Archive for જુલાઇ, 2016

ધમાલ વિઇ

જુલાઇ 27, 2016

dance

મોભતિલા માડ઼ુ મિલ્યા મોભતસે જ ગાલ થઇ;

છડ ખણી ઇનજી મુનતે વાર વા ક ટાલ વિઇ

કેંજો રઙ કેડ઼ો તેંજી પપજડ઼મેં ચો કુલા પોણું

(more…)

Advertisements

હેપ્પી ફાધર્સ-ડે

જુલાઇ 25, 2016

HFD

          પિતાંભર ને રતનજો નિંઢો ઘર સંસાર વો.પિતાંભર હિકડ઼ી પેઢીજો નામાવટી વો તેં ભેરા બ ત્રે છુટા નામા પ કંધો વો ને ડાર માની નિકરધી વિઇ.રતન બંધેલી ધુકાને લા પાપડ ને ખાંખરા ભનાઇધી વિઇ.ત્રે પુતર વા ડામો(ડામોધર)ઘરજી હિકડ઼ી ખુણમેં ભનાય ભઠી મથે ભુતડ઼ા સેકે ને વિકણધો વો.બે નિમરજો સુંધો (સુંધરજી)ભણતર છડે ને સતસંગ આશ્રમમેં પ્યો પથર્યો રોંધો વો સે હિકડ઼ો ડીં સાધુએજે સંગ ભેરો હલ્યો વ્યો.મિણિયાં નિંઢો જાધુ(જાધવજી)ભણધો વો સે મેટ્રિક ભણ્યો પો નોકરી લા જાવા વિજધો વો પ કિડાં મિલઇ નતે તેંસે ડામેજી તોછડાઇઅ ને ભભડ઼ાટ વધી વ્યો રોજ ઇજ કચ કચ ‘કમ કાજ કેણું નાય ને મુફતજી માની ખેણી આય હી ભુતડ઼ા સેકીધે પરસેવે નાઇ રાં તો તડેં મડ ચાર પૈસા મિલેંતા…’         

           હિકડ઼ો ડીં જાધુ ઘર છડે હલ્યો વ્યો.કિડાંક ઘા ભરલ ખટારેમેં,કપા ભરલ ખટારેમેં ક પોંયુ ભરલ ખટારેમેં ઇ રખડધો કુટાંધો મુંભઇ પુગો.ઘણે હેકાણે ભાટકે પ્વા ઇનજે જુને ધોસ્તાર જીવલે(જીવણ)જો ઘર લધો.જીવલો વેલી સવારજો છાંપા પુજાયજો કમ કંધો વો ન્એ પો સજોડી હિકડ઼ી હોટલમેં ચાય ભનાઇધો વો સે જાધુ કે ચેં

‘નેર જાધુ તું મું ભેરો રોંને તેમે વાંધો નાય મુંકે જીકી પૈસા મિલેતા તેં મિંજા મુંજી મા કે મનિયાડર કે પ્વા

જીકી વિતરેં તા તેં મિંજા આઉં હિકડ઼ી વેરા વડા પાઉં ખાઇઅને ગુજારો કરિયાં તો ઇતરે તોકે ખારાય સગા ઇં

નઇંયા…’

(more…)

પાગલો નાધિયા (૪)

જુલાઇ 22, 2016

nadia

(વિઇ ટપાલથી અગિયા)

       પ્રાગજીજો હુલામણો નાં પાગલો વો ને નાધિયા ત ઇનકે ઇનજે ધોસ્તારે ડિનલ અકરામ વો. પાગલેજે નિંઢપણમેં જ મા ગુજારે વિઇ.પે સજો ડીં ગામમેં ચાયજી કિટલી ખણીને ફિરધો વો.મડ ચાર પૈસા મિલધવા પ પાગલેજે બાપા ઇનકે ભણે લા વેરાય વેં.મિડ઼ે સરખે સરખા ભેરૂજી હિકડ઼ી ટોડ઼કી થિઇ વિઇ.પાગલેકે ગામજે ચોકમેં રમે કનાં વથાણમેં રમેજી મજા અચિંધી વિઇ.ઇનકે બ જ સોખ વા નિઢે તરામેં વડજે ઝાડતે ચોર પોલીસ રમણી ને ફિલમ નેરણી તેમેં નાધિયા જાનકાવસજી ફિલમું નેરીજી જજી મજા અચિંધી વિઇ.

(more…)

ઓપરેટર

જુલાઇ 11, 2016

T0

            છેલ્લે હિકડ઼ે વરેથી રોજજી ઘટમાડ઼જે મણકે વારેંજી હાફિસ ચાલુ થિઇ. મિણી ટેબલ વટ રખલ ખુડસીતે અચી માડ઼ુ વિઠાતે પ મિણીજી નજર હાફિસજે ધરવાજે વટજી ટેલિફોન ઓપરેટરજી કેબીનમેં વેંધલ અપસરા સરોજકે નેરીંધે પિંઢજા કમ સંભાર્યો, પ કન ત ચુસા કરેને ક અજ મિણિયાં મોર કેંજી ટેબલ તે ઘંટી વજેતી સે સુણેલા અતાલા વેંતા ઇનમેં પ જેંજી ટેબલજી ઘંટી મિણિયાં મોર વજે ઇનકે ત લગે ધનભાગ ને ધન ઘડી ઇનમેં વધુ અતાલો વો હિમાંસુ

         ચાય પિધે લા ભેરા થિંધલ ચાર વાંઢા હિકડ઼ી જ ગાલ કંધા વા ક હી અપસરા કેંકે મિલધી પાંજી હાફિસમેં મિંજા કોક ભાગસાડ઼ી હુંધો ક કીં…?હી ગાલા ઉડધી ઉડધી સરોજ સુધી ઇનજી જેડલ જેનીફર વટા પુગી.હી સુણી સરોજ વિચારકેં ક, હાણે ઘચ થ્યો હિનજો કોક માગ કેણું ખપે.પો હિકડ઼ે અઠવાડ઼ેજી રજા ગિની સરો ગેબ થિઇ વિઇ ને ઇનજો કમ જાડી ભેંસ માર્થા સંભારે.           

(more…)

ચો તા ખરો

જુલાઇ 8, 2016

discuss

ચો તા ખરો                                        કહે તો ખરો                          

લગ લગાણી હી કેર કે ચોતા ખરો;       આગ આ કોણે લગાવી કહે તો ખરો           

કેંજી વિઇ હથ જલાણી ચોતા ખરો        જાન કોણે બચાવી કહે તો ખરો

પિંઢ ઉપાડ઼ીને ભલા તું ભાર કિતરો;       તૂં ઉઠાવીશ પોતે વજન કેટલું;

પોઠ હી કીં ખડકાણી સે ચોતા ખરો        પોઠ કોણે લદાવી કહે તો ખરો

પુછા ધિલજી આખાણીજી ત થીંધી;        આ હ્રદયની કહાણી જુબાની થશે;

કેર ને કેંકે ઇ પુછાણી સે ચોતા ખરો        જાંચ કોણે કરાવી કહેતો ખરો

હી ધરિયાજી લેરૂં ત ઇં પુછે વિઠી;          આ લહેરો દરિયા તણી પુછતી;

મછલી ભલા કીં ફસાણી ચોતા ખરો         માછલી શેં ફસાવી કહે તો ખરો

હલ ડિઇ ડિયાં પ્રેમસે તોકે જીયણ;           ચાલ આપી દઉં પ્રેમથી આ જિંદગી;

જાર હી કુલા વિછાણી સે ચોતા ખરો         જાળ શાને બિછાવી કહે તો ખરો

૩૦-૦૪-૨૦૧૬                                            –કૃષ્ણકાંત ભાટીઆ

–ભાષાંતર “ધુફારી”

 

સિપરી

જુલાઇ 6, 2016

lb-6

હથ જલે તું મું ભેરી હલ સિપરી;

આઉં ચાં આમરી તું ચો પિપરી

મનજી ગાલ વે સે મુંકે જ ચોજે;

(more…)