Archive for ડિસેમ્બર, 2013

2013 in review

ડિસેમ્બર 31, 2013

The WordPress.com stats helper monkeys prepared a 2013 annual report for this blog.

Here’s an excerpt:

A San Francisco cable car holds 60 people. This blog was viewed about 1,900 times in 2013. If it were a cable car, it would take about 32 trips to carry that many people.

Click here to see the complete report.

Advertisements

મસ્તીમેં રેંતા

ડિસેમ્બર 20, 2013

JODLO

મસ્તીમેં રેંતા

ડુસી ડોસલ ડીં ઉગે ને,ઘરજે ઓટે વેંતા;

ભેરા વઇ ઉગે ઉલધે,હિકડ઼ે ભાણમેં ખેંતા.

ડુ઼ીસી ડુસી કુરો કર્યોતા, ડિસી મુંજી સિપરી;

ડોસલજી ખિસી વઇ હાણે,સુણધલ ઇં ચેંતા.

ડીં ઉગે ને ડીં ઉલધે ઇ, ઠાકર ડેરે વેંતા;

ઠાકર સામે વઇ કરેને,ભજન મિઠા ગેંતા.

થધી છાંય ને મીઠી ભુખ,સંતોસી ઇ એડ઼ા;

કડેં વિઞીને નતા ચેં કેંકે, બ પૈસા તું ડેતા.

ગામ જિડાં પ વે કજુડ઼ો,જરૂર ઉડાં પ હુંધો;

કડાંક કજીયો હલ્ધો વે ત, ઇનથી છેટા રેંતા.

બેંજી ભેણી વડી ડિસીને, ભુંગા કો ન બારે;

બ ને બ ચાર જેડ઼ી,ગાલ સચી ઇં સમજેંતા.

ગુરૂ મંતર લજી વ્યો, ઇનીકે ઇં જીયણ જો;

‘’ધુફારી’ ડિઠે તડેં ઇં, પિંઢ મસ્તીમેં રેંતા.

૧૮-૧૨-૨૦૧૩

વિઞણ ડયો

ડિસેમ્બર 14, 2013

time

વિઞણ ડ્યો’

મોભત ને નફરતજી ગાલ્યું વિઞણ ડ્યો;

સુઠ્ઠી કે રખી અઇ ભુછ્છી કે વિઞણ ડ્યો

મોભત ને નફરત હીં અઇ બોંય જેડલ;

વખાણ કેંજા કેંણા ન કેંણા વિઞણ ડ્યો

મિલઇ આય નફરત અસાંકે આં વટાનું;

છતાં પણ ફરિયાધ પ કેંણી વિઞણ ડ્યો

નફરત કે ખિલી ને મું પીધી મિલઇ સે;

ઇનજી તા ગાલિયું ન કેંણી વિઞણ ડ્યો

વખત વટાજે ખજીના પ વાવરાજે તીં;

નફરત આંજી ઠલી થે લા વિઞણ ડ્યો

‘ધુફારી’ કે અઞા પ આય આસ મનમેં;

નફરત મોભત ન થીએ ત વિઞણ ડ્યો

૦૨-૦૨-૨૦૧૩

બેત

ડિસેમ્બર 9, 2013

કલમ અને કિતાબ

‘બેત’

ગ્નાન ને વિગ્નાન લા જરૂરી આય વાંચન,

ઠલિ નજર ન ફેરણી પણ વાંચીજે ડઇ મન;

નકાં ઇ પચે વિગર જો અન્‍ન “ધુફારી’ ચેં પેટમેં.

@@@@

કમ કીં પણ હથ જલ્યો ત વિચાર કરેને કજા,

કમ અગર સારો થીએ ત ઇનજી અલગ મજા;

નકા આય ઇ સજા ‘ધુફારી’ચે ઇ કરમજી.

@@@@@@@

મુરખ નરજી ભાઇબંધી કડેં પણ ન કજે,

જરૂર વિગરજો વાવર્યો ત ખુંચો આંજો ડજે;

ઉજારો કડે ન લજે ‘ધુફારી’ચે જીયણમેં.

@@@@@

આય જરૂરી વખત કે નિત ઉગે રાત ને ડીં

કડાં ચાડી કડાં ઢોર વે જરૂર જીયણમેં તીં;

મોજ જીયણમેં કીં ‘ધુફારી’ચેં નરકે અચે?

@@@@@@

ઇચ્છા આંજી વે ભલે ક ગજે ગગનમેં નામ.

કુડા કમ મ કજા પોય થઇ વિઞો ભધનામ;

ગડૉડ઼ે ચડાય ગામ ‘ધુફારી’ચેં પલવારમેં.

૦૯.૦૭.૨૦૧૨

સુખી જીયણ

ડિસેમ્બર 5, 2013

MACHHIYARO

 

‘સુખી જીયણ’

    (હિકડ઼ે મેક્સીકન મછીયારે ને હાવર્ડ યુનિવર્સિટી મિંજા એમ.બી.એ. થેલ અમેરિકન મુસાફરજી અંગ્રેજી લેખક G.K.Chesterton જી ઇન્ગલીસ આખાણી મથા ભા.વિનોદ પટેલ ગુજરાતીમેં તરજુમો કરે મુંકે હલાય આય હાણે ઇ જ આખાણી પાણ કચ્છીમેં માણિયું.આખાણી કચ્છીમેં આય ઇતરે પાણ કચ્છી મછિયારેજી ગાલ કંધાસી મુસાફર ભલે અમેરિકાથી અચલ હિંધુસ્તાની આય)

 

       મડઇવારે સરાઇયેજે ધરિયા કિનારે હિકડ઼ી મછિયારેજી હોડી નાંગરેલી પિઇ વિઇ.ઉડાં અમેરિકામેં ભણીને હિંધુસ્તાન ફિરેણ અચલ મુસાફર ગુમધો ફિરધો ઉડાં આયો ને મછિયારેજી ઝલેલી ધજ મછિયું ડિસી રાજીયાણું થઇ મછિયારે કે ચેં

‘હી મછિયું ઝલેમેં આંકે કેતરો વખત લગો વો?’

‘બોરો જીજો ન?’મછિયારો ચેં

‘અઇ જરા વધારે વખત હોડીમેં ગુજારે જજી મછલિયું કુલાય નતા ઝલ્યો?’મુસાફર ચે

 મછિયારો મુસાફરકે સમજાઇંધે ચેં’અસી હેર જીકી મછલીયું ઝલિયુંતા તેમેં ખુસ અઇયું ઇન મિંજા મુંજી ને મુંજે કુટુંભ કે જીકી જીયણ લા ખપેસે મિડ઼ે મિલી રેતો’

‘ત પોય આંજો ભાકીજો વખત કીં ગુજાર્યોતા?મુસાફર પુછે

‘અસીં મોડે સુધી સુમોતા.થોડો વખત મછલિયું ઝલિયુંતા,અસાંજે છોરેં ભેરા રમોંતા

અસાંજી ઘરવારી ભેરી બિપોરજી નિંધર કરિયુંતા,સંજા ટાણે અસાંજે ભાઇબંધ ધોસ્તારેકે મિલોંતા,ઇની ભેરા વઇ ઢુક ઢુક ધારૂ પિયોંતા,ગિટાર વજાઇયુંતા,ગાયન ગાઇયુંતા ઇ અસાંજો જીયણ ભરાભર ગુજરેતો,અસીં અસાંજી જીયણ સુખસે માણીધે ગુજારીયું તા’

      ઉ પરડેસી મુસાફર મછિયારેજી ગાલ કપીંધે ચેં

‘નેર્યો આઉં અમેરિકાજી હાવર્ડ યુનિવર્સિટી મ્યાંનું એમ.બી.એ. થ્યો અઇયા ઇતરે આઉં આંકે થોડી મધત કરે સગાં ઇ અઇયા ત મુંજી આંકે સલા આય ક આંકે થોડો વધારે વખત હોડીમેં ગુજારેને જજી છલિયું ઝલેજો ચાલુ ક્યો ખપે ઇં કંધે અઇ વધારે મછલિયું ઝલે સગધા ઇં કંધે આંજી આવક વધધી ત તેં મ્યાંનું અઇ હેર આય ઇન કનાં વડી હોડી ગીની સગધા’

‘સાયેબ ઇન પ્વા કુરો?’મછિયારો પુછે

‘વડી હોડી અચે પ્વા અઇ જજી મછલિયું ઝલીંધા તેંસે આંજી આવક વધધે અંઇ બઇ નઇ હોડી ગિની સગધા.ઇં પોય બઇ,ત્રિઇ ઇં આં વટ હોડિયેંજો વડો કાફલો થઇ વેંધો.

પોય અઇ ધલાલેકેં મછલિયું ડ્યો તેં કનાં મછલિયું પેક કંધે કારખાનેકે ડઇ કરેને જજી આવક કરે સગધા કધાચ ભવિસમેં અઇ આંજો મછલિયું પેક ક્રેજો કારખાનો વિજી સગધા.પોય આંકે આંજે હિન નિંઢે ગામડેમેં રોણું નઇ ખપે કધાચ અઇ મુંભઇ. અમધાવાધ ક ધિલ્લી જેડે વડે સેરમેં રઇ સગધા ને ઉડાંનું અઇ આંજે ધંધાજો વહિવટ કરે સગધા’મુસાફર સમજાય.

‘સાયેબ હી મિડ઼ે થીધેં કેતરો વખત લગે?’મછિયારો પુછે

‘વી કધાચ પિંજી વરે’મુસાફર ચેં

‘સાયેબ તેં પ્વા કુરો કેણું?’મછિયારો પુછે

‘મુજા અઝીઝ પોયજી ગાલ બોરી લાટ આય.આંજે ધંધેજો વિસ્તાર થે પ્વા સેર ભઝાર મિંજા સેર ગિનેજા ને વિકણેજા ઇ કિરોડ઼ે રૂપિયેંજી કમાણી કરે ગિનેજી’

‘કિરોડ઼ો રૂપિઆ સચ્ચઇ? પ કિરોડ઼ું રૂપિયા અચે પ્વા કુરો?મછિયારો પુછે

‘કિરોડ઼ુ રૂપિયા અચે પ્વા આંકે ધંધો છડેઢારેજો.ધરિયાજે અરે હિકડ઼ે નિંઢે ગામમેં ઘર ગિનેજો આંજે છોરેં ભેરો રમેજો આંજી ઘરવારી ભેરી બિપોરજી નિંધર કરેજી,સંજા ટાણે આંજે ભાઇબંધ ધોસ્તારેકે મિલેજો,ઇની ભેરા વઇ ઢુક ઢુક ધારૂ પિધેજો,ગિટાર વજાયજી,ગાયન ગાતેજા ઇ આંજો જીયણ આનંધમેં ગુજરેજો’મુસાફર ચેં

હી સુણી મછિયારો ખિલી પ્યોને મુસાફર કે ચેં‘આંજે ભણતરજો માન રખી મુંકે ચોણું ખપેતો ક હી મિડ઼ે ત અસીં મછિયારા હેર ઇજ કરિયુંતા ત પોય અઇ ચ્યાં ઇં પૈસા ભેરો કેણ અસાંકે અસાંજે જીયણજા કિમતી ૨૫ વરે વિઞાયજો કીં અરથ ખરો?’

(હિન આખાણીજી સીખ ઇ આય ક માડ઼ુજે જીયણમેં માલ મિલકતજી માલિકી ને ધન ઇ પુરતો નાય ધનસે સુખ વિકાંધો નતો મિલે.માડ઼ુજી ત્રિસ્ણાજો કો અંત નાય જી વધુ પૈસા મિલેં તીં વધુ ભેરા કરેજો નઇ ત્રિસ્ણા જાગે.ઇચ્છાજી હી ખડ કડેં ભરજે નતી)

 

‘ગોત્યા નતા લજે’

ડિસેમ્બર 1, 2013

murkanu

‘ગોત્યા નતા લજે’

કુથરી ધાબે ભગલમેં હાણે વાજા નતા વજે;

એડ઼ા સુર કિડાં છિપીવ્યા હાણે ગગન નતા ગજે.

કારી બજારજી કાતીસે પરજાકે કતરીતાં;

ભ્રસ્ટાચારજે ભરડ઼ે મ્યાંનું માડ઼ુ કયાં તઇ ભજે.

મંતર તંતરજે જાધુસે પરજાકે ભરમાયોં;

ઇનીજી ભભુલી ભરજે વિઠી ભલે ન ભગવો લજે.

એરણ ખાઇ ઓગારેને સુઇજો ડાન ડિયેતા;

પરજાજી આંધરિયું બારે સીરા ઇની લા રજે.

ચોચા ચુંઢણ ચુગલીખોર ચાર ડિસમેં વ્યાર્યો;

અવરી સવરી કરે કરે ને હવનમેં હડકા વિજેં.

માણસાઇકે મારે છડ્યા નિડ઼ી નપુટો ડિઇને;

અકેકારી અસોસાર કંધે છતાં નતા ઇ ધ્રજે.

માડ઼ુમે માડ઼ુ ગોતે લા ફાંફા ઘચ ખણ માર્યા;

મનઠાર વે એડ઼ા ‘ધુફારી’ ગોત્યા નતા લજે.

૧૫-૦૫-૨૦૧૨