Archive for જુલાઇ, 2014

જાધુ મિસ્ત્રી

જુલાઇ 26, 2014

mechanic

 

જાધુ મિસ્ત્રી

        અજ નીમાજી અખ ખુલઇ તડેં નિત જાગને જાધવા…. પ્રભાતિયો ગાઇધી ને સવારજો અઙણ બુવારીધી ઇનજી મા નાથીજો સડ ન સુણાણો ઇતરે ઇનકે નવાઇ લગી કીં ગાલ થિઇ? જ મા જે વિછાણ કોરા નજર કેં ત મા અઞા પ ચિતીપાટ સુતી હુઇ.પડખે ભેર સુમધી મા કે હી ચિતીપાટ સુતી ડિસી નીમા નાથીજે વછાણ વટ વિઞીને નેરે ત નાથીજી અખિયું ફાટલ ને મોં ખુલો વો સે ડીસી નીમા ડપજીને વોય મા….રડ વિજી સટ કઢી ઠાકે મિસ્ત્રીજી ડેલીમેં રોંધલ નાથીજી જેડલ માકોરજે ઘરે પુગી ત્યાં સુધી ત ઇ હાંફી રિઇ.

‘મા….સી…મુંજી મા….’કંધે નીમા માકોરજે ઘરજી ચાંઠ તે ધબ ડિઇને વિઇ રૂણ મંઢાણી.

‘કુરો થ્યો નાથી કે….નીમા?’માકોર નીમાજી ઉબરાડ઼ સુણી રસોડેમેં ચાય ભનાયજો છડે બાર અચી નીમાકે ધુધડાયને પુછે

‘માસી મુજી મા…..’ચઇ નીમા મથો ધુણાઇધે પોક વિજી રૂઇ પિઇ

‘હાય રામ…’ચિઇ નીમાકે બખમેં ગિડ઼ે તાં ત માકોરજી સામે રોંધી પુરાં નીમાજી ઉબરાડ઼ સુણી બાર આવઇ.

‘કુરો થ્યો માકોર હી નીમા કુલાય રૂએતી?’પાણીજો કરસિયો હથમે જલે પુરાં પુછે

‘નાથી ગુજારે વિઇ’પુરાં વટા કરસિયેજો પાણી નીમાકે પિરાંઇધે માકોર ચેં

‘જાધિયા…બાર નિકર’પુરાં પુતર કે સડ કેં

‘કો બાઇ કુરો થ્યો…હી નીમા કુલાય રૂએતી?’ઓટેતે ઉભી જાધુ પુછે

‘ઇ પુછાણા પોય કજ માડ઼ુ ભેરા કર ને નાથી કે અવલ મજલ પુજાયજી સાંભાઇ કર’પુરાં ચેં

          જાધુ ઘરમેં વિઞી ટુવાલ ખભેતે રખી બાર નિકર્યો ને જરાવારમેં ત માડ઼ુ ભેરા થઇ વ્યાને માકોરને પુરાં નાથીકે વેંજારે બ્યા લુગડ઼ા પેરાયો ને પોય નાથી કે મસાણમેં પુજાયલા રવાના થ્યા. થધી ઠારેને જાધુ ઘરે આવ્યો ત નીમાકે માકોર અંગોડ઼ કરાય ને નાથીજે ઘરાનું ખણી અચલ નીમાજા કોરા લુગડ઼ા પેરાય પોય ચાય પિરાય. જરા વાર રિઇને નીમા ચેં

‘માસી હાણે આંઉ ઘરે વિઞાતી’

‘કીં જરૂર નાય ઘરે વિઞેજી હાણે હુડાં તોજો આય કેર? ને ઉડાં તોકે નાથી ટક પલ જાધ અચીંધી ત તોકે થધારીંધો કેર? પાછો હિકડ઼ો ત તોજો ઘર સેરીજે છેવાડ઼ે તે પ્વા ગઢરાંગજી સુઙ ને તું જુવાણ જમાન હેકલી ન રોવાજે તું હડાં જ થિઇ હુ મું વટ કુરો સમજઇએ’માકોર ચેં ઇ ગાલ હલઇતે ત પુરાં સાંખ પુરાઇધે ચે

‘હા બચ્ચા માકોરજી ગાલ નિપટ ચુટ્ટી આય કીં જરૂર નાય ઉડાં વિઞેજી’

              માકોર ખાખરા ને પાપડવટીધી હુઇ ને બંધલ ધુકાનવારે કે ડિઇ અચિંધી હુઇ.ઇ રોજ બાજરજી માની જ ખેંધી હુઇ.ભુખ વે તેડ઼ી કડેંક હિકડ઼ી કડેંક બ માનીયું ઘડ઼ે પોય આથાણેસે ક ડઇસે ક ગુડ઼સે ખાઇ ગિને. ભાજાર વિઞે ત રિંગણા ઇનકે બોરા ભાવે ઇતરે ઇનજે છિક્કેમેં રિંગણા ત વેં જ,મરજી પે ત સાગ ભનાય નિકાં એકાંધો રિંગણું ચુલમેં સેકેને લસણજી ચટણી ભેરેને ખાય.રાતજો મન થીએ ત મુઠ ખિેચડ઼ી ઓરે નિકાં પિઢજા વટલ ખાખરા ખાઇ ટક ટારે,નીમા અચિંધે માકોર રાજીયાણી થિઇ. બ જેણેજી સરખી રસોઇ થીએ.

                  ડેઢ મેણે જ નાથીજી વરસી-છમાસી ભેરી વારાઇ વિઇ. હિકડ઼ો ડી પુરાં ને માકોર નક્કી ક્યાં ક નીમાજા વિયાં જાધુસે કરાય છડણાં. નીમાકે માકોર ગાલ કે

‘આંઉ લગન ત કરિયાં ક માસી તું માની ઘડ઼ેજી પંચાત છડે ડિયે ત નકાં આંઉ તોકે છડેને કિતે પ નાય વિઞે વારી’નીમા માકોરકે બખ વિજી ચેં

‘સે કુરો સજી જમાર હીં વાંઢી વિઠી હુનીએ ને મુંજા લુઇ પીનીએ?’માકોર નીમાજી પુઠમેં ઢુંભો હણી પુછે.

‘અરરર…..માસી આઉ કે મુઙણ,મચ્છર ક ટોલો થોડી જ અઇયા જુકો તોજો રત પિયા?હા….ઉ કુરો ચેંતા… હા….હાજરાં થીધીસે પ તોકે છડેને કિડાં પણ નઇ વિઞા’ માકોરકે ફરી બખ વિજી નીમા ચેં              

          બે ડીં માકોર પુરાં કે મિડ઼ે ગાલ કેં ક નીમા હીં ચેતી

‘સાવ સચી ગાલ આય આંઉ તોકે કિતરી વેરા ચ્યો આય ક બાજરજી માનીને આચર કુચર ખાધેજો છડ સે તું કિડાં મઞિયેંતે?ખાસો થ્યો હી તોકે મથેજી મિલઇ.જાધુજા લગન થીંધા ત અસાંજી ત્રે જેણેજી રસોઇ થીંધી ભેગી તોજી પ થઇ વેંધી’પુરાં ચેં

         આખર નીમાજી ગાલ રઇ ને જાધુ ને નીમાજા લગન થઇ વ્યા રોજ ચાર ભેરા વઇને માની ખેં.જાધુ ઇનજે પે ઠાકે મિસ્ત્રી જેડ઼ો હિકડ઼ે નિમરજો કારીગર હુવો.ઇ મસીન રાસ કંધો વો,તેમેં જાપાન,જરમન જેડા બારાતુ મસીન ત ઇ જ રાસ કરે ડે.ઇતરે ગામમેં જાધુ મિસ્ત્રી નાં સે ઇ ઓરખાંધો વો.હીં ત કમ પુરતી જ ગાલ કરે.જજો કેમેં ભરે ન પુરાં ઘણે વેરા ચોંધી હુઇ મુવા સાવ જડભરત અઇયે ન કેસેં હિલે મિલે ન કેંસે ગાલ કરિયે મું કે ડપ લગેતો ક તોકે ધી ડિંધો કેર?નીમાસે લગન થે પ્વા હિકડ઼ો ડી જાધુ પુરાં કે ચેં

‘બાઇ…ભલે આંઉ જડભરત અઇયા પ નેરે કોકજી ધી મુંકે મિલી વઇ ક ન?

હિકડ઼ો ડી પુરાં માકોરકે પાપડ વટાયતે ત ઇનકે ખંગ ઉપડઇ.

‘અજ વરી પાછી ખંગ ઉપડઇ?’

‘હા….ઇ ભજિયા મંગેતી’ચઇ પુરાં ખિલઇ સુણી માકોર રડ વિધે

‘નીમા…ડુંગરી સુધારને પુરાંકે ડુંગરીજા ભજીયા ખારય પાણી પિરાય’

‘માસી ભજીયા ખાઇને પાણી પિયું ત ત જજી ખંગ અચે’નીમા ચેં

‘બચા પુરાંજી ખંગજો ઇ જ ઇલાજ આય’ચઇ માકોર ને પુરાં ખિલઇયું 

        આખર ભજીયા ભન્યાસે ખાઇને પુરાં પાણી પીધે ને સચ્ચઇ ખંગ વિઇ રિઇ સે ડીસી નીમાકે નવાઇ લગી.રાતજો નીમા જાધુકે ગાલ કેં ત જાધુ ચેં‘હા બાઇકે જડેં ખંગ ઉપડે તડેં ભજીયા ભનાયને ખાયતી’

      હિકડ઼ો ડી સેરીમેં ઓલાધે હિકડ઼ે ભિછરે કારે ગુલિડેકે જાધુ ઘરે ખણી આયો સે ડીસી પુરાં ચેં’હી ગુલિડો રમાડેજો સોખ તોકે ક્યાનું જાગ્યો?’

       જાધુ ધાધ ન ડીને પોય ત ઇન ગુલિડેજી બોરી ન્યાર કંધો વો. ઇનકે દુધ પિરાય,દુધમેં માની પુસાયને ખારય,ઇન્કે વેંજારે ઇનજે વારેમેં ડંધિયો ફિરાય, ઇનજે નિડ઼ીમેં પટો બધીને ભેરો ફરાઇધો વો.સે ડીસી નીમા,પુરાં ને માકોર બોરી ખિલે પ જાધુકે કડાં ઇનીજી પઇ વઇ.વખત વેંધે ઇ વાછડે જેડો વડો કુતો થ્યો સે જાધુજે કારખાનેમેં જ વિઠો રોંધો વો.સમજુ ઇતરો વો ક જાધુ ચે કારા વિઞ હથોડી ખણી અચ ત ઇ ખણી અચે.

    નીમા ધરજણ ખણ કાંચજી બંગલિયું પેરીધી હુઇ સે માની ઘડ઼ે લાય વે ત ઇનજી બંગલિયેંજો છન છન અવાઝ સુણી કારો ઘરજે ઓટેતે મોં ઘરમેં રખીને વે. નીમા પ પેલી માની ઘડેને ઇનકે ખારાય.ઘણે વેરા ચે અઞા વાર આય ત કારો ઓટેતે સુમી રે.

       ડેલીમેં ડઇવડેવારે પિસે મારજજો,સિવે વાઢેજો,પાંચે મેરાઇજા ને ગલુ ગઇધરજો ઘર પ વા. ઇનીજે ઘર મિંજા કારે સામે કો માની રખે ત ઇ ખાય ન જયાં સુધી હિક્યાર નીમા ઇનકે માની ન ખારય.પાંચે મેરાઇજી ઘરવારી ચતુરાં ત ઘણે વેરા કારેકે ટપલી હણી ચે

‘મુવા…નીમા તોકે કુરો સોન કુટેને ખારયતી ને અસી કુરો ઝેર ડિયું તા?’ત કારો ચતુરાંજે ખોરેમેં મથો રખે સે ડિસી ચતુરાં કારેકે ધક્કો ડઇ ચે ‘ભજ મુવા ભેસરમા થી પર્યા ખોટા ચાગ મ કર’(ક્રમશ)

         જાધુ ને નીમાજો સુખી સંસાર હલ્યોતે તેમેં પુરાં કે ખબર પઇ ક નીમાકે ઓધાન ર્યો આય ઇ ત એડ઼ી રજિયાણી થઇ ક મ પુછો ગાલ.પુરાં નીમાકે જજો કમ કેણ ન ડે ઇ ત ભસ હિકડ઼ી જ ગાલ કંધી હુઇ

‘આઉ કુલાય અઇયા મુંકે રમકડ઼ો મિલી વેંધો પોય કીં નઇ કરિયાં’ 

.      હંમેશા તરાજે આરેતે લુગડ઼ા ધુણ વેંધલ પુરા હિકડ઼ો ડી તરાજી વિચમેં અચલ વાયતે લુગડ઼ા ધુણ વેંધી ચતુરા ભેરી ઇ પ વઇ.વાયમેં પાણીજો તર ઇતરો ઉચો વો ક નમીને બાલધી ભરે ગિનો.ધુતેલા લુગડ઼ા આગલાય લા કરે પુરાં બાલધી ભરણ વઇ તિન ટાણે સાભુણજી ગોટી મથે પગ અચીવ્યો ને લસકીને વાયમેં છણઇ.ચતુરાજી ત ઉબરાડ નિકરી વઇ બઇયું પણ લુગડ઼ા ધુણ છડે પડથાર વટ આવઇયું.હિકડ઼ી ચે ‘જરા ઉબડ઼કે ત હથ જલે બાર કઢી ગિનો.’ઇગ્યારો મથોડા પાણી ભરલ વાયજે તરિયેમેં બેડ વઇ ઇનમેં પુરાં ગચી રિઇ સે ઉબડ઼કઇ જ ન.ચતુરા ઉડાં તરધે પ્રેમલેકે  જાધુકે સડાલાય ધોડાય. જરા વારમેં વાયમેં બાઇ છણી પઇ…બાઇ છણી પઇ સુણી તરામેં તરધા તારૂ જુવાણિયા ભેરા થિઇવ્યા ને વાયમેં ઠેક ડિનો જાધુ પ અચી પેરેલે લુગડ઼ે જ ઠેક ડિને જાધુ ને બ્યા જુવાણિયા પુરાંકે ખણી પાણી બાર આયા.બ્યા પડથાર વટ ઉભાવાસે જાધુકે ને પુરાં કે બાર કઢ્યો.

         પુરાજી છાતી ચતુરાં ધાબે ત પાણી નિકર્યો જરાવાર રઇને પુરાં અખ ખોલે ને ચેં જા..ધિયા….ત ઇનકે ખંગ ઉપડઇ બ ડચકા ખાધે ને કંધ ઢારે છડે.જાધુ પુરાંકે આરેતે ખણી આયો માડ઼ુ ભેરા થઇવ્યા ને હિકડ઼ો મંજો ખણી આયા તેં મથે સુમારે પુરાંકે ઘરે ખણી આયા.જરાવારમેં પુરાં ગુજારે વિઇ…..પુરાં ગુજારે…. વિઇ સુણી બ્યા માડ઼ુ ભેરા થિઇ વ્યા.

          ચતુરાં જડેં જાધુકે સડાયલા પ્રેમલેકે હલાયવે તડેંનું નીમાજો જીવ પુડિકે બધાઇ વ્યો વો.માકોર ઇનકે બખમેં ગિની થધારેજી મેનથ કેંતે પ નીમા કે ત હિકડ઼ો જ ડપ સતાપેતેં ક પુરાં રખે જીરી ન અચે.મંજેતે પુરાંકે ખણી ઘરે આયા તડેં નીમા બાઇ….કરે ધોડ઼ઇ  ત નીમાજો ખભો જલે જાધુ મથો ધુંણાય ત વોય મા….કંધે નીમા ઢકરજી વિઇ.જાધુ માકોર ડિયાં નેરે ત માકોર ને ચતુરાં નીમાકે ઓટેતે સુમાર્યો.પોય ઇનકે છડેને પુરાંકે કોરા લુગડ઼ા પેરાયો ત્યાં સુધી નનામી બધાઇ વિઇ તે મથે પુરાંકે સુમારે મસાણ કોરા રવાના થયા.

       ચી ખડકેને તેં મથે પુરાંજે મડ઼ેકે સુમાર્યો ત કારો કુત્તો ચી કે પરકમા કરેને મોં ઊંચો કરે ઓનાઇયું ડિને.જાધુ ચી કે આગ ચાંપેને કારેકે બખ વિધે પુરાંકે વાય મિંજા કઢ્યો ત્યારનું અઞા સુધી જાધુજી અખમિંજા આંસુજો હિકડ઼ો ટીપો ન છણ્યો વો સે કારેકે બખ વિજધે ઉચકાર વિજીને રૂનો.પિસો મારાજ ને પાંચે મેરાઇ જાધુકે થધાર્યો ને પોય થધી ઠારે મિડ઼ે ઘરે આયા.

        નીમાકે પંઞઉ મેણું વ્યો તે ઇતરે ડેઢ મેણે જ પુરાંજી વરસી છમાસી વારે છડ્યો.માકોર ને ફરિયેવારી ભેરી થઇને સાધાઇસે નીમાજો ખોરો ભરાયો.

           અઠવાડ઼ો રઇને નીમા જાધુ લા ચાય ભાનય લા ચુલજે મુરજી ધરીમિંજા ચાયજો ડબો ખય ત ખાલી વો.ચાયજો પુડિકો ફલીતે પ્યો વો સે ખણેલાય વિઇ ત હથજો ઠેલો લગધે પુડિકો પ્વા હલ્યો વ્યો.પગજે ફણેતે ઊભીને નીમા ખણણ વિઇને કાયા વોરઇ ને ધરીજે બાયણેતે છણઇ ધરીજી પતરી પેટમેં ફુસી વઇ ત પેટ ભેરી ગભજી કુથરી ચિરાઇ પિઇ ને વોયમા!! કંધે નીમા છણઇ. ઓટે તે વિઇ કારેસે રાંધ કંધલ જાધુ સફાડ઼ો ઘરમેં ઢુર્યો ને નીમાકે ડિસી નીમા …!!! ઇનજે મોં મિંજા ઉબરાડ઼ નિકરી વિઇ સુણી માકોર ધોડ઼ઇ ત જાધુ નીમાકે ઉપાડેને અંઙણમેં રખલ પિસે મારાજજી હથલારી મથે નીમાકે સુમારે સુવાવડખાતે કોઠે વ્યો ને ડાગધરકે મિડ઼ે ગાલ કેં.ડાગધર તપાસેને ચેં રત બોરો વઇ વ્યો આય ગભજી કુથરી ફાટી વઇ ત મિંજાજો પાણી વઇ વ્યો ને બચો મરી વ્યો તેજી સેપટિકસે નીમા પણ ગુજારે વઇ આય. ડાગધર નીમાજી પેટકે ટાંકા ડઇ લાસ જાધુકે સોંપે ત્યાં સુધી ફરિયેવારા માકોરજી ગાલ સુણી સુવાવડખાતે પુગા.ઉનજ હથલારી તે વિજીને નીમાકે ઘરે કોઠે આયા.માકોર ને ચતુરાં નીમાકે વેંજારેને બ્યા લુગડ઼ા પેરાયોં ટિકો કઢી સેંથો પુરેને નિનામી મથે સુમાર્યો.જાધુ હિકડ઼ી ખુણમેં બીં ગુડેં વિચ મથો રખી વિઠો વો.નિનામી ઉપડઇ ત પિસે મારાજ ઇનકે ઊભો કેં ચી મથે નીમાકે સુમારે જાધુકે નીમાજો મોં વતાયોં ત જાધુ નીમાજે મડ઼ે કે બખ વિજી ઉચકાર વિજી રૂઇ પ્યો.કારો ચી કે પરકમા કરેને મોં ઉચો કરે ને અસોસાર ઓનાઇયું ડિને તે.થધી ઠારે પાછા વર્યાતે તડે કારેજે મથેતે હથ ફિરાઇધે જાધુ ચેં

‘હાણે હઇયો કર…’

          બ ડીં નિકરી વ્યા ન જાધુ કીં ખાધે ન કારે કીં ખાધે.ત્રે ડીં માકોર નીમાજા સોં ડઇ જાધુકે ખેણ વેરાય ને કારે કે માની ડિને પણ કારે ન ખાધે ઇ ત જાધુજે ઘરમેં મોં રખીને વિઠો વો.જાધુ માકોરજે ઘરે માની ખાઇને પિંઢજે ઘરમેં વ્યો ચુલ પેટાયને માની ઘડ઼ે કારેકે ડિને સે કારે ખાધે.પોય ત જાધુ રોજ પિંઢજે ઘરે પિંઢ લાય ને કારે લાય માનિયું ઘડ઼ે ને કારેકે ખારાય ને માકોર સાગ ડઇ વિઞે તેંસે પિંઢ ખાય.

       મેણું ખણ ગુજર્યો ત હિકડ઼ો ડીં જાધુજી કાયા ઠામેં ન હુઇ ઇતરે મથલી ભોં તે સુતો વો.માકોર ચાય લા સડારે ત જાધુ ચેં

‘માસી મુકે મજા નાય ચાય નાય પીણી’

         ચઇ જાધુ સુમીર્યો.કારો બાયણે તે પગજા નોં ભરાયને અસોસાર ભસ્યોતે.જાધુ મથાનું રડ વિધે

‘કારા…કુલાય મથો ખાધે આય?’

     જડેં કારો ભસણ ભંધ ન કેં ત ખારાજીને જાધુ નીચે ઉતર્યો ને બાયણો ખોલે ત કારો ઘરમેં ઢુરીને જાધુકે પુઠિયાનું ઠેક ડઇ ધક્કો ડિને જાધુ માકોરજે બેઠે ઘરજે ખુલ્લે બાયણે મીંજા મિંજારા છણ્યો ને જાધુવારી ભેણી ધરા ધુબધે વિઇ રિઇ ને કારે મથે મોભ છણ્યો ને કારો બ ડચકા ખાધે ને મરી વ્યો.જાધુ બ હથમેં મથો જલે કારા…ઉચકાર વિજી રૂઇ પ્યો.

         પિંઢજી ભેણીજો પુર હટાયને જાધુ મુવેલ કારેકે બારા કઢેને નીમાજી સાડીમેં કારેકે વિટે ખભે તે ખણીને ગઢરાંગ લંગે પ્વા અચલ બચ્ચેજે મસાણમેં આયો.સામે અચલ માડેવજે મિંધર મિંજા પાવડો ખણી આયો ને નિમજે ઝાડ઼ હેઠ ખડ ખોધેને કારેકે ભંઢારે તે પ્વા જાધુ કિડાં વ્યો કોયકે ખબર નાય (પુરી)

Advertisements

સે’ર

જુલાઇ 23, 2014

Surahi

 

સે’ર

ઝેર પીધા ને પચાયા અઇ ઇતરે ધ્રજા નતો

ઇતરે જ હી ‘ધુફારી’ ઝેર પીધે પ્વા મરે નતો

@@@@@

ચેંવે મુકે ડીં ઉલે મિલેલાય અચિંધીસે

ક્યો ડીં ઉલધે સે ‘ધુફારી’કે નાય ખબર

@@@@@

કિતરેં ધિલજી થઇ કતલ ત્રાસી નજરજે તીરસે

પણ ‘ધુફારી’ નેર ઇનકે કાતિલ કો’ પણ ચે નતો

@@@@@

ભગિચેમેં કિતરી કલિયું ખુલે ને ખરેં કરમાઇને

હી ભમરો ચો ‘ધુફારી’ કી ભજે પ્યો સરમાઇને