Archive for ડિસેમ્બર, 2014

મનજો વલણ

ડિસેમ્બર 30, 2014

ant

મનજો વલણ#

# હીં મુંજે ગુજરાતી લેખ “વરિષ્ઠ નાગરિકનું સુખહકારત્મક અભિગમજો કચ્છી તરજુમો આય.

                   હિકડ઼ો ડીં ભાજારમીંજા આણલ ગુડ઼જો પુડિકો ખુલ્લો રિઇ વ્યો ત કિડાંકનું હિકડ઼ો માકુડ઼ો અચી પુગો.કધાચ માકુડ઼ેજો નક બોરો સુજાગ હુંધો ઇતરે ઇનકે ગુડ઼જી સુરમ અચી વિઇ હુંધી ને પો ઇ કિડાંનું અચેતી સે ગોતીધેં હિડાં અચી પુગો હુંધો.ગુડ઼તે વેંધો માકુડ઼ો ડિસી મું ઇનકે પર્યા કયો પ ઇ પાછો ઉડાં જ વિઞણ મંઢાણો ઇં બ ત્રે વાર ક્યો પ ઇ પિંઢજી જીધ ન છડેં તડેં વિચાર આયો ક માડ઼ુજો મન પ હિન માકુડ઼ે જેડ઼ો જ આય નં? પાંજી ઇચ્છા વે ક ન વે ઇ જૂની જાધેજે ખડકલે તે વિઞે વિગર ન રે.ઇન ખડકલે મિંજાનું મન ગમધી સભરી જાધું ખણી અચિંધો વે તેં તંઇ ત વાંધો ન વે જુકો હિન પલજે પાંજે હાલજે જીયણમેં ખુશિયાલી ભરીએતી પ એડ઼ી મિઠી જાધું બોરી ઓછી વેંતી કધાચ ઇતરે ઇ નિસરી જાધેજે ખડકલે મિંજ બોરો ભમધો વે તો.

(more…)

Advertisements

કુપાતર (૨)

ડિસેમ્બર 27, 2014

Aabho

 

કુપાતર (૨)

(વે અંકનું અગિયા) હિકડો ડીં તાંમા પિતર ભારોભાર ગુબિત ખેણ કનક મિંધર મિંજા ઘંટા ચોરાય તિન ટાણ્રે જગલે કરામત કેં ને કાંતિનું મોર વેંધે હિકડ઼ે સબાલે છોરેકે ધક્કો ડિને ત ઇ કાંતિએ કે કુટણ મંઢાણો તેમે કનક ને કિસલો ભર્યા ઇન ટાણે લાગ સારેને કનક ચોરલ ઘંટા કાંતિજે ખુંચેમેં વિજી છડેં પોય સાધ થિઇ મિંધરજે પુજારીકે કોઠે આયો.

કાંતિએ મિંધરજી ઘંટા ચોરાય આય,મું ઇનકે ખુંચેમેં વિજી ભજધે ડિઠો વો.’ પુજારી કાંતિજે ખુંચે મિંજા ઘંટા કઢે પોય ઇનકે ખબર પિઇ ક હી વાડીલાલજો નંગ આય ઇતરે ફિંગણ જલે હટતે કોઠે આયો.

નેર વાડીલાલ તોજે નંગજા પરાક્રમ મિંધરમિંજા પિતરજી ઘંટા ચોરાય આય.’

‘કાંતિઆ મારાજ કુરો ચેંતા…?’વાડીલાલ છિટકીને પુછે

અધા…આઉં ચોરઇ નાય કિઇ ને હી ઘંટા મુંજે ખુંચેમેં ક્યાંનું આવઇ મુંકે ખબર નાય’કાંતિ ચેં ને પોય કુરો થ્યો વો સે પેલેથી છેલ્લે તંઇ ચેં પ કોયકે ભરોસો ન વિઠો.

‘હી ત તોજો નંગ આય ઇતરે વિઞણ ડીયાંતો નકાં આઉં ત ચાવડી તે ખણી વિઞે વારો વોસેં’-

             હટતે હી ગાલ હલઇતે ત્યાં સુધીમેં કનક ચંધાકે સમાચાર ડિઇ આવ્યો ક કાંતિ ચોરઇ કેં આય ઇ સુણી ત્રોંય ભા છટક્યા

‘બાઇ તું સજો ડીં મુજો કાંતિ મુંજો કાંતિ કે તે ન હાં ગિનધી વિઞ ઇન તો વારે કાંતિએ જ તોજે કિપારતે લખી ડીને ચોરજી મા’            

             હી સમાચાર સુણે ટાંણે રામ જાણે ક્યો કાડ઼ ચોઘડિયો હલ્યોતે  સે ચંધા કુતા તડ઼ે લા ખૂણમેં રખલ ડુંગટી ખણીને તપીને રતીપીરી થીંધી જીન કાંતિકે કડેં ટપલી પ ન મારે વે ઇનકે ડુંગટીસે પિટે લા મંઢાણી. ‘એ…બાઇ મું ચોરઇ નાય કિઇ…એ…બાઇ આઉં ન વોસેં…એ બાઇ આઉં ન વોસે…’કાંતિ કરગર્યોતે

(more…)

કુપાતર (૧)

ડિસેમ્બર 26, 2014

Aabho

‘કુપાતર’ (૧)

           વાડીલાલજી હિકડ઼ી કીરિયાણેજી હટ વિઇ.ઘરમેં ઘરવારી ચંધા ને ચાર પુતર વા. કુંયો(કુંવરજી) આંધુ(આણંધજી) કાકુ(લવજી) અને કાંતિ.મિણીજી વિચમેં ડેઢ વરેજો કાં બ વરેજો ફેર વો.કુંયો મિણી કના વડો ને કાંતિ મિણી કના નિંઢો.

          કાંતિ મિણી કના રૂપારો પાછી ઇનજી ખાડીમેં ને મિટેમેં ખડું હુઇયું ઇતરે જીજો જ મિઠડ઼ો લગધો વો. ચંધાજો ચાગલો ઇતરે ચંધાજો ત સજો ડીં કાંતિ…કાંતિ કંધે કંઠ ન સુકાજે ઇ ડીસી ત્રોય ભા બોરા ખારાજે. છોરીયું કાંતિકે પિંઢ ભેરો રમે લા કોઠે વિઞે.તેમેં ધભી(નરભધા) ત ઇનજી લારોલાર જ વે.ડીં ઉગો નાય ક ધભી અચીને પુછે

‘કાકી કાંતિ કિડાં?’

        ઇ સુણધે ત્રોંયભા ખારાજે તેમેં કાકુકે ત બોરો ઝેર છટાજે હા આંધુ કાંતિજો પરો ગિને ખરો ઇતરે ચે

 ‘કાંતિયા  તોજી જેડલ આવઇ…..’ ચિઇ બોરો ખિલે.

       ચંધા ભાઝાર વિઞે તડેં જાયફર,ચીકૂ,ભધામું એડ઼ો ભાભ ગિની અચે ત ત્રોંયભા ઝપુવા વિજે સે ડિસી ચંધાજો જીવ પુડ઼િકે બધજી વિઞે ઇતરે રાડારાડ કરે

‘એ મિડ઼ે મ ખાઇ વેજા કાંતિ લા રખજા’

‘હા…ડે…હા રખ્યો આય તો વારે ચાગલે લા….’કાકુ છટકીને મિણી વતિ જભાભ વારે.  

         કાંતિ કાં ત છોરીએ ભેરો રમધો વે નિકાં પિંઢજી નિસાડ઼જી ચુપડી વાંચીધો વે સે ડિસી કાકુ બોરો ખારાજે.પિંઢ ત વાંચે નં ને કાંતિકે વાંચણ નં ડે.મુરઇ ત્રોંયભા ભણેજા ચોર પરિક્ષામેં તાણેં મેડ઼ે મડ પાસ થીએ.કાંતિ ખાસે નંભરસે પાસ થીએ સે ડેખાડ઼ે ચંધા ચે

‘નેર્યો મુવા ભેસરમાંઉ હેડ઼ા નંભર ખપે’

‘તો વારો ચાગલો વડો ભણેસરી આય, અસીં જેડ઼ા અઇયું એડ઼ા જ ખાસા અઇયું’કાકુ ખારાજીને જભાભ વારે.ઘણે વેરા ચંધા આધું ક કાકુકે કીં કમ વતાય ત ચેં

‘ચો તો વારે ભણેસરી કે કમ કરે ડે’

    ઘણે વેરા ચંધા એકટાણે તે વિઠી વે ને કાંતિ લેસન કંધો વે ત કોય હિકડ઼ો પાણીજો કરસિયો ન ભરે ડીએ મથા ખારાઇને ચેં

‘ચો તો વરે ભણેસરી કે પાણી ભરે ડે’

          કાંતિ જડેં ચોથી ચુપડી પાસ કેં તડેં જીન ભાડેજી ભેણીમેં ઇ રોંધાવા ઉનજો મકાન માલક રાજા કેણજે પોરમેં અચી વાડીલાલકે ચેં

‘મથલે મેણેંનું ૨૫ રૂપીઆ ભાડો ખપધો’       

અડે!! ૨૫ રૂપીઆ કીં હુવે ૧૨ ક ૧૫ ચે વે ત સમજયા સીધા ૨૫ કીં વેં?’

‘આંજી મરજી ન ડીંણા વે ત મકાન ખાલી કરે ડીજા’મકાન માલક ખિલીને ચેં

પ ૧૦ જા સીધા ૨૫ હી ત અકેકારી આય’         

ઇં…ત મથલે મેણે ભેંણીજી ચાવી ગિનણ અચાંતો અઇ આંજી સગવડ કરે ગિનજા’

(more…)

ઉથી પાયણા

ડિસેમ્બર 24, 2014

stone

 

‘ઉથી પાયણાં’

ઉથી પાયણા પો પગતે એડ઼ો કડેં ન કેણું;

ગામવારા ગમેસે ચોંધા મોં તે ન બધજે ગેણું

કુતેવારેજી ટિલે વિઠો તું તેમેં કીં ન વરધો;

સમજી વિચારે પગલા ભરણા કાં પગ વારે વેણું

અન્ન પારકો વે ભલે પ પેટ ન પારકો થીંધો;         

(more…)

ઓસામણ (૨)

ડિસેમ્બર 6, 2014

thali

ઓસામણ(૨) 

(વિઇ પોસ્ટનું ચાલુ)     

             સાંજીજો કિડિયારો પુરેમેં ત્રોય જેડલું ભેરી થિઇયું તડે હેમકુંર મિડ઼ે ગાલ કેં સુણી બોય જેડલું રાજીયાણી થિઇયું.

‘ત કાલ અમુભાઇ વટે પાણ ગાલ વિજે લાય વિઞો’

‘અસાં બીં મિંજા કોક હકડ઼ી તો ભેરી હલે ત્રગાઠિયેસે કમ ફિટીપે’ગોધાવરી ચેં

‘ત્રગાઠિયો કુરેજો ચોથી કંકુડી આય ન અધ કલાક સે ઇનજો કીં ખટો મોરો નતો થીએ આંઉ ઘરે વિઞીને બોલાયને ગાલ કરિયાતી’હેમકુંર ચેં

             કંકુ હેમકુંરજી પડોસણ વઇ. હી ત ઇ પણ હેમકુંવર ગોધાવરી ને કૌસલ્યા મિણીજી જેડલ હુઇ પણ ઇનજા બ પોતરાને હિકડ઼ી પોતરી જી જંજાડ઼ હુઇ.તે મથે નો બ ડી સજી ને ચાર ડીં માંધી રોંધી હુઇ નોં વિચાડ઼ી હંમેસા રૂઇ ને ચોંધી હુઇ

‘બાઇ આંજી સેવા મુંકે કિઇ ખપે સે આંઉ અભાગણી કરે નતી સગાં ને ઉલટો આં વટા કરાયને પાપજી ગઠડી બંધિયાતી’

‘વે… માલક મુજે કરમજા લેખ જ એડ઼ા લિખે આય તેમેં તોજો કેડ઼ો ડો ધી?’

‘કંકુ જરા ઘરે અચતા તો જેડ઼ો કમ આય’હેમકુંર ગોંખ મેં ઊભી સડ કે

           કંકુ હેમકુંરજે ઘરે આવઇ ત હેમકુંર ઇનકે ચાય પિરાયને પોય ગૌરાંગ ને વિસાખાજી ગાલ કેં ને ચેં કાલ અમુ અમધાવાધી વટે ગાલ કેણ વિઞણું આય ત કોસીને ગોધી ભેરી તું પણ હલજ.બે ડી નોં વગે ચારોંય જેડલું અમુભાઇજે ઘરે વઇયું.ધરવાજો ખુલ્લો હુવો ને અમુ બાયણે સામે સોફેતે વિઇ છાપો વાંચેતે.કૌસલ્યા ઘંટી મારે ત છાપે મિંજા નેરે વિગર અમું ચેં

‘બાયણો ખુલ્લો આય’ત ચારોય મુરકઇયું વરી ગોધાવરી ઘંટી મારે

‘અરે….બાયણો….ખુલ્લો….’કંધે અમુ મથે નેરેને ચેં ‘ઓહો…અચો અચો’

‘બાયણો ખુલ્લો આય ઇ ત અસી પણ સુયો ને ડિઠો પણ અઇ ચ્યાં ન અચો ત કીં અચાજે’ મુરકીને કંકુ ચેં

‘હેં…હા…હા અચો અચો વ્યો’ખિલી કરે અમુ ચેં પોય રસોડ઼ે ડિયાં નેરે સડ કે

‘એ વિસાખાજી મા નેરતા મેમાણ આયા અઇ’

‘મું કંકુભેણજો અવાઝ સુયો…’ચઇ સુંધર બારા આવઇને મિણી ડિયાં નેરેને ચેં

‘જયશ્રી કૃષ્ણ’

‘જયશ્રી કૃષ્ણ’

‘સે કુરો….? અજ મુંજા અહોભાગ આં…. ચરોંયકે ફુરસધ મિલી વઇ’સુંધર મિણી કે પાણી ડિંધે પુછે

‘હા…ઉ ગૌ સેવા આશ્રમમેં કથા હલઇતે ઇતરે નિકરાણું નતે અજ થ્યો ઘણે ડીં થ્યા સુંધરભેણ કે મિલ્યા નઇયું ત મિલી અચોં’કંકુ મિણી વતી જભાભ વારે                        

‘ભલે ઇં ત ઇં આયા ત ખરા’પાણીજા ગલાસ ખણધે સુંધર ચેં

        ઘરજી ઘંટી વગી તિન ટાણે વિસાખા રસોડેમેં હુઇ ઇન ઝાટપાટા ચાય ભનાય ને ચાય ઉકરઇ તેં લગણ મીણી લાય નાસ્તો કઢે સે ડિસી સુંધર રાજી થઇ ચાય ગારેને સુંધર કોપ ભરીધી આવઇ સે વિસાખા હિકડ઼ી ટ્રે મેં નાસ્તેજી રકાબીયું ને ચાય જા કોપ રખી રસોડેજી બાજુમેં ઊભી રઇ

‘ધિધડ઼ ઘોડે વારેજી ઊભી કરો અઇયે વિઞ બારા ડઇ અચ’ચિઇ સુંધર ખિલઇ

        વિસાખા નાસ્તેજી ટ્રે રખી પાછી રસોડેમેં હલઇ વઇ,ત ટ્રે મિણી ડિયાં ઉર્યા કંધે અમુ ચે ‘હલો નાસ્તો કયો’

       નાસ્તા-પાણી થઇ વ્યા પોય કંકુ ગાલ અગિયા વધારે લા ચેં

‘હિન હેમકુંરજો નંગ આજી છોરીકે ફિરાય તો સે જ અઇ રજા ડ્યો ત..

‘ડિની ડિની અજનું કુરો હિન ઘડીનું ડિની આંકે’કંકુજી ગાલ વિચ મિંજા જ બુકીધે અમુ ચેં પોય સુંધર કોરા નેરે ત સુંધર હામીમેં મુન હલાય ચેં

‘ઊભીયો હેર જ મિણીજો મિઠો મોં કરાઇયા…અરે વિસાખા ઉ ગુલાબપાકજો ડબરો ખણી અચતા’

ગુલાબપાકજો ડબરે મિંજા મિણીકે ગિટા ભરાય ત મિણી જેડલે પ સુંધર ને અમુકે ગિટા ડિનો ને રાજીયાણા થ્યા ત્યાં સુધી અમુ વિસાખાજી કુંડલી ખણી આયો સે હેમકુંરકે ડિધે ચેં ‘અઇ આંજી રીતે જોડામેડ઼ નેરાય કરે ને તેડ઼ો મુંકે જભાભ વારીજા આંઉ આંજે ફોનજી વાટ નેરિંધોસે.

        ચારોય જેડલ ને સુંધર હિડાં હુડાંજી બ ચાર ગાલિયું કરે રાજીયાણી થીંધી રજા ગિડોં ને ઘરે આવઇયું.’હેમકુંર ત ઘરે અચીને ગૌરાંગજી કુંડલી ખણી મગન મારાજ

વટે વઇ ને જોડ઼ામેડ઼ નેરે રખેજો ચેં

‘આંઉ કાલ અચાંતી ત્યાં સુધી અઇ આંજી ફુરસધે નેરે રખજા’

       બે ડીં ઇ ને ગોધાવરી મગન મારાજ કે મિલણ વિઇયું મગન મારાજ ખીકારેને ચેં

‘જોડ઼ામેડ઼ ત ભરોભર આય ને બ અઠવાડે પ્વા આઠમજો મુરત પ ખાસો આય તેની વિંયા કયો ત ઉત્તમ જયશ્રી કૃષ્ણ’ચઇ બોંય કુંડલિયું સોંપે.મગનકે ડખણા ડઇને બોંય જેડલું ઘરે આવઇયું ત હેમકુંરજે ઘરજી ડેલી વટ કોસલ્યા ઊભી વઇ

‘સવારજે પોર મેં કિડાં વિઞી આવઇયું બોંય જેણી?’

‘ઉ મગન કે જોડ઼ામેડ઼ નેરે લા ડિનો વો તેંજી પુછા કેણ?’ગોધાવરી ચેં

‘કુરો ચેં મગન?’હરખાઇને કોસલ્યા પુછે

‘અજ અંધારી આઠમ આય ને ફરી સાઇ આઠમજો વિયા થીએ ત ઉત્તમ’હેમકુંર ચેં

‘અડ઼ે વા…ત કયો તૈયારી’કોસલ્યા ને ગોધાવરી ચ્યો

       ગૌરાંગ ને વિસાખાજી સગાઇ,વિયા ને હનીમુન રંગે ચંગે પુરા થ્યા.ફરીને પાછા અવે પ્વા બે ડી વિસાખા નિતનીમ પતાયને રસોડેમેં વઇ ને મિણી લા કાફી ભનાય તે ત હેમકુંર નાઇ કરેને રસોડે મેં આવઇ તેંકે કાફી ડિંધે વિસાખા ચેં

‘જયશ્રી કૃષ્ણ મમ્મી’

‘જયશ્રી કૃષ્ણ’ચઇ કાફી પીધે

‘મમ્મી રસોઇ કુરો ભનાયણી આય મુંકે સાધી ડાર ભાત સાગ ને ફુલકા ભનાઇધે જ આવડેતા બ્યો કીં આઉ બુજા નતી’અખ ઢારે વિસાખા ચેં

‘ઇતરો આવડ઼ેતો સે ઘણે આય ભાકી આઉ કુલા અઇયા આઉ તોકે ભાકીજો મિડ઼ે સિખાઇધીસ’ચઇ હેમકુંર ખિલઇ

      વિસાખાને ગૌરાંગજો ઘરસંસાર ભરોભર હલ્યોતે સે ડિસી હેમકુર ત ઠીક ઇનજી જેડલેકે પ સેર રત ચડ્યો તે.બ વરે કિડાં ગુધરી વ્યા ખબર ન પઇ.શ્રાણ મેણેંમે ઉજ નંધકિશોર મારાજ સિવપુરાણ વાંચે વારો વો સે સુણી ત્રોંય જેડલું રાજીયાણી થિઇયું.

      હિકડ઼ો ડીં હીં ત ડેલી ખોલે વાટ નેરીધલ હેમકુંર ડિસાણી ન ત ગોધાવરી  ને કૌસલ્યાકે નવાઇ લગી ઇતરે ગોધાવરી સડ કેં,

‘હેમલી…અઞા ઘરમેં કુરો કરિયેંતી જપાટે બારા નિકર નકાં કથા ચાલુ થઇ વેંધી’

‘એ અચાંતી મુંજી મા અચાંતી રાડારાડ મ કર’હેમકુંર ગોંખ મિંજા જભાભ વારે ને પોય ડાધરે કોરા વરીને પેલે પગથિયે તે ઊભી વિસાખા કે ચેં

‘કેસુમોધી વટ રાસન મંઢાયો આય સે ડિણ અચે તડે બીલ નેરે ને પૈસા ડઇ ડીજ ને માલ ભરાભર તપાસે ગિનજ ઇ મુવો ગોટાળા કરેતો છડિયા ડારજી ભધલી ફોતરે વારી ડાર હલાય ડેતો બાસમતી ચોખા ચ્યા વે ત જીરાસાર હલાયતો’

‘ભલે મમ્મી પાંજે ઘરે કુરો ખપે સે ખબર આય ત ખોટો ધાંઇ હુંધો ત પાછો હલાય ડીધીસે હા ગિનો હી કપાજી કુથરી’

‘હા..ડે ડે નકાં વટુ કુરેજી ભનાઇબો’ચઇ હિકડ઼ે હથસે કુથરી ને બે હથસે ડાધરે તે ટેકે લા બધલ ડોરી જલણ વઇ ત ન કુથરી હથ આવઇ ન ડોરી પ પગ ત્રિકી વ્યો ને પેલે પગથીએતા ધડડડ હેમકુંર છણઇ સીધી નીચે

‘મમ્મી…..’વિશાખાજી ઉબરાડ નિકરી વઇ સે સુણી ગોધાવરી,કૌસલ્યા ને ગૌરાંગ ‘કુરો થ્યો…કુરો થ્યો કંધા ધોડ઼્યા.

     પટ પોંધે હેમકુંર ઢકરજી વઇ.જાટપાટા ગૌરાંગ ડાગધર સુધાકરકે ફોન કરે એમ્બ્યુલન્સ મંગાય ને ધવખાનેમેં ડાખલ ક્યોં.સુધાકર મિડ઼ે ચેક કરેને ચેં

‘નિંઢે મગજકે ધપાડ લગી આય ને પુઠજી સંગરજા ચાર મણકા ધક્કો લગધે ખસીને જરા અગિયા અચી વ્યા અઇ મગજકે ધપાડ લગેસે કોમામેં અઇ ઇતરે વાટ નેરણી ખપધી ઇ ભાનમેં અચે તેં લા આઉ મુંજી ભનધી કોસીસ કરિયા તો’સુણી ગોધાવરી રુઇ પિઇ ‘આઉ રાડારાડ ન કઇ વોત ત હીં ન ભન્યો વોત’

‘ઇનમેં માસી આંજો કુરો વંગ થાવા કાડ઼ વો સે થ્યો’ગૌરાંગ કોસલ્યાકે થધારે

      સુધાકરજે મત સે હજી ત્રે ચાર કલાક ત સચ્ચા.ઇતરે ગોધાવરી ને કોસલ્યા કે ગૌરાંગ ચેં ‘માસી અઇ ઘરે વિઞો આંકે કુરો થ્યો તેંજી આઉ જાણ કંધોસે ને વિસાખા કે પ ભેરી કોઠે વિઞો આઉ હિડાં હાજર અઇયા’ 

      આના બાના કે પુઠિયા ત્રોંય ઘરે વિઇયું.સારવાર હલઇતે ત્રીજે ડીં હેમકુંર ભાનમેં આવઇ તિન ટાણે વિસાખા બાજુમેં વિઠી વઇ સે નેરે હેમકુંર પુછે

‘કિતરા વગા?’સે સુણી નરસ સુધાકરકે બોલાય આવઇ

‘મમ્મી ઇગ્યારો વગા અઇ’વિસાખા હેમકુંરજો હથ જલેને ચેં

‘ખાસી નિંધર અચી વઇ…પ હાણે ઠીક લગેતો જરા પુઠ ડુખેતી’

‘હા પુઠજી સંગરજા હડકા ચાર ખીસી વ્યા અઇ ઇતરે પ અઇ હિડાં આરામ કંધા ત મિડ઼ે ભરાભર થઇ રોંધો’સુધાકર ખિલીને ચે ત્યાં સુધીમેં ગૌરાંગ અચી વ્યો તેંકે સુધાકર ચેં રિકવરી સારી આય ને હાણે વાંધો નાય’

‘મમ્મીકે ખાધે લાય કુરો ડીણું?’ગૌરાગ પુછે

‘કીં પણ ઇનીજી મરજી વે સે વાંધો નાય’ગૌરાંગજી પુઠ થાબડ઼ે સુધાકર ચેં

‘છોરા મુંકે ભુખ લગી આય’હેમકુંર ગૌરાંગ કે ચેં

‘મમ્મી કુરો ખેણું આય ભટાટા પૌવા ભનાય અચાં?’વિસાખા પુછે

‘હા…ઇ ભરોભર આય’ચઇ હેમકુંર ખિલઇ

     ઉ ડીં સારી રીતે પસાર થઇ વ્યો.બે ડીં વિસાખા કાફી ને નાસ્તો ખણી આવઇ તેં ભેરી ગોધાવરી,કંકુ ને કૌસલ્યા મિલણ આવ્યા.નાસ્તો પાણી કંધે હેમકુંર નિત ડીં પરમાણે ગાલિયું કેં ઓચિતી ઇનજી નજર સામે કેલેન્ડર તે પઇ

‘અજ તો સોમવાર આય ને ધવાખાનેજો કેલેન્ડર બુધવાર કીં વતાય તો?’

‘હેમલી તું બ ડીં બેભાન હુઇએ’ગોધાવરી ચેં

‘હેં…હે રામ…તડેં જ મુંકે લગો જાણે લમી નિંધર કઇ આય’ચઇ હેમકુંર ખિલઇ

‘તોજી તબિયત સુધરી વઇ ઇ ઘણે આય સોમવાર વે ક બુધવાર તોકે કુરો ફરક પેતો સે ચો ભલા?’

‘અજ થ્યો બુધ,ગુરૂ,સુકર,સનિ ને પોય આતવાર’ચઇ હેમકુંર નિસાકો વિધે

‘કો કુરો થ્યો મમ્મી કીં ડીં જા લેખા કયો તા?’વિસાખા પુછે

‘અજ ઓસાણ ખાધેજી મન થીએતી’ચઇ હેમકુંર ખિલઇ

‘ત અજ ઓસાણ ભનાય અચા આતવારજો બિયાર ખાજા ભલે મમ્મી ત આઉ વિઞા ને ઓસાણજી સાંભાઇ કરિયા’ચઇ વિસાખા ઊભી થઇ ત ત્રોંય જેડલું જયસી કરસન કરે ઊભી થ્‍ઇયું

      વિસાખા ઘરે અચી વાસણ રખી ને સાગ મારકીટ વઇ.સજી મારકીટ ફરઇ કેં વટે મુરી ન વઇ છેલ્લે બાયણે વટાનું હિકડ઼ી સાગજી લારી વેંધી ડિઠે ઇન વટે હિકડ઼ી ઝુડી ડિસાણી.વિસાખા ઇનકે સડ કેં ‘જરા ઊભીજા’

       લારી મિંજા ઝુડી ખણી કાછિયેકે પંજ રૂપિયા ડિને ત ઇ ચેં

‘ભેણ અઞા પંજ ખપે’

‘મુરીજી ઝુડીજા ડો રૂપિયા?પંજમેં ગામ સજો ડે તો’

‘ભેણ વી ઝુડી ગિની આયો વોસે….’ઇ અગિયા કીં કુછે તેનું મોંધ વિસાખા પંજ રૂપિયા બ્યા ડઇ ઝુડી જોલીમેં વિજી હલ્ધી થિઇ વિઇ.

     રસ્તેમેં વિચાર કે ખાસા થ્યો મુરી મિલી વઇ નકાં ઓસાણમેં મમ્મીકે મજા ન આવઇ વોત.પન પ કચડ઼ાને લંમા અઇ તેંજા મુઠિયા ખાસા થિંધા ને ડાઠા જાડા પ કચડા અઇ ત રાઇ મીઠો ભેરેને કચુંભર ખાસો થીધો.ઘરે અચી ડેલી ઉપટણ વઇ ત ડેલી વટ ઊભી ચતુરાં પુછે

‘છોરી સમાચાર્‍ થ્યા હેમુ છણી પઇ’

‘હા માસી મુંકે અવેર થીએતી પાં ઘરે ગાલ કંધાસી’ચઇ ડેલી ઉપટે

‘સે ઇં કીં છણી પઇ?’ચતુરા ફરી પુછે

‘માસી ઘરે હલો….’ઇ અગિયા કીં બોલે તેનું મોંધ કંકુ રડ વિધે

‘છોરી ગોં મુરી ખાય તી….’સે સુણી વિસાખા પુઠ ફેરે નેરે પન ગોંજે મોંમેં વા,વિસાખા ઝુડી જલેને છકી ડિને ત ઝુડી ખુલી વિઇ ને બ પાડું નગરપાલિકા વારા ખાર કઢણ આયા વા ઉન ખુલી ખડમેં છણઇયું હિકડ઼ી પાડ઼ વિસાખાજે હથમેં રઇ સે ખણી ઇ ઘરમેં હલઇ વઇ ત ચતુરાં કંકુ ડિયાં નેરે ચેં

‘હી હેમુજી નોં મન તોરી બોરી’

‘ને ચતુરાં તું ચિકણી બોરી ઉ વિચાડ઼ી ચેં પ માસી ઘરે હલો ઘરે ગાલ કંધાસી જ હેમુજી એડ઼ી ફિકર વિઇ ત ઘરે કો ન વિઇએ?સુણી ચતુરાં મોં ફિટાયને હલ્‍ઇ વિઇ

     રસોઇ તૈયાર થિઇ વિઇ ત વિસાખા ગૌરાંગ ભેરી ધવાખાને આવઇ.હેમકુંર પલંગતે સુતે સુતે ગીતા વાંચેતે.ગૌરાંગ ચાવી ફિરાય પ્વાનું પલંગ ઉચોં કરે હેમકુંરકે વેરાય ને પોય ધરધી લા વપરાંધી ટેબલ ઇન વટ રખેં વિસાખા ટિફીન ખોલેને થારી પિરસે ટેબલ તે રખે ને વાટકેમેં ઓસાણ ઠલાય તિન ટાણે હેમકુંરજે નકમેં સડ઼્વડ઼ાટ થ્યો નક ને અખિયેં જા હાવભાવ નેરે વિસાખા પુછે

‘મમ્મી કુરો થીએ તો?

હેમકુંર કીં જભાભ વારે તેનું મોંધ ઇનકે જોરજી છિક આવઇ ને હેમકુંરજો મથો ટેબલમેં પછણાણો ને ટેબલતે જ રઇ વ્યો તેંકે ઉચોં કરે ગૌરાંગ રડ વિધે ‘ડોકટર…..’ સુણી સુધાકર ધોડધો આયો ને હેમકુંરકે તપાસે મથો ધુણાય સે ડિસી વિસાખાજી ઉબરાડ નિકરી વઇ મમ્મી…..ઇનજે હથમેંથી ઓસાણજી વાટકી છિટકી વઇ ને ઓસાણ  હેમકુંર મથે હારાણું ને મુરીજો કાતો હેમકુંરજે ચપ મથે રઇ વ્યો.(પુરી)        

 

ઓસામણ (૧)

ડિસેમ્બર 3, 2014

thali

ઓસામણ(૧) 

      અજ આતવાર વો. ગૌરાંગ બાઇક બારા કઢે ને કીક મારે સે અવાઝ સુણી

હેમકુંર ગોખમેં ઊભી ચેં

‘છોરા કિન કોરા વિઞેતો?’

‘અજ સસાંકજો જનમડીં આય સે ભેટ ગિને લા વિઞાંતો કો?’

‘ઉ કેસુમોધીજે હટતે વિઞીને પુછજ રાસન હલાય જો મુરત કડેં આય?’

‘રાસન જો મુરત?’

‘નત કુરો કાલ લખાયો તેર ચેં ભેણ અઇ ઘરે વિઞો આંજે પગોપગ માડ઼ુ અચેતો ને માલ ડઇ વેંધો મો અંઞા તો અચે પાછી ખાટલે મોટી ખોટ ઓસાણ ભનાયણું આય તેં લા તુ’ડાર ખપે સે કિડાં?’

‘ભલે ચાંતો’ ચઇ ગૌરાંગ રવાનો થ્યો ને સેરી વર્યો ત સામે જ કેસુમોધીજે માડ઼ુ સાઇકલતે અચિંધો ડિસાણું

‘હલો હી ધક્કો ત ભચ્યો’ગૌરાંગ મનો મન ચેં

               હેમકુંર પેણીને આવઇ તેનું મોંધનું હિન ઘરમેં આતવારજો કઠણ ડાર સાગ ભાતને ઓસાણ ભનધો આયો આય સે નીમ અઞા અકભંધ વો.ગૌરાંગ વડી ભજારમેં હિકડ઼ી ચોપડીજી ધુકાન વટ બાઇક ઊભી રખી મિંજારા આયો. પોય ચોપડીજી ફલી તે નજર ફરાંઇધે ઇન ડિઠે ‘મુનસી પ્રેમચંદકી કહાનિયાં’ઇન ચોપડી કઢણ અઞા આંગર ધ્રગાય ત હિકડ઼ો બંગલિયેવારો હથ ઇ ખણી ગિડ઼ે. ગૌરાંગ ઇન છોરી સામે નેરેં ત ઇ મુરકઇ. ઠ્યો મનમેં ચઇ ગૌરાંગ અગિયા વધ્યો,ં તિડાં ઇન ડીઠે ‘શરદ જોશીકી કહાનિયાં ઇ ગૌરાંગ ખણે તેનું મોંધ ઇ પણ ઉ છોરી ખણી ગિડ઼ે ત ગૌરાંગ પુછે

‘હી બોંય ચોપડીયું આંકે ખપેતિયું?’

‘હા કો?’ગૌરાંગ સામે નેરીંધે છોરી ચેં

‘મુકે હિકડ઼ી ચોપડી મુંજે ધોસ્તાર કે ભેટ ડીણી વઇ ઇતરે પુછાંતો’

           છોરી બોય ચોપડીયું બીં હથેમેં જલેને વારા ફરતી બીંકે નેરે પોય ચેં

‘ઇં કયો ‘મુનસી પ્રેમચંધ’ આંઉ રખાતી અઇ સરધ જોસી રખો’ચઇ ઇ ગૌરાંગકે ડિને

             બોય ચુકાવેજે થડેતે આયા ને ગૌરાંગકે ચોપડીજી મટ ચે તેનું મોંધ ગૌરાંગ ચેં’હિકડ઼ી મિનિટ’કરે ધુકાન બારા આયો ને બાઇકજે ખાને મિંજા હિકડ઼ો કવર ખણી આયો ને પોય ચોપડી મથે રખી ચેં ‘હિનકે ગિફ્ટ પેક કરે ડ્યો’

           ધુકાનધાર ગિફટ પેક કરેને મથે હિકડ઼ી ચિટકી ચોડ઼ે ડિને તેં મથે ગૌરાંગ લિખે સસાંક સોમપુરા કે ગૌરાંગ દવે તરફથી સપ્રેમ ભેટ સે ઉ છોરી વાંચે

‘ગૌરાંગ દવે આંઉ વિસાખા જોસી’ ચિઇ છોરી હથ ધ્રગાય બોય હથ મિલાયાને મુરક્યાને ભેરા બાર આચી ને પિઢ પિઢજી બાઇક ચાલુ કરે ઉતર-ડખણ હલ્યા વ્યા.

          હેમકુંર ને ગૌરાંગ સિવા ઘરમેં બ્યો કોય ન વો.હિકડ઼ી બાઇ ઘરજી સાફ સુફી કરે ને વાસણ માંજે વેંધી વિઇ.લુગડા મસીનમેં ધુંવાધા વા,બ જેણેજી રસોઇ કરેજી વિઇ તેં સિવા હેમકુંર કે ફુરસધ જ ફુરસધ વિઇ. તેડ઼ી ઇનજી બ જેડલું વિઇયું ગોધી(ગોધાવરી) ને કોસી(કૌસલ્યા) ગોધાવરીજી બ ડાઇ સમજુ નોરૂં વિઇયું સે ગોધાવરી કે કીં કરે લાય ન ડીની વિઇયું ત કૌસલ્યાજી હકડ઼ી જ નોં વિઇ ને હક્ડ઼ો કુંવારો પુતર ને કુંવારી ધી ઇ પણ કૌસલ્યા કે કીં કેણ ન ડીંધાવા ઇતરે ત્રોંય જેડલું સવારજો ગૌ સેવા આસરમમેં નોં વગેથી ઇગ્યારો વગે સુધી કથા સુણે લાય વેંધી હુઇયું ને સાંજીજો પંજ વગે હિક્ડ઼ે વડજે ઝાડ વટ કિડિયારો પુરે ઉડાં બિઇયું છ સત જેણિયું અચીની હુઇયું સે મિલીને વડજે ઓટેતે વિઇને ભજન કની હુઇયું.

       વિશાખા ને ગૌરાંગ અલપ ઝલપ મિલી વિઞે પોય બોય પિઢ પિઢજે ચાડિકે તે વિઇને ગામ બારા ફરેલાય વેંધા વા.રસ્તેમેં કોક નંઢી હોટલતે કાફી પીંધાવા ને ગાલિયું કંધા વા.

               પરસોતમ મેણું વિઠો તેં મોંધ ખબર પિઇ ક યોગાશ્રમવારા ગોંડલનું નંધકિસોર મારાજ કોઠાયોંનો ઇ વિસણુપુરાણ વાંચે વારો આય સે સુણી ત્રોંય જેડલું રાજિયાણી થિયું. રોજ સવારજો અંધારેમેં ધરિયાતે નાય લા વેની હુઇયું પોય ઉડાં હિકડ઼ી ગુરિયાણી પુરસોતમ મેણેજી વારતાઉ કંધી વિઇ ઉનકે આખિયાણું ડિઇને વારતાઉ સુણધી હુઇયું ને સવારજો નોં વગેથી ઇગિયારો વગે સુધી વિસણુપુરાણ સુણેલાય વેની હુઇયું. હેમકુંર કપા ખણી વેંધી વિઇ સે ત્રોંય વટું ભનાઇએ ને કથા સુણે.

‘તોજો નંગ કોક છોરીકે ફિરાયતો’ હિકડ઼ો ડીં સાકરી અચીને હેમકુંરકે ચેં

‘વે જુવાનિયા ભેરા ફિરે તેંસે કુરો?’હેમકુંર ધાધ ન ડિને

‘આંઉ ગૌરાંગકે ચોંધીસે હાણે સાકરીકે બાઇક તે ફિરાય’ગોધાવરી ચેં

‘ગૌરાંગજી બાઇકતે પુઠિયા સાકરી વિઠીવે સે કેડી લગે હેં હેમું?’કૌસલ્યા ચેં

‘તું ઉ પાટલુણ ને આભો પેરેને વેજ ભલે સાકરી’ગોધાવરી ચેં ત ત્રોય ખલઇયું

‘અલકાઇ છડ ગોધી’ચઇ સાકરી હલઇ વિઇ

           બ ડીં રઇ ને સાકરી પાછી ઇની ત્રોંય વટ આવઇ

‘ઉ છોરી અમુ અમધાવાધીજી આય’

‘ઇં… હુંધો?’હેમકુંર મોં ન ડિને

‘તોજે ત પેટજો પાણી પ નતો હલે અમધાવાધીજો ભરોસો ન થીએ ઉ ચોવક આય ન અમધાવાધી હરામજાધી’સાકરી મોં ફિટાયને ચેં

‘અરરર કોક અમધાવધી લાય મણી કે ગાર મ ડે મુંજી મા’હેમકુંર ચેં

‘અમુ અમધાવાધીજી ધી ત વિસાખા’ગોધાવરી ચેં

‘તુ સુઙણેતી?હેમકુંર પુછે

‘ભો…ઇ ત મુજી નિઢી નોંજી જેડલ થીએ બોંય હિકડ઼ી જ નિસાડ઼મેં ભણધી હુઇયું વિસાખા ડસમી મેં હુઇ ને મુંજી નોં બારમી મેં હુઇ. બારમી પ્વા વિસાખા મુંભઇ ભણેલા હલઇ વિઇ છોરી ત ભારી ડાઇ નમરી ને રૂપારી આય’ગોધાવરી ચેં

‘રૂપારા ત ત્રુ જા ડેડા પ વેંતા તેંસે કોય ખાય ન’સાકરી ચેં

‘સાકરી તું પણ ઓછી રૂપારી નઇયેં’ કૌસલ્યા સાકરીજી પુઠતે ઢુંભો હણી ચેં

‘ઇતરે આંઉ ત્રૂજો ડેડો ઇં?’સાકરી છિટકઇ

‘અસી નતા ચોં તું ચેંતી’ગોધાવરી ચેં

‘સાકરી તું કથાસુણે લા અચેતી ક તિથા કરે લા અચેતી’કૌસલ્યા પુછે

‘આંસે ત ગાલ કરેજો ધરમ નાય’ચિઇ સાકરી મોં ફિટાયને હલઇ વિઇ

‘હી સાકરી ગૌરાંગજી હેડી મિડ઼ે ચિંધા કીં કરેતી’હેમકુંર પુછે

‘અડ઼ે…સાકરીજી હકડ઼ી ધી આય…..નયના….ઇનજે પગમેં પધમ્‍ આય ને વડી ચકકર ચલ્લી આય’કૌસલ્યા ચેં

‘સે કીં?’હેમકુંર પુછે

‘નયનાજી સગાઇ હિકડ઼ે વડે ઘરમેં થિઇ હુઇ છોરો કેડ઼ો ડાવ,સમજુ ને નિણાઇવારો વો પણ નયના જેંજો નાં ઇ બે કોક ભેરી ઓલાંધી હુઇ સે નયનાજે સાવરે વારે કે ખબર પિઇ ત ઇની સગાઇ તોડે વિધા સાકરી પણ ફોમેં અચી લુગડ઼ા ધાગિનાને સગાઇજી વીંઢી પાછી ડિઇ ચેં આં હિકડ઼ે મથે જલી બધી નાય વિઠીસે અઇ સગાઇ તોડે વિધા તેંસે મુંજી ધી કી વાંઢી નઇ રઇ વિઞે પોય ગાલ ગામમેં ચરચાણી ઇતરહાણે નયનાકે કોય ખણે નતો ને જેં ભેરી ઓલાધી હુઇ ઉનજા પ લગન થિઇ વ્યા’કૌસેલ્યા ચે ત હેમકુંર ખિલઇ

‘રખે ઇ ગૌરાંગ કે ભુટકાયજી કારસો કરેતી’કૌસલ્યા ચેં

‘મુંકે પણ ઇં જ લગેતો’ગોધાવરી ચેં

‘મુર ત ડુખે તો પેટ ને કુટેતી મથો’કૌસલ્યા ચે

‘છડ્યો પંચાત કથા સુણો’હેમકુંર ચેં

            હિકડ઼ો ડીં વિસાખાજી બાઇક ફિટી પિઇ ત ગૌરાંગજી બાઇક મથે વિસાખા જીન્સજી પાટલુણ ટી-સર્ટ ને ખુલ્લે વારસે ગૌરાંગકે બખવજીને પુઠિયા વિઠી હુઇ સે છેટેનું હેમકુંર ડીઠે ઇ ઝટપટ હિકડ઼ી ધુકાનમેં હલઇ વિઇ બાઇક ભરાભર ધુકાન વટા વટાણી ત હેમકુંર વિસાખાકે ભરાભર ડીઠે બપોરજો ગૌરાંગ જીમેલાય આયો બોંય જેણાં જિમી ગિડાં તડે સોફેતે સામસામા વિઠા.

‘જિન છોરીકે ભેરી ફિરાઇયેતો તેંકે કડેક ઘરે કોઠે અચ’હેમકુંવર ચેં

‘કઇ છોરી મમ્મી?’

‘કિતરીક ફરાઇતોં અઞા બ ચાર બિઇયું અઇ કુરો?’હેમકુંર સની અખ કરે મુરકીને પુછે

‘કુરો ગાલ કરીયેતી મમ્મી હિકડ઼ી જ ત આય?’અચકાંધે ગૌરાગ ચેં

‘ત ઇન હિકડ઼ી કે ઘરે કોઠે અચ આંઉ પણ ડિસાં’

             બ ડીં રઇને ગૌરાંગ વિસાખા કે ઘરે કોઠે આયો તિન ટાણે ઇન ડ્રેસ પેરે વે. પોની વારેવે કિપારતે ટિકો કઢેવે.મથેતે ઓઢણી રખીને વિસાખા હેમકુંરકે પગે લગધે ચેં’જયશ્રી કૃષ્ણ આંટી’

‘જયશ્રી કૃષ્ણ’ ચિઇ હેમકુંર વિસાખાકે ખભે મિંજા જલે ઊભી કે ને ખાડી જલે મથો સુંઘે ગૌરાંગ ત સીધો પિંઢજે રૂમમે હલ્યો વ્યો તેંકે ચેં

‘છોરા વિસાખાકે ઘરે કોઠે આયો અઇયે ત પાંજો ઘર ત વતાય’

          ગૌરાંગ બાર આયો ને હથસે ઇસારો કેં હલ હેમકુંર ખિલીને રસોડેમેં હલઇ વિઇ.ઘરમેં મિણી ઠેકાણે ફિરધે ગૌરાંગજે રૂમમેં આયા.સામે ફલી મથે ચોપડિયું ગોઠવેલી હુઇયું.વિસાખા નજર ફિરાય વી.એસ,ખાંડેકર,આર.વી.ડેસાઇ રમણલાલ સોની,સુરેસ ધલાલ,ધુમકેતુ.પન્નાલાલ પટેલ,વજુ કોટક.જયંતખત્રી ઇ ચોપડ઼ીએ પ્વા સોરો સીડી પિઇ હુઇ ઇ વિસાખા નેરે ત ગૌરાંગચે

‘હી મડ઼ે રાગાસ જી સીડી અઇ’

‘હીની મથે રાગજો નાં ને ટેમ લખલ અઇ ઇતરે કુરો?’

‘હકડ઼ે ડીં જ ત્રેત્રે કલાકજા અઠ પોર સવારજો છ વગેથી બે ડી સવારજો છ વગે તંઇ લેખાજે. ઇન હરેક પોર જી ડેઢ ડેઢ કલાકજી બ સીડી અઇ ઇન મથે લખલ ટેમ પ્રમાણે ઇ વજાયો ત આંજે મન કે આનંધ થીએ ઇં થીએ ક ભલે વજેતી’

‘ને હી મડ઼ે ત કોમેડી ફિલમું અઇ અંગૂર. પ્યાર કિયેજા,ગોલમાલ.ચિતચોર,ચુપકે ચુપકે.છોટીસી બાત અજજી બિઇ કોય નઇ ફિલ્મેજી નંઇ?’

‘હાણે અજજી ફીલમે મેં વે તો કુરો મારામારી ને ખૂન ફડ઼ીયલ જેડ઼ો નાયક અઠ અઠ મવાલીએ કે ધસે વિજે ઇ મુકે નતી ગમે’

‘હા સે ત આય મવાલી નાયકજી મા કે ભેણ કે સીપરી કે હેરાન કરે ન પોય નાયક ઇનકે ધીબે ઇજ ન?’

‘તડેં કુરો ?

‘ત જોકજી પણ સીડી હુનિયું’

‘હા હિકડ઼ે સાબુધીનજી રખઇ આય તેં સિવા ત પાંકે ગલગલિયા કરે ને ખિલાયજી કોસીસ કંધાવે એડ઼ા અઇ સે નાય રખઇ.હા સત સીડી મરાઠીજે વડે કલાકાર ડેસપાંડેજી આઇ પણ તોજે કુરે કમજી તોકે ત મરાઠી સમજાજે ન ભરાભર?’

‘આંઉ મરાઠી બુજાતી’વિસાખા ચે ત ગૌરાંગકે નવાઇ લગી.

‘તું મરાઠી બુજેતી? તું વરી કિડાં સિખઇએ?’

‘આંઉ કોલેજ મુંભઇમેં મામાજે ઘરે રઇને કિઇ.કોલેજમેં મુજી ત્રે મરાઠી જેડલું હુઇયું ઇન ભેરી હિંધી મરાઠીજો ભેરપો કરે બોલધી વઇસે.પ શ્રીલેખા મુંજી ભાસા સુધારે મુકે ચે તું હિંધીમેં હી ચે સે મરાઠીમેં હી બોલાજે મુંકે મરાઠી સિખાઇધે ઇ કચ્છી સિખી રઇ ઇ બોલધીવે ત કોય ચે ન ક હી મરાઠણ હુંધી.’

‘ત માસ્તરિયાણી ભરાભર હુઇ ઇં ન?’

‘હા’

‘ત ઇં કર ડેસપાંડેજી હકડ઼ી સીડી ખણી વિઞ ને સુણજ તોકે મજા અચિંધી’

           હેમકુંર રૂમ બારા ઊભી મિડ઼ે સુયતે ને નેરેંતે બોય જુવાનિયા હેકલા વા પણ આછલકાઇ ક બખાબખ જેડ઼ો કી ન થ્યો.પોય બારાથી સડ કે

‘હાણે કુરો કાફી ઉડાં ખણી આચાં ક હિડાં…..’

      ઇ પુરો બોલે તેનું મોંધ બોય બાર આયા ને કાફીજા મગ ખયોં.કાફી પી ગૌરાંગ પાછો પિંઢજે રૂમમે હલ્યો વ્યો,ખાલી મગ ખણી વિસાખા રસોડેમેં વઇ ત હેમકુંર પુઠિયા વિઞીને પુછે

‘મુંજો નંગ તોકે ગમેતો…?’ વિસાખા હેમકુંર કોરા નેરે

‘કુરો આય ક પુછી ગિનણું ખાસો પોય છોકરે છોકરીજા માઇતર મિડ઼ે તૈયારી કરિયે ને છેલ્લે ટાંકણે બોંય ચેં અસીં ત ખાલી….ઉ મુવો ઇન્ગ્લીસમેં કુરો ચેંતા?….હા ફ્રેન્ડ અઇયું. હાણે તું હા ચેં ત પોય અમુભાઇકે ગાલ કરિયા…કરિયા?’ ત વિસાખા મુન હલાય હા ચિઇ ગૌરાંગજે રૂમમેં હલઇ વિઇ.(વધુ બઇ પોસ્ટમેં)