીધાવાસી તેમેં અસાંનું ભુલ થિઇ વિઇ ઇતરે પાંજે ઘરજી ને કેતકીજે ઘરજી આબરૂકે ધાગ નલગે તેં લાય અસીં આર્ય સમાજ વિધીસે લગન કરે ગિડ઼ા’કપીલ નીચી અખ રખી માઇતરેં કે ચેં

‘નોં કિડાં આય?’કસ્તુર પુછ

‘માઇતરે’

‘લગન પ્વા નોં સાવરે રે વિઞ ઘરે કોઠે અચ’કસ્તુર ચેં

       કપીલ કેતકીકે કોઠે આયો.કસ્તુર કેતકીકે ટિકો કઢી આડ઼તી ઉતારે ને થારીમેં પાણીમેં કંકુ ગોરે કુમકુમ પગલા કરાય ત કેતકી મથેતે છેડો રખી પગે લગી ત કસ્તુર કેતકીકે ખભે મિંજા જલે ને બખ વિધે ને ખાડી જલે મોં નેરે ને મથો સુંઘે ત કેતકીજી અખ ભરજી આવઇ.ઇનજી અખિયું ઉઘી મથો ધુણાય ને કસ્તુર ના ચેં.ચાર ડી પ્રેમસે ગુજરી વ્યા. જગજીવન ને કસ્તુર રાજી થ્યા ક નોં ત ખપે એડ઼ી મિલઇ આય.

        કપીલજા ધોસ્તાર મિડ઼ે ગોવા વ્યાતે.કપીલકે ચ્યોં તું પણ અસાં ભેરો હલ ટ્રિપજી ટ્રિપ ને તોજો હનીમુન બોય ભેરા થિઇ વિઞે.કપીલ અચીને જગજીવન કે ચેં

‘મુજા ધોસ્તાર ગોવા વિઞેતા થોડાક પૈસા ડ્યો ત આંઉ ને કેતકી પણ ફરી અચોં

‘મુજો જભાભ તોકે ખબર આય’

‘મુંજા લગન અઇ કરાયાંવાં ત પૈસા ત ખર્ચ્યાવાં ન? ત સે ત ભચી વ્યા ઇન મિંજા થોડાક ડ્યો’મોં ફિટાય કપીલ ચેં

‘તોકે હકડ઼ી વાર ચ્યો ન આંઉ તોકે રતી પઇ પણ નઇ ડિયાં’

           કપીલ છિટક્યો તિન ટાણે રસોડેજો કમ પતાય બાર અચલ કેતકી જી બાં જલે બાયણા પછાડે ને કિલાં વટે હલ્યો વ્યો.કિલાં બાયણું ખોલે ત કપીલ ફસ કરે સોફે તે વઇર્યો.કિલાં ઇસારેસે કેતકી પુછે કુરો થ્યો? ત કેતકી ખભા ઉલારે પિઢજે રૂમમેં હલઇ વિઇ.કિલાં પાણી જો ગિલાસ ભરે આવઇ ને કપીલકે પીરાય થધારે પોય પુછે

‘કુરો થ્યો કપીલ?’

         કપીલ ઇનજી ને ધોસ્તારેજી થેલ ગાલ કેં ને પોય જગજીવનસે થેલ ગાલ કેં ત કિલાં ખિલઇ

‘મમ્મી મુંજો જીવ બરેતો ને આંકે ખિલ અચેતી?’

‘હાણે હિતરી ગાલ મેં નારાજ ન થિવાજે તું પણ મુંજે પુતર જેડ઼ો જ અઇયે પૈસા તોકે આંઉ ડિયાં વિઞો ફરી અચો.’

                    કિલાં હી ત મનમેં સમજધી વિઇ ક જગજીવનજી ભભુત લાય ત હી રોકાણ આય કરે ને કપીલકે હથમેં રખેલાય અવાર નવાર ખાસા પૈસા ડીંધી વિઇ.હીડાં જગજીવન રિટાયર થ્યો.ઓફિસ તરફથી વિડાય સમારંભ થ્યો.સાલ ઓઢાડ઼ે જગજીવન જો સન્માન ક્યાં ને હકડ઼ી ફુટરી ફ્રેમ મડ઼ેલો સન્માન પત્ર પણ ડીનાં.જગજીવન રિટાયર થીંધે લીલાધર ઇનીજી જગિયાતે આયો.

        સૌથી પેલો કમ કેં ટપાલ સંભારીધલ કારકુનકે બોલાય ને ચેં ક જિકી પણ ટપાલ અચે સે હિક્યાર મુંકે ડિણી સે આંઉ ચેક કરેને ડેસાઇ સાયેબ કે હલાઇયા એડ઼ો ડેસાઇ સાયેબ જો હુકમ આય.હાણે નેરિયાંતો જગજીવન તોકે પેન્સન કીં તો મિલે.હાણે ફાઇલ હિક્યાર અચીધી ત મુંવટે ન? ગણે આડો આયો અઇયે મુંકે હાણે નેર લીલાધરજી લીલા ચઇ મુરક્યો,પનરો ડીં થ્યા ત ટપાલમેં જગજીવનજે પેન્સનજી ફાઇલ અચી વિઇ ઇ લીલાધર પિઢજે ઘરે ખણીવ્યો.

          પેલી તારીખજો જગજીવન લીલાધર વટે વ્યો ત લીલાધર ખિલી ને ખિકારે ‘અચો…અચો…જગજીવનભાઇ વ્યો…વ્યો ચાય પીયું’ ચઇ ચાય ગુરાયને પિરાય

‘મુંજો પેન્સન…’

‘અઞા મું વટે આંજી ફાઇલ નાય આવઇ વાંધો નાય મથલે મેણે બ મેણેજો ભેરો ગિનજા કુરો ફરક પેતો?’

         હિડાં કપીલ અઠવાડ઼ો ગોવામેં મોજ કરે ને પાછો અચીવ્યો. કિલાં ઇનકે હકડી પુડિકી ડિને ને પોય ઇનકે રાંધ સમજાય.તિન ડી સાંજીજો કપીલ ઘરે આયો ને વિયારૂ થિઇ વ્યો પોય જગજીવનકે ચેં

‘નોકરી ત ન મિલઇ પણ મુંજા ધોસ્તાર ધંધો કરે વારા અઇ મુંકે ચ્યો તું ડો ટકા ઇતરે ત્રે લખ રોકાણ કર નફે મિંજા ડો ટકા તોજા ત અજ પેલીવાર ને છેલ્લી વાર આં વટે પૈસા મંગાતો’

‘મુંજો જભાભ ઉ જ આય જિકી મોર ડિનો વો’જગજીવન ચેં

‘કીં ન ત લોન સમજી ને ડ્યો ત્રે ચાર મેણે આંજા પૈસા આંઉ ડુધમે ધુઇને આંકે પાછા ડઇ ડિધોસે’

‘તું ડુધમેં ધુઇને ડિયે ક ગંગાજલમેં આંઉ તોકે રતી પઇ પણ નઇ ડિયાં’

‘ઠયો બ્યો કુરો હી ચાનસ વિઞાય જેડ઼ો નાય બે કિતેકનું મેડ઼ કરિયા કાં વ્યાજુકા ગિની ને પણ રોકાણ કંધોસે ભલે આંઉ વિંઞા’ચઇ કપીલ ઉથ્યો

           ત વિયારૂ પ્વા હિન ઘરજે રિવાજ પરમાણે કસ્તુર ચાય ભનાય લાય ઉભી થીધે ચે ‘ચાય પીને વેજ’

‘મમ્મી અજ ચાય આંઉ ભનાઇયાતો’ ચઇ કસ્તુરકે વેરાય.ચાય ભનાય ને કિલાં પુડિકી ડિને વે તેં મિંજા હિકડ઼ી હિકડ઼ી અફીણ જી ગોરી જગજીવન ને કસ્તુરજી ચાયમે ગોરે ને ખણી આયો પિઢ જાટ પાટા ચાય પી ને હલ્યો વ્યો.(વધુ બે અંક મેં)

ખીલા

સપ્ટેમ્બર 23, 2013

choonkoo

‘ખીલા’#

      હેર જ મહાવીર જયંતિજી ઉજમણી થઇ ઇન કે અનુરૂપ હિકડ઼ી બોધ કથા આ વટ રખાતો,હિકયાર વાંચીધા ત જીયણમેં ઘણે સિખણ મિલધો.

           હિકડ઼ો ૧૩-૧૪ વરેજો ટાબર વો.ધિમાગજો ખર ગાલ ગાલમેં ઇ ખારો થીએ ને ઇનકે મિર્ચી ચડી વિઞે.હિકડ઼ે નિંમરજો નિખેધ પાટલો ઇતરે ચીજેજી નિખોધ કઢે, ચીજેજા છુટા ઘા કરે,તાડુકે તડેં.પો પોર વારે ઇનજો પારો ઉતરે.માઇતર વિચાડ઼ા ભેજાર થઈ વ્યા,ગણે સમજાયો,હબે ધબે કયો અડે ઇતરે તંઇ ક પિટ કુટ કયોં પ પાડેજી પુઠ તે પાણી. ઇનમેં કીં ફરક ન પ્યો સે ન જ પ્યો.માઇતરે આખર કટાડ઼જીને મગજજે ડાગધર વટ કોઠે વ્યા.કેડ઼ી ખર કિતરો ટેમ ઇનજો ઇલાજ થ્યો પ આખર મેં વડો મિંઢો.

      છેવટ ઇનજે સમજુ પે હિકડ઼ો સુટકો ગોતે કઢે,ઇન થોડાક ખીલા ને હિકડ઼ી હથોડી ટાબર કે આણે ડિને ને પોય ચેં જડેં જડેં તુ ખારાજે ને તોજી કમાન છિટકી વિઞે તડેં તડેં પાંજી વંઢીમેં હિકડ઼ો ખીલો ઠોકણું.પેલે ડી ટાબર ૩૮ ખીલા ઠોકે છડેં.જીં જીં ડીં ગુધરધાવ્યા ખીલા ઠોકેજો પરમાણ ઘટધો વ્યો.ટાબર કે સમજાધો વ્યો.વંઢીમેં ખીલા ઠોકે કના ધિમાગ ઠેકાણે રખણું વધુ સેલ આય.છેવટે હિકડ઼ો એડ઼ો ડીં અચી પુગો

જીન ડીં ઇન વંઢીમેં હિકડ઼ો પણ ખીલો ન ઠોકે કારણ ક ઇ હિકડ઼ીવાર પ ન ખારાણું  વો.તિન ડીં ઇન વિઞીને પે કે ચેં

‘અધા! અજ આંઉ હિકયાર પ ખારાણું નઇયા ઇતરે અજ વંઢીમેં હિકડ઼ો પ ખીલો ઠોકયો નાય’

પે ચેં’ભારી ધજ!..! હાણે બચા હિકડ઼ો કમ કર તું જડેં ખારાજે ને ખાર કાબુ કરે ગિને તડેં વંઢીમેં મોરનું ઠોકેલ હિકડ઼ો હિકડ઼ો ખીલો કઢેજો ચાલુ કર’

         ઇં કંધે જડેં મિડ઼ે ખીલા નિકરી વ્યા તડેં પાછો પે વટ વિઞીને ચેં

‘અધા હાણે મિડ઼ે ખીલા નિકરીવ્યા અઇ’ પે રાજીયાણું થઇ ટાબર કે બખ વિધે ઇનકે અજાઓ રાજીપો થ્યો.પો બાં જલે વંઢી વટ કોઠે વ્યો ને ચેં

‘પુતર તું ભારી ધજ ને અધભુત કમ કે આય.તોજી ને મુજી મનખા પુરી થઇ.પ પુતર

હિન વંઢી ડિંયા તું નેરે?ઇનમેં થેલ વિંધ તું નેરે?ઇ હાણે અગોણી હુઇ એડ઼ી કડેં નઇ થઇ સગે.અઇ જડ઼ે ખારાજીને કેંકે કુવેણ ચો તા તડેં સુણધલજે હિંયેમેં હેડ઼ા જ વિંધ કરે છડિયેતા.ઇ ઘા પો કાયમ લા રઇ વિઞેતા.મુકે માફ કયો ઇં ચે સે સુણધલ ઇ ઘા ભલે ભુલી વિઞે પ ઇનસે થેલ ઉજ઼ેડ઼ે તે કડેં રૂઝ વરે નતો.તરાર ક હથિયારજા ઘા ફકત કાયા કે ઇજા કરિયેતા પ સબધજા ઘા આતમ કે ઇજા કરિયેંતા.તું તોજો અગોણું સુભાવ છડે ઢારે ને સુધરી વેં તેંજી મુંકે અજાઇ ખુસી થઇ.મુંજી હી ગાલિયું તું હાણે સમજી સગને એડ઼ો મુંકે લગો ઇતરે હી સબધ તોકે ચ્યા….’પે અગિયા કુછી ન સગ્યો ને પુતર પણ ભીની અખિયેં સુણધો વો.

મુંજા અજીજ ધોસ્તાર….

 આંજે ધિલજી ધિવાલ તે અપાકે મુંથી કડેં પ કો કુવેણજા ખિલા ઠોકાઇ વ્યા વેં ત મુંકે માફ કજા.

  મિછ્‍છામી દુકડમ્‍  

#સાભારઃવિજયનું ચિંતન જગત,સંકલનઃવિલાસ ભોંડે

 

 

      

મ ધિરજાયો

સપ્ટેમ્બર 21, 2013

friend

‘મ ધિરજાયો’

નઇયા કીં આંઉ બાબિડ઼ો નિપટ ખોટો મ ધિરજાયો;

હવર ક રોફ ડેખાડ઼ે નિપટ ખોટો મ ધિરજાયો.

હિતે હુત સુંચ બ્વારે પ્વા ખબર પિઇ કેર વિઇ સિપરી;

 ચડ઼ાય અફવાજે ચિંચોડ઼ે નિપટ ખોટો મ ધિરજાયો.

ન ક્યા ખોટા ક કીં ઊંધા કડેં કમ જીંધગાની મેં;

ખલક ખુંધે ન કીં મિલધો નિપટ ખોટો મ ધિરજાયો.

કડેં ચડ઼તી કડેં પડ઼તી હી તાસીર જીંધગાનીજી;

કરેને જાધ ઇ ગાલિયું નિપટ ખોટો મ ધિરજાયો.

જીયણ મજભુત રૂક જેડ઼ો ગુધાર્યો વો અસીં તેંકે;

ફરી ભુકંપ આણેને નિપટ ખોટો મ ધિરજાયો.

‘ધુફારી’ ભેફિકર થઇને સદા રે પિંઢજી મસ્તીમેં;

કરે મસ્તીજી અઇ પુસ્તી નિપટ ખોટો મ ધિરજાયો.

૧૪-૦૧-૨૦૧૩ 

ફુરસધ

સપ્ટેમ્બર 19, 2013

comb

‘ફુરસધ’

આરીસો નેરે મિંજા જ બ ધડ઼ી ફુરસધ મિલે;

જાધ મુંકે કજ જરા જ બ ધડ઼ી ફુરસધ મિલે

આરીસો પર્યા રખીને આંગર રમાડ઼ે વારમેં;

ડંધિયે સમજાઇનીએ જ બ ધડ઼ી ફુરસધ મિલે

ડંધિયો બાજુ રખીને હથ ઠલા અંઙ તા ફિરે;

સે પ અખ મુંચે કરે જ બ ધડ઼ી ફુરસધ મિલે

હથ ફેરો પુરો થીએ પ્વા હથજી રેખા વાંચિયે;

કાં ત નોં નેરે વિઠી જ બ ધડ઼ી ફુરસધ મિલે

તોજા વલણ ને ચલણ ‘ધુફારી’ જ સમજે વિઠો;

મનખા સમજી ગિન જરા જ બ ધડ઼ી ફુરસધ મિલે

 

૨૫-૦૧-૨૦૧૩

 

કાગરિયા કો ફડ઼ફડ઼ે?

સપ્ટેમ્બર 16, 2013

kagaria

‘ કાગરિયા કો ફડ઼ફડ઼ે ‘

ડારખી નિમજી હલે ને મોગરેજા ફુલ ખિરેં;

ધુડ઼જે ઢિગતે ચડ઼ીને કબરૂં પઇ ઇનમેં તરેં

વાસરો ફૂંકાજે તેડ઼ા હવા હિલોરા પ્યા અચેં;

ધુડ઼જી ડમરીમેં ફસજી કકરા ઇનમે ખુડ઼ખુડ઼ે

ભાણ ખારાજી વિઞે અભ લાલમલાલ થ્યો;

તેંસે ડપજી સિંયાવિંયા ચાંધેકે કમડ઼ો ચડ઼ે

કોક ડિસ ભૈરવ કુછઇ બાંયું ચડ઼ાયોં કાગડ઼ા;

પોઢેલ બાબિડ઼ો જરકલી ડપ સે પ્યા ફડ઼ફડ઼ે

કૂકાર કોયલકેં જરા ત નાચ ભમરેં કે ચડ્યો ;

સે ડિઠોં ત આગિયા પણ નાચમેં ભેરા ભરેં

હેડ઼ા મિડ઼ે નાટક ‘ધુફારી’ ભાગમેં નેરે વિઠો;

ઉપડ઼ેલ લેખણકે ડિસી કાગરિયા કો ફડ઼ફડ઼ે?

૦૧-૦૨-૨૦૧૩

 

૦૧-૦૨-૨૦૧૩

કારણ વિગર

સપ્ટેમ્બર 14, 2013

zagdo

‘કારણ વિગર’

ગાલ મિંજા ગાલ લમી થઇ વઇ કારણ વિગર;

ને છતાં પ ઇ અધુરી રઇ વઇ કારણ વિગર.

હીં જ નેરણ વિઞો ત સનાન ક સુતક ન વો;

તે છતાં પ ભાર ધિલતે ડઇ વઇ કારણ વિગર.

ન મિલ્યાસી ન લડ઼્યાસી અસીં રૂભરૂમેં કડેં;

તે છતાં પ ધુસ્મનાવટ થઇ વઇ કારણ વિગર.

નેહ જો વો તાંતણો તાણ્યોં જરા ને ઇ તુટો;

સંધો લગો ત ગઠ વિચમેં રઇ વઇ કારણ વિગર.

અપાકે બ પગ હલ્યાસી ઇનીજે ઘર કોરા જરા;

વાટ હલધે રાત કારી થઇ વઇ કારણ વિગર.

મનમેં મુરત ન વઇ ને ચિતમેં ચિતર ન વો;

હેરે ‘ધુફારી’ ધિલ હલઇ વઇ કોય પ કારણ વિગર.

 ૧૧-૦૪-૨૦૧૨

અસુખ

સપ્ટેમ્બર 12, 2013

SAD 2

“અસુખ”

અસુખ કે જ થાબડ઼િયા વિઠોતો કીં ન સમજાજે

ખણી કુછણમેં ફિરાંતો વિઠોતો કીં ન સમજાજે

કડેંક હેકાવે વિઠે વ્યારે જરા ઇનકેં છડે ઢાર્યો

કઢીને સટ અચી ચોટે વિઠોતો કીં ન સમજાજે

કડેક ખારાજી પાં ઇનતે સબાલી ડયા પ ઉભરે

કુલા આંઉ રે’મ કરીયા વિઠોતો કીં ન સમજાજે

હાણે હથ પ થકી ર્યા અઇ નતો હી ભાર સે’વાજે

છડાંધો ન કડેં મુંથી વે’મ વિઠોવો કીં ન સમજાજે

હયાતી મુજી જિત હુંધી જીયણમેં હલે ઇ મું ભેરો

‘ધુફારી’ મોભત ઇનસે કરી વિઠોવો કીં ન સમજાજે

૦૪-૦૩-૨૦૧૩

 

ઠાકરિયો વિછી-૧

સપ્ટેમ્બર 8, 2013

વિછી

‘ઠાકરિયો વિછી'(૧)

             મિઠાં કાલ પ્રેમાજી ધી કાન્તાજો પગ કુંઢાડ઼ે પઇ વ્યો એડ઼ો સુય તડેંનું ઇનજો જીવ પુડિકે બંધાઇ વ્યો વો. ભસ હાણે કિલાં(કલ્યાણી)જા લગન કરાય ડીણા ખપે. જોકે કિલાં કુંઢાડ઼ે પગ વિજે એડ઼ી ત ન હુઇ. આતવાર સિવા બારા પણ કિડાં વઇ તે? બારમી પ્વા ભણેજો છડે ડિને.મિઠાં ચે પણ કીં ન ત પી.ટી.સી.કરે ગિન ત માસ્તરાણીજી નોકરી ત મિલી વિઞે.કિલાંચે ના મુકે નોકરી નાય કેણી નોકરી કરી કરી ને નોકરી ઇન બંધીજણ મેં મુંકે નાય પોણું.

              ઘરમેં હકડ઼ો સિલાઇજો મસીન વો.મિઠાં ઇનતે ગામજા લુગડા સિભધી હુઇ.કિલાં ભજાર મિંજા સાડીજો પોત ગિની અચે ને તેમેં મસીનસે ભરત કરે પોય હીરા મોતી ટાંકેને ઇ સાડી ડેઢ બ હજારમેં વિકણી અચે.મેણેમેં કડેક ત્રે કડેંક ચાર સાડી તૈયાર કરે ગિને.ઇન રીતે મિઠાંકે ખાસા પૈસા ભેરા કરે ડિને વે.છેલ્લા ચાર વરેથ્યા કિલાં ઇ જ કમ કેંતે.

   ભચી ગુરિયાણી નાતજે ઘરેમેં નારાણ હરિ કરે અટો ગિને લાય અચીંધી હુઇ પણ ભેરાભેર ધ્યાન રખે ક કેંજી ધી ક કેંજો પુતર લગન કરાય જેડા અઇ.કોય પુછે ત ડેખાડે પણ ખરી ને કોય ચે ત ગાલ પણ વિજી અચે.મિઠાં ઇ જ વિચારમેં હુઇ ક અજ ભચી કે ચે ક કિલાં લાય છોકરો વતાય ઇતરે મિઠાં ભચી ગુરિયાણીજી વાટ નેરેંતે.

             નોં સાડા નોં થીએ ને નારાણ હરિ કરે અટો ગિને લાય અચીંધલ અજ ડો વગા તોંય અઞા ન ડિસાણી કીં ગાલ થઇ? આય ન ગાલિયેજી લંજી ને ઢારે ડ્યો મંજી ત વિઇ રિઇ હુંધી.બ ખણ વાર ત ગોંખતા સેરીમેં નજર પણ ફેરે ગિડ઼ે પોય મનોમન ચેં ક છડ જીવ પંચાત મિઠાં મન વારે ત સડ સૂણાણોં નારાણ હરિ ત વાટકો ભરે ને અટો કિલાં ખણી આવઇ સે છલ્લી મેં ખાલી કરે ને ભચી વાટકો કિલાં કે ડિને ત મિઠાં ભચીજી બાં જલેને વેરાય પોય કિલાં કે ચેં

‘છોરી ભચીમા કે ચાય ત પિરાય.’

‘સે કુરો અજ હેડી અવેર કરે છડે?’ મિઠાં ભચીકે પુછે

‘અરે!! ઉ સામા પટેલિયાણી વાટમેં મિલઇ.હાણે તોકે ત ખબર આય ઇનજી ગાલમેં હિંગ ન ક ફટકડીજો સા વે ભસ ગામ સજેજી અલાર મલાર કરે આખર આંઉ ચ્યો મિઠાં મુંજી વાટ નેરીધી હુંધી આંઉ વિઞા ત મડ જાન છડેં’

          કિલાં અચીને બોંયલાય ચાય ડિઇ ડાધરો ચડી વિઇ,કિલાં કે વેમ ત પ્યો ક ગાલમેં કિંક ગુટ આય ઇતરે ડાધરે વટ વિઇ કનસારા ડિને,

‘ભચી કિલાં લાય છોકરો વતાય’

‘હરગોવંધ છોકરો ત લાટ આય ડાવ ને સમજુ પણ આય ઘર પણ પુણેલો આય પણ છોકરેજી મા….’ચઇ ભચી નિસાકો વિધે

‘કુરો થ્યો છોકરેજી મા કે?’મિઠા સની અખ કરે પુછે

‘છોકરેજી માજો નાં સુણી કોય ધી ડિનેલાય તૈયાર નતો થીયે’મિઠા સામે ન્યારે ભચી ચેં

‘કેરે આય છોકરેજી મા?’મિઠાં કન ચુસા કરે પુછે

‘ગોમતી’

‘કેર ગોમા તિણખ?’અખિયું સની કરે મીઠા પુછે

‘હા’

‘ના,,,રે ના ઇ જાણે પ્વા સામે હલી ને ઇન ઘરમેં ધી ન ડેવાજે છોરીજો જિયણ ઝેર થિઇ વિઞે બ્યો કોય ધ્યાનમેં અચે ત ડેખાડીજ’

‘ભલે આંઉ વિઞા અઞા બ ઘર ફિરીજા ભાકી અઇ’.ચઇ ભચી વિઇ.

                મિઠાં બાયણા ઢકે મથે આવઇ ત કિલાં મા કે ચે

‘બાઇ તું ભચીમાકે ચો આંઉ હરગોવંધકે પેણે લાય તૈયાર અઇયા’અખિયું ઢારે કિલાં ચેં

‘તું કુરો ચેતી તેંજી તોકે ભાન આય ઉ ગોમા તિણખસે પનારો આય’છટકીને મીઠાં ચે

‘મુકે હરગોવંધ સે પનારો આય સુરજ સઉ ત નિત નઉ’કિલાં મીઠાં સામે નેરેને ચેં

‘બચ્ચા હી મિડ઼ે બોલધે ખાસો લગે જડે પનારો પે તડેં ખબર પે ક કિતરે વિસે સો થિયેતાં”

‘નેર બાઇ લગન પ્વા જ આંઉ મુંજી સસ હીં કરેતી ને મુંજી સસ તીં કરેતી ચોંધી રૂંધી તો વટ આચાં ત તું મુકે ફિંગણ જલે ઘર બાર કઢી છડીજ પોય આય કીં મુજો આંઉ ફોડે ગિનધીસે’ કિલાં કિન વિસ્વાસસે ચેં ઇ મીઠાં ક ન સમજાણું

         આખર કિલાં જી જિધ સામે હારી મિઠા કિલાં જા લગન હરગોવંધ સાથે કરાય ડિને.ઉ ચેં તા ન ક નઇ લાડી નોં ડીં તાણે મેણે તેરો ડીં ને મારે કુટે મેણો ડીં તીં મેણે ડીં પ્વા ગોમા પિઢજો રંગ ડેખાડેજો ચાલુ કેં પણ કિલાં જેંજો નાં હા બાઇ,,,ભલે બાઇ…બાઇ અઇ ચો તીં….ઇતરા જ જભાભ કિલાં ગોમા કે સે પ ખિલીની ડિધી હુઇ કડેક હરગોવંધકે પણ થીધોવો ક મુજી ઘરવારી કિન મિટીજી ઘડેલી આય.ગોમા પણ બ ખણ વેરા મિઠાં કે ચેં વે તોજી ધી કિન મિટીજે ઘડલ આય સામા જભાભ ન તી ન તી મોં ફિટાય સે સુણી મીઠાંકે સેર લોઇ ચડ઼ધો હુવો.

          કિલાં ગોમા કે કુરો ખારાઇધી હુઇ ભગવાન જાણે પણ રતી મકડ જેડ઼ી ગોમા ડીં યા ડીં ઘસાંધી વિઇ ને હકડ઼ો ડીં ગોમાજો ઢીમ ઢરી વ્યો.ગોમા મરી વિઇ ત ગોમાજી મૈયત કે બખ વિજીને કિલાં ઉચકારૂં વિજી વિજી ને રૂની.કારા રેટા પેરેને બાઇયું રૂણ અચીંધી વઇયું તડેં પાર ખણી ખણીને કિલાં રૂની એ….મુકે હીં નોધારી છડેને કીં હલ્યાવ્યા…..એ…અઞા ત આંજો વારસધાર પ નાય આયો તેંકે નેરેણ પણ ન રોકાણા…..એ મુકે ત પુરી સેવાજો મોકો પણ ન ડિનાં ને હલ્યા વ્યા….બારમું તેરમું પતી વ્યો તોંય અઠવાડો ખણ ત કિલાં હિકડ઼ે ખુણેમેં બીં ગુડે વિચ મથો રખી ગુમ સુમ વિઠી રોંધી હુઇ.

        હીં ત ગોમા જીરી વિઇ તડેં જિકી હરગોવંધસે લટુડ઼ા પટુડ઼ા કેંતે સે માજા રખીને કરેજાવા પણ હાણે ત એડ઼ો કીં ન વો.હરે હરે ઇન લટુડ઼ે પટેડ઼ેજી આડમેં હરગોવંધજે નાં તે જિકી વો સે મિડ઼ે પિઢજે નાં તે કિલાં કરાય ગિડ઼ે.લગનકે પંજ વરે પુરા થ્યા ને કેતકીજો જનમ થ્યો.કિલાં કે ખપ્યોતે પુતર ને આવઇ ધી. પોય સની ચુરચુરી ચાલુ થઇ.પોય અવાર નવાર ચિડ઼્ભીડ઼ થીણ મંઢાણી.હરગોવંધ જરા જોર સે બોલે ત કિલાં ચોંધી હુઇ ગામ મ ગજાયો.ઇ થધા ડંભ ચાલુ થ્યા.હિકડ઼ે વરેમેં હરગોવંધ કે કખ કરે છડેં.તેમેં ઘરમેં થ્યા વરોણિયા મુઙણ રાત પે ને વરોણ મથા નીચે છણે ને લોઇ પીંએ રાતજો મુઙણ લોઇ પીએ ને ડીં જો કિલાં.

              હકડ઼ો ડીં કિલાં મુંઙણ મારેજી ધવાજી સીસી ગિની આવઇ.હરગોવંધ ચાય પીધે લાય કોપ ખય ને ઇ ક્યો કાળ ચોઘડિયો હુવો માલક જાણે હરગોવંધ મુંઙણ મારેજી ધવા પીને ચાય પીધે ઝેર સજે સરીરમેં વ્યાપી વ્યો ને હરગોવંધજો ઢીમ ઢરી વ્યો કિલાં ખાલી કોપ વટે ઠલી મુંઙણ મારેજી ધવાજી સીસી ડસી કીલીને ચેં હલો થધે પાણીએ ખસ વિઇ ને પોય રાડારાડ કરેને આડોસ પાડોસજા ભેરા કરેને ઇની સામ હરગોવંધજી મૈયતકે બખવજીને ઉચકારૂં વજી વજીને રૂની એ…હી આંકે કેડી કુમત આવઇ એ….છોરીજે મોં સામે પણ ન નેર્યા…એ,,,અસાંકે નોધારા છડે વ્યા…એ મુંકે ભેરી કોઠે વિઞો…મુંકે ભેરી કોઠે વિઞો…

            હરગોવંધજા અગ્નિ સંસ્કાર થઇ વ્યા બે ડીંથી કારા રેટા પેરે બાઇયું મોં ઢકે લાય અચે ને કિલાં પાર ખણી રૂની….એ મુંકે ભેરી કુલાય ન કોઠે વ્યા પાછા અચો… એ છોરીકે બાપા વગરજી કરેવ્યા…એ અસાંકે નોધારા કરે વ્યા પાછા અચો….બારમુ તેરમું પતીવ્યો…ડેઢમેણું કારો રેટો પેરેને કિલાં ફરઇ.છોરીકે ત મોરનું જ નાનીજે ઘરે રખેવેં. કારો રેટો ઉતારે ને પોય ઘેર રંગજી સાડીયું બ વરે પેરે ને પોય ત જાણે ખબર નાય હા હિકડ઼ે લાટ કમ કેં હરગોવંધ ને ગોમાજા વડા ફોટા ખાસી ફ્રેમ મેં મડ઼ાયને સુખડજી માલાઉ પેરાય ને ઘરજી ભિત મથે રખે વેં.

          કેતકીકે ત હથેતે રખી રાજકુવરી વારેજી પારેતે.કેતકીમેં માજો હક્ડ઼ો પણ અવગુણ ન વો ઇ ઇનજે બાપા જેડ઼ી ડાઇ સમજુ ને સાંત હુઇ.બારમી પુરી કેં તડેં કિલાં ઇનકે મોબાઇલ ને બાઇક ગિની ડિને ને કોલેજ પુરી કેં તડે લેપટોપ ગિની ડિને.કેતકી એમ,બી,એ, કેં તે તડેં ઇનજી ઓરખાણ કપીલસે થઇ.કપીલ હિકડ઼ે સરકારી અફસર જગજીવન જો રૂપારો હસમુખો,મસ્કરો ને ગાલિયાર છોકરો વો.જગજીવન ધિલજો સાફ હથજો સાફને ઇમાનધાર અફસર વો.

          જગજીવન જીતરો ઇમાનધાર વો ઇન કના સબાલો ભેઇમાન, લાલચુ, લંપટ,લોભિયો ને લાંચખાઉ ઇનજે હથ નીચેજો લીલાધર વો.ઇ અવાર નવાર ભીડ઼ભીડ઼ કંધોવે ભેંસા પિંઢ ખાય નતો ને બેંકે ખાધે લાય ડે નતો.ઇન વટે બ જેણાં અવાર નવાર આંટા ફેરા કંધાવા ને પિલ્લો ડાચો કરે પાછા વેંધાવા ઇ જગજીવનજે ધ્યાનમેં આયો. જગજીવન વ્રજલાલકે બોલાયને ચેં જરા હેવર બ વ્યા ઇનીજો કુરો મામલો આય તપાસ કર.વ્રજલાલકે ખબર પિઇ ક ઇનીજી ફાઇલું લીલાધર વટે અઇ ને બીં વટા ડેઢ ડેઢ હજાર રૂપિયા ફાઇલું પાસ કરાયજા મંગેતો.

             લીલાધર જરા આડો અવરો થ્યો ત વ્રજલાલ બીંજી ફાઇલું ગોતેને જગજીવનકે ડિને.અઠવાડો રઇને બોય પાછા આયા.જગજીવન ફાઇલેમેં સેરો ભરેને ડેસાઇ સાયેબજી સઇ ગિનણ બોંયકે હલાય.ડેસાઇજી સઇ ગિની ને બોય રાજીયાણા બારા નિકર્યા ને વ્રજલાલકે હથ મિલાયોતે સે લીલાધર ડિઠે.ખારો થીધે લીલાધર વ્રજલાલ કેં હબે ધબે કંધે ચેં ‘મુકે પુછે વિગર તું ફાઇલું કીં ખય?’

‘જગુકાકા મંગ્યો ને મું કઢી ડિની’વ્રજલાલ ચેં

         લીલાધર મનોમન વિચાર કેં ક જગજીવન ત રીટાયર થેવારો આય પણ હી જ ઓફિસમેં હુંધો ત સતવાધીજી પુછ જરૂર આડો અચીધો હિનજો ઘાટ ત ઘડ્યો ખપધો.ઇન કાનજીજી ધબાય રખલ ફાઇલ કઢે ને ઇનકે સોમવારજો અચે લાય બોલાય.કાનજીસે થીધલ અનિયા સાબિત કેણ બ ખોટા સાગસી ઉભાકેં અમુ ગઢવી ને અધ્રેમાન સનિવારજો ઇની બીંકે બોલાય હુવે પેલો અમુ ગઢવી આયો.

‘નેર અજ સનિવાર આય સોમવારજો ઇગ્યારે વગે પુજી અચીજ ને આંઉ ચ્યો આય તી હામી ભરીજ’

‘સોમવારજો ત આંઉ અચિંધોસે પણ પૈસા?’

‘ડીંધોસે ન?’

‘પઇસા ત હિક્યાર ખપે’

‘તોકે મુંતે વિસ્વાસ નાય?’

‘પૈસેમેં ત આંઉ મુંજે સગે પે પાલુ ગઢવીજો પણ વેસા ન કરિયાં ત તું કિન વાડીજી મુરી પૈસા ડે નિકાં મા વટે’

          મોં ફિટાયને લીલાધર પાકીટ મિંજા પિંજાજી નોટ ડિને

‘હી ત પિંજા અઇ બ્યા કિડાં?’

‘પિંજાજી ગાલ થિઇ વિઇ સે પિંજા ડિયાતો’

‘એ લીલા ઇ લીલા બેં કેંકે ડેખાડીજ મુંકે ન પંજસો ડિનેજી ગાલ થિઇ વિઇ’

‘અમુ વકાડ઼ તા ફરી મ વિઞ’

‘વકાડ઼ તા તું ફિરેતો ભેઇમાન હાં ગિન હી તો વારા પિંજા ને પિંજાવારા બ્યા કર ગોતે ગિનજ’ચઇ લીલાધરજે પગરેલ કિપારતે પિંજાજી નોટ ચોડે ‘જે માતાજી; કરે અમુ ખલીને હલ્યો વ્યો

‘હા હા તો હિકડ઼ે મથે જલી બાધી નાય વિઠોસે’લીલાધર અમુજી પુઠ્મેં તાડુક્યો.

             હાં…. હી ત હલ્યો વ્યો.અતરિયાર બ્યો સાગસી કિડાંનું કઢણું પણ વાંધો નાય અંઞા અધ્રેમાન ત આય ન ઇ વિચારકેં તે ત અધ્રેમાન આયો

‘નેર અજ સનિવાર આય સોમવારજો ઇગ્યારે વગે પુજી અચીજ અવેર મ કજ’

‘છ્ટા છુટા પુજી અચિધોસે પણ આના?’

‘ડિંધોસે’

‘આના ત મોંધ ખપે ભેઇમાનીજે કમમેં પોય બોય મારે ફેરે’

           લીલાધર કે લગો ક ગાલ હથા વેંધી ઇતરે પિંજાજી નોટ કઢી ડિને

‘હી ત પિંજા અઇ બ્યા કિડાં?

‘અધ્રેમાન વકાડ઼ મથા ફરી મ વિઞ’

‘એ વડે પીરજા સોં પંજસો જી ગાલ થિઇ વિઇ’

  જરાવાર પિંજા ને પંજસોજી રિકઝિક થિઇ આખર લીલાધર પંજસોજી નોટ ડિને નેચેં

‘નેર સોમવારજો ટાણેસર પુજી અચીજ ને આંઉ ચ્યો આય તીં હામી ભરીજ’

              અધ્રેમાન વ્યો ત ઓફિસજી બારી વટે ઉભી હી નાટક નેરીંધા જગજીવન બારા નિકર્યા ને ઓફિસથી થોડી છેટી ચાયજી રેંકડી વટે હિકડ઼ે બાંકડે મથે વિઇ અધ્રેમાન ચાય પીધેતે તેં સામે અચી ઉભા.છેલ્લો ઢુક ભરે અધ્રેમાન ઉચોં નેરે ને ચેં

‘જગુકાકા અઇ’

‘પંજસો રૂપિયેમેં કોક મથે ખોટી ભધ વિજે લાય તૈયાર થ્યો અઇયે?’

‘ક્યા પંજસો રૂપિયા?’

‘ઉ જુકો લીલાધર તોકે ડિને આય’

‘વડે પીપજા સોં મુંવટ નઇ’

‘કો વ્રજલાલ ભેઇમાની કરેતો તેંજી સાંખ પુરાય લાય તું નાય અચે વારો?’

‘એ વડે પીપજા સોં મુંકે કીં ખબર નાય’

‘વડે પીરજા સોં જી ભધલી વડે પીપજા સોં ખણેજી ચાલાકી મું વટે મ કર.ઉ ડીં ભુલી વે જડેં તો મથે ખોટી અકઇ પઇ વિઇ ને તોજે પે અભુ કનાથજે મોંકે આંઉ જામીન પ્યોસે નકાં અઞા જેલમેં સડધો વેં.’

‘પણ જગુકાકા હી પંજસોજી નોટ ત મિંકે પટ મિંજા લધી આય લીલે જેડ઼ો કાગડો કડેક જ કરાંચમેં અચે’ ચઇ અધ્રેમાન ખિલ્યો.

         સોમવારજો કાનજી ને અધ્રેમાન કે કોઠેને લીલાધર ડેસાઇ સાયેબ કે ચેં

‘નેર્યો સાયેબ હીન ગરીબ માડ઼ુ વટાં ફાઇલ ક્લીયર કરાયલાય વ્રજલાલ પનરોસો રૂપિયા મંગેવે બોલ કાનજી’

‘કાનજીભાઇ વ્રજલાલ આં વટા પનરોસો મંગેવે?’ડેસાઇ પુછે

‘કેર વ્રજલાલ આંઉ કોય વ્રજલાલ કે ઓરખા નતો ભાકી હા લીલાધર મંગેવે’

‘કાનજી બોલીને ફરી મ વિઞ તું જ રૂધો રૂંધો મું વટ આયો વે હી અધ્રેમાન સાકસી આય પુછો અધ્રેમાન કે’ ત ડેસાઇ અધ્રેમાન સામુ નેરે

‘અરે વડે પીપજા સોં મુકે કીં ખબર નાય હી લીલાધર આંઉ રેંકડી તે ચાય પીધી તે તડે મુંકે પજ રૂપિયા ડિઇ ચેં ઓફિસમેં અચીજ ને હા મેં હા કરીજ અરે ભેઇમાન ચઇ અધ્રેમાન પંજજી નોટ લીલાધર જે ખુંચેમેં વિધે

‘લીલાધર હેડા ખોટા કાવાધાવા છડ્યો નકાં વડી ઓફિસકે આંજી ફરિયાધ કેણી ખપધી’ ચઇ ફાઇલ વ્રજલાલ કે ડિને

‘જગજીવનકે ચો ફાઇલ નેરેને મું વટા સઇ કરાય વિઞે’

              લીલાધર ત ઘણે ધુંવા ફુંવા થ્યો ને વ્રજલાલકે ધમકી પણ ડિને તોકે ત આંઉ નેરી ગિનધોસે.(વધુ બઇ ટપાલમેં)

સુઙ

સપ્ટેમ્બર 4, 2013

fanas 1

“સુઙ”

કજરજે મિસ,સઇં રાત હુઇ ઇ કારી

સુઙસે રાત હી ભારી લગી ન્યારી

પિપરજા પન ખુખડે કર ખિલેંતા

બોલીને ધિરજાયતી ભૈરવ પ ભરી

ધરબારી ફાનસ કરેતો માંધો ઉજારો

કમડ઼ેજી કર થિઇ વિઇ ઇનકે ભીમારી

રસ્તે વિચમેં જુકો સુમધલ હુવા કુત્તા

ખુણા જલેને અજ ક્યોં હુવો પથારી

માડ઼ુજો પુતર કો’ મિલ્યો ન સામો

સુઙ વઇ ખાઇ ક અંધારે ઓગારઇ

કેંકજે હલણજો અવાઝ એડ઼ો આયો

લગો કો’ ગુપચુપ અચેતો પુઠારી

ધરજી ધરજી મડ નેર્યો પુઠ ફેરી

કો’ પ ન હુવો ઇ ત આઉં ‘ધુફારી’

૧૩-૦૯-૨૦૧૨