Archive for ઓગસ્ટ, 2014

ગુલો ભગત

ઓગસ્ટ 21, 2014

bhagat

 

 

 

                                       

ગુલોભગત

      ઓજાંગણ બાવરીએજે ઝુંઢમેં ને બેરોડ઼ીજે કંઢેજી વાડ઼ પ્વા ભનાયલ ભુંગેજી બારા મંજેતે વઇ ખાંપરે-કોડિયેજી જોડી જેડ઼ા જગલો ને ભગલો સવારજી નિંધર ઉડાઇધી ચાય પી ને સિગરેટું પેટાયોંતે તાં માધુ મંઢો હિડાં હુડાં નજરું ફિરાઇધો ઇન વટ અચી મંજેતે વિઠો.

‘સે કુરો અજ રાજા કેણજે પોરમેં તોકે ફુરસધ મિલી વિઇ…?’જગલે માધુકે સિગરેટજી પાકિટ ને બાકસ ડીંધે સની અખિયું કરે પુછે

‘ઉસ્તાધ…અજ ડીં ઉલધે ગાંધીધામ કોરાનું કારી ભજારજી ૨૦૦ ગુણ મહારાસ્ટ્રજે ખટારેમેં અચેવારી અઇ’સિગરેટ પેટાય પાકિટ ને બાકસ પાછા ડીંધે માધુ ચેં

‘ખબર પક્કી આય ન…?’અખિયું સની ને કન ચુસ્સા કંધે ભગલે પુછે.

 ‘ખોટી નિકરે ત આંજો ખલ્લો ને મુંજી મુન’ચિઇ માધુ ખિલ્યો.

‘ઇં….? ત તોજો ભાગ તોકે મિલી વેંધો વિઞ જલસા કર…’માધુજી પુઠમેં ઢુંભો હણધે જગલો ચેં ત સિગરેટ પુરી કરે માધુ ઉસ્યો ને હી બ માલ જાપટેજી સાંભાઇમેં પ્યા.

      કોક કોલેજ જે છોરે જેડ઼ા ફૂલફટાક થિઇ બોંય ગામજી ભજારમેં આયા ને પોય કોક પોડ઼ી ને કોક તાંગી સેરીયું વટાયને હિકડ઼ે હટ વટ અચી ઉભા.ઉડાં હિકડ઼ે ઇસટૂલતે વઇ બેડ઼ી ધમીધે પિતાંભરકે હથજો ઇસારો કરે સડાયો ને ભેરો હલણ ચોં.પોય હિકડ઼ે નિમજે ઓટેતે વિઇ ત્રોંય સિગરેટું પેટાયોં.

‘બસો ગુણું કારીભજારજો માલ ગિનણું આય જુનો ભાઇબંધ અઇએ ઇતરે પેલક તોજી નકાં નરસીં કે પુછોં’જગલે સને સડારે પુછે.

‘માલ કિડાંનું અચેતો?’એડ઼ે જ સને સડારે પિતાંભર પુછે

‘ખબર નાય ખટારો મહારાસ્ટ્રજો આય’ભગલો ચેં

‘ત કર્યો કડ઼ધો….’સિગરેટજો ઠૂંઠો ફિગાઇધે પિતાંભર ચેં

‘લગભગ ચાર પંજ લખ સચ્ચા…’જગલો ચેં

‘વા!! અઇ ચો ને આઉં ડેરાય ડીંયા…?’ચિઇ પિતાંભર ખિલ્યો.

‘ત…તું કિતરા ડેરાઇને..?’જગલે પુછે

‘અઢઇ લખ….’

‘તું ત સિધો પાણીમેં વિઇ રેં કિંક સરખો નેઠો કર…’

‘ત્રે લખ ઇન કનાં વધુ હિકડ઼ી રતી પઇ પ ન,છતાં આંકે નરસીકે પુછણું વે ત મુંકે વાંધો નાય પ ઇ મુંભઇ વ્યો આય ચાર ડીં પ્વા અચિંધો ખપે ત તડેં કડધો કરે ગિનજા..’ચિઇ પિતાંભર ઉભો થ્યો.

‘ભલે ત્રે લખ કભુલ પ માલ ગિનધો કેર ને આના ડિંધો કેર…?’

‘માલ ગિનધા ગોપાલસેઠ ને આના આઉં આણેં ડીંધોસે’

‘કેર ગુલો ભગત…?’

‘આંકે માનીસે કમ આય ક ઘડ઼ીધલસે…?’ચિઇ પિતાંભર ખિલ્યો.

‘છડ પપઝડ઼ હલ હલોં…’જગલે ચેં ને બોંય રવાના થ્યા.

‘હી ગુલોભગત ને કારી ભઝાર..?’ભગલે પુછે

‘અડે!! તું હિન ગુલેભગતકે ઓરખેં નતો ઇ ગુલો ભગત વડો ઠગ ભગત આય આતવારજો રામ મિંધરમે હથજી કરતાલ વજાઇંધે રામધુન બોલાઇધો નચેતો’

‘મીરાંબાઇ વારેંજી…?’

‘હા…માડ઼ુએજે ડિસધે કઇક ભગતીજા નખરા કરેતો.મિંધરજી આરતીજી થારીમેં પંજ રૂપીઆ ડિસાજે તડેં ઇન વટ રૂપીઓ વિજી ચાર રૂપીઆ પાછા ખણે ડિસધલ સમજે ક પંજ રૂપીએજા છુટા ખણેતો.પાછો ડાનેસરીજી પુછ ઇ ખણલ રૂપિઆ બેં જે ડિસધે ભિખારીએકે ડાન કરે.’

‘ત ત ભારી ગિલીન્ડર ચોવાજે’

‘ઇનજા કિસ્સા સુણે લા રાત ઓછી પે’

‘ત હી માલજો માલ મિલી વિઞે પોય ચાય પીંધે સુણાઇજ’

       ત્ર સંજા ટાણું થીંધે જગલે ને ભગલે ચોરાયલ પોલીસજી વર્ધી પેર્યો, ઝાંખરે પ્વા લકાયેલી ભંગાર મિંજા ગિનલ પોલીસજી જીપ કઢ્યો ને ગાંધીધામજી વાટ જલે રવાના થ્યા.હિકડ઼ી ચાયજી મઢુલી પ્વા જીપ રખ્યો, બોંય હિકડ઼ે જાડે થુડ઼જે ઝાડ પ્વા લીકીને વિઠા.જગલો ધુરબીનસે છેટેનું અચીંધી ગાડીએજા નંભર નેરેતે  ને ઇનકે મહારાસ્ટ્રજે નંભરવારો ખટારો અચિંધો ડિસાણો.ઇન ભગલેકે ઇસારો કેં ત ભગલો જીપ ખણેલાય વ્યો ને જગલો વાટજી વચમેં પુગો તેં લગી ભગલો જીપ ખણી પુજી આયો.     

‘ગાડી રોકો…’જગલે વડે સડારે ડારો ડિને.

ખટારો ઉભો ર્યો ત ખટારેતે ડુંગટી મારે ઢ્રાઇવરકે રોફસે પુછે

‘ક્યા હૈ ઇસમેં…?’

‘ઢેપ(ખડ઼) હૈ સાહીબ’ડ્રાઇવર હાથ જોડે ચેં.

‘ચલો દિખાવ….’વરી ડુંગટી ખટારે તે હય.

       ક્લિનર ખટારેતે ચડીને તાલપત્રી ખોલે.જગલો ને ભગલો ખટારેતે ચડ્યા તેં લગી ઢ્રાઇવર ને ક્લિનર બોંય ભજી છુટા સે ડિસી બોંય ખિલ્યા પોય માલ તપાસ્યોં. હિડાં જગલે ને ભગલેસે સોધો કરે પિતાંભર ગુલેભગતકે મિલ્યો.ઘરાકે વિચ મુંજલ ગુલેભગતકે પિતાંભર હટજી પ્વા બોલાયને ચેં

‘કારી ભજારજી બસો ગુણજો સોધો ત્રે લખમેં ક્યો આય’

‘માલ કિતરેજો આય?’

‘લગભગ સાડાચાર પંજ લખજો’

‘પ રખધાસી કિડાં ગોધામમેં ઇતરી જગઅ નાય’

‘ભાનુસાલી નગરમેં નયે ભનલ ભેણીજે તરમેં. મું ભેણીજે માલકસે ગાલ કિઇ આય ઇ પંજ હજારમેં રાજી થ્યો આય ને પાં બ ડીંએમેં ત માલ ફૂંકે વિજધાસી’

‘ઠયો તોકે ઠીક લગધો વે તીં કર’

       મોરનું નિક્કી કેલ ઠેકાણે પિતાંભર જગલે ને ભગલેકે મિલ્યો ને માલ ઉતારેજી જગિયા વતાંય હાજર રખલ મજુરેં માલ ઉતારે ગિડાં તેંકે મજુરી ડિઇ રવાના કેં, પોય છાપેજી પુસ્તિમેં વિટલ ત્રે લખ રૂપીઆ જગલેકે ડિને.બોંય ભીડ઼ ભઝારમેં ખાલી ખટારો છડે ને ગેભ થિઇ વ્યા.

    ભાંગ ફૂટે મોંધ વિજજો વડો ઝબકારો થ્યો ને ગજણ ગજધે બારો મેઘ ખાંગા થીએ એડ઼ો મીં વઠો.ગજણજો અવાજ સુણી ગુલેભગતજી નિંધર ઉડી વેંધે સફાડ઼ો ઉભો થિઇ વ્યો.અંગતે અંગરખો પેરે છત્રી ખણી ગુલોભગત ઘર બાર અચી ભાડેજી રિકઝિક કરે વિગર રિક્ષા જલે ને ભાનુસાલી નગર ડીયાં વારેજો ચેં.નિચાણ વારે ઇન વિસ્તારમેં ભેઠ સાં પાણી ભરાણા વા.પાણીજો વોણ ડિસી રિક્ષા વારો અગિયા હલણ તૈયાર ન થ્યો.ગુલેભગત ઇનકે બિમણો ભાડ઼ો ડિનેજી ગાલ કેં પ ઇ સિરગિર્યો ન.ઇતરે ગુલોભગત રિક્ષા ઉડાંજ ઉભી રખેજો ચિઇ ગુડે સમાણે પાણીમેં છત્રી ખણીને ઉતર્યો.વાસરેજો હિકડ઼ો ઝાપટો લગંધેને વા છત્રીમેં ભરાણો ને છત્રી કાગડ઼ો થિઇ વિઇ તેં ભેરો ગુલોભગત વોર્યો ને પાણીમેં છણી તણાઅ લા લગો.ઇતરો ભગસાડ઼ી ક વિચમેં હિકડ઼ે નિમજે ઝાડભેર આથડ઼્યો ને ઇન બખ વિજી ઝાડજો થુડ જલે ગિડેં.

     મડ મડ ગુલોભગત ઊભો થ્યો ત ઇનજી નજર માલ જિડાં ઉતર્યો વો ઉન ભેણીતે પિઇ.ભેણીજો તરજો ભાગ પાણીમેં બુડીર્યો વો સે ડિસી ગુલોભગત ઉચકાર વિજી ચેં ‘વોય!!! મા મુજી ખન….

(ઉ ચોવક આય ન ક મીંયા મારે મુઠે તો અલ્લા મારે ઊંટે)(પુરી)           

 

 

Advertisements

તાજછાપ

ઓગસ્ટ 17, 2014

tajchhap

 

‘તાજછાપ’

      હી ગાલ આય સઠજે ડાયકે જી તડેં.બર્કલી,સીજર્સ.હની-ડ્યુ,પાસિન્ગ સો,ચાર મિનાર,કેવેન્ડર્સ જેડી સિગરેટજી ચાલ વઇ.ખલક સજીમેં વર્જીનિઆ જો તમાકુ વખણાજે ઇન વર્જીનિઆ તમાકુ મિંજા ભનાયેલી કથ્થાઇ જેડ઼ે કાગરમેં વીટેલી બઇ સિગરેટે કના જરા ભરસરી ને ચપટી સિગરેટ મુંભઇજી ધ ઇમ્પિરીયલ ટોબેકો કંપની ભનાય ને ભજારમેં રખે.સજી પાકિટ પીરી વઇ ને તેં મથે ધોરે અખરમેં મિડે લખાણ ગુજરાતીમેં લખલ વો એડ઼ી ઇ પેલી પાકિટ વિઇ. અગલે ભાગમેં હિકડ઼ો ચકેડો કેલ વો તેમેં આગુટજો ફોટો વો ને ચકેડેજી મથે તાજ રખલ વો ને નામ વો તાજછાપ,નીચે લિખલ વો ઉત્તમ વર્જીનિઆ સિગારેટ.જાહેરાત લા પતરેજા હેન્ડ બીલ છાપેમેં આયા વા તે મથે લિખલ વો ‘ધીમી બળે છે અને વધુ લિજ્જત આપે છે’ સે સાર્થક વો.મિણી ઠેકાણે પનજી ધુકાનેજે બાયણે તે ચુંકેસે ચોડેમેં આયાતે. ગામડેમેં તરાજી પાર તે ઝાડજે થુડ મથે ચોડેમેં આયા વા. ઇ સિગરેટ એડ઼ી હલી પઇ ક ગાલ મ પુછો કારીગર માડ઼ુએમેં અને ગામડેમેં ઇનજો વપરાસ બોરો વો.ધુકાન વારે કે ચેં ‘ડેતા હિકડ઼ી કારી’

           તાજછાપ મથા ભનલ હિકડ઼ી વિટ સુણાઇયા.

       મીઠુ માલમજી ધુકાનજે બાયણે મથે તડે  હેન્ડ બિલ ચોડ્યો તે  તડેં ખેતો વાઢો પન ખેણ આયો સે  હથોડીજો ઠક ઠક અવાઝ સુણીને પુછે મીઠુ માલમ કુરો હલેતો? ત મીઠુ ચેં ‘હી તાજછાપ નઇ સિગરેટ ભજારમેં આવઇ આય તેંજી જાહેરાત આય,હાં હિકડ઼ી તું પી નેર કેડ઼ી આય ચઇ હિકડ઼ી સિગરેટ ડિને.ખેતે સિગરેટ પેટાય ને ધમ ભરે ત ઇનકે મજા અચી વઇ  ઇતરે ‘ભેંસા આય કિઇ?’ ચઇ જાહેરાત વાંચે “ધીમી બળે છે ને વધુ લિજ્જત આપે છે”.હેન્ડ બિલતે તાજછાપજી પાકિટજો ચિતર વો તેમેં લખલ ખેતો વાંચે ‘ઉત્તમ વર્જીનિઆ સિગારેટ’ હાણે પાંજા ખેતસીભા ત ખેરે બાપાજી આછણીએજી માર ખાઇ સત ચોપડી ભણેલા વા સે પાકિટજો લખાણ વાંચ્યો ઉત્તમ વરજી ની આ સિગારેટ,મતલભ ઉત્તમ સિગરેટ ભનાઇધલ વરજી ઇનજે બાપાજો નાં વે જેડ઼ો કર પાં વટ ડેવજી,રવજી,સિવજી નાલા વેંતા તેંજી હી સિગરેટ.પોય મીઠુ કે ચેં ભેંસા ઉત્તમ વરજી વારો ભારી લાટ સિગરેટ ભનાય આય.કોય પુછે ખેતા વાઢા સિગરેટ પીને ત ચે હા ગિનો હિકડ઼ી ઉત્તમ વરજી વારી.આઉં ત અમરાવતી નોકરી કઇ તે ને મામી બીડી જ પિંધો વો સે.મડઇ આયો સે તડેં  ખેતો ચેં  ભેંસા હાણે ઉત્તમ વરજી વારી નતિ મિલે  કિન કારણસર ઇ સિગરેટ ભનેજો ભંધ થઇ વ્યો ખબર નાય.

૦૭-૦૬-૨૦૧૪

 

નયો આભો

ઓગસ્ટ 16, 2014

shirt

 

  ‘નયો આભો

             ઉમર ને ઉમરસીં બોંય હિકડ઼ી સેરીમેં રોંધાવા નેં ઉમરસીંજી હથગાડીતે મજૂરીજો કમ કંધા વા.ઉમરસીંજી ઘરવારી હુઈ નેણાં ને છોકરો વો જીવલો. જડેં ઉમર વાંઢો વો. ઇનજા નિકા મિરીંયાસે નિક્કી જ વા મિરીંયાજો પે હાસમ ચેંતે પંજ હજાર રૂપિયા રોકડ઼ા મેહરજા રખ નિકા કરાય ડીયાં.

             ગાલ ઇમામ સાહેબ વટે પુગી.ઈનીં સમજાયોં, નાતજો પટેલ હબેધબે કેં હાસમ જેંજો નાં સે હિકડ઼ી ટરી બિઈ જ થ્યો.તડેં ધોસ્તારેં ઉમરકે સલા ડિનોંજ છડ હાસમકે નેં કોરટમેં વિઞી નિકા કરે ગિન,પોય મર તો હાસમ હથ ઘસે! ઉમરકે ઈ ન તે જચ્યો.ઈન ચેં જ હાસમ રાજીયાણું થિઈ નિકા કરાય ડે તેં સુધી મુંકે નિકા નાંય કેંણા. અલાતાલા મુંલાય મિરીંયા ભનાંય આય ઉનતેં ભરોંસો રખી,સબર રખઈ ખપે. ઊ પિનંઈ નિકા કરાય ડીંધો અજ નં ત કાલ!

    ને તડેં જ તાં ઉમરજી મા સકીના પિંઢજે હિન પુતર ઉમરજો ઘર વસે તેંલા ઈનકે મિલલ મજુરીજા પૈસા ધાર રખી ભેરા કેં વિઠે.ભાકઈ ત હેર હિનીં બીં,મા-પુતરજો ગડો તાં  સકીના બાંધણાં બંધેતે તેંમ્યાં મિલલ છાય-માનીને તે રુડ઼યો વિઠે,નેં તેંજો વડો કારણ ઈ વો જે બોંય સંતોસી હુવા.

       જીવલે ભેરા ભણંધલ છોરેંજા અચ્છા ભિડીંગ આભા ને તે સામે જીવલેજો પેણકોરી મિરીખાનીમ્યા સિભલ આભો ડિસી નેણાંકે ઘણેવાર ઈં થીયે જ મુંજે પુતરકે આઉં હેડ઼ો અછોપછો આભો કડેં પેરાઈંયા?પ ઈંછાઉ ક મનસાઉ જ ઘોડ઼ો હુવેં ત કોય પ સેજઇ ઇનીંતેં પલાણી પિઢજી મંઝિલતે પુજી વિઞે! જિત સંધ્યું તિત તેરો ત્રુટેં એડ઼ો હાલ હુવે તિત અચ્છે આભેલા આનાં કઢણાં કિન ખડમ્યાં? ઉમરસીં કે પ હી ગાલ કરાજે,કુલા જે હૂંઇયેં ઈનજો જીવ બરે.

              હિકડ઼ો ડીં તરાજે આરેતેં લાધી ખારવાણી ભેરા નેણા લુગડ઼ા ધુણ વિઠી વી તરાજે વચમેં જે કુવેતા સડ સુણાણું…..

લાધી લાધી કૂઉઉઉ……’

એ…કાંઉ સે ભચી….?’

તુંએ કામવારીના લગરા અજારી લીધા?(જેંજો કમ કરિયેંતી તેંજા લૂગડ઼ા તું ધુઇ ગિડ઼ે?)’

હા…..’

મને લગરીક તીનાપોલ નેં ગરી ડેજે મું આજે ઘરે ભુલી આવી

હલા હલા (એ હા હા)

       ચિઇ લાધી ઉર્યાજે ખૂવેતા બાલધીમેં પાણી ભરી હિકડ઼ી નિંઢકડ઼ી ડબ્બીમ્યાં ચિણેં જિતરી પીરી ભુકી વિધે નેં બઇ ડબ્બીમ્યાં નિંઢી ચમચી ભરે ગુરી વિધેં ને પોય હથસેં હલાઇને તેમેં ધોરા લૂગડ઼ા બોડેં, તેંભેરી તાં ઇનીં લૂગડ઼ેજી ત ડિત ફરી વિઇ! નેણાં હી નેરીંધી રઇ વિઇ. મિડ઼ે જ લૂગડ઼ા ઇન પાણીમ્યાં બોડ઼ેને કઢે પુઆ, લાધી ઇ પાણી હારણ વિઇતે નેણાં ઇનકે પુછેં

આંઉ મુંજે છોરેજો આભો ઇનમેં બોડે ગિના?’

હા હા બોડ઼ી લે, મારેતો આમેય ફેંકી દેવું સે

                નેણાં જીવલેજો આભો બોડ઼ે આભેજી ડિત ફરી વિઇ સે ડિસી ઇ તાં રાજી રાજી થિઇ રિઇ,પોય નીયમ થિઇ ર્યો લાધી ભચી જિડાં લૂગડ઼ા ધૂંધી હુવે ઉતે નેણાં લૂગડ઼ા ધુઅણ વે નેં છેલ્લે રે’લ પાણીમ્યાં જીવલેજો આભો કઢે….

          હિકડ઼ે આતવારજો ઉમરસી સીરાંણ કેંતે ને નેણાં ચપટે તરેજે કરસીયેમેં  ટાંઢા વિજી ને જીવલેજે આભેકે આર કઢેં(ઇસ્ત્રી કેંતે) ત સે ડિસી ઉમરસીં પુછે

જીવલેલા હી નઉં આભો કડે સિભાય?’

અઇ ચકરી ખાઇ વ્યા નં? હી ત   મિરીખાનીજો જુનૂં આભો આય

હાણે વિઞ વિઞ મિરેખાની! હેડ઼ી પોપલીનસઇ રુપારી નવે

હી મૂંજી જેડલ લાધીજી કમાલ આયઇં ચિઇ મિડ઼ે ખુલાસો કેં, તાંય ઉમરસીંજે મનમેં ત જીવલેલા પોપલીનજો આભો સિભાયજી મનખા ઘર કરે વિઇ.

              ગામ બારા નાં મકાન ભન્યાતે ઉત સિરમીટજી ગુણ઼િયું પુજાયજો કમ મિલ્યો, હલો, ખાસી મજૂરી મિલંધી સમજી ઉમરસીં રાજીયાણું થ્યો. હાણે જીવલેલા પોપલીનજો લાટમાટ આભો જરૂર સિભાંધો.ચાર ફેરા પૂરા કરે પુઆ મિલલ મજૂરી મ્યાં જીવલેલા આભેજો કપડ઼ ગિની અચેજો જડે ઉમર ઇનકે ચેં તડેં ઉમરસીં ચેં

પાણ ભેરા હલંધાસી નં?’

આંઉ જુમેવટા મીઠુ ભુતડ઼ેવારેલા કાઠીયું પુજાય અચાં, તું વિઞ

        ઉમરસીં રવાનૂં થિઇ વાલજી નરસીંજે હટતા, ધોરી પોપલીન ફાડ઼ાય નેં રવાતો પાછો જુમેજે વાડ઼ે અચી પુગો.કાઠીયું અઞા તોરાણ્યું હૂઇયું ત ઉમર પુછે

કો,ગિની આવેં કપડ઼?’

હા,હી ર્યો ન્યાર તાં! ચિઇ કપડ઼ બાર કઢેં તાં જુમે રડ઼ વિધે

હાં ખણો આંજયું કાઠીયું

        ઇ સુણી કપડ઼ જો મુલાટો કરે કૂથરીમેં વિજી, હથગાડીમેં ને કાઠીયું ખડક઼ી મથે  કપડ઼્જી કુથરી રખી બોય રવાતા રવાના થેઆ.વાટમેં ડામર પથંરાણીતે. રસ્તેજે ટારે તેં હિકડ઼ો ખટારો કો ફટફટિયે વારેકે હડ઼ફિટમેં ગિડ઼ેં વેં.તેંસે ટ્રાફીક જામ થિઇ વ્યો વો.

      ઇનીજી હથગાડીનું મોર હિકડ઼ો ટેમ્પો હુવો તેમેં લોજયું છડું (સિરીયા) ભરલ હુઇયું કીંક ગડ઼ધી ઓછી થીધે ટેમ્પો હલ્યો ત, જોલ ખેંધે, હિકડ઼ે સિરીયેમેં ઊ કપડ઼વારી કૂથરી ફસજી વિઇ ડિસી ઉમરસીં તેરઇ,રડ઼ વિજધે, ટેમ્પે પ્વા સટ કઢેં પણ હાય રે કિસ્મત! કૂથરી ત હથ આવઇ, કપડ઼ સિરીયેમેં ફસજીને લફ્યો નેં વાસરેસેં તાજી પથરલ ડામર તેં છણ્યો! ઇતરો ઓછો હુવે તીં ઇન મથા, ઊંધો અચીંધો રોડરોલર ફિરી વ્યો! ઉમર ને ઉમરસીં નિસાસા વિજંધે હી ન્યારી રેઆ!

     હિન ભના કે ખણ અઠવાડીયા થેઆ હુંધા.વરી હિક્યાર એડ઼ી જ નામી મજુરી મિલઇ. તડેં ઉમર સલા ડિનેં જ ઘરે વિઞેનૂં મોંધ ઓડ઼ો કપડ઼ ગિનંધા હલોં ત કી? ઉમરસીંજે મનમેં ઇ ગાલ હુઇ જ.કપડ઼ ગિની બોય આયાતે રસ્તેમેં કાસૂ મિલ્યો. ચેં

હલો ચાય પીયું

         હોટલ બારા તપણું કરે ઘેરો કરે વિઠાવા ઇનીં ભેરા હી ત્રોંય જેણા પ વિઠા. ચાય પિયાણી ને બેડ઼ીયું ધમેમેં પ્યા તાં રસ્તે ઓલાંધી કૂથરીમેં જરૂર કિંક ખાવા કે હુંધો   હેવાઇ હિકડ઼ી ગોં કૂથરીમેં મોં વિધે ઉમરસીંજી નજર પોંધે ત ઇ ત લાગલો જ હી… હીકરીંધો ધોડ઼યો નેં ગોંજે મોંમ્યાં કૂથરી જટે, કપડ઼ જો છેડ઼ો ગોંજે મોંમેં વો સે જલે ગોં ભગી! ઇન પુઆ રાંધેં ચડ઼લ સતઅઠ કુત્તા ગોંકે ઘેરી વર્યા, નેં ગોંજે મોંમેં લફધે કપડ઼જા છેડ઼ા જલે ને સામ સામેં તાણ્યોં! ભસ પોય કુરો ભચે? કપડજા લીરેલીરા થ્યાં તીં વરી હિકયાર ઉમરસીંજે અરમાનજા પ લીરેલીરા થ્યા! કરે છડ્યો.ઉમર કાસૂતેં ખારાણૂં જ  

 તોવારી ચાય અસાંકે મુઠો ડિનેં!

           બોય જેણા નિસાકા વિજી ઘર ડીંયાં થ્યા.ઘરકે ઓડા ઓડા પુગા ત ઉમર  પિંઢજે ભાગજી મજૂરી ઉમરસીંકે ડિઇ ચેં

હાં, હી ઢીંઙલા નેણાંભાભીકે ડીજ નેં ચોજ કપડ઼ ગિનીને સિવે મેરાઇકે ડિઇ અચે તૂં યાર! હમેસ નોંય નોંયજ્યું કરીયેંતો!

નં ધોસ્તં તોજે ભાગજા પૈસા આંઉ નઇં ગિનાં

હીં તોજો-મૂંજો કરે ભાઇબંધીકે ગાર મ ડે

તોંય હી પૈસા ત મૂંનું કીં ગિનાજેં?તૂં યાર તોજે નિકાલા પૈસા ભેરા કરીયેંતો સે મૂંનું કીં ગિનાજે?’

ન્યાર ધોસ્ત! નિકા થીંધા જ થીંધા પાં કિસ્મત કીં વિકી નાંય ખાધી, કો કેંવટ ગિરવી રખઇ આય.’

‘હા, ગાલ તોજી નિપટ સચ્ચી, સોન જેડ઼ી આય

તેંમે વરી વ્યે વરે,આંઉ ને મિરીયાં હાજીપીરવલીજે ઉર્સ ટાણે ભંધગીમેં અઢ રખઇ આય  જ હે વલી,ઓલીયા અસાંજા નિકા અગલે ઉર્સનું મોંધ થીંધા ઉર્સ ટાણે અસૂં બોંય પગે હલી આંજી સલામતે અચીંધાસી. નેં ઊ ગરીબનવાઝ મિણીજી સુણેતો ત પાંજી ઇલ્તજા   પ જરૂર પુરી કરીંધો,તું ઇનજી ફિકર મ કર

‘હા,ઇ જરૂર તોજી મુરાધ પૂરી કરીંધો ..’

ન્યાર,હા-ના કે આય ત તોકે મિરીયાંજા સોં અઇ.’

અરે!અરે! હી કુરો કે?મિરીયાંજા સોં કુલા ડિને?

ઇન્સાન પિંઢકે વલેમેં વલી સયજા સોં ખણે તે મિરીયાં મૂંકે પિંઢજી રૂહનૂં પ વધારે અઝીઝ આય ઇતરે ઇનજા સોં ડિનાં અઇ.હાણે ના મ ક જ.

    હી સુણી ઉમરસીંજી અખ ભરજી આવઇ.

હાણેં અખીયું ઉગ નેં ટાણે ઘરે પુજ. રૂંધો રૂંધો ઘરેં વેંને સવારે નેણાંભાભી ફોઇધાર વારેજી પુછાણું ગિની ગિની મૂંજી ત ૦૦ઠેડ઼ કઢી વિજધી

        ઇન ગાલ તેં મુરકીને બોય પિંઢપિંઢજે ઘરેં ઉસ્યા.ઉમર ચેં વેં તીં ઉમરસીં નેણાંકે પૈસા ડિનેં નેં કપડ઼ ગિની સિભાયલા ડિનેજો ચેં. નેણાં પિંઢકે પસંન આયો એડ઼ો આભેજો કપડ઼ ગિની છોરેકે સિવે મેરાઇ વટે કોઠે વઇ, નેં માપ ડેરાય ને આભો સિભણ ડિઇ આવઇ.

         ચાર ડીં રઇને, સવારજો ઉમરસીં સિરાંણ પીધંતે તડેં નેણાં ચેં

બિપોરજો વરો તડેં સિવે મેરાઇવટા જીવલેજો આભો ખણી અચીજા

     ઇ ગાલ ઓટે વિઇ બેડ઼ી ધમીંધે ઉમર સુણી ગિડ઼ે. ઉમરસીં બારા આયો. બોય ભેરા રવાના થેઆ ત કંઠેકુરાજી વાટ છડે ઉમર વડી ભજાર ડિંયા હથગાડી વારેં ઉમરસીં પુછે

હિડાં વડી ભજાર કોરા કિત તો વિઞેં?’

ન્યાર, તું આભેજો કપડ઼ વેરાં તો ભેરો ફિરાય પોય કુરો થ્યો સે ખબર આય નં?ઇતરે   હાણેં તું સિવે મેરાઇ વટા આભો ગિનીને હિક્યાર ઘરેં પુજાય અચ, ખોટો જોખમ નતો ખપે.આંઉ પિમુસેઠ જી વખારતા સિરમીટ ભરિયાંતો તૂં ઉડાં અચીજ.’

         ઉમરસીં કીં પણ હા-ના કરે વિગર સિઇધો જ સિવે મેરાઇ વટે પુગો. ઉતા જીવલેજો આભો ખણી ઉભાઉભ ઘરડીંઆ રવાનું થ્યો. ઘરવટ પુજંધે જ સેરીમેં થીધલ કલોગો સુણી ઇનકે ખબર પિઇ પડ઼ાઇ લફાયલા આગાસીતેં ચડ઼લ કોક છોરો બિઇબૂંજી આગાસી તા છણ્યો આય. સુણી ઉમરસીં ઉન જ પલ સટ કઢેં જ કીંક મધધ થિઇ સગે. પ ઉત પુજી ન્યારેં નેણાં જીવલેજો મથો ખોરેમેં રખી ફાટઇ અખીયેં ધબ્‍ થિઇ વિઇ હૂઇ ને સીખ થઇ વઇ હુઇ નેં જીવલેજી ખોંપરીમ્યાં રાણું રત વયોતે. ઉમરસીં જે હથમ્યાં કૂથરી છુટી વિઇ સે ઇન રતજે તરામેં છણઇ! ઉમરસીં બી હથેં મથો જલી ગૂડેવરાંણ વિઇ ર્યો, ઇનજે જે મોંમ્યાં ઉબરાડ઼ નિકરઇ.(પુરી)

કચ્છમિત્રજી મધુબન પૂર્તિમેં તા.૧૪.-૦૭-૨૦૧૩ જો પધરી કે મેં આવઇ

                   

લગન જુને જમાને જા

ઓગસ્ટ 12, 2014

jodi

 

લગન જુને જમાને જા’

        જુને જમાનેમેં લગન થે વારા હુવે ઉન ઘરમેં પનરો-વી ડીં મોર તૈયારીયું થે લા મંઢાજે.તેની અજવારેંજી બૂફે જીમણ ન હુંધા હુવા.ઘરજો જ અઙણ વડો વે ત માંઢવો અઙણમેં જ રોપાજે ને જીમણ પ અઙણમેં પંગત વેરાયને પતરાવડ઼ી રામપિયાલેમેં થીએ નકાં નાતજી વાડ઼ીમેં થીએ.તડેં અજ વારેજી જીમણજો કન્ટ્રાટ ન ડેવાજે નાતજા મોભી જેડ઼ા વડેરા પિંઢ જ રસોઇ ભનાઇએ.ઇન જીમણમેં વાવરેલા વડીયું ભનાયને સુકાયમેં અચે.પાપડ વણાજે,મેરાઇ કે ઘરે વ્યારેને નયા વાગા સિભાજે,ધાંઇ સોવાજે એડ઼ા મિડ઼ે કમ કે સગા વાલા ને આડોસ પડોસજા પિંઢજો ઘરજો કમ સમજી મધધ કરેલા રાજીયાણા થિઇ અચે.લગનજા ગીત ગાવાધા વિઞેને કમ ઉકલાઇયેં.

        લગનજો માણકથંભ રોપાજે,માંઢવો બંધાજે ઘડ઼િયુ ભરાજે મિડ઼ે પરસંગ અલગ અલગ થીએ.ચોરીજા માટલા કુંભાર અચીને ડિઇ વિઞે ને લાગો આખિયાણું(ઘેંઉ)ગિની વિઞે.કુંભારજા ડિનલ માટલે સે ચોરી બધાજે (અજ ત ચોરી બધલ તૈયાર ભાડે મિલેતી)ચોરી ચિતરાજે માંઢવે જે ચંધરવેજી વિચમેં જલેબીજો છાતલો લટકાવાજે જુકો લગન પ્વા અણયાર પિંઢજે મોંસે તોડે.

           વાઢો અચીને પુંખણા ડિઇ વિઞે તેંસે કન્યાજી મા ઘોટકે પુંખે અજ ત પુંખણા સોભાજે ગાઠિયે વારેજી વાડીજે બાયણેતે બધલ આસોપાલવજે તોરણ મથે રખી ડિનેમેં અચેતા ત પુખણેજો મહત્વ કુરો આય સે કેંકે ખબર હુંધી?હિકડ઼ી ચોવક આય ક પારકી મા કન વિંધે તીં કન્યાજી મા ઘોટકે પુખણેસે સમજાયતી ક બચા હિનમેં પે જેડ઼ો નાય અઞા મોકો આય઼ પાછો વર!(હી ગાલ હિકડ઼ે મારાજ વટા સુણલ આય).

        પુખણેમેં મિણિયા મોર ધૂંસરી ડેકાડ઼ે ચેતી ક બચા લગન કને ત ઘરસંસારજી ધૂંસરી તોજે કંધતે અચી પોંધી ઇતરે ઢગે વારેજી ઇનમેં જુપણું ખપધો ઘરસંસારજે ગડેજા નર ને નારી બ પાઇયા અઇ પાઇયા સરખા હલધા ત સફર સુખી થીધો નકાં ખોટો ભાર વેંઢારેજો વખત અચિંધો.લગન સંસાર ખેતર જેડ઼ો આય ઇનજી સરખી ખેડ થીંધી ત વાવણી લાયક થીંધો નકા ખેતર ઉજ્જડ થિઇ વેંધો જેમેં ડુખજા બાવરિયા ઉગી અચિંધા ને ઉનજા કંઢા સજી જમાર ફુસ્યા કંધા ને જીયણ અકારો થિઇ પોંધો.

            પોય જરકલિયું વતાયને ચેતી ક પાક થીંધો ત વાઇપ પ કેણી ખપધી ને વૈયા ઉડાયણા ખપધા ત પાક સલામત રોંધો નકાં પાક કાં વૈયા ખાઇ વેંધા ક લેભાગુ લાભ ખટી વેંધા ઇતરે તોજે હથમેં કીં નઇ અચે ત મુંજી ધી કે ખારાઇને કુરો? ને ખેને કુરો?પોય સજી રાત નિંધર નઇ અચે ને ભગાસેજા વૈયા ઉડાયજો વખત અચિંધો.

        પોય મોરી વતાયને ચેતી ક પાક ભરાભર થીંધો ત ડાણા છડ઼ેને છોતરા કઢણા ખપધા ઇતરે જીયણમેં અચલ આંટી ઘૂંટી ઉકલાયણી પોંધી ત બાવા જારા સાફ કેંણા ખપધા સે કને ત ડાણા હથ અચિંધા નકા ભૂસોજો કસ્તર તોજી અખમેં વિજી લેભાગુ ડાણા ખણી વેંધા ત તું મુંજી ધી કે ખારાઇને કુરો? ને ઇઅજો પોસણ નઇ કરે સગે ત તોજી ઇજ્જત કુરો રોંધી?

         પોય મંધિયાણી ડેકાડ઼ે ચેતી નાઇ ઇ ડુધ આય તેમેં વિસવાસજો મેરોણ પોંધો ત હેત ને હુભજી ડઇં જામધી તેકે જંગણી ખપધી ત ઇન મિંજા પ્રેમજો મખણ ઉતરધો પણ ધ્યાન નઇ રખે ત મખણ છાય ભેરો હલ્યો વેંધો.મખણ મિંજા ભનાયલ ઘી સે ડીયા બારિંધા ત જીયણ ઉજાગર થીંધો નકા મિણી કોરા અંધારો થિઇ વેંધો ને ભવ ફિટી એડ઼ો અફસોસ સજી જમાર થીંધો.

                  પોય ત્રક વતાયને ચેતી લગન થે પુઠિયા તું ને તોજી ઘરવારી ચરખેજો પાઇયો ને ત્રક અયો તાલમેલ રખી ફિરધા ત પ્રેમજો સુતર કતાંધો ને ઇન મિંજા ભનલ કપડ઼ સે આંજી લજ ઢકાંધી નિંકા ઇનજ સુતર મિંજા ભનલ રસેજો ગાડ઼િયો નિડ઼ીમેં પઇ વેંધો સે નિડ઼ી નિપુટો ડીંધો તડેં મરે સિવા બઇ કો વાટ નઇ ભચે.

     પોય ઝરોર(થારીમેં ડીયે મથે ઢકલ ચાયણી) વતાયને ચેતી ક લગન ઇં હી ઝરોર જેડ઼ી ઢકલ આગ આય ઇતર હિરધે ને ફિરધે પલ પલ સાવધ રોણું ખપધો નિંકા સંસારમેં આગ લગધે વાર નઇ લગે.

      છેલ્લે ઘોટજે હતહ્જે આંગુઠે તા મોજડૅજી ચુંજ તંઇ ૧૧ આંટા ખોંભાનાડ઼ેજા ડિઇ ચેતી ક હિતરો સમજાય છતાં તું લગનજી આંટી ઘૂંટીમેં પે લ તૈયાર થ્યો અઇયેં? પોય નક જલે જલે ચેતી તું ત નકટો અઇયેં પોય ખોંભાનાડ઼ેસે માંઢવે સુધી પાઢે અચી ચેતી હલ ઢગા તોકે લગનજે ખીલે બંધે લાય મુંજી ધીસે પેંઢાય ડિંયા.

           અજ જનોઇયો પેરાયજો રિવાજ ઘસાંધો વિઞેતો.જુને વખતમેં જનોઇયેજો અલગ પ્રસંગ ઉજવાધોં હુવો.જનોઇયો પેરીધલજે મથેતે ચોટલી રખી મથો મુંઢેમે અચે પોય ભગવે કપડ઼ો પોતિયે વારેજી નિડ઼ી પ્વા ગઠ ડિઇને પેરાયમેં અચે.માંઢવે નીચે મારાજ ઇનકે એકવડ઼ો જનોઇયો પેરાઇ ડે.પોય જનોઇયો પેરીધલ ઘરજે વડે સાગેવાલે સામે જોલી જલે ચે “भिधां देहि” મિડ઼ે ઇનમેં મરજી પરમાણે પૈસા વિજ઼ે પોય હિકડ઼ી લકડીમેં પોટલી બધીને સેરીજે મોંતે મારાજ પાણીજી ધારાવડ઼ી ડિઇ સત લીંગા કરેને ચે વિઞ કાસી ભણેલાય.પોય જનોઇયો પેરીધલ સટ કઢે તેંકે ઇનજો મામા જલે અચે.મામે-ભાણેજજી ઇ રાંધ નેરેને મિડ઼ે ખિલેં.કિડાંક વડે ભાજા ક વડી ભેણજા લગન હુવે તેંમે નિંઢેભાકે જનોઇયો પેરાયમેં અચીંધો હુવો.અજ ચોરીમેં મારાજ ઘોટકે ઇંજ જ હિકડ઼ી વિધી તરિકે પેરાઇ ડિયેતા. 

           જનોઇયો સુતરજે ત્રે તાંતણે જો હિકડ઼ો પવિતર બંધન આય સે ડાબે ખભેતા જમણે હથ નીચે પુજે ઇતરો લમો હુવેતો.ઇ માડ઼ુજે ગુપ્તાંગ કે છિબીને અપવિતર ન થીએ ક જાડ઼ે વિઞો તડેં મેલેસે ન ગડાજે તેં લાય ઊંચો રખણો જરૂરી આય તેં લાય જનોઇ પેરાઇધલ મારાજ પેરીધલકે ભલામણ કરેતો ક લઘુસંકા ક દિર્ઘસંકા ટાંણે કન તે ચડ઼ાયણો.કુંવારે કે હિકડ઼ો જનોઇ પેરાયમેં અચે લગન પ્વા કન્યાજો જનોઇ પણ ઘોટકે પેરેજો હુવેતો,ઇતરે જોટો પેરાયમેં અચેતો.ઇતરે વાંઢો નર હિકડ઼ો જનોઇયો પેરે,જડેં લગન થઇવે પ્વા નરકે જોટો જનોઇય્પ પેરેજો વે.

         રાખડી પુનમજો જનોઇયો ભધલાયમેં અચે,સવારજો નાઇને નયોં જનોઇયો બ હથજે અંઉઠે ને ટીચલી આંગર વિચમેં જલે બ હથ ઊચા રખી સુઅરજ સામે ઊભીને ત્રે વખત ગાયત્રી મંતર બોલધે  જુનો જનોઇયો ખભેતા ઉતારે ને નયો રખેમેં અચે ને જુનો પગ મિંજા કઢેમેં અચે તડે હિકડ઼ી તંધ તોડે વિજેમેં અચે પોય ઇ ધરિયામેં નયમેં નકાં તુલસી કિયારેમેં રખી ડેવાજે.કડેક ભુલે ચુલે જનોઇયેજી તંધ તૂટી પે ત પણ જનોઇયો ભધલાયણું ખપે.કેંકે અવલ મજલ પુજાયલા મસાણમેં વ્યા હુવો તોય જનોઇ ભધલાયણી ખપે.અઇ કોય પણ પૂજામેં વ્યો ત જનોઇયો પેરેલો હુણો ખપે(જુકો જનોઇયો પેરિંયેતા તેંકે)

           અજજા લગન ઇતરે ચાર વગે ફેરા ને અઠ વગે ભેરા.જુના જીકી રિવાજ ને વિધી ધાર ધાર થીંધી હુઇયેં સે ઘરજે વડેજો માન રખણ હિકડ઼ે જ ડીં ફટાફટ પતાયમેં અચેતી.પેલા ઘોટ ઘોડે તે ચડી સજે ગામમેં ફૂલેકો ફિરાય ને લગનજે માંઢવે અચીધા હુવા.અજજા ઘોટ સિણગારેલી ગાડીમેં અચેતા ને ફટાફટ લગન પતાયને લાડીકે ગાડીમેં કોઠે વિઞેતા.

       સઠજે ડાયકેમેં મડઇમેં વરઘોડા ત ઘણે નિકરધા હુવા પ ભાટિયા નાતજા વરઘોડા જરા અલગ થલગ જ હુવે.વરઘોડા ત ઘણે નિકરે પ કન્યાજો ફૂલિકો જેંકે છક્કી ચોવાજે ઇનજ ભાટિયા નાતમેં જ કઢેજો રિવાજ હુવો.કન્યાકે સણગારેને બગીમેં વેરાયમેં અચે ને ઇન આડો રેશમી પડ઼ધો બધેમેં અચે,ભાકી મિડ઼ે ઘોટજે વરઘોડે વારે જ હુવે.

       મિણિયા મોર કાસુ કુંભાર ત્રાંસા નગારા વજાઇધો વે ઇન ભેરો હિકડ઼ો ઢોલકી વારો હુવે તે પ્વા પીનુ ઉસ્તાધ ને હારૂ ઉસ્તાધ ધોલ સરણાઇ વહાઇધા હુવે તે પ્વા બેન્ડ પાર્ટી હલે,તે પ્વા ઘોડેજી હાર હુવે જેં મથે નિંઢડ઼ા છોકરા સેરવાની સુરવાલ ને સાફો પેરેલા (સેવાલા) ને છોકરીયું ઢિંગલી જેડ઼ી સણગારેલી(લુણગોરી) વઠી હુવે.તે પ્વા ઘોટજે માઇતર પક્ષ ને સગા સબંધીજો ઘેરો હલધો હુવે.તે પુઠિયા ઘોડે તે ઘોટ સરસ સેરવાની સુરવાલ ને સાફો પેરેલ તેંજી કલંગીમેં બલ્બ હુવે.બુકમેં શ્રીફળ ને ખભેતે તલવાર વે ઇન પુઠિયા હિકડ઼ી લુણગોરી વિઠી હુવે.છેલ્લે બાઇયેજો ઘેરો ગીત ગાઇધી હલધી હુવે.

           હિન ગાલતા હિકડ઼ો પ્રસંગ જાધ અચેતો.જડેં લગન થે વારા હુવે તડેં ભાટિયા મહાજનવાડીજો ચોકિધાર કૃપાસંકર છોકરે ને છોકરિયેંકે તૈયાર કરે હલાયલા સડ ફિરાય લા નિકર્યો હુવો.આંઉ ગોખ વટ વિઇ લેસન ક્યોતે ત સડ સુણાણોં “કેર આય મથે……? ફલાણેજે કાકુ(છોકરે)જા લગન ફિલાણેજી કાકડી(છોકરી) વેર થીએતા ત વરઘોડેમેં છોકરેકેં સેવાલા કજા …છોકરીયેંકે લુણગોરી કરીજા… ત મું ચ્યો ટાંગા ભાડો ડિઇ ડીજા.રાતજો મુંજા વડા ભા ફીલમજા બોર્ડ લિખેલા વ્યાતે,ત ઇનીકે સડાય ‘સામજી હિડાં હિડાં મુંજાભા ચ્યો બોલો મારાજ ત કૃપાસંકર ચેં તો વારે ભા કે સમજાય છડીજ  જરા’ પોય મિડ઼ે ગાલ કેં.બે ડીં મુજાભા મુંકે ચ્યોં હેડ઼ી મસકરી બઇયાર મ કજ અજ પ ઉન છોકરમત તે ખિલ અચેતી.

નોંધઃ હી લેખ ‘ચીંગાર’ સરાર અંક ૧૮મેં પધરાઇ કરેમેં આવઇ.  

  

 

“ઊ ડીં કડેં અચીંધા?”

ઓગસ્ટ 7, 2014

chhap

 

“ઊ ડીં કડેં અચીંધા?”

        ચીંગારજો સડ઼ંગ અંક-૧૩ મેં ‘કચ્છજી અતિ સમૃધ્ધ કમાંગરી કલાજો નામશેષ’ નાં જો ભા પ્રમોદ જેઠીજો લખલ લેખ વાંચ્યો ત અફસોસ થીએતો ક સરકાર ઇનકે ભચાયલા કીં નતી કરે.કમાંગરી કલાજા હિકડ઼ા કલાકાર  કે મું કમ કંધે અજનૂં છ ડાયકે પેલાં ડીઠા વા. ઉ વા જનાબ હુસનભા કમાગર જુકો સેઠ કલ્યાણજી ઉકા વટે કમ કંધા વા.

        મડઇમેં હેર જુકો લક્ષ્મી ટોકીઝ નાલે સિનેમા હોલ આય,અસલમેં ઇ ઉન જમાનેમેં મોડર્ન ટોકીઝ નાં સે ઓરખાંધી વિઇ.ઇનમેં અચીધલ સીનેમાજા બોર્ડ ભનધા વા સે મડઇમેં અમુક નક્કી કેલ ઠેકાણે રખે મેં અચીંધાવા.ઇન બોર્ડ મથે લગલ પોસ્ટરજી આસે પાસે ને બોર્ડજી કિનારીએ મથે,લીલે રંગ સે વેલ પ બુટા ઇ આરખીંધાવા.લીલે રંગમેં પ અલગ અલગ સેડ વેંતા સે ઇ ભારી બારીકે સે ઉમેરીંધા વા.તેમેં સાગ મારકીટ વટે હિકડ઼ો લમો ને વડો બોર્ડ લગધો,ઇનજી નજાકત અલગ જ વિઇ.જનાબ હુસેનભા દીઝાઇનું આરખીંધાવા, ત મૂંજા વડા ભા સામજીભાઇ ઇનમેં કલાકારી વારા અખર લીખંધા વા.વખત વેંધે જનાબ હુસનભા કમ છડયો ને પોય મૂંજા વડા ભા પ છડ્યોં.અજ પ જાધ અચે તો તડેં થીએ તો ઊ ડીં કીંડા વ્યા?

               એડ઼ો જ હિકડ઼ો કલાકાર મૂંજો અઝીઝ ધોસ્તાર ભા હરસુખ સોધાગર વો જુકો ભુધુ સોનીજી બંગડી ભજાર જે મોં તે ધુકાન વિઇ,ઇનજી ધુગધુગી તે વિઇને ઓઇલ કલરસે પોર્ટેઇટ ભનાઇધો વો.ઇનકે ડિસો ત ઇં લગે ક ચિતરજી ફ્રેમ મિંજા હેરઇ પુછધા કીં અયો? ૧૯૭૦મેં કલર ફોટેજો જમાનું અઞા પા પા પગલી કેં તે તડેં ઇન મૂંજે લગનજા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા પાડે વેં.તેં મિંજા અમુક ફોટા ફોટો કલરસે રંગીન ભનાય ને મૂંકે આલ્બમ ડીને આય.ઇ કલર ફોટે સામે અજજા કલર ફોટા પાણી ભરીએ.ઇ ફોટા અજ ૪૨ વરે પ્વા પ એડ઼ા જ અઇ ઇ ત હી ફાની ધુનિયા છડે વ્યો પ જાધગીરી રખી વ્યો સે અમુલખ આય.માલક ઇનજે આત્મા કે સાંતિ ડે.

         એડ઼ી ગણેં ગાલિયું અંઇ જુકો નામશેષ થીએત્યું ગાખલા તરિકે કચ્છમેં રમાંધી જુની રાંધુ.અજકાલ ત ક્રિકેટ,ફુટબોલ,હોકી ને ટેનીસ રમાજેતી.અજ ગામડે ગોઠડેમેં કધાચ રમાનું હુનીયું એડ઼ી ઇટી ડોકા,ચોર પોલીસ,છુછુવાણી,લક બુચાણી કે કોડીયેસે ક ઠેરીએસે મેધાનમેં કોય નતો ડિસાજે.

         અજ ઓટે તે વિઇ ને કોય ઇસ્ટો-પગડ઼ો ક નોં કકરી કોય નતો રમે.ધીરૂં અઙણમેં ટીટીવેસા ક પાંચીકે રમધી વિઇયું સે પ નતી રમે.હી મિડ઼ે રાંધુ કીં રમાજેતી તેંજી નોંધ કરેમેં નઇ અચે ત ઇ પ વખતજી થપાટ ખાઇ નામશેષ થિઇ વેનીયું.

           અજજો ભણતર પ તેડ઼ો જ આય.પેલા છોકરા સજો વરે આંકોડી ભણધા વા ને એકડ઼ે થી ઊંથે સુધી પાડ઼ા મોંએ આવડધા વા.અજજા છોકરા ટોટલ મારેલા ક હિસાબ કેણ કેલક્યુલેટર વાપરીંએતાં.૧૧જો ભાવ ત ધરજન(૧૨) જા કિતરા ઇ મોંએ ૧૩૨ ચઇ નતા સગે.પેલી ચોપડીનું કોપીબુક હલધી વિઇ ઇ ગુંટીધે અખર ખાસા થીએ.અજ અખરેજી કેંકે પિઇ આય?કલમ ને ખડિયેસે કિતરા લખી બુઝેતા? અજજા જુવાણિયા કચ્છી ત પોય જી ગાલ આય ગુજરાતી લખી નતા બુજે, ત વાંચેજો ત સવાલ જ પેધા નતો થીએ.હી મિડ઼ે કિડાં વિઞી અટકધો?

         અજ ટીવી મથે નાચ ને ગાયન જા કાર્યક્રમ હલેતા.નાચ ત જાણે અઙમેં હડા જ ન વેં તીં કાં ત વાસો આયો વે એડ઼ા કાં ત કસરત કંધા વે એડ઼ા થિએતા.કલાસિકલ કોય નતો બુજે.તેડ઼ો જ ગાયનમેં આય.ભસ હિકડ઼ો જ તાલ ધીંચો મચો ધીંચો મચો! અજ ભૈરવી,મલ્હાર,માલકોંસ ક કેદાર નતા ગાઇ બુજે.શૈલેન્દ્ર,હસરત,મજરૂહ.ખૈયામ જેડ઼ા ગીત કોય નતો લખી બુજે,શંકર જયકિશન,ક્લ્યાણજી-આણંદજી,લક્ષ્મીકાંત-પ્યારેલાલ,રવિ ક બર્મન જેડ઼ી અમર તરજુ ભનાઇધે કેંકે આવડ઼ેતી?

        અજ જુના ગીત સુણી પાં ચઇ સગોં ક હી રફી,મુકેશ,મન્નાડે,તલત મહેમુદ ક કિશોર ગાતે આય.અજજા ધીંચો મચો વારા ગીત બ વરે પ્વા અજજે જુવાણિયેકે પુછો કેર ગાતે આય ત ખબર નઇ વે.

        અજજી ફીલમેમેં વાર્તા નાલેજો તતવ જ નાય.ઠલી મારફાડ ને ગુંડાગીરી સવા કીં નતો વે.અજ ફીલમ ચાલુ થીએ ત આખરમેં કુરો થીંધો તેંજી ખબર પિઇ વિઞે.જુને જમાને મેં જેમીની,એ.વી.એમ,મહેબુબખાન,રાજકપુર જેડ઼ા કસભી વાર્તા વારી ને કીંક બોધવારી ફીલમું ભનાઇધા વા.ઊ ડીં કડેં અચીંધા? અજ પ આનંદ, અંગૂર,ચૂપકે ચૂપકે,ગોલમાલ જેડ઼ી ફીલમું નેરઇ ગમેતી…

        હા હી ચીંગાર જી જોત જગાયાના ને કચ્છી કે જીરી રખેલા જિકીં જેમત ગિનોતા સે કાબીલે ધાધ આય.ઇનસે કચ્છી જરૂર જીરી રોંધી ઇનમેં બ મત નઇ.

નોધઃ(હી લેખ “ચીંગાર” સરાર અંક-૧૫મેં પધરી કેમેં આવઇ)    

  

ખીર

ઓગસ્ટ 4, 2014

kheer

 

 

‘ખીર’

     ભાગલપર જે પાણીજી ધાર તા સુરજડાડો કર વેંઝીને બાર આયો ને હિડાં આરે જે ઓડે કાનો મેરાઇ ટુબી ડિઇ બાર નિકર્યો.બોંય કર હિકડ઼ેબ્યેકે ડિઠો ત કાનો પાણીજા બ બુક ભરે ડાડેકે અંજલિ નામે,પેણામ કરે.ભિજલ પોતીયે તરાજી બાર અચી ઘરજી ડિસ જલે.

      ઇં ડિસી તરાજે આરે લુગડ઼ા ધુઅણ વિઠલ ઓસુ લોઆરજી ઘરવારી હલીમા પિંઢજી જેડલ સાકરી સુઇયાણીકે ચેં

‘હી કાનો ત વડોધરે વ્યો વો ક ન?’

‘હા, બ ડીં થ્યા વરી આયો.માડ઼ુ ભાસે તિત વિઞે પ પિંઢજી ભુઠીમેં ફિરી ફિરી પાછો અચે.’

”હા…મોઓ ઓસુ ચેં તે જ ઘર ઇ ઘર ભાકી કુત્તેજા ડર! હલીમા ચેં ને બોંય જેડલું ખિલૈયું વરી ઇનીજી ગાલા ચાલુ થિઇ.

‘પ કાને સેં થિઇ ત ભારી!’

‘હા ! ન પઞે વરે સતી કે ઓધાન ર્યો સે ખબર પોંધે જ રૂઇ પ્યો ,મુંકે ધરમજી ભેંણ લેખે તો સે ચે જ સાકરભેંણ હાણે મુંજી સરસતી કે વાંઝણી નૈય ચે’

હા…ભલા…મુંકે ભરાભર સંભરેતો જ ઊ હીરીયે મેતરજી ઘરવારી મેણું મારે વેં જ સવારના પો’રમાં વાંઝણીનું મોઢું ક્યાં જોયું?’

‘ને ઇનલા જ ત ઇનીંજે સમાજજે મુખી ધને ત હીરીયે ને ઇનજી ઘરવારી બુધી કે નાતબાર ત ઠીક ગામવટો ડિનેવારા વા! પ ઇ ગાલ કાનેકે ખબર પિઇ નેં ઇ વિચમેં પ્યો ને હો-ચુકો થિઇ વ્યો,ન ત નેરે જેડ઼ી થિઇ હુત!’

‘નાતબાર કરેજી ને ગામવટો ડિનેજી ગાલ તંઇ કજીયો પુગો સે કીં?’

‘હા, ધનો મુખી બુધીકે ચોખ્ખો સુણાય ડિને જ સવારજે પો’રમેં ક્યા માણેકથંભ રોપણ વિઇયે તે જુકો હેડ઼ી ગાલાવેલી ગાલ કે? ખણણું ગામજો મે’લો નેં ન્યારંણા સુકન?’

          કાનેજી ઘરવારી કે ચે ટાણે વિચાર નકે જ તોજે પિંઢજે ઘરે સતેં વરે ધી આવઇ તેનું મોંધ તો કે કોય વાંઝણી ચેં હોય ત તોકે કેડ઼ો લગો હુત!’

‘હા, લઇ! ધનેજી ગાલા પધરી જ આય .હીં ત પિંઢજી લિંભલ હુવે નેં ગામજી ધુઅણ નિકરે એડ઼ો તાલ આય!’

‘નેં ન્યાર,સરસતી કે ઓધાન ર્યો ને બ્યે જ મેણેં ઓતમચંધ સેઠજી ધીજા વીંયા વા.તેની મિણીજા લુગડ઼ા રાતું જાગીને પ ઉભાઉભ સિભી ડિને તેંલા સેઠ પ રાજીયાણા થિઇ કાને કે ડેઢી મજુરી ડિનો વોં.ત ઇ ગુલુ વાઢે વટા પિંગોડ઼ો ઠેરાય નેં સિલૂ પિંઞારેવટા રેસમજયું ધડક્લ્યું ને ગાધી ભનારાય! સરસતી ત એડ઼ી ખિલઇતે! ચેં અઞાં ત ઘણેવાર આય ને ઐ મંઢાણા અયો સાંભાઇ કેંણ!’

‘હિરખ વો નં?’

‘હા, હિરખ સચો ,પ ટિક્યો ત્રે ડીં!’

‘થ્યો કુરો વો?’

‘સે ત ખબર નાય,પ છોરો ઇનજો નેરીયેં ત ખબર પે! રૂપારો, તીં ખાડીમેં ને મિટમેં ખડું હુઇયું સે એડ઼ો ત મિઠડ઼ો લગો તે કર કો રાજકુંવર નેરી ગિન! મું હિની હથે ઇનકે માલીસ કરે,વેંઝારે બારોતે વીટે ડિનું ત કાનો પ ગામ સજેમેં પતાસા વિરાય વેં ને મુંકે ચાંધીજી પીનું ડિનેવેં!’

‘છોરો ગુજારે વ્યો ઉન ડીં પ વેંઝારે બારોતે વીંટે મું સરસતી કે ડિનું. ભસ ઇ છેલી ધાવણ ધાઇને છોરો પીંગોડ઼ે પોઢયો સે ઉથયો જ ન! ઘણે ટેમ થ્યો છોરો રૂનું નં સે સરસતી નેરે ત છોરો ત કંધ ઢારે છડેં વેં! ઇ ડિસી ઇનજે મોં મ્યા રડ઼ નિકરી વિઇ!

       અઙણમેં છાપરે હેઠ કાનો સિલાઇ કેંતે.ઘરવારીજી ઓચધી રડ઼ સુણી ઇ ધોડ઼્યો. સરસતી એડ઼ી ત ડઘજી રિઇ હુઇ જ કીં કુછી નં સગઇ.છોરો ઇનજે હથમેં ડીધેને ઢકરજીને એડ઼ી ત કુમેડ઼ી છણઇ ક ઉલરીને ચાંઠ તાં ઓટે તે ઓટેતા અઙણ મેં પિઇ! એડ઼ી ત કુમેડ઼ી ઇ પિઇ જ ઉથી જ ન સગઇ! કાને તે કર અભ ફાટી પ્યો. ઇ થધે છોરે કે ખોરે રખી ઓટેતે વિઇ ર્યો.ઇ એડ઼ો ત ડસજી ર્યો ક છોરે ને ઘરવારી હિન હાલમેં ડિસંધે પ ઇનજે મોંમ્યાં રડ઼ સુંધા ન નિકરઇ.’

‘હી ત ફાફૂ આભો સિભણ ડિનેં વેં ખણેલાય ઇન જ ટાણે પુગી.ઇન ડિઠે ને રાડ઼ારાડ઼ કેં ત માડ઼ુ ભેરા થિઇ વ્યા.કાનેવટા છોરો ખયોં ને સરસતીકે નેર્યોં ત ઇ નેં ઇનજો પુતર બોંય અવલમંજલ હલી નિકર્યા વા.’

     માડ઼ુએ ઇનીજી મિડ઼ે જ વેવસ્થા કેઓં.કાને કે ત ત્રે ડીં પુઆ કલ વરઇ. પાડ઼ોસીએ ખેપીયો હલાયોં વોં સે ઇનજો વડો ભા પિસો આયો ને ઇનકે વડૉધરે કોઠી વ્યો.’    

‘માલક હેડ઼ે અપાપ જીવતે કુલાય અકેકારી કંધો હુંધો?’

‘ઇન વટ માડ઼ુ લાંચાર આય ઇનજે અકેકાર જો ન ત કોય ઇલાજ હુવેતો ક ન ત કોય જભાભ’

‘સે ત ઠીક પ ઓતમચંધ સેઠજી નોં કે પ મેણા ઐં નં?’

‘હા,મથલે મેંણે સુવાવડ઼ આવઇ ખપે!’

‘ને મુખી બાપુજી નોં કે મેંણા ઐં ન? કુરો લગેતો? હિન ફેરે કીં ફેર પોંધો ક અગુણ્યું બ સુવાવાડ઼ જો જ…’

‘હિન ફેરે પ અચીંધી ત ધી જ!’

‘ત પોય?’

‘પોય ડૂધ પીતી ,બ્યો કુરો? પે’લી બ છોરીયેંકે પ ક્યોં જ વોં નં?’

‘ખુધાજી હિન અપાપ નેમતજો હીં જીવ ગિનધે ઇનીજા જીવ કીં હલધા હુંધા?’

‘ઇ તાં તોકે ને મૂંકે સમજાજેતો ન ? ઇંનીકે નતો સમજાજે?’

       હિતરીવાર થિઇ હિનીં બીં જેડલેંજ્યું ગાલીયું સુણંધી મંગડી જપાટે ઘર ડીંયા થિઇ.અઙ્ણમેં નિંઢો ગમીલેમેં છેંણ રખી,છેંણા ઘડીંધલ છોરીવટા ગમીલો ખણી ઇન છેંણ પટતે ઠલાંય.ઘરમે ઉસઇ નેં ચુલજી હંજ્મ્યાં બ બુક વાની ગમીલેમેં વિજંધે તેરઇ પુગી તરાજી પારતેં.ગમીલે કે ઉત ઘસી ઘસી,માંજીને ચાંધી જેડ઼ો રૂપારો કરે છડેં.ને પાઇં અચી રસોડ઼ેજી ફલી તેં રખી ડીનેં!

       ટેમ ગુધરંધો વ્યો….ઓતમચંધ સેઠજી નોં કે પુતર આયો.પિંઢજો વંસ વધ્યો તેંજે રાજીપે સેઠ સજે ગોઠમેં પતાસા ને ખારકું વિરાંયોં!

 ‘ઇનકે અઠવાડ઼ો રઇને મુખી બાપાજી નોં કે ધી આવઇ…ખીરજી ત્રાંમા કુંઢી ભરાણી… છોરી વડાંરણકે સોંપાણી…પલવારમેં ઇન બાલકીકે ડૂધ પીતી કરેને ઇન લાસ ખવાસકે સોંપેં….ત્રાંમા કુંઢીજો ખીર કુત્તેકે પીરાયલા ચાડ઼ીમેં વિજણ વઇતે…તાં મંગડી ઊ માંજી રખલ, ગમીલો ખણી પુજી આવઇ ને ઘણખરો ખીર તેંમેં ગિની નિકરઇ.બાજુજે ગોઠમ્યા મિંધરજી પ્રાણપ્રતિષ્ઠા ટાણે અન્‍નડાનમેં જુડ઼લ બ મુઠું ચોખા બાફી રખેજો ઇ પિંઢજી છોરીકે ચૈઇને જ ઉત ખીર ગિનણ પુગી વી!

     ઘરેં અચી ઇન ઊ ખીરવારો ગમીલો ચુલતે ચડ઼ાંય,ખીર ત્રોકી ઉફાણ અચે તેંનૂ મોંધ ત વરોણમ્યાં બ અધીચિચીયું તેંમે છણૈયું!

‘ઓય ભમરાડ઼્યું ! ચિઇ ગાર ડીંધે મંગડી  ઇ ખીર અઙ્ણમેં હારેં.બોય ચિચીઉ તરફડ઼ીને મરી વિઇયું નેં તેં ભેરી મુઇ છોરીજી ખીર ખાધેજી ખાંખત!(પુરી)

(કચ્છમિત્રજી મધુવન પૂર્તિમેં તા.૨૩-૦૯-૨૦૧૨ જો પધરી કેમેં આવઇ)

 

 

 

 

કંધા વિઞો

ઓગસ્ટ 1, 2014

crying a

 

‘કંધા વિઞો’

હલ મનડ઼ા અજ ત એડ઼ો કિંક પાં કંધા વિઞો;

અજાવ થીએ રાજીપો એડ઼ો કિંક પાં કંધા વિઞો.

ઘાંચમેં કો’ ગડેજો ફસલ ચક જ નજરમેં અચે;

ઇનકે કઢણ હથ ડિયું પાં મધધ પ કંધા વિંઞો.

લઠજે ટેકેસે મડ મડ હલધલ એડ઼ે કો જીવકે;

હથ જલે ઇનજે નિખામેં તંઇ કોઠીધા વિઞો.

કોક અંધારે ભુંગેમેં હિકડ઼ો ડિયો પાં બારીયું;

અજ કો અંધારે ભુંગેમેં ઉજારો ત કંધા વિઞો.

કોકજો ટાબર વિઠો વે ઇ હેકલો ને પ્યો રૂએ;

તેકેં હલ ‘ધુફારી’ થધારે પાં ખિલાઇધા વિઞો

૦૫-૦૨-૨૦૧૪