Archive for the ‘ભેરસેર’ Category

વિઠ્ઠલવાડી

ફેબ્રુવારી 4, 2016

IMG_20160127_100712

        મડઇમેં તરાવારે નાકે ઉર્યા લખમીનારાણ મંધરજી ભરાભર સામે હિકડ઼ી જુની ઇમારત જુકો લગભગ સૈકે પેલા મડઇજા પ્રખર જ્યોતિસાચાર્ય ઠાકરડાસ મીસર બંધાયો વો ને ઇનીજે નાલેસે મીસર ભુવન નાંસે જાણિતી હુઇ સે ધરા ધુબધે છણી પિઇ.

         હી ઇમારત છણી પિઇ તેનું મોંધ ઇનજા કઇક નાં સંસ્કાર થ્યા.પેલો નાં વો મીસર ભુવન પોય ઉડાં ગોપાલ ટોકીઝ ભનઇ ઇતરે ગોપાલ ટોકીઝ નાં સે નંઇ ઓરખાણ મિલઇ.તિન ટાણે મડઇમેં ત્રે ટોકીઝું હલંની વિઇયું.(૧)લક્ષ્મી ટોકીઝ (જુનો નાં મોડર્ન ટોકીઝ તેનું મોંધ કલાપી ટોકીઝ) (૨)મયુર ટોકીઝ જુકો લોવાણા માજન વાડીમેં ચાલુ હુઇ.(૩)ગોપાલ ટોકીઝ મીસર ભુવનમેં વખત વેંધે ગોપાલ ટોકીઝ ને મયુર ટોકીઝ ભંધ થિઇ વિઇ.

(more…)

Advertisements

2015 in review

ડિસેમ્બર 30, 2015

The WordPress.com stats helper monkeys prepared a 2015 annual report for this blog.

Here’s an excerpt:

A San Francisco cable car holds 60 people. This blog was viewed about 2,400 times in 2015. If it were a cable car, it would take about 40 trips to carry that many people.

Click here to see the complete report.

૨૦૭૨

નવેમ્બર 17, 2015

diya

૨૦૭૨ મુંજા વલા ભાવર ને ભેનરૂં આંકે હિન નયે ૨૦૭૨ જે વરેજી જજી જજી મુભારક ભાધી માલક હિન  નયે વરેમેં આંજે મનજી મિડ઼ે મુરાધુ પુરી કરે આંજો સજે વરેજા મિડ઼ે ડી ખુસાલી સે સરૂથીએ ને ખુસાલી ભેરા ભરકત સભર પુરા થીએ એડ઼ી પ્રભુજી/પ્રભુકે અરધાસ સાલ મુભારક                                      ૧૭-૧૧-૨૦૧૫

 

 

 

રવાડી

સપ્ટેમ્બર 12, 2015

Rawadi 3

 રવાડ઼ી’

     (મડઇમેં હેરજ ચાર ડીં પેલા જુકો ઓચ્છવ થિઇ વ્યો તેંજી ગાલ કેણીં આય લગભગ બ સૈકેથી મડઇમેં શ્રાણ મેણેજી અંધારી ડસમજો વડી રવાડી નિકરેતી ને લગભગ સવા ડેઢ સૈકેનું શ્રાણ મેણેજી અંધારી નોમજો નેંઢી રવાડી નિકરેતી)        

         મડઇજી પ્રજા ઉત્સવ પ્રેમી આય.શ્રાણ મેણેમેં મડઇજે મેડ઼ેજી અલગ જ ભાત હુઇ.શ્રાણજી અંધારી નોમ ને ડસમજો નિકરેવારી નિંઢી ને વડી રવાડ઼ી(રથ જાતરા)જી ગાલ અજનું છ ડાયકે પેલા મું ડિઠલસે આં વટે કરિયાં તો. ઇ રવાડી જા મેડ઼ા નેરણ સજે કચ્છ મિંજા મડઇમેં મેધનીજી વીર અચે. નોમ જો નિકરેવારી નિઢી રવાડ઼ી (લોવાણેજી રવાડ઼ી) જુની પોલીસ ચોકી સામે અચલ સુંધરવરજે મિંધર વટા ઉપડે ચોવાજેતો ક મડઇ સે’ર વસાયમેં આયો તડેં મિણાયાં મોર જુકો મિંધર અડાણું સે હી સુંધરવર.ઉડાનું સાગ મારકીટ,જુની લાયબ્રેરી,સંચલો ફરિયો,ભીમાણી નિસાડ઼,રંગચુલી,આશાપુરા મિંધર.પાઠસાડ઼ા થિઇ ડેરેચોકમેં અચે જીડાં લખમીનારાણજો મિંધર આય ઇ ચોવાજેતો ક હી લખમી નારાણજો મિંધર સુધરવરજે મિંધર પ્વા અડેમેં અચલ બ્યે નંબરજો મિંધર આય ને ત્રયો અડાણોં રાણેસર જુકો સુંધરવરનું થોડ઼ો છેટો આય.હી રવાડ઼ી પાછી વરે તડેં ઇ ડેરેચોક મિંજા પાઠસાડ઼ા, છાંગાણી ફરિયો, સાંજીપડી,મોચી ભજાર થિઇ ખોંભાત્રી ભજારજે ખુણેતા સાગ મારકીટ પ્વા રવાડી રખેજે ડેલેમેં પુજે.  

(more…)

સાલ મુભારક

જુલાઇ 17, 2015

સાલ મુભારક

IF

IF

અજ આવઇ અસાઢી બીજ,

અજનું પાંજે કચ્છી નયે વરેજી સરૂઆત કે,

હલો પાં ખિલી કરેં ખિકારિયું ને,

મિઠે મીં લા કરે કચ્છજી કુડ઼ડેવી આઇ આસાપુરા કે,

અરધાસ કરીયું.

નયે વરેજી મિણી ભાવર ને ભેનરે કે વધાઇયું

જય આસાપુરા

સંતુડી

માર્ચ 12, 2015

baby-18

સંતુડી

(હી હિકડ઼ો સચ્ચો કિસ્સો આય ફકત ઠેકાણું ને નાલા ભધલાયા અઇ)

                 ચાર વરે પેલા ગુજારેવેલ ગોવંધભાજે કુટુંભમે ઇનજી વિધવા ઘરવારી ગુણવંતી,પેણેલ પુતર મનસુખ ઇનજી ઘરવારી માલતી ને ત્રે ધીરૂં કાંતા,રમા ને સાંતા(સંતુડી)તેં પ્વા મનસુખથી નિંઢા બ ભા મનહર ને મહેસ હિકડ઼ી બ ભોંઇ ભેણીમેં રોંધાવા.ઇનીમેં મનહર સે મુંજી ભાઇબંધી લગે ઇતરે આઉં જડેં પ મુંભઇનું કચ્છ અચાં તડેં મનહરજે ઘરે જરૂર વિઞા ઇ નીમ. ગોવંધભાજા હિકડ઼ા માસી વા,સે અવાર નવાર ઇનીજે ઘરે અચેં.હિન માસીકે ગામ સજેજી ચિંધા.સે ગામ સજેજી પુછા ગુણવંતી વટ કંધે અલાર મલારજી ગાલિયું ખપે ને ગુણવંતીકે અચે કટાડ઼ો ઇતરે હુંધો….ઇં….મુંકે ખબર નાય એડ઼ા ટૂંકા જભાભ વારે ઇ માસીકે ગડ઼ ન વે.આખર કટાડ઼ીને ગુણવંતી મથલે ભોંતે જ વિઠો જો ચાલુ કેં ઇતરે માસી સામે વિઠેજો વારો ન અચે પોય ત માસી જિડાં વિઞે ઉડાં હિકડ઼ો સુર જરૂર આલાપીએ ‘અસાંજી ગુણી વઉ મનતોરી બોરી….’

         હિકડ઼ો ડીં આઉં ને મનહર ગાલિયું કંધે વિઠાવાસી તિડાં ત મનસુખજી ટેંણકી સંતુડી ગોંખમેં ઉભી વિઇ ઇન સેરી વરધે માસીકે ડિઠે ઇતરે ગોખજો કઠોડ઼ો જલે નચેલાય મંઢાણી ને ચેંતે ‘એ…ડોસી…આવઇ….ડોસી…’

       મનહર મુંકે ચેં ‘હલ તોકે નાટક વતાઇંયા’ ઇં ચેં ત અસી બોંય ડાધરેજી પેલી પગુઠીતે વિઠાસીં.માસી ઘરમેં પગ ડિંનો ત સંતુડી બ ચાકરા ખણી આવઇ ને સામે સામે રખેં.માસીજે હથમ્યાંનું લઠ ગિની ખૂણેમેં રખધે ચેં

(more…)

2014 in review

જાન્યુઆરી 4, 2015

The WordPress.com stats helper monkeys prepared a 2014 annual report for this blog.

Here’s an excerpt:

A San Francisco cable car holds 60 people. This blog was viewed about 2,100 times in 2014. If it were a cable car, it would take about 35 trips to carry that many people.

Click here to see the complete report.

મનજો વલણ

ડિસેમ્બર 30, 2014

ant

મનજો વલણ#

# હીં મુંજે ગુજરાતી લેખ “વરિષ્ઠ નાગરિકનું સુખહકારત્મક અભિગમજો કચ્છી તરજુમો આય.

                   હિકડ઼ો ડીં ભાજારમીંજા આણલ ગુડ઼જો પુડિકો ખુલ્લો રિઇ વ્યો ત કિડાંકનું હિકડ઼ો માકુડ઼ો અચી પુગો.કધાચ માકુડ઼ેજો નક બોરો સુજાગ હુંધો ઇતરે ઇનકે ગુડ઼જી સુરમ અચી વિઇ હુંધી ને પો ઇ કિડાંનું અચેતી સે ગોતીધેં હિડાં અચી પુગો હુંધો.ગુડ઼તે વેંધો માકુડ઼ો ડિસી મું ઇનકે પર્યા કયો પ ઇ પાછો ઉડાં જ વિઞણ મંઢાણો ઇં બ ત્રે વાર ક્યો પ ઇ પિંઢજી જીધ ન છડેં તડેં વિચાર આયો ક માડ઼ુજો મન પ હિન માકુડ઼ે જેડ઼ો જ આય નં? પાંજી ઇચ્છા વે ક ન વે ઇ જૂની જાધેજે ખડકલે તે વિઞે વિગર ન રે.ઇન ખડકલે મિંજાનું મન ગમધી સભરી જાધું ખણી અચિંધો વે તેં તંઇ ત વાંધો ન વે જુકો હિન પલજે પાંજે હાલજે જીયણમેં ખુશિયાલી ભરીએતી પ એડ઼ી મિઠી જાધું બોરી ઓછી વેંતી કધાચ ઇતરે ઇ નિસરી જાધેજે ખડકલે મિંજ બોરો ભમધો વે તો.

(more…)

ધેકલી

નવેમ્બર 1, 2014

doll

ધેકલી”#

     આઉં હિકડ઼ી વડી ભજારમેં ફર્યોસતે તડેં ડિઠો ધુકાનધાર હિકડ઼ે ૫ ૬ વરેજે ટાબરસે ગાલાઇધે ચેં

‘બચ્ચા તું જીતરા પૈસા ડિને સે  હિન ધેકલી વિકાંધી ગિનણ પુરતા નિઇ.”

“આંકે ભરાભર ખબર આય ક મું ડિના ઇ પૈસા પુરતા નિઇ?’ટાબર ધુકાનધારકે પુછે

ધુકાનધાર બિયાર પૈસેજો લેખો કરે ચેં

‘બચ્ચા!! આઉં તો કે ચ્યો ન તું ડિને સે પૈસા હી ધેકલી વિકાંધી ગિનણ પુરતા નિઇ”

ટાબર અઞા ધેકલી હથમેં જલે ને ઊભો વો.     

        આખર આઉં ઉન ટાબર વટ વિઞીને પુછ્યો

હી ધેકલી તોકે કેં લા ગિનણી આય…?’

‘હી ધેકલી મુંજી ભેણકે બોરી ગમેતી ને ખપેતી ઇતરે મુંકે ઇનકે જનમડીજી ભેટ ડીણી આય.આઉં હી ધેકલી મુંજી મા કે ડીંધોસે ઇ જડેં ઉડાં વેંધી તડે મુંજી ભેણકે ડિઇ ડીંધી…’ ટાબર ચેં

         પ ઇનજી અખમેં ભરોભાર ડુખ નિતર્યોતે જડેં ઇ ચેં ક,

‘મુંજી ભેણ ભગવાન વટ વિઇ આય ને મુંજા અધા ચ્યોંતે ક મુંજી મા પ હાણે જપાટે ભગવાન વટ વિઞે વારી આય ત મુંકે થ્યો ક જ આઉં ઇનકે ડિઇ ડિયાં ત ઇ ધેકલી પિંઢ ભેરી ખણી વિઞે ને મુંજી ભેણ કે ડિઇ ડે.’

      હી સુણી મુંજો હિંયો કર ધબકારા ભુલી વ્યો.ટાબર મું સામે નેરે ને ચેં

‘આઉં અધાકે ચ્યો આય ક મા કે ચોજા ક જ્યાં લગણ આઉં ભજાર મિંજા પાછો ન અચાં ત્યાં સુધી ઇ ભગવાન વટ ન વિઞે’

    ટાબર હિકડ઼ો ફોટો મુંકે વતાય જેમેં ઇ ખુસખુસાલ ખિલ્યોતે પોય મુંકે ચેં      

‘મુંજી ઇચ્છા આય ક મા મુંજો હી ફોટો પિંઢ ભેરો ખણી વિઞે ને મુંજી ભેણ કે ડિઇ ડે ત મુંજી ભેણ મુંકે કડેં ભુલી ન વિઞે…..’વરી ટાબર ચેં

‘મુંજી માસે મુંજો ગણે નેડ઼ો આય મુંજી ઇચ્છા આય ક મા મુંકે છડેને ન વિઞે પ મુંજા અધા ચેંતા ક ઇન કે મુંજી નિંઢી ભેણ વટ વિઞેજો આય’

        મું મુંજી પાકિટ કઢઇને ટાબર કે ચ્યો

‘ડે તા પાં બિયાર  લેખો કરીયું કધાચ હી ધેકલી વિકાંધી ગિનણ જિતરા જ પૈસા તો વટ હુંધા’

‘ભલે, મુંકે ભરોસો આય ક પુરતા જ હુંધા’

       ઇ ન ડિસે તીં મુંજા પૈસા ભેરે ને પોય પૈસેજો ફરી લેખો ક્યોં ત ધેકલીજી કીંમત પ્વા બ્યા પૈસા વિતર્યા. 

ભગવાન તોજી લખ ભલાઇયું ક તું મુંકે પુરતા પૈસા ડિને……’પોય ઇ મું ડિયાં નેરે ને ચેં

‘કાલ રાતજો સુમેનું મોંધ આઉં ભગવાન કે ચ્યો વો ક હી ધેકલી વિકાંધી ગિનણ મુંકે પુરતા પૈસા ડીજ સે ઇ સુણી ગિડ઼ે,મુંજી ઇચ્છા હુઇ ક મું વટ પુરતા પૈસા વેં ક આઉં મુંજી મા લા ધોરો ગુલાભ પ ગીની સગા પ મુંજી હેમંથ ન થિઇ ભગવાન વટ જીજો મંઙ મંઙ કરેજી પ ઇન મુંકે ધેકલી ને ધોરો ગુલાભ વિકાંધો ગિનણ પુરતા પૈસા ડિને,મુંજી મા કે ધોરા ગુલાભ બોરા ગમેતા’

          મું મુંકે ગિનણું વો સે પતાય ને ભજાર બારા ત આયોસે પ ઉ નિંઢો ટાબર અઞા મુંજે મગજ મિંજારા ફેરકા કેંતે.પોય મુંકે બ ડીં પેલા છાપેમેં અચલ સમાચાર જાધ આયા ઇનમેં લિખલ વો ક હિકડ઼ે ધારૂજે નસેમેં ધુત ખટારેજે ઢ્રાઇવર હિકડ઼ી ગાડીકે હડફેટમેં ગિડ઼ેવે જેમેં હિકડ઼ી જુવાણ બાઇ ને  હિકડ઼ી નિંઢી છોકરી વિઠા વા,નિંઢી છોકરી ત ઉન જ ટાણે મરી વિઇ પ બાઇજી હાલત ગંભીર હુઇ ઘરજા વિચાર ક્યોંતે ક જીન મસીનજે આધાર સે ઇ જીરી આય તેંજો પ્લગ કઢી વિજણું ક કુરો કેણું કારણ ક ઇ બેભાનીજી હાલત મિંજા બાર અચે ઇં નાય.કુરો ઉ ટાબર ઉન જ કુટુંભ જો હુંધો? બ ડીં પેલા થેલ ગાડી ને ખટારેજી ટકકર વારો?મું છપો વાંચ્યો ત ખબર પઇ બાઇ મરી વિઇ.                

              આઉં મુંકે રોકે ન સગ્યોસે ને ધોરે ગુલાભજો ગુચ્છો ખણી આઉં ઉન ઘરે પુગોસે જડાં ઉન બાઇજો મડ઼ો મિણી કે છેલ્લે મોં મેડ઼ાપ ને પ્રાર્થના લા રખેમેં આયો વો.ઇ ઉજ વિઇ નનામીજી પેટીમેં હથમેં સરસ ધોરે ગુલાભજો ફુલ ભેરો ઉન ટાબર જો ફોટો હથમેં જલે વે ને ઇનજી છાતી મથે ઉ ધેકલી પિઇ વિઇ.આઉં ભીની અખિયેં ઉડાંનું નિકરી વ્યોસે તડે મુંકે લગો જાણે મુંજો જીયણ ભધલી વ્યો….

     ઉન ટાબરજો પિંઢજી મા ને ભેણ તે કિતરો નેડ઼ો વો ને પલ વારમેં ઉ ધારૂડિયે ઢ્રાઇવર મિડ઼ે જટે ગિડ઼ે.મેરભાની કરેને ધારૂ પી ને ગાડી મ હલાઇજા.

#(ભા.કશ્યપ કિશોર નિર્મલ સંકલિત અંરેજી આખાણી “Doll” જો કચ્છી તરજુમો)

 

તાજછાપ

ઓગસ્ટ 17, 2014

tajchhap

 

‘તાજછાપ’

      હી ગાલ આય સઠજે ડાયકે જી તડેં.બર્કલી,સીજર્સ.હની-ડ્યુ,પાસિન્ગ સો,ચાર મિનાર,કેવેન્ડર્સ જેડી સિગરેટજી ચાલ વઇ.ખલક સજીમેં વર્જીનિઆ જો તમાકુ વખણાજે ઇન વર્જીનિઆ તમાકુ મિંજા ભનાયેલી કથ્થાઇ જેડ઼ે કાગરમેં વીટેલી બઇ સિગરેટે કના જરા ભરસરી ને ચપટી સિગરેટ મુંભઇજી ધ ઇમ્પિરીયલ ટોબેકો કંપની ભનાય ને ભજારમેં રખે.સજી પાકિટ પીરી વઇ ને તેં મથે ધોરે અખરમેં મિડે લખાણ ગુજરાતીમેં લખલ વો એડ઼ી ઇ પેલી પાકિટ વિઇ. અગલે ભાગમેં હિકડ઼ો ચકેડો કેલ વો તેમેં આગુટજો ફોટો વો ને ચકેડેજી મથે તાજ રખલ વો ને નામ વો તાજછાપ,નીચે લિખલ વો ઉત્તમ વર્જીનિઆ સિગારેટ.જાહેરાત લા પતરેજા હેન્ડ બીલ છાપેમેં આયા વા તે મથે લિખલ વો ‘ધીમી બળે છે અને વધુ લિજ્જત આપે છે’ સે સાર્થક વો.મિણી ઠેકાણે પનજી ધુકાનેજે બાયણે તે ચુંકેસે ચોડેમેં આયાતે. ગામડેમેં તરાજી પાર તે ઝાડજે થુડ મથે ચોડેમેં આયા વા. ઇ સિગરેટ એડ઼ી હલી પઇ ક ગાલ મ પુછો કારીગર માડ઼ુએમેં અને ગામડેમેં ઇનજો વપરાસ બોરો વો.ધુકાન વારે કે ચેં ‘ડેતા હિકડ઼ી કારી’

           તાજછાપ મથા ભનલ હિકડ઼ી વિટ સુણાઇયા.

       મીઠુ માલમજી ધુકાનજે બાયણે મથે તડે  હેન્ડ બિલ ચોડ્યો તે  તડેં ખેતો વાઢો પન ખેણ આયો સે  હથોડીજો ઠક ઠક અવાઝ સુણીને પુછે મીઠુ માલમ કુરો હલેતો? ત મીઠુ ચેં ‘હી તાજછાપ નઇ સિગરેટ ભજારમેં આવઇ આય તેંજી જાહેરાત આય,હાં હિકડ઼ી તું પી નેર કેડ઼ી આય ચઇ હિકડ઼ી સિગરેટ ડિને.ખેતે સિગરેટ પેટાય ને ધમ ભરે ત ઇનકે મજા અચી વઇ  ઇતરે ‘ભેંસા આય કિઇ?’ ચઇ જાહેરાત વાંચે “ધીમી બળે છે ને વધુ લિજ્જત આપે છે”.હેન્ડ બિલતે તાજછાપજી પાકિટજો ચિતર વો તેમેં લખલ ખેતો વાંચે ‘ઉત્તમ વર્જીનિઆ સિગારેટ’ હાણે પાંજા ખેતસીભા ત ખેરે બાપાજી આછણીએજી માર ખાઇ સત ચોપડી ભણેલા વા સે પાકિટજો લખાણ વાંચ્યો ઉત્તમ વરજી ની આ સિગારેટ,મતલભ ઉત્તમ સિગરેટ ભનાઇધલ વરજી ઇનજે બાપાજો નાં વે જેડ઼ો કર પાં વટ ડેવજી,રવજી,સિવજી નાલા વેંતા તેંજી હી સિગરેટ.પોય મીઠુ કે ચેં ભેંસા ઉત્તમ વરજી વારો ભારી લાટ સિગરેટ ભનાય આય.કોય પુછે ખેતા વાઢા સિગરેટ પીને ત ચે હા ગિનો હિકડ઼ી ઉત્તમ વરજી વારી.આઉં ત અમરાવતી નોકરી કઇ તે ને મામી બીડી જ પિંધો વો સે.મડઇ આયો સે તડેં  ખેતો ચેં  ભેંસા હાણે ઉત્તમ વરજી વારી નતિ મિલે  કિન કારણસર ઇ સિગરેટ ભનેજો ભંધ થઇ વ્યો ખબર નાય.

૦૭-૦૬-૨૦૧૪