“૧૯ ઘોડા”

“૧૯ ઘોડા”

હકડ઼ે સેઠ વટ ૧૯ ઘોડા વા જડે ઇ મરી વ્યો પ્વા ઇન પંઢજી વસિયત મેં છેલ્લી એડ઼ી ઇચ્છા કેં વેં ક ઇનજો મોત થઇ વિઞે પોય ઇનજે મણી ઘોડે મંજા અધ ભાગ ઇનજે હકડ઼ે જ વારસ છોકરેકે ડનેમેં અચે.મણીજો ચોથો ભાગ ગામજે મંધરજી જાગીરકે ડને મેં અચે ને મણીજો પંઞઉં ભાગ અનજો વફાદાર નોકર આય તેં કે ડને મેં અચે.

ગામજે મુખી વટે હી ગાલ પુગી ઇ પણ મુંજીને કિયાડ઼ી ખનેંરેં,ભલા ૧૯ ઘોડેજો અધ ભાગ સેઠજે છોકરેકે કીં ડેવાજે? હકડ઼ે ઘોડેજા બ ટુકર ત ન થીંએ ન?.હન ધરમસંકટજી મુંજમેં બ ખણ અઠવાડ઼ા ઇંજ નકરી વ્યા પણ અંઞા અનજો કીં આરો ન આયો. આખર મણી વિચાર ક્યોં ક પાડ઼ોસજે ગામમેં હકડ઼ો બુજણ માડ઼ુ રે તો તેંકે સડાયું

ઉ બુજણ માડ઼ુ પંઢજે ઘોડે તે વઇને આયો ને પુછે અઇ મુકે કુલાય સડાંયાના? ને કુરો મુંજ થઇ આય સે ચો. મુખી ચે અસાંજે ગામજા સેઠ ગુજારે વ્યા ઇનીજી મલકતમેં ૧૯ ઘોડા અઇ. ઇની જકીં વસિયત કયોંનો અનમેં ઇનીજી છેલ્લી એડ઼ી ઇચ્છા આય ક  ઇનીજે મોત પ્વા ઇનીજે મણી ઘોડે મંજા અધ ભાગ ઇનીજે છોકરેકે ડનેમેં અચે.મણીજો ચોથો ભાગ ગામજે મંધરજી જાગીરકે ડને મેં અચે ને મણીજો પંઞઉં ભાગ અનજો વફાદાર નોકર આય તેં કે ડને મેં અચે.

બુજણ માડ઼ુ ચે હી ત સાવ સેલી ગાલ આય આંઉ હી મુંજ ત ચપટી વજાઇંધે ઇનજો તોડ઼ કઢી ડિયાં ચઇ ઉની ૧૯ ઘોડેકે હકડ઼ે બેંજી બાજુમેં હકડ઼ી હારમેં ઊભા રખેં પોય ઇન ભેરો પંઢજો ઘોડો ઉમેંરે પોય છોકરે કે ચે હાણે તું તોજો અધ ભાગ અતરે ૨૦જો અધ ભાગ ૧૦ ઘોડા વારે ગન.પોય મંધરજે જાગીરજે મહંતકે ચે અઇ આંજો ચોથો ભાગ અતરે ૫ ઘોડા વારે ગનો હાણે બાકીર્યો મિલકતજો પંઞઉ ભાગ અતરે ૪ ઘોડા સેઠજે નોકરકે વારે ડ્યો અતરે ૧૦+૫+૪+૧૯ થ્યા ન? ઇં ચઇ પંઢજો ઘોડો પલાણે ને રવાનો થઇ વ્યો પણ વેંધે મોંધ ડાપણજી ચાર ગલિયું ચઇ વ્યો.

ગામવારા ચકરી ખાઇ વ્યા વા ને મોં વકાસીંધા રઇવ્યા,વાહ! હી ત ન ભનણજો લગોતે સે ભનાય વતાય.ઉ બુજણ માડ઼ુ ત હલ્યો વ્યો પણ વિઞે મોંધ જકી બ ગાલિયું ચઇ વ્યો સે માડ઼ુજે મનમે સલાલેખ વારેજી જ઼ડ઼ાઇ વિયું ઇ મનમેં સિલાલેખ વારેજી જ઼ડ઼લ ગાલિયું અજ પણ પંઢજી પેઢી જી પેઢી સુધી પુજાઇધા આવ્યા અઈ.

બુજણ માડ઼ુ ચઈવ્યો ક પાંજે રોજજે જીયણમેં પાંજે રોજ જે કમમેં ભગવાનજો નાલો ઉમેરેને પોય અજ જે કમમેં લગી વિઞો. જીયણમેં અચધલ મુસિભત મથાનું અતરે બારથી જતરી ગંભીર લગે (જેડ઼ી કર ગામજે માડ઼ુએ કે ઘોડેજે ભાગલેમેં લગીતે) અતરી મુસ્કેલ નઈ લગે.

બુજણ માડ઼ુ પોય ચેં માલકજા નિયમ આંજે રોજ જે જીયણમેં ઉમેર્યો ને મુસિભતેજો બોજ હલકો થઇ વેંધો ને હરે હરે ઓગરી વેંધો જી ગરમી લગધે બરફ ઓગરી ને પાણી થઇ વિઞે પાણીજી બાફ થઇને ઉડી વિઞેતી.પાં માલકજો નાં પાંજે રોજજે જીયણમેં કીં ઉમેરે સગો?પ્રાર્થના સચે પ્રેમ ને ભગતી સભર આસ્થા ઉપાસના વિસ્વાસ સે ઉમેરે સગાજે તેમેં જોગાસન મન કે માલક કોરા વારેજી ને માલક કે મલેજી મણિયા બડ઼ુકી રીત આય.

સચે પ્રેમ ને સચ્ચી ભગતી વગર ઇનમેં ડાખલ થીણું જેડ઼ી કર પાણી વગરજો વાણ.પાણીમેં તરધે વાણ કે ધક્કો મારણું સેલો આય પણ અનજ વાણ કે સુકે પટ મથે તાણણું મુસ્કેલ આય. એડ઼ી જ રીતે આજો જીયણજો વાણ સચ્ચે પ્રેમ ને ભગતીજી નયમેં આરામસે તરી સગે.માલકકે પ્રેમજો સિધ્ધાંત ને આસ્થા સભર ભગતી(કર નય)આંજે જીયણજી સફર આરામસે કરાયતી.જડે આંજો મન સાફ વે ને હીંયુ સાદાઇ સભર ને પવિતર વે ઇ ભગત ડેવડૂત ચોવાજે.

(સુજીતજી ગાલિયેં મથા) ૦૨/૦૩/૨૦૧૧

Leave a comment